એમેઝોનના જંગલોમાં લાગેલી આગ કેટલી ભીષણ છે?
પ્રકાશિત
દુનિયાની ઑક્સિજનની ફૅક્ટરી તરીકે ઓળખાતા એમેઝોનના જંગલોમાં ભીષણ આગ લાગી છે.
એમેઝોનના વર્ષાવનમાં લાગેલી આગને કારણે મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે.
પરંતુ આ આગ કેટલી ભીષણ છે અને તેનાથી કેટલું નુકસાન થયું? આ આગ પાછળ જવાબદાર કોણ છે?
આ જ સવાલોનો જવાબ શોધવા બીબીસી સંવાદદાતા વિલ ગ્રાન્ટે ગ્રીનપીસ સાથે એમેઝોનના સળગતા જંગલો પર ઉડાન ભરી અને વિનાશ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો