જ્યારે રેપ સૉન્ગથી બાળકનું જીવન બદલાયું, શાળાનો રસ્તો ખૂલ્યો

વીડિયો કૅપ્શન, રેપ સૉન્ગે કેવી રીતે બદલી નાખ્યું બાંગ્લાદેશી બાળકનું જીવન
પ્રકાશિત

બોલીવૂડની ફિલ્મ ‘ગલી બૉય’થી રેપ સૉન્ગ ખૂબ ચર્ચામાં આવ્યા. તેની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં, પણ અન્ય દેશોમાં પણ થઈ. આ જ ફિલ્મે બાંગ્લાદેશને પણ એક ગલ્લી બૉય આપ્યા છે.

તે ગલ્લી બૉયની ઉંમર માત્ર 10 વર્ષની છે. મોહમ્મદ રાણા તેમનાં ચાર ભાઈ- બહેનમાં સૌથી નાના છે.

તેઓ ઢાકાના રસ્તા પર ફૂલ વેચતા અને રેપ સૉન્ગ ગાતા. તેમનાં માતા ઘરકામ કરીને ગુજરાન ચલાવતાં હતાં.

તેવી હાલતમાં તેઓ મોહમ્મદને સ્કૂલે મોકલી શકે તેમ ન હતાં. પરંતુ હવે મોહમ્મદ સ્કૂલે જવાના છે અને એ ચમત્કાર થયો છે તેમના રેપ સૉન્ગના કારણે. જાણો તેમની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો