મુસ્લિમ મહિલાઓએ કાયદામંત્રીને ચિઠ્ઠી લખીને શું માગ કરી?

પ્રકાશિત

ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન સંગઠને કાયદામંત્રી રવિશંકર પ્રસાદને ચિઠ્ઠી લખીને મુસ્લિમ ફેમિલી લૉ બનાવવાની માગ કરી છે. જેથી મુસ્લિમ મહિલાઓને સમાન અધિકાર મળે.

મહિલા સંગઠને વિવાદ, તલાક, ભરણપોષણ ખર્ચ અને ઉત્તરાધિકાર કાયદામાં ફેરફાર અને નવો કાયદો બનાવવા કે વર્તમાન કાયદામાં ફેરફારની માગ કરી છે.

સંગઠને કાયદામંત્રીને ફેમિલી લૉનો એક ડ્રાફ્ટ મોકલ્યો છે.

મહિલા સંગઠનનું કહેવું છે કે હિંદુ અને ઈસાઈ વિવાહ કાયદાની જેમ આને પણ કાયદાનું રૂપ મળે.

વર્તમાન સમયમાં લગ્ન અને તલાક સંબંધિક મામલા મુસ્લિમ પર્સનલ લૉ (શરિયત) ઍપ્લિકેશન ઍક્ટ, 1937 અંતર્ગત આવે છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન કાયદામાં બહુવિવાદ, હલાલા અને તલાક જેવા મુદ્દાઓ વિવાદમાં રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો