બ્રેસ્ટ-કૅન્સરને માત આપીને સતત આશરે 200 કિલોમિટર તરનારાં મહિલા

વીડિયો કૅપ્શન, ગત વર્ષ સુધી કૅન્સરની સારવાર લેનારાં સારા ચાર વખત ઇંગલિશ ચૅનલ પાર કરનાર પ્રથમ મહિલા
પ્રકાશિત

37 વર્ષનાં સારા થૉમસે ઇંગ્લિશ ચૅનલને સતત ચાર વખત નૉન-સ્ટોપ તરીને એક નવી ઉપલબ્ધી હાંસલ કરી છે.

તેઓ આવું કરનારાં પ્રથમ મહિલા છે.

ગત વર્ષ સુધી તેઓ બ્રેસ્ટ-કૅન્સરની સારવાર લઈ રહ્યાં હતાં.

તેમણે પોતાની આ ઉપલબ્ધીને કૅન્સર સર્વાઇવર્સને સમર્પિત કરી છે.

આમ આ અંતર આશરે 120 કિલોમિટર જેટલું હતું પરંતુ ભરતીને કારણે તેમને ઇંગલિશ ચૅનલ વચ્ચે ચાર રાઉન્ડ મારવા માટે 200 કિલોમિટર જેટલું તરવું પડ્યું.

તેમણે આ અંતર સતત 54 કલાક સુધી તરીને પાર કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો