ઉન્નાવ રેપ કેસ : પીડિતાની આત્મદહનની કોશિશથી લઈ સાક્ષીઓની કથિત હત્યા સુધીનો ઘટનાક્રમ
ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ મૂકનાર ઉન્નાવની પીડિતાની કારને 28 જુલાઈએ એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.
કાર અકસ્માતમાં ઘાયલ પીડિતા અને તેમના વકીલની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. કારમાં તેમની સાથે રહેલાં તેમનાં માસી અને કાકીનાં મૃત્યુ થયાં છે.
આ મામલે આજે સુપ્રીમ કોર્ટે આદેશ આપીને તમામ 5 કેસને દિલ્હી ટ્રાન્સફર કર્યા છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને 15 દિવસમાં તપાસ પૂર્ણ કરવાનો તથા 45 દિવસમાં કેસની ટ્રાયલ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પીડિતાને 25 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.
ઉન્નાવના આ કેસમાં પીડિતાની ફરિયાદથી લઈને આત્મદહનની કોશિશ, પિતાનું કસ્ટડીમાં મૃત્યુ, સાક્ષીઓને ધમકાવવાનો આરોપ અને કથિત હત્યા વગેરે અનેક બાબતો બની છે. જાણો 2017થી અત્યાર સુધી આ કેસમાં શું શું થયું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો