અનુચ્છેદ 370 : કાશ્મીરમાં તણાવ વચ્ચે વિદ્યાર્થીઓના ભાવિ માટે ટ્યૂશન શરૂ કર્યું
પ્રકાશિત
5મી ઑગસ્ટે કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો દૂર કર્યા બાદ લાગુ થયેલા શટડાઉનને પગલે ત્યાંની કેટલીક સ્કૂલો બંધ છે.
જ્યારે કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે.
10મા ધોરણ સુધીના ક્લાસ શરૂ કરવાની સરકારની જાહેરાત છતાં આવી સ્થિતિ યથાવત્ છે.
આથી શ્રીનગર પાસેના બડગામ જિલ્લામાં શિક્ષકોનું એક જૂથ વિદ્યાર્થીઓને ખાસ ક્લાસિસ ચલાવી ભણાવી રહ્યું છે.
ક્લાસિસમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અને 6થી વધુ શિક્ષકો છે. તણાવ છતાં તેઓ દરરોજ ક્લાસિસમાં આવે છે.
જોઈએ આ વિશે બીબીસી સંવાદદાતા આમીર પીરઝાદાનો આ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો