EPFOના વ્યાજદરમાં ઘટાડો, કૉંગ્રેસે કહ્યું, ‘ભાજપની જીત પર લોકોને રિટર્ન ગિફ્ટ’

2020-21માં EPFO પર વ્યાજદર 8.5 ટકા હતો, જે ઘટાડીને 8.1 ટકા કરાયો છે.

લાઇવ કવરેજ

  1. પૂર્વ લદાખમાં ઘર્ષણ ઘટાડવા માટે ભારત-ચીન વચ્ચે યોજાઈ બેઠક

    ANI

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, (ફાઇલ ફોટો)

    પૂર્વ લદાખની કેટલીક જગ્યાઓ પર ચાલી રહેલા ઘર્ષણને ઘટાડવા માટે ફરી એક વખત ભારત અને ચીન વચ્ચે વાતચીત યોજાઈ છે. 11 માર્ચે ભારત-ચીન વચ્ચે કૉર્પ કમાન્ડર લેવલની 15મા રાઉન્ડની બેઠક ચુશુલ-મોલ્દો બૉર્ડર પૉઇન્ટ પર યોજાઈ.

    આ પહેલાં 12 જાન્યુઆરીએ 14મા રાઉન્ડની વાતચીત થઈ હતી. જે દરમિયાન પશ્ચિમના ક્ષેત્રમાં એલએસી સાથે જોડાયેલા મુદ્દાના સમાધાન માટે વાતચીત થઈ હતી અને તાજેતરની બેઠકમાં તે જ મુદ્દાને આગળ વધારવા ચર્ચા કરવામાં આવી.

    બન્ને પક્ષો વચ્ચે બાકીના બચેલા મુદ્દાના જલદીથી જલદી સમાધાન પર વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો. બન્ને પક્ષો પશ્ચિમ સૅક્ટરમાં સુરક્ષા અને સ્થિરતાને ટકાવી રાખવા સહમત થયા.

    એ વાત પર પણ સહમતિ થઈ કે બન્ને પક્ષોમાં સૈન્ય અને રાજકીય વાટાઘાટો જારી રહેશે. જેથી બાકીના મુદ્દાઓ પર પણ સમાધાન સુધી પહોંચી શકાય

    ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, વાતચીતમાં હૉટ સ્પ્રિંગ ક્ષેત્રોમાં સૈનિકો હઠાવવાની પ્રક્રિયાને આગળ વધારવા પર જોર આપવામાં આવ્યું. ભારતની તરફથી બેઠકની કમાન લૅફ્ટનન્ટ જનરલ અનિંદ્ય સેનગુપ્તા સંભાળી રહ્યા હતા.

  2. EPFOના વ્યાજદરમાં ઘટાડો, કૉંગ્રેસે કહ્યું, “ભાજપની જીત પર લોકોને રિટર્ન ગિફ્ટ“

    કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ ઈપીએફ જમા પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કરવાનો નિર્ણય લીધો છે.

    આ નિર્ણયને લઇને કૉંગ્રેસે ભાજપ પર કટાક્ષ કર્યો છે. કૉંગ્રેસનું કહેવું છે કે તાજેતરની ચૂંટણીમાં જીત બાદ આ ભાજપની તરફથી લોકોને “રિટર્ન ગિફ્ટ” છે.

    કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ એક ટ્વીટમાં લખ્યું છે કે દેશના 84 ટકા લોકોની આવક ઘટી ચૂકી છે. શું ચૂંટણીની જીતના આધાર પર કરોડો કર્મચારીઓની બચત પર હુમલો કરવો યોગ્ય છે? EPFOએ પીએફ જમા પર મળનાર વ્યાજદરોમાં ઘટાડો કરીને તેને સૌથી નીચલા સ્તર પર પહોંચાડી દીધો છે. શું આ ભાજપની જીતનું “રિટર્ન ગિફ્ટ” છે?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે શનિવારે ઈપીએફઓ પર નિર્ણય લેનારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠક યોજાઈ, જેમાં 2021-22 માટે ઈપીએફ પર વ્યાજ દર 8.1 ટકા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

    2020-21માં આ દર 8.5 ટકા હતો. આ પહેલાં ઈપીએફ પર સૌથી ઓછો વ્યાજદર 1977-78માં હતો.

  3. મણિપુરમાં સરકારના ગઠન માટે JDUના છ MLAએ BJPને આપ્યું સમર્થન, મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં JDUના છ ધારાસભ્યોનો વિજય થયો હતો.

    JDUના ધારાસભ્યોનું ભાજપને સમર્થન

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, JDUના ધારાસભ્યોનું ભાજપને સમર્થન

    મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં JDUના છ ધારાસભ્યોનો વિજય થયો હતો. હવે આ તમામ ધારાસભ્યોએ સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપ્યું છે.

    JDUના ધારાસભ્યો તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે, “મણિપુરના લોકોના હિતમાં JDUએ સરકારના ગઠનમાં ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. JDU,BJPને પાર્ટીને મળેલા જનાદેશનું સન્માન કરવાની અપીલ કરે છે.”

    પાર્ટીએ કહ્યું છે કે ચૂંટાયેલા છ ધારાસભ્યોએ જયકિશન સિંહને પોતાના નેતા ચૂંટ્યા છે.

    જણાવી દઈએ કે મણિપુર વિધાનસભાની 60 બેઠકોમાંથી 32 બેઠકો પર ભાજપને બહુમત હાંસલ થયો છે અને તેઓ સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે.

  4. યુક્રેનમાં મોલોટૉવ કૉકટેલ બૉમ્બ વહન કરતું ડ્રોન જોવા મળ્યું

    Reuters

    ઇમેજ સ્રોત, Reuters

    યુક્રેનમાંથી એવી તસવીરો સામે આવી છે જેમાં રશિયન સેના પર પેટ્રોલ બૉમ્બ ફેંકવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    ન્યૂઝ એજન્સી રૉયટર્સની તસવીરોમાં એક ડ્રોન મોલોટૉવ કૉકટેલ બૉમ્બ લઈને જતું જોવા મળે છે.

    આ ડ્રોન યુક્રેનના પ્રાદેશિક સુરક્ષા દળો દ્વારા વિકસાવવામાં આવ્યા છે. લગભગ બે અઠવાડિયાં પહેલાં યુક્રેનિયન સરકારે લોકોને તેમના ડ્રોન લશ્કરી ઉપયોગ માટે દાન કરવા વિનંતી કરવામાં આવી હતી.

    ફોટોમાં દેખાઈ રહ્યું છે કે ડ્રોનમાંથી બૉટલ પડી ગયા બાદ તેનું મોં ઉપરની તરફ છે, જેથી તેની અંદર રહેલું પેટ્રોલ ત્યાં સુધી સુરક્ષિત રાખી શકાય જ્યાં સુધી તે નિશાન પર ન આવે.

    જોકે, તે સ્પષ્ટ નથી કે મોલોટૉવ કૉકટેલ બૉટલમાં પેટ્રોલ કેવી રીતે સળગાવશે.

  5. રશિયા-યુક્રેન સંઘર્ષ: અત્યાર સુધી શું-શું થયું?

    EPA/MIGUEL A. LOPES

    ઇમેજ સ્રોત, EPA/MIGUEL A. LOPES

    જો તમે લાઇવ પેજની અપડેટમાં અત્યારે જ જોડાયા હોવ તો જાણો કે રશિયા-યુક્રેન સંઘર્ષમાં અત્યાર સુધી શું-શું થયું...

    • શનિવારે સવારે યુક્રેનની રાજધાની કિએવ સહિત ઘણાં શહેરોમાં હુમલાના સાયરનો સાંભળવા મળ્યા.
    • યુક્રેને વધુ એક વખત રશિયા પર આરોપ લગાવ્યો કે તેઓ દક્ષિણી શહેર મારિયુપોલમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર નીકળવા દેતા નથી.
    • યુક્રેનની સરકારનું કહેવું છે કે મારિયુપોલમાં સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. અહીં અત્યાર સુધી 1,500થી વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને જે લોકો બચી ગયા છે તેમની પાસે ન તો ખાવાનું છે, ન તો પાણી. સાથે જ તેમની સામે કડકડતી ઠંડીમાં વીજળી વગર રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી.
    • જ્યારે શનિવારે યુક્રેનના અધિકારીઓએ કહ્યું કે દેશના ઉત્તરપૂર્વમાં આવેલા શહેર સુમીમાં લોકોને બહાર કાઢવા માટે અને માનવીય કૉરિડૉર બનાવવાને લઈને સહમતિ થઈ છે.
    • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ એક વીડિયો જારી કરીને રશિયાની માતાઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને યુદ્ધમાં ન મોકલે.
    • અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ યુક્રેનમાં રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લેવા માટે પોતાના સૈનિકો નહીં મોકલે. જોકે, તેમણે કહ્યું કે રશિયાના અમીરો પર પ્રતિબંધો વધારવામાં આવશે.
    • રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં યુક્રેનમાં જૈવિક હથિયારોની અમેરિકાની ગતિવિધિઓ હોવાનો દાવો કર્યો. જોકે, રશિયાએ આ અંગે કોઈ પુરાવા આપ્યા ન હતા.
  6. બ્રેકિંગ, કિએવથી 25 કિલોમીટર છે રશિયન સેનાની ટુકડી: બ્રિટન

    કિએવ પાસે ક્વિતનેવે ગામમાં એક ગોડાઉનમાં હુમલા બાદ આગ લાગી હતી

    ઇમેજ સ્રોત, State Emergency Service of Ukraine/Handout via REUTERS

    ઇમેજ કૅપ્શન, કિએવ પાસે ક્વિતનેવે ગામમાં એક ગોડાઉનમાં હુમલા બાદ આગ લાગી હતી

    તાજેતરની ગુપ્ત માહિતી પ્રમાણે બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે રશિયન સેનાની એક ટુકડી રાજધાની કિએવના સિટી સેન્ટરથી 15 માઇલ એટલે કે 25 કિલોમીટર દૂર છે.

    મંત્રાલયે કહ્યું કે રાજધાનીની ઉત્તર તરફ રશિયન સેનાની જે મોટી ટુકડી હતી તે હવે વિવિધ ભાગોમાં વહેંચાઈ ગઈ છે, જે કદાચ શહેરની ઘેરાબંધી કરવા માટે લેવાયેલું પગલું હોઈ શકે છે.

    મંત્રાલયે વધુમાં કહ્યું કે એમ પણ હોઈ શકે છે કે રશિયન સેના ઇચ્છે છે કે યુક્રેનના જવાબી હુમલાઓમાં તેમને ઓછું નુકસાન પહોંચે, કારણ કે યુક્રેનની સેનાના હુમલાથી તેમને પહેલેથી ઘણી ક્ષતિ થઈ છે.

    આ સિવાય દેશના ચર્નીહિવ, ખારકિએવ, મારિયુપોલ અને સુમીને રશિયન સેનાએ ઘેરી લીધા છે અને આ શહેરો પર સતત હુમલા કરી રહી છે.

  7. ઝૅલેન્સ્કીનો આરોપ, રશિયા યુદ્ધમાં આતંકી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    ઇમેજ સ્રોત, Facebook/Zelensky

    ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયા પર યુદ્ધ માટે આતંકી પદ્ધતિઓ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

    તેમણે રાજધાની કિએવથી ફેસબુક પર કહ્યું, "રશિયન આક્રમણકારીઓની કાર્યશૈલી આતંકવાદીઓ (ઇસ્લામિક સ્ટેટ) જેવી છે."

    ઝૅલેન્સ્કીએ રશિયા પર મેલિતોપોલના મેયરને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

    તેમણે કહ્યું કે શુક્રવારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી નીકળી જનારા લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.

    તેમણે કહ્યું, "આમ છતાં 7,144 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા." ઝૅલેન્સ્કીએ ફરી એક વાર યુક્રેનના લોકોને રશિયા સામે મક્કમ રહેવાની અપીલ કરી.

    તેમણે રશિયાની માતાઓને પણ અપીલ કરી. તેમણે કહ્યું, "તમારાં બાળકોને બીજા દેશમાં યુદ્ધમાં ન મોકલો. જુઓ કે તમારો દીકરો ક્યાં છે. જો તમને સહેજ પણ એવું લાગે કે તમારા પુત્રને યુક્રેન યુદ્ધમાં મોકલી શકાય એમ છે તો તરત જ કાર્યવાહી કરો."

    તેમના સંબોધનના અંતે, તેમણે નરમ પડતા ચીનમાં પેરાલિમ્પિક વિન્ટર ગેમ્સમાં મેડલ જીતવામાં બીજા સ્થાને રહેવા બદલ યુક્રેનને અભિનંદન આપ્યાં.

  8. દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આગ ફાટી નીકળી, સાતનાં મોત

    દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટીઓ આવેલી છે.

    આ આગમાં સાત લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    ઉત્તર પૂર્વ દિલ્હીના ઍડિશનલ ડીસીપીએ જણાવ્યું હતું કે, "ગોકુલપુરી પીએસ વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. બચાવ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમે ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો, જેમણે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. અમે સવારના ચાર વાગ્યે આગને કાબૂમાં લઈ લીધી હતી."

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં 30 ઝૂંપડપટ્ટીઓ બળી ગઈ હતી અને સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ પીડિતોને મળવા માટે ગોકુલપુરી જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.

  9. યુક્રેનનો દાવો: વરિષ્ઠ રશિયન જનરલનું યુદ્ધમાં મોત

    યુક્રેનના સૈન્યએ દાવો કર્યો છે કે સેનાના હુમલામાં મેજર જનરલ આન્દ્રે કાલસ્નિકોનું મોત થયું છે

    ઇમેજ સ્રોત, Russian Eastern Military District

    ઇમેજ કૅપ્શન, યુક્રેનના સૈન્યએ દાવો કર્યો છે કે સેનાના હુમલામાં મેજર જનરલ આન્દ્રે કાલસ્નિકોનું મોત થયું છે

    યુક્રેનના સૈન્યએ દાવો કર્યો છે કે સેનાના હુમલામાં એક ઉચ્ચ સ્તરીય રશિયન અધિકારી માર્યા ગયા છે.

    યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકારે દાવો કર્યો છે કે યુદ્ધમાં માર્યા ગયેલા મેજર જનરલ આન્દ્રે કાલસ્નિકોફ રશિયાના ઈસ્ટર્ન મિલિટરી ડિસ્ટ્રિક્ટની 29મી આર્મીના કમાન્ડર હતા.

    પશ્ચિમી દેશોના અધિકારીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. જોકે અધિકારીઓએ જનરલનું નામ આપ્યું ન હતું. રશિયા તરફથી હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

    યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ એક જ રેન્કના ઓછામાં ઓછા બે લશ્કરી અધિકારીઓનાં મૃત્યુ થયાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

    અગાઉ વિશ્લેષકોએ જણાવ્યું હતું કે યુદ્ધભૂમિ પર અથવા તેની નજીક વરિષ્ઠ રશિયન સૈનિકોની હાજરી સૂચવે છે કે રશિયાનું ઑપરેશન આયોજન મુજબ ચાલી રહ્યું નથી.

  10. ઇટાલિયા, ઈસુદાનના જોરે કેજરીવાલ પંજાબની જેમ ગુજરાત સર કરી શકશે?

    પંજાબમાં આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે.

    પંજાબનાં ચૂંટણીપરિણામોને કારણે ગુજરાતમાં આપના સ્વયંસેવકો ઉત્સાહમાં છે અને દિલ્હી મૉડલ તથા પંજાબનાં પરિણામોને રાખીને જનતાની વચ્ચે જવા માગે છે.

    2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ આપે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, પરંતુ વિજય મેળવી શકી ન હતો. ત્યારે સુરત મહાનગરપાલિકામાં વિજય તથા ગાંધીનગર મહાનગરપાલિકામાં સારા પ્રદર્શનના આધારે શું આપ ગુજરાતમાં પણ પોતાની હાજરી નોંધાવી શકશે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  11. રશિયા-યુક્રેન યુદ્ધમાં જો અમેરિકા ઝંપલાવશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે- બાઇડન

    જો બાઇડન

    ઇમેજ સ્રોત, Getty Images

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને શુક્રવારે કહ્યું કે અમેરિકા રશિયા સામે લડવા માટે યુક્રેનમાં તેના સૈનિકો નહીં મોકલે.

    તેમણે ટ્વીટ કર્યું, "અમે એક સંયુક્ત અને મજબૂત નેટોની તાકાત સાથે સમગ્ર નેટો પ્રદેશની રક્ષા કરીશું. અમે યુક્રેનમાં રશિયા સામે લડીશું નહીં. નેટો અને રશિયા વચ્ચેની સીધી લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધ જેવી હશે."

    બાઇડન વારંવાર કહે છે કે અમેરિકા સીધી લડાઈ માટે તેના સૈનિકો નહીં મોકલે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ વારંવાર નેટો પાસેથી સૈન્ય મદદ માગી છે.

    ઝૅલેન્સ્કીએ યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરવાની પણ માગ કરી હતી, પરંતુ નેટોના સભ્ય ન હોવાને નાતે પશ્ચિમી દેશોએ યુક્રેનમાં નેટોના હસ્તક્ષેપનો ઇનકાર કર્યો હતો. તેના બદલે અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધોની પદ્ધતિ અપનાવી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે.

    અમેરિકાએ રશિયા પાસેથી તેલની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

    શુક્રવારે બાઇડને રશિયન વાઇન, સીફૂડ અને હીરાની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે જ રશિયાના મોટા ઉદ્યોગપતિઓ પર પણ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.

  12. નમસ્કાર! બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    અહીં અમે તમને યુક્રેન-રશિયા યુદ્ધ સહિત દેશ-દુનિયાના તમામ સમાચારો અંગે અવગત કરાવીશું. ગઈ કાલની અપડેટ્ માટે અહીં ક્લિક કરો.