સરકારી નોકરીને બદલે સેક્સની માગણી કરે છે અફઘાની અધિકારીઓ!

પ્રકાશિત

અફઘાનિસ્તાનમાં કેટલાક સરકારી અધિકારીઓ અને મંત્રીઓ ઉપર મહિલાઓના જાતીય શોષણના આરોપ લાગ્યા છે.

આ વર્ષે મે મહિનામાં દેશના રાષ્ટ્રપતિ અશરફ ઘાનીના પૂર્વ સલાહકારે સત્તામાં રહેલા ઘણાં અધિકારીઓ પર આરોપ મૂક્યા કે તેઓ સરકારી નોકરીની અવેજમાં સેક્સની માગ કરે છે.

બીબીસીએ આ દાવાઓની તપાસ કરી, આ દરમિયાન કેટલીક મહિલાઓએ પોતાની કહાણી બીબીસીને કહી.

જુઓ બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેનો કાબુલથી આ ઍક્ઝક્લુઝિવ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો