ઢીંગલીઓ બનાવીને પેટિયું રળતી અફઘાન રૅફ્યુજી મહિલાઓની કહાણી
પ્રકાશિત
અફઘાનિસ્તાનથી જીવ બચાવીને ભારત આવેલાં અનેક પરિવાર હાલ રૅફ્યુજી તરીકે ભારતમાં જીવી રહ્યાં છે.
2015માં ગુલજાનનો પરિવાર અફઘાનિસ્તાનથી જીવ બચાવી ભારત આવ્યો અને હાલ તેઓ પોતાનાં ત્રણ બાળકો અને પતિ સાથે દિલ્હીમાં રહે છે.
ગુલજાન કહે છે કે અમે અફઘાનિસ્તાનમાં "રૅફ્યુજી" શબ્દ બહુ સાંભળ્યો હતો. ન્યૂઝમાં આવ્યું કે અહીંના લોકો ઘણા દેશોમાં છે. ક્યારેય વિચાર્યું નહોતું કે ખુદ રૅફ્યુજી બની જઈશું.
ગુલજાનની જેમ 20 અફઘાન મહિલાઓ ઢીંગલી બનાવીને પરિવારને ભરણપોષણ કરી રહ્યાં છે.
આ ઢીંગલી દેશ જ નહીં વિદેશમાં પણ વેચાય છે. એક ઢીંગલીની કિંમત બે હજાર રૂપિયા સુધીની હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો