જમ્મુ-કાશ્મીર ગ્રાઉન્ડ રિપોર્ટ : 'ભારતને ખબર નથી કે આ એક લાવા છે, તે કેવી રીતે ફાટશે'

વીડિયો કૅપ્શન, આર્ટિકલ 370: કાશ્મીરના બારામુલ્લામાં કલમ નાબૂદીથી લોકો કેમ નાખુશ છે?
પ્રકાશિત

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે અને ત્યારથી ક્યાંક વિરોધનો માહોલ છે તો ક્યાંક લોકો સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે.

કલમ 370ની નાબૂદી પહેલાંથી જ કાશ્મીરમાં હિંસાની શક્યતાને ધ્યાનમાં રાખીને કલમ 144 લાદી દેવામાં આવી હતી.

દરેક જગ્યાએ સુરક્ષાબળોની તહેનાતી કરી દેવામાં આવી છે. આ સિવાય મોબાઇલ, ઇન્ટરનેટ સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો