બજેટ 2019 : JNUમાં શિક્ષણ મેળવવાથી બજેટ સુધીની સીતારમણની કહાણી

વીડિયો કૅપ્શન, નિર્મલા સીતારમણ : 1970 બાદ મહિલા રજૂ કરશે સામાન્ય બજેટ, જાણો નિર્મલા સીતારમણની કહાણી
પ્રકાશિત

5 જુલાઈના રોજ મોદી સરકાર 2.0નું પહેલું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને તેને રજૂ કરવાના છે એક પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ.

1970 બાદ પહેલી વખત કોઈ મહિલા નાણામંત્રી બજેટ ભાષણ રજૂ કરશે. 49 વર્ષ પહેલાં નાણામંત્રી તરીકે ઇંદિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું.

જોકે, તે સમયે ઇંદિરા ગાંધી વડાં પ્રધાન પણ હતાં. ત્યારે આજે જ્યારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે, ત્યારે જાણો તેમનાં જીવનની કહાણી માત્ર બે મિનિટમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો