ભારત સહિત વિદેશમાં પણ કોલ્હાપુરી ચંપલની માગ કેમ છે?
પ્રકાશિત
મહારાષ્ટ્રનું કોલ્હાપુર શહેર ‘કોલ્હાપુરી ચંપલ’ માટે પ્રખ્યાત છે. ઘણા પરિવારો અહીં પેઢીઓથી ચંપલ બનાવવાના કારોબાર સાથે જોડાયેલા છે.
ચંપલ બનાવતા શુભમ સાતપુતે કહે છે કે મારા પરદાદા દૌલતરાવ સાતપુતેએ કોલ્હાપુરી ચંપલ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.
અમારો પરિવાર છેલ્લાં 85 વર્ષથી આ ધંધામાં છે. અહીં લાલ, ગુલાબી, વાદળી અને કાળા રંગનાં કોલ્હાપુરી ચંપલ મળી રહે છે.
તેઓ કહે છે કે કોલ્હાપુરી ચંપલ ત્રણ પડમાં બને છે. અમે ત્રણ-ચાર પ્રકારનાં ચંપલ બનાવીએ છીએ.
કારીગરોના કહેવા અનુસાર આ ચંપલ પગનાં તળિયાંનો પરસેવો શોષી લે છે અને ઠંડક આપે છે.
જુઓ સ્વાતિ રાજગોલકરનો ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો