મોદી સરકારના મંત્રીએ માન્યું 'ચીનના હૅકર્સે લદ્દાખ પાસે વીજળી કેન્દ્રને નિશાન બનાવ્યું'

યુક્રેનના ઉપવડા પ્રધાને પૂર્વી વિસ્તારો જેમકે ખારકિએવ, લુહાન્સ અને ડોનેસ્કમાંથી લોકોને તરત નીકળી જવાની વિનંતી કરી.

લાઇવ કવરેજ

  1. એ ગુજરાતી જેમણે હોમ લૉન આપવા બનેલી HDFCને 15 લાખ કરોડની કંપની બનાવી

  2. એ ભૂલો જેને કારણે શ્રીલંકા આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયું

  3. આપનો ગુજરાત વિધાનસભાની 50થી વધારે બેઠકો જીતવાનો દાવો, આત્મવિશ્વાસ કે વિપક્ષ કૉંગ્રેસને ઓછી આંકવાની ભૂલ?

  4. હડતાલ કરી રહેલા ડૉક્ટરોની માગો ગુજરાત સરકારે માની

    ગુજરાતમાં હડતાલ પર ગયેલા હજારો સરકારી ડૉક્ટરોની માગો અંગે સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી.

    ગુજરાતમાં આરોગ્ય મંત્રાલયના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે "ગુજરાતમાં સરકારી ડૉક્ટરોના પ્રશ્નની માગણીઓને માન્ય રાખતા એક જૂન 2019થી 20 ટકા એન.પી.પી.એની ચૂકવણી કરવામાં આવશે."

    "ત્યારે એરિયરની રકમ પાંચ સરખા હપતામાં ચૂકવવામાં આવશે જેમો પ્રથમ હપતો એપ્રિલ 2022. બીજો હપતો ઑક્ટોબર 2022, ત્રીજો હપતો એપ્રિલ 2023 અને ચોથો હપતો ઑક્ટોબર 2023 તથા છેલ્લો હપતો ઍપ્રિલ 2024માં ચૂકવવામાં આવશે."

    મનોજ અગ્રવાલે જણાવ્યું કે, "બેઝિક અને એન.પી.પી.એની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ 2,37,500 નક્કી કરવામાં આવી છે. રાજ્યના જે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી હોય તેમની તમામ ઍડહૉક સેવાઓ નિયમિત કરવા અને સળંગ ગણાશે."

    રાજ્યમાં સરકારી ડૉક્ટરોની હડતાલને પગલે આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ રહી હતી.

    વધુમાં તેમણે કહ્યું કે, તબીબી શિક્ષણ, તબીબી સેવાઓ અને જાહેર આરોગ્ય પ્રભાગમાં સીધી ભરતી અને બઢતીની ઝુંબેશ શરૂ કરાઈ છે. ઍડહોક ધોરણે કામ કરતા ટયુટરોને 7મા પગારપંચનો લાભ મળવાપાત્ર રહેશે.

  5. અમદાવાદ : પેટ્રોલ, ગૅસ અને શાકભાજીના વધતાં ભાવ મુદ્દે ગુસ્સે થયેલા લોકો શું બોલ્યા?

  6. આકાર પટેલ મામલામાં સીબીઆઈને દિલ્હીની કોર્ટનો આદેશ - 'લુક આઉટ સર્ક્યુલર પાછો ખેંચવામાં આવે'

    આકાર પટેલ

    ઇમેજ સ્રોત, Getty Images

    માનવ અધિકાર સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ આકાર પટેલને દિલ્હીની એક અદાલતે મોટી રાહત આપી છે.

    કોર્ટે સીબીઆઈને આદેશ આપ્યો કે તે આકાર પટેલ સામે બહાર પાડવામાં આવેલી લુક આઉટ નોટિસ પાછી ખેંચી લે.

    આકાર પટેલની વિરુદ્ધ ફૉરેન કૉન્ટ્રિબ્યૂશન (રેગ્યુલેશન) ઍક્ટ હેઠળ લુક આઉટ નોટિસ બહાર પાડી હતી.

    ઍડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પવન કુમારે આ મામલામાં સીબીઆઈને કંપ્લાયન્સ રિપોર્ટ સોંપવાનું કહ્યું છે.

    ચર્ચા દરમિયાન સીબીઆઈએ આકાર પટેલની અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે 'જો પટેલ દેશ છોડીને જતા રહ્યા તો શક્ય છે કે તેઓ સુનાવણીથી ભાગવામાં સફળ થઈ જાય.'

    સીબીઆઈએ કહ્યું કે પટેલ બહુ પ્રભાવશાળી વ્યક્તિ છે. જોકે, સીબીઆઈએ સ્પષ્ટ કર્યું કે 'તેઓ આકાર પટેલની ધરપકડ નથી ઇચ્છતા પરંતુ તેમને દેશ છોડવા ન દેવા જોઈએ.'

    કોર્ટે કહ્યું કે 'જો આકાર પટેલ ભાગવા ઇચ્છે તો તેઓ 2021થી ચાલી રહેલી તપાસ દરમિયાન ભાગી શક્યા હોત.'

    આકાર પટેલના વકીલે સીબીઆઈની દલીલનો વિરોધ કરતાં કહ્યું કે 'એજન્સી નાગરિકના અધિકારનું હનન કરી રહી છે.'

    કોર્ટને જણાવવામાં આવ્યું કે આકાર પટેલને બુધવારે બૅંગલુરુ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર તે સમયે રોકવામાં આવ્યા જ્યારે અમેરિકા માટે ઉડાણમાં તેઓ સવાર થવાના હતા.

    આકાર પટેલની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતની એક અદાલતથી મંજૂરી મળ્યા છતાં પટેલની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી.

  7. મોદી સરકારના મંત્રીએ માન્યું કે, 'ચીનના હૅકર્સે લદ્દાખ પાસે વીજળી કેન્દ્રને નિશાન બનાવ્યું'

    લદ્દાખ

    ઇમેજ સ્રોત, Getty Images

    લદ્દાખ પાસે વીજળી વિતરણ કેન્દ્રોને ચીનના હૅકર્સ તરફથી હૅક કરવાના પ્રયત્નના રિપોર્ટ પર કેન્દ્રીય ઊર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે.

    ઊર્જા મંત્રી આર.કે.સિંહે કહ્યું કે 2018થી સાયબર સિક્યઑરિટી ઘણી મજબૂત થઈ છે અને એવા પ્રયત્નો સફળ નહીં થાય.

    આમ તો, બ્લૂમબર્ગે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો કે ચીનના હૅકર્સે હાલના મહીનાઓમાં ભારતીય પાવર સેક્ટરને નિશાન બનાવ્યું હતું.

    ખુફિયા ફર્મ 'રૅકર્ડેડ ફ્યૂચર ઇંક'ને ટાંકતા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હૅકર્સે ઉત્તર ભારતમાં ઓછામાં ઓછા સાત લોડ ડિસ્પૅચ સેન્ટર્સને નિશાન બનાવ્યાં હતાં. એક લોડ ડિસ્પૅચ સેન્ટરને પહેલાં રેડઇકો નામના હૅકિંગ ગ્રૂપે નિશાન બનાવ્યું હતું.

    આ સેન્ટર્સથી લદ્દાખમાં ભારત-ચીનની સરહદ પાસે ગ્રિડ કંટ્રોલ અને વીજળી વિતરણનું કામ ચાલે છે. રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે હૅકર્સે ભારતની એક ઇમર્જન્સી રિસ્પૉન્સ સિસ્ટમને પણ નિશાન બનાવ્યું હતું.

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પાવર ગ્રિડ ઍસેટ્સને ચીન પ્રાયોજિત હૅકિંગ ગ્રૂપ્સને નિશાન પર રાખીને ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયત્ન કરાય છે.

    બ્લૂમબર્ગના રિપોર્ટમાં ચીનના વિદેશ મંત્રાલય પાસે જવાબ માગ્યા હોવાનો પણ ઉલ્લેખ છે પરંતુ કોઈ જવાબ મળી શક્યો નથી. આની પહેલાં ચીન આવી કોઈ પણ સાઇબર કાર્યવાહીમાં સામેલ થવાનો ઇનકાર કરતું આવ્યું છે.

  8. જિતુ વાઘાણીના નિવેદનનો દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ શું જવાબ આપ્યો?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. અમેરિકાએ ભારતને રશિયાનો સાથ આપવા સામે ચેતવણી આપી

    ભારત સૌથી વધુ માત્રામાં હથિયાર રશિયા પાસેથી મગાવે છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના ટોચના આર્થિક સલાહકારે કહ્યું છે કે અમેરિકાએ ભારતને યુક્રેનમાં આક્રમણ બાદ રશિયાનો નિકટતાથી સાથ આપવા સામે ચેતવણી આપી છે.

    વ્હાઇટ હાઉસ નેશનલ ઇકોનૉમિક કાઉન્સિલ ડાયરેક્ટર બ્રાયન ડેસીએ બુધવારે પત્રકારોને કહ્યું કે, “ ભારત સરકારન અમારો સંદેશ એજ છે કે રશિયા સાથે વધુ સ્પષ્ટ રીતે વ્યૂહાત્મક સહયોગની કિંમત અને પરિણામ મહત્ત્વપૂર્ણ અને લાંબા ગાળાનાં હશે."

    "અમે આક્રમણના સંદર્ભમાં ભારત અને ચીનના ઘણા નિર્ણયોથી હતાશ થયા છીએ."

    ભારતે અન્ય દેશોની રશિયા સામે પ્રતિબંધ લાદવાનો ઇનકાર કર્યો છે.

    અમેરિકાની નજરમાં ભારત ચીન સામે એશિયામાં એક શક્તિ છે, બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ભારત રશિયન હથિયારોની સૌથી વધુ આયાત કરતો દેશ છે.

    ગત અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા ઉપસલાહકાર દલીપ સિંહે ભારતની આધિકારિક મુલાકાત લીધી હતી.

    વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા જે સાકીએ કહ્યું હતું કે, "દલીપે જે કર્યું તેનાથી ભારતમાં તેમના સમકક્ષ અધિકારીઓને સ્પષ્ટ થઈ ગયું હશે કે રશિયાથી ઊર્જા અને અન્ય સામાન સંબંધિત આયાત વધારવું ભારતના હિતમાં નથી."

  10. ચીને અમેરિકાને તાઇવાન અંગે ચેતવણી આપી - કહ્યું '...તો અમેરિકાએ પરિણામ ભોગવવા પડશે'

    ચીન અને અમેરિકા

    ઇમેજ સ્રોત, Getty Images

    ચીને કહ્યું કે, 'જો અમેરિકન પ્રતિનિધિ સભાનાં સ્પીકર નૅન્સી પલોસીએ તાઇવાનની મુલાકાત લીધી તો ચીન આકરાં પગલાં લેશે.' મીડિયામાં એવા અહેવાલો આવ્યા છે કે નૅન્સી પલોસી તાઇવાનની મુલાકાત લેશે.

    ચીનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે ચીન તાઇવાન અને અમેરિકા વચ્ચે કોઈ પણ આધિકારિક સંપર્કનો વિરોધ કરે છે અને અમેરિકાએ નૅન્સી પલોસીની મુલાકાત રદ કરવી જોઈએ.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ચીન વન ચાઇના પૉલિસી હેઠળ તાઇવાનને પોતાનો એક ભાગ માને છે, જ્યારે તાઇવાન પોતાને સ્વતંત્ર દેશ માને છે અને ત્યાં ચૂંટાયેલી સરકાર પણ છે.

    ઝાઓ લિજિયાને કહ્યું કે, 'જો નૅન્સી પલોસીએ તાઇવાનની મુલાકાત લીધી તો આનું પરિણામ અમેરિકાને ભોગવવું પડશે.'

    જોકે તેમણે આ વિશે વિસ્તારથી કંઈ ન કહ્યું. વર્ષ 1997માં છેલ્લી વખત અમેરિકાની સંસદના કોઈ સ્પીકરે તાઇવાનની યાત્રા કરી હતી. નૅન્સી પલોસી ચીનનાં મોટાં ટીકાકાર છે અને અનેક અવસરો પર તેમણે માનવાધિકાર ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો છે.

  11. બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. 'કિએવમાં સફળતાનો અર્થ એ નથી કે યુદ્ધમાં વિજય નિકટ છે', જૉન સિમ્પસન, વર્લ્ડ અફેયર્સ એડિટર, લિએવમાં

    કિએવમાં તબાહી

    ઇમેજ સ્રોત, Getty Images

    પશ્ચિમી દેશોના કેટલાક નિષ્ણાતો માને છે કે યુક્રેનની લડાઈ લગભગ જીતી લેવાઈ છે.

    અમેરિકાના એક સૈન્ય ઇતિહાસકારનું કહેવું છે કે રશિયા જેવી કોઈ શક્તિને પોતાની પસંદગીના સમયે હુમલો કરીને પછી તેમાં તેનો પરાજય થતો ક્યારેય નથી જોયો.

    પરંતુ યુક્રેનમાં લોકોને હજી વિજયનો આત્મવિશ્વાસ નથી.

    યુક્રેનમાં લોકો માની રહ્યા છે કે આ યુદ્ધ ખૂબ લાંબુ ચાલશે જેનો અંત સ્પષ્ટ રીતે રશિયાના પરાજયમાં થશે અથવા જો રાષ્ટ્રપતિ પુતિન માને કે યુક્રેનનો પૂરતો વિસ્તાર કબજે કરી લીધો છે તો તેઓ રશિયાના વિજયની જાહેરાત કરી શકે છે.

  13. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, 'રાજ્યમાં કોઈને સાચી તકલીફ હોય તો, તેમાંથી બહાર કાઢવાની જવાબદારી સરકારની'

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. યુક્રેનને સ્વીચબ્લૅડ ડ્રૉન આપશે અમેરિકા

    'ઍન્ટિ-ટૅન્ક સ્વીચબ્લૅડ' ડ્રૉન

    ઇમેજ સ્રોત, Alamy

    ઇમેજ કૅપ્શન, 'ઍન્ટિ-ટૅન્ક સ્વીચબ્લૅડ' ડ્રૉન

    અગાઉથી જ અમેરિકામાં તાલીમ લઈ રહેલા યુક્રેનના સૈનિકોને યુએસ દ્વારા 'ઍન્ટિ-ટૅન્ક સ્વીચબ્લૅડ' ડ્રૉનનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે.

    આને 'કામાકાઝી' (આત્મઘાતી માટે જાપાનીઝ નામ) ડ્રૉન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ટોચના ભાગે વિસ્ફોટક ભરેલા હોય છે.

    જે યુક્રેનનાં શહેરોમાં પ્રવેશી રહેલી રશિયાની ટૅન્કો માટે ઘાતક નીવડી શકે છે. આ પ્રકારના ડ્રૉન તેના 'ટાર્ગેટ' પર ત્રાટકતા પહેલાં ઘણા સમય સુધી હવામાં રહી શકે છે અને બખ્તરિયા ગાડીના સૌથી નબળા ભાગ પર પ્રહાર કરવા માટે ખુદને "ઍડ્જસ્ટ" કરી શકે છે.

    ડ્રૉન પ્રમાણમાં ખૂબ જ નાનું છે અને તે એક સૂટકેસ જેટલું કદ ધરાવે છે. ઑપરેટર અનેક માઇલ દૂરથી તેને ઑપરેટ કરી શકે છે. આ સૈનિકો "બહુ જલદી" યુક્રેન પરત ફરશે. અગાઉ અમેરિકાએ યુક્રેનને 100 સ્વીચબ્લૅડ ડ્રૉન સિસ્ટમ આપવાની જાહેરાત કરી હતી.

    અમેરિકાથી નીકળેલી હથિયારોની ખેપ ચાર-છ દિવસમાં યુક્રેન પહોંચી રહી છે, જેને ખૂબ જ ઝડપી માનવામાં આવે છે.

  15. કિએવમાંથી રશિયન દળોની પીછેહઠ

    રશિયા યુક્રેન યુદ્ધ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, રશિયા યુક્રેન યુદ્ધ

    અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના કહેવા પ્રમાણે, રશિયાના દળોએ કિએવ થતા ચૅરનિહીવમાંથી પીછેહઠ કરી છે અને આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પૂર્વના મોરચા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય તે માટે આ વ્યૂહાત્મક પીછેહઠ કરી છે.

    રશિયાએ 130 બટાલિયનને લડવા માટે મોકલી છે, એમાંથી હજુ પણ 80 કરતાં વધારે ત્યાં જ હોવાનું આકલન છે.

    કિએવમાંથી ઓછામાં ઓછા 24 હજાર સૈનિકોએ પીછેહઠ કરી છે. અમેરિકાનું કહેવું છે કે કિએવ પર હુમલો કરીને "પુતિનને કશું નથી મળ્યું."

    રશિયાની સેના ફરી કિએવ પર નહીં ત્રાટકે તેવી શક્યતાને નકારી ન શકાય.

    રશિયાએ જાહેરાત કરી છે કે તેણે પૂર્વ યુક્રેન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

    છેલ્લાં આઠેક વર્ષથી અહીં આંતરિક યુદ્ધ ચાલી રહ્યું હોવાથી અહીંના યુક્રેનનાં દળો ભારે તાલિમબદ્ધ છે અને તેમની પાસે આધુનિક હથિયારો છે.

    યુક્રેનમાં તહેનાત બીબીસી સંવાદદાતા જૉનાથનના કહેવા પ્રમાણે, 'રશિયા દ્વારા મોટાપાયે તોપમારો કરવામાં આવી રહ્યો છે. એવું લાગે છે કે 21મી સદીમાં પહેલું વિશ્વયુદ્ધ લડાઈ રહ્યું હોય.'

    બીબીસીની ટીમે રશિયાની પૉઝિશનથી માત્ર 500 મીટરના અંતરેથી આ અહેવાલ આપ્યા હતા.

  16. 'અત્યારે જ ભાગો, નહીં તો મરી જશો', યુક્રેને દેશના પૂર્વમાં લોકોને આપી ચેતવણી

    યુક્રેનના ઉપવડા પ્રધાન ઇરિના વેરેશ્ચુકે પૂર્વના વિસ્તારો જેમકે ખારકિએવ, લુહાન્સ અને ડોનેસ્કમાંથી લોકોને તરત નીકળી જવાની વિનંતી કરી છે.યુક્રેનના ઉપવડા પ્રધાને પૂર્વના વિસ્તારોમાં રશિયાના હુમલા વધવાની ચેતવણી આપી છે.

    ઇરિના વેરેશ્ચુકે કહ્યું કે, "લોકોએ અત્યારે જ નીકળવું પડશે કારણ કે પછી લોકોના જીવને ખતરો રહેશે."

  17. ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી ગુજરાતના શિક્ષણ વિશે એવું શું બોલ્યા કે વિવાદ થઈ ગયો?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    રાજકોટ મહાનગરપાલિકાની એક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આપેલા એક નિવેદનની ચર્ચા થઈ રહી છે.

    તેમણે કહ્યું કે 'જેમને ગુજરાતના શિક્ષણમાં ખામી દેખાતી હોય તેઓ સર્ટિફિકેટ લઈને બીજાં રાજયોમાં ચાલ્યા જાય.'

    રાજ્યમાં શિક્ષણ માટે મોટા પાયે કામ થઈ રહ્યા હોવાનો દાવો કરીને જિતુ વાઘાણીએ કહ્યું કે 'જેમને ગુજરાતના શિક્ષણમાં ખામી દેખાતી હોય તેઓ સર્ટિફિકેટ લઈને બીજાં રાજયોમાં ચાલ્યા જાય.'

    તેમણે કહ્યું કે, ''ગુજરાતમાં આપણી પાસે ગમે એવી વ્યવસ્થા હોય તે ગમવી જોઈએ કે ન ગમવી જોઈએ. જે વ્યવસ્થાઓ છે એમાં જ આપણે મોટા થયા, આપણા બાપ-દાદા મોટા થયા. પ્રગતિ કરી, એમણે વ્યવસ્થાઓ કરી, ઘર કુટુંબ ચલાવ્યું. રાજકોટ હોય તો રાજકોટનું આપણને ગમવું જોઈએ.''

    'અને જો એ બધું સારું ન લાગતું હોય તો શું કરવું જોઈએ. સારું લાગે ત્યાં જતા રહેવું જોઈએ. પાકિસ્તાનનાં વખાણ કરવાં હોય. અહીંયા રહીને દેશની ખોદણી કરવી હોય અને અમેરિકા સારું લાગતું હોય તો જતા રહેવું જોઈએ.'

  18. યુક્રેનમાં લડી રહેલા રશિયાના વૅગનર ગ્રૂપના 'ભાડૂતી સૈનિકો' કોણ છે?

    યુક્રેન યુદ્ધમાં રશિયન સૈનિકો

    ઇમેજ સ્રોત, @RSOTM TELEGRAM GROUP

    બ્રિટિશ લશ્કરી ગુપ્તચર તંત્રના જણાવ્યા અનુસાર રશિયાની ખાનગી કંપની વૅગનર ગ્રૂપના 1,000 જેટલા ભાડૂતી સૈનિકોને પૂર્વ યુક્રેનમાં ગોઠવવામાં આવી રહ્યા છે.

    છેલ્લાં આઠ વર્ષથી આ ગ્રૂપ યુક્રેન, સીરિયા અને આફ્રિકાના દેશોમાં સક્રિય છે અને તેની સામે વારંવાર યુદ્ધના ગુનાની અને માનવ અધિકારના ભંગની ફરિયાદો થઈ છે.

    બીબીસીએ કરેલી તપાસ અનુસાર વૅગનર ગ્રૂપ સાથે રશિયાની સેનાના ભૂતપૂર્વ ઑફિસર 51 વર્ષના દમિત્રી ઉત્કિન જોડાયેલા હોય તેવા અણસાર મળે છે. સેનામાં કામ કરતી વખતે તેમની કૉલ-સાઇન વૅગનર હતી, તેના પરથી જ તેમણે પોતાના ગ્રૂપનું નામ વૅગનર રાખ્યું હોવાનું કહેવાય છે.

    ચેચન યુદ્ધમાં લડવાનો તેમને અનુભવ છે અને ભૂતપૂર્વ સ્પેશ્યિલ ફોર્સના ઑફિસર તરીકે અને રશિયાની સેનાના ગુપ્તચર તંત્ર જીઆરયુમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે પણ તેમણે કામ કરેલું છે.

    આ અંગે વધુ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

  19. 'રશિયન સૈનિકોએ બૂચામાં 25 મહિલા-બાળકીઓની સાથે બળાત્કાર કર્યા', યુક્રેનનાં અધિકારીએ આપી માહિતી, યુક્રેનના બૂચામાં રશિયાની સેના દ્વારા માનવાધિકાર હનન કરાયાના આરોપો મુકાતાં મામલો ચર્ચામાં આવ્યો છે.

    યુક્રેનમાં મહિલા સાથે બળાત્કાર થયાના આરોપ મુકાયા (પ્રતીકાત્મક તસવીર)

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, યુક્રેનમાં મહિલા સાથે બળાત્કાર થયાના આરોપ મુકાયા (પ્રતીકાત્મક તસવીર)

    યુક્રેનના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે બૂચામાં 25 મહિલાઓ અને બાળકીઓએ કહ્યું છે કે રશિયન સેના દ્વારા તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

    યુક્રેનની સંસદનાં માનવાધિકાર કમિશનર લ્યુડમીલ ડેનિસોવાએ કહ્યું કે મદદ માટેની હેલ્પલાઇન મારફતે 14થી 24 વર્ષનાં 25 મહિલાઓએ રશિયન સૈનિકો દ્વારા તેમની સાથે બળજબરી કરાયાની માહિતી અપાઈ હતી.

    તેમણે કહ્યું કે યુક્રેન પાસે “યુક્રેનના લોકોને નરસંહારનો ભોગ બનવું પડ્યું તેના” અને સૈન્ય કાર્યવાહીને લગતા ગુનાના પુરાવા છે. તેમણે કહ્યું કે, "બળાત્કાર એ રશિયન સેના માટે નવું હથિયાર છે."

    ડેનિસોવાએ ઉમેર્યું કે, “14થી 24 વર્ષની આયુનાં 25 મહિલાઓએ રશિયન સૈનિકો દ્વારા બળાત્કાર કરાયો હોવાની વાત કરી હતી.”

    “દુર્ભાગ્યે આ બધું એક મહિના સુધી ચાલ્યું. અમે આ હિણપતભરેલા ગુનાની નોંધ કરતા રહીશું. તેમજ દરેક ગુનેગારને સજા કરાશે.”

    રશિયાએ બૂચામાં આ પ્રકારના ગુના આચરાયા હોવાની વાતનો ઇનકાર કર્યો છે.

  20. ગુડ મૉર્નિંગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે વધતો વિરોધ, પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર પર રાજકીય સંકટ, રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા મહત્ત્વના સમાચારની સાથે દેશ, દુનિયા અને ગુજરાતની અપડેટ્સ મળશે. આ પહેલાંની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.