સીરિયાથી આવેલી તસવીરોમાં જોવા મળ્યો યુદ્ધનું વિનાશ
પ્રકાશિત
8 વર્ષથી ચાલી રહેલા યુદ્ધના કારણે સીરિયા કેટલી હદે વિનાશ પામ્યું છે અને ત્યાંના લોકો કેવી તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે તેનાથી દુનિયા ફરી રૂબરૂ થઈ છે એક તસવીરના માધ્યમથી.
એ તસવીરમાં જોવા મળ્યું છે કે કેવી રીતે પાંચ વર્ષની એક બાળકી પોતાની નાની બહેનને બચાવવા માટે મથામણ કરી રહી છે.
બન્ને એક એવી ઇમારતથી લટકેલાં હતાં જેના પર બૉમ્બવર્ષા થઈ હતી. અહીં વિદ્રોહીઓના છેલ્લા ગઢ મનાઈ રહેલા ઇદલિબને જીતવા માટે જંગ તિવ્ર બન્યો છે.
સરકાર અને તેના રશિયન સહયોગી ત્યાં સતત હવાઈ હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સતત તેમને આમ ન કરવાની ચેતવણી આપી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો