વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો,મોરેશિયસના પીએમ પણ જોડાયા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આજે રોડ શો યોજ્યો હતો. તેમની સાથે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ પણ જોડાયા હતા.
બન્ને દેશના વડા પ્રધાન જામનગરથી અમદાવાદ પહોંચ્યા હતા અને અમદાવાદમાં ઍરપોર્ટથી ઇંદિરા બ્રિજ સુધી રોડ શો યોજ્યો હતો.
આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પહેલાં વડા પ્રધાને જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવાકેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કર્યો હતો.
કહેવાય છે કે GCTM દુનિયામાં પ્રથમ અને એકમાત્ર એવું કેન્દ્ર બનશે જે સમગ્ર વિશ્વમાં પારંપરિક દવાઓ પર કામ કરતું હશે. તે વૈશ્વિક સુખાકારી માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે પણ ઊભરી આવશે.









