રશિયાના નિયંત્રણવાળા વિસ્તારો પરત લેવામાં યુક્રેનને કેટલી સફળતા મળી?

અમેરિકાના સંરક્ષણમંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનિયનો સફળતાપૂર્વક વળતી લડત આપી રહ્યા હોવાનાં ચિહ્ન મળ્યાં છે. જોકે, પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે એમ છે.

લાઇવ કવરેજ

  1. ભગતસિંહ : ફાંસી પહેલાં લાહોર જેલમાં શું થયું હતું? છેલ્લા 12 કલાકની કહાણી

  2. યુક્રેનિયનોની વળતી લડત

    યુક્રેન

    ઇમેજ સ્રોત, Getty Images

    અમેરિકાના સંરક્ષણમંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનિયનો સફળતાપૂર્વક વળતી લડત આપી રહ્યા હોવાનાં ચિહ્નમળ્યાં છે.જોકે, પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે એમ છે.

    યુક્રેનના સંરક્ષણમંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનના સૈન્યે માકારિવ ટાઉન પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે.આ ટાઉન રાજધાની કિએવથી લગભગ64 કિલોમીટરના અંતરે આવેલું છું.

    સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર યુક્રેનનો રાષ્ટ્રધ્વજ અહીં ફરીથી ફરકાવવામાં આવ્યો છે.

    વોઝ્નેસેન્સ્કમાં પણ રશિયના સૈન્યનાં વળતાં પાણી થયાં છે.યુક્રેનિયન સૈન્ય અને વૉલન્ટિયરોના સહિયારા પ્રયાસથી આ શહેર પરત મેળવી લેવાયું છે.

    સૌપ્રથમ અહીં બાંધેલા પૂલને ઉડાવી દેવાયો અને એ પછી રશિયન સૈન્યને પૂર્વમાં 100 કિલોમીટર સુધી પાછું ઠેલી દેવાયું.

    આ દરમિયાન ક્રાઇમિયા પ્રાંતની નજીક આવેલા ખેરસનને પરત મેળવવા માટે યુક્રેનનું સૈન્ય પ્રયાસો કરી રહ્યું છે.રશિયાના કબજામાં આવેલું યુક્રેનનું આ પ્રથમ શહેર હતું.

  3. ક્રૂડઑઇલના વધી રહેલા ભાવો પર સંસદમાં વિપક્ષનો હોબાળો

    સંસદ

    ઇમેજ સ્રોત, ANI

    સતત બીજા દિવસે ઇંધણની કિંમતોમાં વધારો થયા બાદ બુધવારે સંસદનાં બન્ને ગૃહમાં વિપક્ષે હોબાળો કર્યો.

    આ કારણે સંસદનાં બન્ને ગૃહોની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી દેવાઈ હતી.

    કૉંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે રાજ્યસભામાં 267 નિયમો અંતર્ગત સસ્પેન્શન નોટિસ આપી હતી. જેથી મોંઘવારી તથા પેટ્રોલ-એલપીજે સિલિન્ડરના વધતાં ભાવો પર ચર્ચા થઈ શકે.

    બુધવારે કૉંગ્રેસના સાંસદ સંસદની બહાર મહાત્મા ગાંધીની પ્રતિમા આગળ એકઠા થયા અને તેમણે ક્રૂડઑઇલની વધી રહેલી કિંમતોનો વિરોધ કર્યો.

    ઑઇલ કંપનીઓએ બુધવારે સતત બીજા દિવસે પણ કિંમતોમાં વધારો કર્યો છે.પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 80 પૈસાનો વધારો કરાયો છે.

    દિલ્હીમાં હવે ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલના ભાવો 97.01 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.

    મંગળવારે પણ ઑઇલની કિંમતોમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો.જ્યારે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

  4. પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડના મુખ્ય મંત્રીના રૂપે શપથ લીધા

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડના મુખ્ય મંત્રીના રૂપે શપથ લીધા છે.

    હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે 70માંથી 47 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો.જોકે, ધામી ખટીમા બેઠક પરથી હારી ગયા હતા.

    એમ છતાં ભાજપે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને ધારાસભ્યોના દળના નેતા પસંદ કર્યા.

    દહેરાદુનના પરેડ ગ્રાઉન્ડ પર રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીતસિંહે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.

    પુષ્કરસિંહ ધામીના શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ,ગૃહમંત્રી અમિત શાહ,ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા, યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહ્યા હતા.

  5. મારિયુપોલમાંથી લગભગ એક લાખ લોકોએ હિજરત કરી

    યુક્રેન

    ઇમેજ સ્રોત, Getty Images

    યુક્રેનની દક્ષિણ સરહદ નજીક આવેલું મારિયુપોલ રશિયાના સતત હુમલા વેઠી રહ્યું છે.રણનીતિની દૃષ્ટિ આ શહેરનું ભારે મહત્ત્વ છે.

    સપ્તાહોથી આ શહેર પર રશિયા દ્વારા સતત બૉમ્બરમારો કરાઈ રહ્યો છે.સોમવારે જાહેર કરાયેલા હ્યુમન રાઇટ્સ વૉચ રિપોર્ટમાંઆ શહેરને'ઠંડીથી થીજી ગયેલા એવા કોયડા સાથે સરખાવાયું છે જેની ચોતરફ મૃતદેહો અને તૂટેલી ઇમારતો છે.'

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝૅલેન્સ્કીએ જણાવ્યું છે કે શહેરની વસતીનો લગભગ પોણો ભાગ એટલે કે એક લાખ જેટલા લોકો હજુ પણ "અમાનવીય પરિસ્થિતિ"માં ફસાયા છે.

    શહેરના લોકો દ્વારા વેઠી રહાયેલી વિભીષિકા તેમણે પોતાના મધરાતના સંબોધનમાં જણાવી. તેમણે કહ્યું,"અન્ન નથી. પાણી નથી. દવા નથી.બૉમ્બમારો સતત ચાલુ છે."

    'મૅક્સર ટેકનૉલૉજી ફર્મ' દ્વારા મેળવાયેલી નવી સેટેલાઇટ તસવીરોમાં ગઈકાલે શહેરમાં થયેલું નુકસાન જોઈ શકાય છે.

    ઝૅલેન્સ્કીએ એવું પણ જણાવ્યું છે કે યુક્રેનના અધિકારીઓ અને મદદગારો શહેરની સહાય કરવા માટે શક્ય પ્રયાસો કરી રહ્યા છે.

    મંગળવારે શહેરમાંથી લગભગ સાત હજાર લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા.

    જોકે,શહેરમાંથી નાસી રહેલા લોકો પર પણ હુમલાઓ કરાઈ રહ્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે.

  6. રશિયન અલ્ટીમૅટમ સામે યુક્રેન અડગ

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    મારિયુપોલ શહેરની રશિયાએ ઘેરાબંધી કરી રાખી છે અને યુક્રેનને આત્મસમર્પણ કરવા માટે જણાવ્યું છે.જોકે, યુક્રેને હથિયાર હેઠાં મૂકવાનો ઇન્કાર કરી દીધો છે.

    રશિયાનું કહેવું છે કે યુક્રેન જો હથિયાર હેઠાં મૂકી દે તો લડવૈયાઓ અને નાગરિકોને મારિયુપોલમાંથીમાં નીકળવા માટે સુરક્ષિત માર્ગ આપવામાં આવશે. આ શહેરની ચોતરફ રશિયન સૈનિકો છે.

    ત્રણ લાખ લોકો હજુ પણ ફસાયેલા છે. ર‌ૅશન અને દવાઓ ખમત થઈ રહ્યાં છે.

    જે લોકો શહેરમાંથી બહાર નીકળવા સફળ થઈ ગયા છે, તેઓ લગભગ 200 કિલોમીટર દૂર ઝેપોરઝિયામાં પહોંચી ગયા છે.

  7. નેટોની બેઠકમાં નેતાઓને સંબોધિત કરશે ઝૅલેન્સ્કી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    ઇમેજ સ્રોત, EPA/MICHAEL REYNOLDS

    ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    સમાચાર એજન્સી એએફપી અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી ગુરુવારે નેટોની બેઠકમાં નેતાઓને સંબોધિત કરશે. બ્રસેલ્સમાં યોજાનારી આ બેઠકમાં તેઓ વીડિયો લિંક દ્વારા જોડાશે.

    નેટોના એક અધિકારીએ એએફપીને જણાવ્યું કે ઝૅલેન્સ્કીને વીડિયો લિંક દ્વારા નેતાઓ સામે પોતાની વાત મૂકવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

    તેમણે કહ્યું, “આ સીધી રીતે રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી દ્વારા રશિયન હુમલાના કારણે ફસાયેલા યુક્રેનિયન નાગરિકો વિષે જાણવાની તક રહેશે.”

  8. બ્રેકિંગ, હૈદરાબાદમાં ભંગારના ગોડાઉનમાં આગ, અગિયાર કામદારોનાં મૃત્યુ

    હૈદરાબાદમાં ભંગારના ગોડાઉનમાં આગ

    ઇમેજ સ્રોત, UGC

    ઇમેજ કૅપ્શન, હૈદરાબાદમાં ભંગારના ગોડાઉનમાં આગ

    હૈદરાબાદના સિકંદરાબાદમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા 11 કામદારોનાં મૃત્યુ નીપજ્યાં છે.

    સિકંદરાબાદના બોયાગુડા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે આ ઘટના બની હતી.

    આગ લાગી તે સમયે 12 કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. જોકે, આ 12 પૈકી માત્ર એક કામદાર સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા.

    આગની જાણ થતાં ફાયરબ્રિગેડની ટુકડીઓ સ્થળ પર દોડી આવી હતી. તેમણે આગ પર કાબૂ મેળવવાની સાથે 11 કામદારોના મૃતદેહ પણ બહાર કાઢ્યા હતા.

    હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે. જોકે, તે લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

    ગોડાઉનમાં દારૂની ખાલી બૉટલો અને ગૅસ સિલિન્ડર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

  9. જીવનમરણનો પ્રશ્ન હશે તો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું - દિમિત્રી પેસ્કોવ

    વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ

    રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે જો જીવનમરણનો પ્રશ્ન હશે તો રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે અને તે દેશની સુરક્ષા માટે હશે.

    મંગળવારે સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પેસ્કોવે આ નિવેદન આપ્યું હતું.

    ઇન્ટરવ્યૂ દરમિયાન આ શસ્ત્રોના ઉપયોગ વિશે પુછાયેલા એક પ્રશ્ન પર પેસ્કોવે કહ્યું, “દેશની સુરક્ષાને લઈને અમારો એક વિચાર છે અને તે સાર્વજનિક છે."

    "તમે જોઈ શકો છો કે કેવા સંજોગોમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની વાત કરવામાં આવી છે."

    રશિયા યુક્રેન યુદ્ધ

    ઇમેજ સ્રોત, Getty Images

    આ પહેલાં યુક્રેન પર હુમલાના થોડાક દિવસો બાદ 28 ફેબ્રુઆરીએ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે તેમણે મહત્ત્વપૂર્ણ હથિયારો (જેમાં પરમાણુ હથિયાર પણ સામેલ છે)ને સ્પેશિયલ ઍલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો છે.

    જોકે, પેસ્કોવના આ નિવેદન વિશે જાણકારોનું માનવું છે કે તેને દેશની પરમાણુ નીતિમાં ફેરફાર તરીકે ન જોવામાં આવે.

  10. બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં તમારું સ્વાગત છે.

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં શું છે સ્થિતિ? સાથે જ ગુજરાત તથા દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચાર.