યુક્રેનના મારિયુપોલમાં બૉમ્બમારાથી બચવા થિયેટરમાં આશરો લેનારાઓ પર રશિયાનો હુમલો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે રશિયાએ જાણી જોઈને મારિયુપોલ શહેરના થિયેટર પર હુમલો કર્યો છે.

લાઇવ કવરેજ

  1. નરેશ પટેલ કૉંગ્રેસ માટે મહત્ત્વના કેમ છે?

  2. તસવીરોમાં : બૉમ્બમારાથી બચવા થિયેટરમાં આશરો લેનારાઓ પર રશિયાનો હુમલો

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે રશિયાએ જાણી જોઈને મારિયુપોલ શહેરના થિયેટર પર હુમલો કર્યો છે.

    આ થિયેટરમાં કેટલાય લોકોએ બૉમ્બમારા વચ્ચે આશરો લીધો હતો.

    ઇમારત પર રશિયન યુદ્ધવિમાનો હુમલો ના કરે એ માટે થિયેટરની બહાર મોટા અક્ષરોમાં 'બાળકો' પણ લખવામાં આવ્યું હતું.

    હજુ સુધી આ હુમલામાં કેટલી જાનહાનિ પહોંચી છે એ જાણી શકાઈ નથી.

    જોકે,નાગરિકો પર હુમલો કરવાનો આરોપ રશિયાએ ફગાવી દીધો છે અને અને તેણે કહ્યું છે કે તેણે આવો હુમલો કર્યો નથી.

    રશિયા-યુક્રેન સંકટ

    ઇમેજ સ્રોત, Getty Images

    રશિયા-યુક્રેન સંકટ

    ઇમેજ સ્રોત, Reuters

    યુક્રેન

    ઇમેજ સ્રોત, Reuters

  3. બ્રેકિંગ, કિએવની રહેણાક ઇમારત પર તૂટેલી મિસાઇલ પડતાં એકનું મોત

    ઇમારતમાંથી લોકોને બહાર કાઢી રહેલા ફાયર ફાઇટર્સ

    ઇમેજ સ્રોત, Ukraine State Emergency Services

    ઇમેજ કૅપ્શન, ઇમારતમાંથી લોકોને બહાર કાઢી રહેલા ફાયર ફાઇટર્સ

    યુક્રેનની ઇમર્જન્સી સર્વિસના જણાવ્યા પ્રમાણે, રાજધાની કિએવની એક રહેણાક ઇમારત પર તૂટેલી મિસાઇલ પડતા ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    કિએવના દાર્નિત્સિકી જિલ્લામાં આવેલી આ ઇમારત પર સ્થાનિક સમય અનુસાર સવારે 5:02 વાગ્યે તૂટેલી મિસાઇલ પડી હતી. જેની જાણ થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ દ્વારા રાહતકામગીરી હાથ ધરાઈ હતી.

    ઇમારતમાં લોકો ફસાયેલા હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને તૂટેલા ભાગને ઉતારવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.

    અહીં કેટલીક તસવીરો છે, જેમાં મિસાઇલના કારણે પહોંચેલ નુકસાન અને રાહતકાર્ય દેખાઈ રહ્યું છે.

    ઇમારતમાંથી લોકોને બહાર કાઢી રહેલા ફાયર ફાઇટર્સ

    ઇમેજ સ્રોત, Ukraine State Emergency Services

    ઇમારતમાંથી લોકોને બહાર કાઢી રહેલા ફાયર ફાઇટર્સ

    ઇમેજ સ્રોત, Ukraine State Emergency Services

    ઇમારતમાંથી લોકોને બહાર કાઢી રહેલા ફાયર ફાઇટર્સ

    ઇમેજ સ્રોત, Ukraine State Emergency Services

    ઇમેજ કૅપ્શન, ઇમારતમાંથી લોકોને બહાર કાઢી રહેલા ફાયર ફાઇટર્સ
  4. મેલિટોપોલના મેયરને નવ રશિયન સૈનિકોના બદલામાં મુક્ત કરાયા

    મેલિટોપોલના મેયર ઇવાન ફેડોરોવ

    ઇમેજ સ્રોત, Reuters/Handout

    મેલિટોપોલના મેયર ઇવાન ફેડોરોવની મુક્તિની બદલામાં રશિયાએ તેમના નવા સૈનિકોની મુક્તિ માગી હતી.

    કથિત રીતે મેલિટોપોલના મેયરને રશિયન સૈનિકોએ બંદી બનાવ્યા હતા, અહેવાલો પ્રમાણે તેમને પાંચ દિવસ બાદ મુક્ત કરી દેવાયા હતા.

    યુક્રેનના એક ટેલિવિઝન પર રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીના પ્રેસસચિવે કહ્યું કે રશિયન સૈનિકોની ઉંમર 18-19 વર્ષ હતી, જેમની રશિયાની સેનાએ બળજબરીપૂર્વક ભરતી કરી હતી.

    મેયરની મુક્તિ પહેલાં યુક્રેનના અધિકારીઓએ એક વીડિયો જારી કર્યો હતો, જેમાં ઇવાન ફેડોરોવની આંખો પર પટ્ટી બાંધેલી છે અને કેટલાક લોકો તેમને લઈ જઈ રહ્યા છે.

    મેયરના અપહરણની વિગતો સપાટી પર આવી એ સાથે જ મેલિટોપોલના લોકો પ્રદર્શન કરવા રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા.

  5. ધોળકા ગૅંગરેપ કેસ : પીડિતાનાં માતાની વેદના, 'લાલચ અને ધમકીઓ મળે છે' - ગ્રાઉન્ડ રિપોર્ટ

  6. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 'પોલીસ' સી.આર. પાટીલ

  7. અમેરિકા યુક્રેનને આપશે ‘કિલર ડ્રોન્સ’: રિપોર્ટ

    મારક ડ્રોન્સ

    ઇમેજ સ્રોત, AeroVironment Inc.

    અમેરિકા એક સૈન્યસહાય પૅકેજ અંતર્ગત યુક્રેનને 100 મારક ડ્રોન મોકલશે. સમાચાર એજન્સી એપી એક સૈન્ય અધિકારીને ટાંકીને આ માહિતી આપી છે.

    નામ ન જણાવવાની શરતે તેમણે જણાવ્યું કે ડ્રોન સ્વિચબ્લેડ 300 છે.

    કૉંગ્રેસના અધિકારીઓએ એનબીસી ન્યૂઝને જણાવ્યું કે મિસાઇલ સિસ્ટમને દુશ્મન પર સચોટ હુમલા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

    તેની મદદથી ઘણા કિલોમીટર દૂરથી સચોટ હુમલો કરી શકાય છે.

    સમાચાર એજન્સી એએફપી અનુસાર આ રશિયન ડિઝાઇનના હથિયાર કેટલાક યુરોપિયન નેટો સદસ્યો પાસે છે અને આ કારણથી જ તેમને યુક્રેનની સેનામાં સરળતાથી સામેલ કરવાની રીતે જોવામાં આવી રહ્યું છે.

    બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ અમેરિકન સાંસદોને એક વીડિયો દ્વારા સંબોધિત કર્યા, સંબોધન બાદ અમેરિકન સાંસદોએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું.

    આ ઘટનાના કેટલાક કલાકો બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનને અતિરિક્ત સૈન્ય મદદ કરવાની મંજૂરી આપી.

    આ સાથે જ અમેરિકા દ્વારા યુક્રેનને આપવામાં આવેલી સૈન્ય મદદની રકમ વધીને એક અબજ ડૉલર થઈ ગઈ છે.

  8. રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે અણુશસ્ત્રોનું દુનિયાના માથે જોખમ?

    પરમાણુ હથિયાર

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પરના આક્રમણ પછી તરત જ પોતાના દેશનાં અણુશસ્ત્રોને તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો.

    તેને કારણે રશિયા દ્વારા ટેક્ટિકલ ન્યૂક્લિયર વેપન અથવા તો વ્યૂહાત્મક અણુશસ્ત્રોના ઉપયોગનું જોખમ સર્જાયું છે. તે સૂચવે છે કે અણુ યુદ્ધ તો નહીં થાય, પરંતુ આ ઘટનાક્રમ બહુ મહત્ત્વનો છે.

    ટેક્ટિકલ અણુશસ્ત્રો શું હોય છે? ટેક્ટિકલ અણુશસ્ત્રો એવાં હથિયાર હોય છે કે જેનો ઉપયોગ મર્યાદિત અથવા નાના દાયરામાં કરી શકાય છે.

    આવાં હથિયારો વ્યૂહાત્મક એટલે કે સ્ટ્રેટેજિક શસ્ત્રો કરતાં અલગ હોય છે. શીતયુદ્ધ દરમિયાન તે એવા અણુબૉમ્બ હતા જેના વડે અમેરિકા અને રશિયા એમ બન્ને મહાશક્તિ દેશો એકમેક પર બહુ દૂરના અંતરેથી હુમલો કરી શકે તેમ હતા.

    જોકે, ટેક્ટિકલ શસ્ત્રોની શ્રેણીમાં એવાં ઘણાં હથિયારોનો સમાવેશ થાય છે, જેનો યુદ્ધ વખતે ઉપયોગ કરી શકાય છે. તેમાં નાના બૉમ્બ અને મિસાઈલોનો પણ સમાવેશ થાય છે.

  9. બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.અહીં દિવસ દરમિયાન યુક્રેન-રશિયા યુદ્ધ સહિતની દેશ અને દુનિયાની અપડેટ્સ તમને મળશે. આ અને આના જેવી ખબરો માટે જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે