પાકિસ્તાનના સિંધમાં મંદિર સહિત હિંદુ ઇમારતોમાં તોડફોડ
પ્રકાશિત
પાકિસ્તાનના દક્ષિણ સિંધમાં ઘોટકી વિસ્તારમાં ટોળાંએ મંદિર સહિત હિંદુ ઇમારતોમાં તોડફોડ કરી હતી.
જોકે તોડફોડ કરનારાઓ સામે કેસ કાર્યવાહી કરવામાં આવી છે અને શિક્ષક સામે પણ ઇશનિંદા સંબંધિત કાનૂન હેઠળ કેસ દાખલ કરાયો છે.
સ્કૂલના હિંદુ માલિક નૂતન પર તેમના જ વિદ્યાર્થીએ એક દિવસ પૂર્વે મહમંદ પયગંબર સામે ઇશનિંદા કર્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી જ શહેરમાં સ્થિતિ તંગ બની ગઈ છે.
પોલીસ કાફલો પહોંચે તે પહેલાં કેટલાક તોફાનીઓ મંદિરમાં ઘૂસી ગયા હતા.
તેમણે પથ્થરમારો કરી દીવાલો પરની તસવીરોના કાચ તોડી નાખ્યા હતા.
ઘોટકીમાં લગભગ 4 હજાર હિંદુ પરિવારો રહે છે. શહેરના 80 ટકા વેપારમાં તેમની ભાગીદારી છે.
જોઈએ બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો પાકિસ્તાનથી ગ્રાઉન્ડ રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો