આ છોકરીના અક્ષર મોતી જેવા છે, પણ હાથ નથી
પ્રકાશિત
કેટલાક લોકો દુનિયામાં ખરેખર ઇશ્વરની ભેટ સમાન હોય છે. 10 વર્ષીય સારા એવા જ લોકોમાંથી એક છે. આ બાળકી હેન્ડરાઇટિંગ કૉમ્પિટિશનમાં ભાગ પણ લે છે.
આ બધું તેઓ હાથ કે કૃત્રિમ સાધનનો ઉપયોગ કર્યા વગર કરે છે. સારાનો જન્મ ચીનમાં થયો હતો અને જ્યારે તેઓ 6 વર્ષનાં હતાં, ત્યારે અમેરિકાના એક પરિવારે તેમને દત્તક લીધાં હતાં.
સારાને ચેસ રમવાનું અને સ્વિમિંગ કરવું પણ ખૂબ ગમે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો