સાઈબેરિયા : દાવાનળને કારણે અહીં લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર
પ્રકાશિત
એમેઝોનનો દાવાનળ હજી શમ્યો નથી ત્યાં પૂર્વીય રશિયામાં આવેલા સાઇબેરિયાના એક મોટા જંગલ વિસ્તારમાં ઉનાળા દરમિયાન દાવાનળ ફાટી નીકળ્યો છે.
જેના કારણે રશિયાએ કટોકટી જાહેર કરીને મિલિટરી ફોર્સ મોકલાવી છે.
ગ્રીનપીસે આને મોટી પર્યાવરણીય આફત ગણાવી છે.
આ દાવાનળનો ધુમાડો ગ્લોબલ વૉર્મિંગમાં તો વધારો કરી જ રહ્યો છે, પણ સાથે જ આસપાસના લોકોના સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યો છે.
સેંકડોની વસ્તી ધરાવતું વાનાવારા ગામ સાઈબિરિયાનાં ગાઢ જંગલોથી ઘેરાયેલું છે.
જોકે, અહીંનાં લાખો હેક્ટર જંગલો મહિનાઓથી બળી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો