પાકિસ્તાનમાં રાજકીય ઘમસાણ વચ્ચે વડા પ્રધાન ઇમરાન ખાનનું રાષ્ટ્રજોગ સંબોધન, 'છેલ્લા બૉલ સુધી રમતો, છેક સુધી હાર નહીં માનું'

પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ વચ્ચે નેશનલ ઍસેમ્બ્લીની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ છે. હવે ત્રણ એપ્રિલના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થઈ શકે છે.

લાઇવ કવરેજ

  1. 'નરેશ પટેલના કૉંગ્રેસમાં આવવાથી' આગામી ચૂંટણીમાં ભાજપ માટે જીત કેટલી મુશ્કેલ?

  2. 'અમારા ઘરનો એકમાત્ર કમાનાર જતો રહ્યો', અમદાવાદમાં ચાલુ પરીક્ષાએ બેભાન થઈને વિદ્યાર્થીનું મૃત્યુ

  3. પાકિસ્તાનમાં રાજકીય ઘમસાણ, ઇમરાન ખાન બોલ્યા 'છેલ્લા બૉલ સુધી રમીશ'

  4. બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આટલું જ.

    ગુજરાત, દેશ અને દુનિયાના સામાચર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    નમસ્કાર !

  5. પાકિસ્તાનમાં રાજકીય ઘમસાણ વચ્ચે વડા પ્રધાન ઇમરાન ખાનનું રાષ્ટ્રજોગ સંબોધન

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  6. ગાંધીનગરમાં મોંઘવારી મુુદ્દે કૉંગ્રેસના નેતાઓ દ્રારા બાઇક, સિલિન્ડરના ‘બેસણાં’નો કાર્યક્રમ

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    રાંધણગૅસ, પેટ્રોલ-ડીઝલ તથા તેલના ભાવવધારા સામે રાજધાની ગાંધીનગરમાં કૉંગ્રેસ દ્વારા 'હલ્લા બોલ'. બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યની વાતચીત

  7. પાકિસ્તાનમાં સંસદની કાર્યવાહી સ્થગિત, હવે ત્રણ એપ્રિલે થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા

    નેશનલ ઍસેમ્બલી

    પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ વચ્ચે નેશનલ ઍસેમ્બ્લીની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ છે.

    હવે ત્રણ એપ્રિલના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થઈ શકે છે.

    વિપક્ષી દળ સતત વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની માગ કરી રહ્યા હતા. પરંતુ હવે આ કાર્યવાહી રવિવાર એટલે કે ત્રણ એપ્રિલના રોજ ગોઠવાશે.

    એવું મનાઈ રહ્યું છે કે રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાશે કારણ કે બંધારણીય સ્વરૂપે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની સમયસીમા ત્રણ એપ્રિલના રોજ ખતમ થઈ રહી છે.

    ડેપ્યુટી સ્પીકરે પોતાના આ કદમ માટે ગૃહના માહોલને જવાબદાર ઠેરવ્યો છે.

    તેમણે કહ્યું છે કે ગૃહમાં ચર્ચા કે પ્રશ્નકાળ માટે માહોલ ઠીક નહોતો.

    જોકે, કાર્યવાહી સ્થગિત કરાયા છતાં વિપક્ષનાં દળોના સાંસદ પોતાની સીટ પર હાજર છે અને ઇમરાન ખાન વિરુદ્ધ નારાબાજી કરી રહ્યા છે.

  8. નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાયા તો ભાજપને નુકસાન થશે કે ફાયદો ?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  9. પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું, વિપક્ષે કહ્યું કે - ગરિમાપૂર્ણ રીતે ઇમરાન ખાન સત્તા છોડે

    પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાન

    ઇમેજ સ્રોત, EPA

    ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાન

    પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાનના સલાહકાર શહબાઝ ગિલે કહ્યું છે કે 'વડા પ્રધાન અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે.' તેમણે ઇમરાન ખાન દ્વારા વિપક્ષના નેતાઓને કોઈ પ્રસ્તાવ મોકલ્યા હોવાની વાતને ફગાવી હતી.

    પાકિસ્તાની મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા છે કે ઇમરાન ખાને વિપક્ષના નેતાઓને એક પ્રસ્તાવ મોકલ્યો છે કે જો તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ પાછો ખેંચી લે તો તેઓ સંસદને ભંગ કરી શકે છે.

    શહબાઝ ગિલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ઇમરાન ખાન રાજીનામું નહીં આપે અને તેઓ પૂર્ણ ગરિમા સાથે આ લડાઈ લડશે.

    બીજી તરફ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે ઇમરાન ખાન ખેલભાવના બતાવતાં રાજીનામું આપી દેવું જોઈએ.

    ઇમરાન ખાનની સામે સંયુક્ત વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેની પર આજથી ચર્ચા શરૂ થવાની છે. તેની પર ત્રણ એપ્રિલે વોટિંગ થઈ શકે છે.

  10. બ્રેકિંગ, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આજે કરશે રાષ્ટ્રજોગ સંબોધન

    પાકિસ્તાન ઇમરાન ખાન

    ઇમેજ સ્રોત, Getty Images

    પાકિસ્તાનના સૂચના અને પ્રસારણમંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ જાણકારી આપી છે કે વડા પ્રધાન ઇમરાન ખાન આજે રાત્રે રાષ્ટ્રને સંબોધિત કરશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ઇમરાન ખાન ગઇકાલે જ રાષ્ટ્રજોગ સંબોધન કરવાના હતા, પરંતુ સેનાધ્યક્ષ સાથેની મુલાકાત બાદ તેને ટાળવામાં આવ્યું હતું.

    તેમણે એવું પણ કહ્યું કે વડા પ્રધાન ઇમરાન ખાને આજે બપોરે નેશનલ સિક્યૉરિટી કમિટીની બેઠક બોલાવી છે. જે વડા પ્રધાનના આવાસ ખાતે યોજાશે.

  11. અરવિંદ કેજરીવાલે કહ્યું – દેશ માટે જીવ હાજર, પરંતુ ગુંડાગર્દી યોગ્ય નથી

    અરવિંદ કેજરીવાલ

    ઇમેજ સ્રોત, ANI

    દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલા બાદ તેમણે પહેલી વાર આ અંગે નિવેદન આપ્યું છે.

    કેજરીવાલે તેમના ઘર પર હુમલા અંગે ભાજપ પર નિશાન સાધ્યું અને તેને ગુંડાગર્દી ગણાવી હતી.

    કેજરીવાલે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, “કેજરીવાલ મહત્ત્વપૂર્ણ નથી. હું ઘણો નાનો માણસ છું."

    "આ દેશનો એક સામાન્ય નાગરિક છું. દેશ માટે મારું જીવન પણ હાજર છે, પરંતુ મને એમ લાગે છે કે આ પ્રકારની ગુંડાગર્દીથી દેશ આગળ નહીં વધે.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    બુધવારે ભારતીય જનતા યુવા મોરચાએ કથિત રીતે મુખ્ય મંત્રી કેજરીવાલના ઘરની બહાર વિરોધપ્રદર્શન કરતી વખતે તોડફોડ કરી હતી.

    યુવા મોરચાના પ્રમુખ અને સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અંગે અરવિંદ કેજરીવાલના નિવેદનને લઈને આ વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પોલીસે બુધવારે આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

    આ ઘટના બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે નિવેદનોનો મારો શરૂ થઈ ગયો છે.

    દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મુખ્ય મંત્રી કેજરીવાલને મારી નાખવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ કર્યો હતો.

  12. સોનિયા ગાંધીએ સંસદમાં મોદી સરકાર પર કર્યા પ્રહાર, બચાવમાં આવ્યા અનુરાગ ઠાકુર

    સોનિયા ગાંધી

    ઇમેજ સ્રોત, ANI

    લોકસભામાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનરેગાના બજેટમાં ઘટાડાને લઈને મોદી સરકારને આડેહાથ લીધી છે.

    તેમણે કહ્યું કે આ વર્ષે મનરેગાનું બજેટ 2020ની સરખામણીએ 35 ટકા ઓછું છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    સોનિયા ગાંધીએ લોકસભામાં કહ્યું, “જે મનરેગાનો કેટલાંક વર્ષો પહેલાં કેટલાક લોકો મજાક ઉડાવતા હતા, તે જ મનરેગાથી લૉકડાઉનમાં પ્રભાવિત કરોડો પરિવારોને સહાયતા મળી અને સરકારના બચાવમાં એક સાર્થક ભૂમિકા અદા કરી. તેમ છતાં પણ મનરેગાના બજેટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.”

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે યુપીએના સમયમાં જે બજેટ રજૂ થતું હતું, તેટલો ખર્ચ પણ થતો ન હતો.

    તેમણે ક્હ્યું, “આપત્તિના સમયે મોદી સરકારે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારેનું બજેટ ફાળવ્યું."

    "અમે જિયોટૅગિંગ શરૂ કરીને તેના પર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું. આજે બટન દબાવવાથી શ્રમિકોનાં ખાતાંમાં પૈસા પહોંચે છે.”

  13. બ્રેકિંગ, મોદી સરકારે AFSPAને લઈને લીધો મોટો નિર્ણય

    વડા પ્રધાન મોદી

    ઇમેજ સ્રોત, Getty Images

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાણકારી આપી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે સશસ્ત્ર બળ વિશેષ અધિકાર અધિનિયમ (અફ્સ્પા) અંતર્ગત નાગાલૅન્ડ, આસામ અને મણિપુરના અશાંત વિસ્તારો ઘટાડવાનો નિર્ણય લીધો છે.

    તેમણે કહ્યું કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે અહીંની સુરક્ષાવ્યવસ્થામાં સુધારો આવ્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    અમિત શાહે કહ્યું કે AFSPA અંતર્ગત આવનારા વિસ્તારોની સુરક્ષાવ્યવસ્થા સુધરી છે. આવું વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ લાવવા અને ઉગ્રવાદને ખતમ કરવા માટે સતત પ્રયત્નો અને સમજૂતીઓના કારણે થયું છે.

  14. પેટ્રોલ-ડિઝલના ભાવ અંગે રાહુલ ગાંધીનો મોદી પર કટાક્ષ, કહ્યું- પ્રશ્ન ના પૂછો 'ફકીર' ને

    પેટ્રોલ-ડિઝલના ભાવ અંગે રાહુલ ગાંધીનો મોદી પર કટાક્ષ

    ઇમેજ સ્રોત, Getty Images

    કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતોને લઈને મોદી સરકારને આડેહાથ લીધી છે.

    આજે કૉંગ્રેસ આ મુદ્દાને લઈને રાષ્ટ્રવ્યાપી આંદોલન કરી રહી છે. દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ વિરોધપ્રદર્શન યોજાઈ રહ્યું છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    રાહુલ ગાંધીએ કહ્યું કે, “છેલ્લા દસ દિવસમાં નવ વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વઘારો કરવામાં આવ્યો છે. તેમણે માગ કરી છે કે વધી રહેલી કિંમતો પર તરત નિયંત્રણ લાવવું જોઇએ.“

    આ દરમિયાન સોનિયા ગાંધી પણ હિમાચલ પ્રદેશ કૉંગ્રેસ દ્વારા આયોજિત પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહ્યાં છે.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ કે, “એશિયાના કેટલાક દેશોમાં પેટ્રોલની કિંમત ભારતની તુલનાએ ઓછી છે."

    "છેલ્લે તેમણે નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં લખ્યું કે, પ્રશ્ન ના પૂછો 'ફકીર'ને, કૅમેરા સામે આપે જ્ઞાન, ગોટાળાથી ભરેલો થેલો લઇને, લૂંટે છે હિંદુસ્તાન...”

  15. રશિયાએ મારિયુપોલમાં યુદ્ધવિરામની કરી જાહેરાત

    રશિયા યુક્રેન યુદ્ધ મારિયુપોલ યુદ્ધવિરામ

    ઇમેજ સ્રોત, Getty Images

    રશિયાના સંરક્ષણ મંત્રાલયે યુક્રેનના મહત્ત્વપૂર્ણ શહેર મારિયુપોલમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તેની શરૂઆત ગુરુવારે સવારથી થશે.

    સમાચાર એજન્સી એએફપીએ બુધવારે મંત્રાલયને ટાંકીને લખ્યું, “આ માનવીય અભિયાનની સફળતા માટે અમે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત અને આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસ સમિતિની પ્રત્યક્ષ ભાગીદારી માટે પ્રસ્તાવ મૂકીએ છીએ.”

    મારિયુપોલથી ઝપોરઝિયા સુધી માનવીય કૉરિડોર સ્થાનિક સમયાનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે.

    જોકે, યુક્રેને આ જાહેરાત વિશે અત્યાર સુધી કંઇ કહ્યું નથી.

    મારિયુપોલમાં યુદ્ધવિરામ માટે પહેલાં પણ ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ બન્ને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપના કારણે તે શક્ય થઈ શક્યું ન હતું.

    રશિયા પર હજારો યુક્રેનિયન નાગરિકોને રશિયા અથવા તો રશિયા નિયંત્રિત ક્ષેત્રોમાં જબરદસ્તી લઈ જવાના આરોપો લગાવવામાં આવ્યા છે.

  16. બ્રેકિંગ, રાજસ્થાનના ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલાનું નિધન

    કિરોડીસિંહ બૈંસલાનું નિધન

    ઇમેજ સ્રોત, Shekhar Yadav/The India Today Group via Getty Images

    ઇમેજ કૅપ્શન, કિરોડીસિંહ બૈંસલા

    રાજસ્થાનના મોટા ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલાનું નિધન થયું છે. તેમના પુત્ર વિજય બૈંસલાએ આ માહિતી આપી હતી.

    તેમણે જણાવ્યું છે કે કિરોડીસિંહ બૈંસલા લાંબા સમયથી બીમાર હતા. જયપુર હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    બૈંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલનનો મોટો ચહેરો હતા.

    તેમણે વર્ષ 2007માં ગુર્જરોને અનામત અપાવવા માટે મોટું આંદોલન કર્યુ હતું. આંદોલનમાં રેલવે અને રસ્તા રોકવામાં આવ્યા હતા અને ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

    કિરોડીસિંહ બૈંસલા ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા હતા. તેઓ ભારતીય સેનામાં કર્નલ પણ રહી ચૂક્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

  17. અરવિંદ કેજરીવાલના ઘરે તોડફોડના મામલે આઠ લોકોની ધરપકડ

    દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવલ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવલ

    દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવલના ઘરે તોડફોડ કરવાના મામલે દિલ્હી પોલીસે ગુરુવારે આઠ લોકોની ધરપકડ કરી છે.

    સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ મામલે હજુ પણ કેટલાક લોકોની ધરપકડ થઈ શકે છે. પોલીસે આ માટે એક ટીમને મોકલી છે.

    બુધવારે ભારતીય જનતા યુવા મોરચાએ કથિત રીતે મુખ્ય મંત્રી કેજરીવાલના ઘરની બહાર વિરોધપ્રદર્શન કરતી વખતે તોડફોડ કરી હતી.

    યુવા મોરચાના પ્રમુખ અને સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અંગે અરવિંદ કેજરીવાલના નિવેદનને લઈને આ વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પોલીસે બુધવારે આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

    આ ઘટના બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે નિવેદનોનો મારો શરૂ થઈ ગયો છે.

    દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મુખ્ય મંત્રી કેજરીવાલને મારી નાખવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ કર્યો હતો.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    જ્યારે તેજસ્વી સૂર્યાએ કહ્યું, “કેજરીવાલને લાગે છે કે એક સમુદાય વિશેષને ખુશ રાખવા માટે વારંવાર હિંદુઓની લાગણી દુભાઈને તેઓ બચી જશે. કેજરીવાલે માફી માગવી પડશે.”

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    આ વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ સમિતિ રચવાની માગ કરી છે.

    આ માટે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે.

  18. બાબા રામદેવ પેટ્રોલ-ડીઝલના અંગેના સવાલથી ભડક્યા, જુઓ વાઇરલ વીડિયો અહીં

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    યોગગુરુ બાબા રામદેવને પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ વિશે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો.

    જેનો જવાબ આપવાની જગ્યાએ તેઓ ભડકી ગયા હતા અને ધમકાવવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

    હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમમાં મોંઘવારી અંગે યોગગુરુ રામદેવ બોલી રહ્યા હતા. તે દરમિયાન તેમના જ એક જૂના નિવેદનને લઈને એક પત્રકારે સ્પષ્ટીકરણ માગ્યું હતું.

    એ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, "દેશના યુવાનો 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 રૂપિયાનો સિલિન્ડર આપે તેવી સરકાર ઇચ્છે છે."

    પત્રકારનો આ પ્રશ્ન સાંભળતાં જ રામદેવ ભડકી ગયા હતા. શરૂઆતમાં તેમણે જવાબ આપ્યો ન હતો પણ વાંરવાર પૂછવામાં આવતા તેમણે ભડકીને કહ્યું, "મેં કહ્યું હતું તો શું હવે મારી પાછળ પડી જઈશ? આવા પ્રશ્નો ન પૂછો અને તમે શું ઠેકેદાર છો કે તમે જે પૂછો એનો મારે ઉત્તર આપવો પડે?"

  19. પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે હાથ મિલાવે તો ગુજરાત ચૂંટણીમાં શું થશે?

    પ્રશાંત કિશોર

    ઇમેજ સ્રોત, ANI

    'જો પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે જોડાય તો ભાજપને 2017 કરતાં વધારે નુકસાન થાય', આ શબ્દો ગુજરાતના વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના છે. અહેવાલો પ્રમાણે પ્રશાંત કિશોર સાથે કૉંગ્રેસની બેઠકો થઈ છે અને એવો ક્યાસ કાઢવામાં આવે છે કે પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું કૅમ્પેન મૅનેજ કરી શકે છે.

    પ્રશાંત કિશોરને કેટલાક રાજકીય વિશ્લેષકો 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીતનો શ્રેય આપે છે, તેઓ 2014ની ચૂંટણીના પ્રચારમાં પડદા પાછળનો ચહેરો હતા.આ વિશે સંપૂર્ણ અહેવાલ વાંચો નીચેની લિંક પર ક્લિક કરીને.

  20. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં નવમી વખત વધારો, જાણો આ વખતે કેટલું મોંઘું થયું

    પેટ્રોલ ડીઝલની કિંમત વધી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પેટ્રોલ ડીઝલની કિંમત વધી

    પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એક વખત વધારો થયો છે. છેલ્લા દસ દિવસમાં સતત નવમી વખત કિંમત વધારવામાં આવી છે.

    આ વખતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લગભગ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે છેલ્લા દસ દિવસમાં અંદાજે 6.40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

    એનડીટીવીના અહેવાલ પ્રમાણે નવા ભાવવધારા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 101.58 રૂપિયા અને ડીઝલની કિંમત 95.80 રૂપિયા પર પહોંચી છે.

    સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે નવા ભાવ મુજબ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.81 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 93.07 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.

    મુંબઈમાં 84 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યાર બાદ પેટ્રોલની કિંમત 116.72 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમત વધ્યા બાદ ભારતમાં પણ ભાવવધારો થઈ રહ્યો હોવાનો અંદાજ લગાવાય છે.

    જોકે, માર્ચ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર ભાવ વધારવા માટે ચૂંટણી પૂરી થવાની રાહ જોઈ રહી હતી.