You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભારતમાં કોરોનાના XE વૅરિયન્ટથી સંક્રમણનો પ્રથમ કેસ, મુંબઈમાં મળ્યો નવા વૅરિયન્ટનો પહેલો દર્દી

બીએમસી અનુસાર મંગળવારના મુંબઈમાં 230 સૅમ્પલ્સની તપાસ કરી હતી જેમાંથી 228 ઓમિક્રૉનથી સંક્રમિત હતા. આમાંથી એક XE અને એક અન્ય કાપા વૅરિયન્ટથી સંક્રમિત હતા.

લાઇવ કવરેજ

  1. ભાજપને જ્યારે ગુજરાતમાં ચૂંટણી લડવા એક ઉમેદવાર પણ નહોતો મળતો

  2. યુવરાજસિંહ જાડેજાને જામીન, 'પોલીસકર્મી પર ગાડી ચડાવવા'નો કેસ શું છે?

  3. મંચ પર ગાંધીજીનો ફોટો અને અતિથિવિશેષ તરીકે મુસ્લિમ નેતા; આ રીતે થઈ હતી ભાજપની સ્થાપના

  4. HDFC BANKમાં HDFCનો વિલય, ભારત કૉર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા સોદામાંનો એક

  5. લાઇવ કવરેજ સમાપ્ત

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહેવા માટે આપ સૌનો આભાર.

    આજનું લાઇવ કવરેજ અહીં જ સમાપ્ત થઈ રહ્યું છે.

    દેશ અને દુનિયાના અન્ય મહત્ત્વપૂર્ણ સમાચારો મેળવવા માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

  6. 79 વર્ષનાં એ મહિલા જે પોતે વૃદ્ધાશ્રમમાં રહે છે પરંતુ લાખો રૂપિયાની સંપત્તિ રાહુલ ગાંધીને આપી દીધી

  7. 'મેં તેમને પડકાર્યા અને તેમણે મારી બદનામી કરી' - ED કેસ અંગે મેધા પાટકરે શું કહ્યું?

  8. બ્રેકિંગ, ભારતમાં કોરોનાના XE વૅરિયન્ટથી સંક્રમણનો પ્રથમ કેસ, મુંબઈમાં દર્દીમાં ગંભીર લક્ષણ નહીં

    ભારતમાં કોરોનાનો XE વૅરિયન્ટના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે.

    આ કેસ મુંબઈમાં આવ્યો છે. બીએમસી અનુસાર મંગળવારના મુંબઈમાં 230 સૅમ્પલ્સની તપાસ કરી હતી જેમાંથી 228 ઓમિક્રૉનથી સંક્રમિત હતા. આમાંથી એક XE અને એક અન્ય કાપા વૅરિયન્ટથી સંક્રમિત હતા.

    એક્સઈ વૅરિયન્ટથી સંક્રમિત વ્યક્તિમાં કોઈ ગંભીર લક્ષણ નથી. ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટની અસર એટલી નથી દેખાઈ જેટલી ડેલ્ટાની હતી.

    અત્યારે ભારતમાં લગભગ કોરોના સંક્રમણના એક હજાર દરરોજ આવી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા પાંચ લાખ 21 હજારથી પણ વધારે છે.

  9. 'રશિયન સૈનિકોએ બૂચામાં 25 મહિલા-બાળકીઓની સાથે બળાત્કાર કર્યા', યુક્રેનનાં અધિકારીએ આપી માહિતી, યુક્રેનના બૂચામાં રશિયાની સેના દ્વારા માનવાધિકાર હનન કરાયાના આરોપો મુકાતાં મામલો ચર્ચામાં આવ્યો છે.

    યુક્રેનના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે બૂચામાં 25 મહિલાઓ અને બાળકીઓએ કહ્યું છે કે રશિયન સેના દ્વારા તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

    યુક્રેનની સંસદનાં માનવાધિકાર કમિશનર લ્યુડમીલ ડેનિસોવાએ કહ્યું કે મદદ માટેની હેલ્પલાઇન મારફતે 14થી 24 વર્ષનાં 25 મહિલાઓએ રશિયન સૈનિકો દ્વારા તેમની સાથે બળજબરી કરાયાની માહિતી અપાઈ હતી.

    તેમણે કહ્યું કે યુક્રેન પાસે “યુક્રેનના લોકોને નરસંહારનો ભોગ બનવું પડ્યું તેના” અને સૈન્ય કાર્યવાહીને લગતા ગુનાના પુરાવા છે. તેમણે કહ્યું કે, "બળાત્કાર એ રશિયન સેના માટે નવું હથિયાર છે."

    ડેનિસોવાએ ઉમેર્યું કે, “14થી 24 વર્ષની આયુનાં 25 મહિલાઓએ રશિયન સૈનિકો દ્વારા બળાત્કાર કરાયો હોવાની વાત કરી હતી.”

    “દુર્ભાગ્યે આ બધું એક મહિના સુધી ચાલ્યું. અમે આ હિણપતભરેલા ગુનાની નોંધ કરતા રહીશું. તેમજ દરેક ગુનેગારને સજા કરાશે.”

    રશિયાએ બૂચામાં આ પ્રકારના ગુના આચરાયા હોવાની વાતનો ઇનકાર કર્યો છે.

  10. ગુજરાતમાં બોર્ડની ચાલુ પરીક્ષાએ ત્રણ વિદ્યાર્થીઓનાં હાર્ટઍટેકથી મૃત્યુ, કારણ શું?

    સોમવારે ખેડા જિલ્લાના માતર તાલુકાના લિંબાસીની હાઈસ્કુલમાં સ્નેહ નામના વિદ્યાર્થી પેપર લખતાં-લખતાં અચાનક બેભાન થઈ ગયા હતા, 108 ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. હૉસ્પિટલે પહોંચતા તબીબોએ વિદ્યાર્થીનું મૃત્યુ થયાનું જણાવ્યું હતું અને હાર્ટઅટૅક આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

    આખો અહેવાલ વાંચો અહીં

  11. સંજય રાઉત સાથે જોડાયેલી સંપત્તિ પર EDની કાર્યવાહીને લઈને ફડણવીસે શું કહ્યું?

    પ્રવર્તન નિદેશાલય દ્વારા શિવસેનાના સાંસદ સંજય રાઉત સાથે જોડાયેલી સંપત્તિ જપ્ત કરાવવાના મામલામાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે.

    તેમણે કહ્યું – 'જ્યારે મહારાષ્ટ્ર સરકાર અમારા નેતાઓને ત્યાં અધિકારીઓ મોકલે છે ત્યારે અમે કશું નથી કહેતા, પરંતુ જ્યારે તેમના ઘરે ઈડી ગઈ તો તેઓ આને બદલાની ભાવના ગણાવી રહ્યા છે.'

    મંગળવારના રોજ ઈડીએ પત્રા ચૉલ પુનર્વિકાસ પરિયોજના મામલામાં શિવસેનાના સાંસદ સંજય રાઉત સાથે જોડાયેલી સંપત્તિ જપ્ત કરી. ઈડી અનુસાર તેમણે આ મામલામાં પાલઘરમાં પ્રવીણ રાઉતની જમીન, દાદરમાં વર્ષા રાઉતનો ફ્લૅટ અને અલીબાગમાં વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરના પ્લૉટ જપ્ત કર્યા છે. વર્ષા રાઉત સંજય રાઉતનાં પત્ની છે.

    સંજય રાઉતે ઈડીના આ પગલા અંગે કઠોર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેઓ ડરવાના નથી. પત્રકારો સાથેની વાતચીતમાં સંજય રાઉતે કહ્યું કે, “મારી સંપત્તિ જપ્ત કરી લો, મને ગોળી મારી દો કે મને જેલમાં પૂરી દો, સંજય રાઉત બાલાસાહેબ ઠાકરેનો ચેલો અને એક શિવસૈનિક છે. તે લડતો રહેશે તમારી પોલ ખોલતો રહેશે.”

    તેમણે કહ્યું કે, “શું હું વિજય માલ્યા, મેહુલ ચોકસી, નીરવ મોદી કે અંબાણી-અદાણી છું? બે વર્ષથી ચૂપ કરાવી દેવાની કોશિશ થઈ રહી છે, શું હું ચૂપ બેઠો હતો? જેણે નાચવું હોય એને નાચવા દો. સત્ય અને જૂઠ અંગે ભવિષ્યમાં ખબર પડશે.”

    મહારાષ્ટ્રમાં મંત્રી આદિત્ય ઠાકરેએ ઈડીની કાર્યવાહી પર કહ્યું કે, "જે કાંઈ પણ થઈ રહ્યું છે એ રાજકીય બદલાની કાર્યવાહી છે અને તે લોકતાંત્રિક નથી."

  12. ભારતમાં પેટ્રોલ કેટલું મોઘું થયું?

  13. રશિયા પાસેથી હથિયાર ખરીદવા સામે ભારતને અમેરિકાની ફરી ચેતવણી

    અમેરિકાએ ભારતને રશિયા પાસેથી હથિયાર ખરીદવાના મામલામાં ફરી એક વખત ચેતવણી આપી છે.

    રશિયા પાસેથી ભારત સૌથી વધુ માત્રામાં હથિયાર ખરીદે છે અને અમેરિકાને આ વાત ક્યારેય પસંદ પડી નથી.

    હવે અમેરિકાના રક્ષા મંત્રી લૉઇડ ઑસ્ટિને ચેતવણી આપી છે રશિયાના હથિયારોમાં રોકાણ કરવું એ ભારતના હિતમાં નથી.

    અમેરિકન સાંસદો સાથે એક બેઠકમાં ઑસ્ટિને અમેરિકાની ઇચ્છાને ફરી ઉચ્ચારી હતી. વૉશિંગ્ટન ઇચ્છે છે કે રશિયન સૈન્ય સામાન પર નવી દિલ્હીની નિર્ભરતા ઘટવી જોઈએ.

    બીજી તરફ યુક્રેન પર રશિયાના હુમલા પછી અમેરિકા પર રશિયાની વિરુદ્ધ પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાનું દબાણ રહેલું છે.

    વાર્ષિક રક્ષા બજેટ દરમિયાન હાઉસ આર્મ્ડ સર્વિસીઝ કમિટીના સભ્યો સાથે બેઠક દરમિયાન ઑસ્ટિને કહ્યું," અમે તેમની (ભારત) સાથે કામ કરતા રહીશું જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે તેઓ એ વાતને સમજે કે રશિયાના સામાનમાં રોકાણ ચાલુ રાખવું તેમના હિતમાં નથી"

    "અમારી જરૂરિયાત એ છે કે જે પ્રકારના સામાનમાં તેઓ રોકાણ કરી રહ્યા છે તેને તેઓ ઘટાડે અને એવા સામાનમાં રોકાણ કરે જે અમારી સાથે મેળ ખાઈ શકતો હોય."

    અમેરિકાના રક્ષા મંત્રી સાંસદ જો વિલ્સનના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારતે જે રીતે તટસ્થતાની નીતિ અપનાવી છે તેની વિલ્સને ખાસી ટીકા કરી છે.

    તેમણે કહ્યું હતું કે " ખતરનાક રૂપથી અમારું મૂલ્યવાન સહયોગી ભારત જે દુનિયાની સૌથીમોટી લોકશાહી છે, અમેરિકા અને સહયોગી વિકલ્પો પર ધ્યાન આપ્યા વિના રશિયન હથિયાર પ્રણાલીને પસંદ કરી રહ્યું છે જે દર્શાવે છે કે તે ક્રેમલિનનો સાથ આપી રહ્યું છે."

    તેમણે પ્રશ્ન કર્યો કે, "વિદેશી સૈન્ય વેચાણ કાર્યક્રમ મારફતે તેમને કયા હથિયાર આપી શકાય જેથી તેઓ ભારતીય નેતાઓને પુતિન તથા તેમના સહયોગીઓને ફગાવી દેવા માટે પ્રોત્સાહિત કરે અને લોકશાહીના પોતાના પ્રાકૃતિક સહયોગી સાથે આવે."

    ઑસ્ટિને કહ્યું કે અમેરિકા પાસે દુનિયાની સૌથી ઉન્નત અને શ્રેષ્ઠ હથિયાર સિસ્ટમ છે.

    અમેરિકાના રક્ષા મંત્રીએ કહ્યું કે, " અમારી પાસે એ ક્ષમતાઓની રેંજ છે જે અમે ભારતને ઉપલ્બધ કરાવી શકીએ છીએ."

  14. ફોર્બ્સે જારી કરી દુનિયાના સૌથી અમીર લોકોની યાદી, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કયા ક્રમે?

    ફોર્બ્સે વર્ષ 2022 માટે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિઓની યાદી જારી કરી છે.

    આ યાદીમાં ટેસ્લાના એલન મસ્ક પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે ઝેફ બેઝોસ છે.

    ભારતીયોની વાત કરીએ તો સૌથી ધનિક ભારતીય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી છે. તેમના બાદ ભારતીયોમાં બીજા ક્રમે ગૌતમ અદાણી છે.

    ફોર્બ્સ પ્રમાણે એલન મસ્કની સંપત્તિ 219 અબજ ડૉલર છે, જ્યારે બેઝોસની સંપત્તિ 171 અબજ ડૉલર છે.

    જો ભારતીયોની વાત કરીએ તો દુનિયાભરના ધનિકોમાં મુકેશ અંબાણી 10મા ક્રમે છે અને ગૌતમ અદાણી 11મા ક્રમે છે.

    ફોર્બ્સ પ્રમાણે મુકેશ અંબાણી પાસે 90.7 અબજ ડૉલરની સંપત્તિ છે, જ્યારે અદાણી પાસે 90 અબજ ડૉલરની સંપત્તિ છે.

  15. યુવરાજસિંહ જાડેજાએ 'પોલીસકર્મી પર ગાડી ચડાવી દીધી', પોલીસે જાહેર કર્યો વીડિયો

    આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી, જે મામલે પોલીસે પત્રકારપરિષદ યોજીને એક વીડિયો જારી કર્યો છે.

    પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એક પોલીસકર્મી પર બળજબરીપૂર્વક ગાડી ચડાવવાનો પ્રયાસ થયો હોવાનું દેખાય છે. જોકે આ વીડિયો અંગે બીબીસી ગુજરાતીએ સ્વતંત્ર તપાસ કરી નથી.

    ગુજરાત પોલીસના રૅન્જ આઈજી અભય ચુડાસમાએ આ મામલે પત્રકરોને સંબોધ્યા હતા, તેમણે કહ્યું કે યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાસહાયકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

    જોકે આને આમ આદમી પાર્ટીના પ્રવીમ રામે રાજકીય કાવતરું ગણાવ્યું છે.

  16. આજે ભાજપનો 42મો સ્થાપનાદિવસ

    આજે ભાજપનો 42મો સ્થાપનાદિવસ છે અને ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી ભાજપ સત્તામાં છે, ભાજપની રાજકીય સફર અને ગુજરાતના વિકાસ વિશે વાંચકોએ કેવી પ્રતિક્રિયા આપી, વાંચો ફેસબુક પર.

  17. મેધા પાટકર સામે EDની ફરિયાદ, શંકાસ્પદ આર્થિક વ્યવહારનો મામલો

    કર્મશીલ અને નર્મદા બચાવો આંદોલનનાં નેતા મેધા પાટકર હવે ઈડીની રડારમાં છે, અહેવાલો પ્રમાણે તેમની સામે ઈડીએ ફરિયાદ નોંધાવી છે.

    2005નો શંકાસ્પદ આર્થિક વ્યવહારોનો આ મામલો છે, જેની તપાસ હવે ઈડી કરશે.

    મેધા પાટકર નર્મદા નવનિર્માણ અભિયાન નામના એનજીઓ સાથે સંકળાયેલાં છે. આ એનજીઓના ખાતામાં શંકાસ્પદ આર્થિક વ્યવહાર થયાનો દાવો કરાય છે, જેની તપાસ થશે.

    આ અંગે પાટકરે પણ મીડિયાને પ્રતિક્રિયા આપી છે.

    તેઓ કહે છે કે, "ઈડીએ મારી સામે ગુનો નોંધ્યો નથી, આ મારી વિરુદ્ધ દાખલ કરાયેલી ફરિયાદ છે."

    "આ મારી વિરુદ્ધ ઘડવામાં આવેલું રાજકીય કાવતરું છે."

  18. પેટ્રોલના ભાવમાં16 દિવસમાં 10 રૂપિયાનો વધારો

    ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આમ 16 દિવસમાં 14 વખત ભાવવધારો કરવામાં આવ્યો છે તથા પેટ્રોલ 10 રૂપિયા મોંઘું થઈ ગયું છે.

    પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે અને આથી મુંબઈમાં 120.51 પ્રતિ લિટર કિંમત છે તથા 85 પૈસાના વધારા સાથે રૂ. 104.77 પ્રતિ લિટર ડીઝલના ભાવ થઈ ગયા છે.

    વિપક્ષની માગ છે કે સરકાર દ્વારા કરવામાં આવેલો ભાવવધારો પાછો ખેંચવામાં આવે.

    બીજી બાજુ સરકારનું કહેવું છે કે એપ્રિલ-2021થી માર્ચ-2022 દરમિયાન વિકસિત રાષ્ટ્રોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં જે વૃદ્ધિ થઈ છે, તેનો 10મા ભાગનો વધારો ભારતમાં થયો છે.

    પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરીએ લોકસભામાં કહ્યું હતું, "આ અરસા દરમિયાન અમેરિકામાં 51 ટકા, કૅનેડામાં 52 ટકા, જર્મનીમાં 55 ટકા, યુકેમાં 55 ટકા, સ્પેનમાં 58 ટકા તથા ફ્રાન્સમાં 50 ટકાનો વધારો થયો છે, જેની સામે ભારતમાં આ વધારો માત્ર પાંચ ટકા જેટલો જ છે."

  19. પુતિનની પુત્રીઓ પર પ્રતિબંધો લાદશે યુએસ

    યુક્રેનનો આરોપ છે કે રશિયાના સૈનિકો દ્વારા બૂચામાં યુદ્ધ અપરાધ આચરવામાં આવ્યા હતા. જેના જવાબમાં યુએસ તથા યુરોપિયન સંઘે રશિયા પર વધારાના પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે.

    'વૉલ સ્ટ્રીટ જનરલ'ના રિપોર્ટ પ્રમાણે, પુતિનનાં બે પુત્રીઓ તથા રશિયાની સૌથી મોટી બૅન્ક પર નિયંત્રણો લાદવા માટે વિચારણા હાથ ધરવામાં આવી છે.

    આ સિવાય રશિયામાં નવા રોકાણ પર પ્રતિબંધ લાદવામાં આવશે. ક્રૅમલિનના સત્તાધીશો તથા તેમના પરિવારજનોની ઉપર પણ વધારાના નિષેધો લાદવામાં આવશે.

    બુધવારે યુરોપિયન સંઘના પ્રતિનિધિઓ દ્વારા રશિયાના કોલસા તથા યુરોપિયન બંદરો પર રશિયન જહાજોને નાંગરવા નહીં દેવા જેવા પ્રતિબંધો ઉપર પણ વિચારણા હાથ ધરશે.

  20. 'રશિયનોએ 320 લોકોને મારી નાખ્યા'

    બૂચા શહેરના મેયરે બીબીસીના કાર્યક્રમ 'વર્લ્ડ ટુ નાઇટ'માં દાવો કર્યો કે રશિયાની સેનાએ શહેર પર કબજો કર્યો, ત્યારે 320 જેટલા લોકોની હત્યા કરી નાખી હતી.

    ઍન્ટોલે ફેડોરુકના કહેવા પ્રમાણે, "તેમણે પોતે કેટલીક હત્યાઓ પોતાની નજરે જોઈ હતી. એક કિસ્સામાં ત્રણ લોકોનો પરિવાર કારમાં શહેર છોડી નાસી જઈ રહ્યો હતો, ત્યારે ક્રૂરતાપૂર્વક તેમને ગોળી મારી દેવામાં આવી હતી."

    "પત્ની ગર્ભવતી હતી અને પતિ તેને ગોળી નહીં મારવા માટે વિનવણીઓ કરી રહ્યો હતો, છતાં રશિયન દળોએ ગોળી મારી દીધી હતી."

    મેયરના કહેવા પ્રમાણે, જ્યારે શહેર રશિયન દળોના તાબા હેઠળ હતું, ત્યારે તેઓ સ્થાનિક રાજનેતાઓને શોધવા માટે પણ અભિયાન ચલાવી રહ્યા હતા.

    રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે રશિયન સેના દ્વારા યુદ્ધાપરાધ આચરવામાં આવ્યા હોવાના આરોપોને નકાર્યા હતા.

    ત્યારે મેયરે કહ્યું, "તમે બૂચા શહેરમાં આવો અને લોકોનાં મૃતદેહો જુઓ. તેમના પરિવારજનો, માતા, પતિઓ અને અનાથ થઈ ગયેલાં બાળકોની આંખોમાં જુઓ."