ચીનમાં મુસ્લિમ બાળકોને તેમનાં માતાપિતાથી અલગ કરાઈ રહ્યાં છે?
પ્રકાશિત
ઇસ્તંબુલમાં જમા થયેલા આ લોકો શિનજિયાંગ પ્રાંતમાં રહેનારા વીગર મુસ્લિમો છે, જેમનાં સંતાનોને તેમનાથી અલગ કરી દેવામાં આવ્યાં છે. તેમનું કહેવું છે કે તેમનાં બાળકોને અનાથાલયમાં રાખવામાં આવ્યાં છે.
શિનજિયાંગમાં રહેનારા વીગર કઝાક અને અન્ય બીજા અલ્પસંખ્યક લોકો કે જેમની પોતાની ભાષા અને સંસ્કૃતિ છે તેમને ચીન આવા વિશાળ કૅમ્પોમાં રાખીને ચીની ભાષા અને ત્યાંની સામ્યવાદી સરકારને વફાદાર રહેવાનું શીખવાડી રહી છે.
જોકે, ચીનની સરકાર આ આરોપોને નકરે છે.
બીબીસીના ચીન ખાતેના સંવાદદાતા જોન ષડવર્થનો ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો