You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

આપણે સરપંચપતિની જરૂર નથી : અમદાવાદમાં પંચાયત મહાસંમેલન દરમિયાન પીએમ મોદી

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પંચાયત મહાસંમેલન, સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન.

લાઇવ કવરેજ

  1. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ, ખેલમહાકુંભનું ઉદ્ઘાટન કર્યું

  2. પંજાબના CM ચરણજિતસિંહ ચન્નીને હરાવ્યા મોબાઇલ રિપેરિંગની દુકાન ચલાવનાર આ લાભસિંહે

  3. અરવિંદ કેજરીવાલની એ રણનીતિ જેની સામે પંજાબમાં મોટા મહારથી ફેઇલ થયા

  4. લાઇવ પેજ કવરેજ સમાપ્ત

    બીબીસી ગુજરાતીના લાઇવમાં જોડાઈ રહેવા માટે આપનો આભાર.

    આજની લાઇવ પેજનું કવરેજ અહીં જ સમાપ્ત થાય છે.

    વધુ સમાચારો માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

  5. 'ટ્રોલિંગનો ડર લાગે છે' - અમદાવાદમાં મોદીના કાર્યક્રમમાં યુવતીએ કહ્યું યુક્રેનથી આવ્યા બાદ તેમની સાથે શું થયું?

  6. બ્રેકિંગ, અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પંચાયત મહાસંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું વાત કરી?

    ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અમદાવાદ GMDC ખાતે પંચાયત મહાસંમેલનને સંબોધન કર્યું અને પંચાયતી રાજના મહત્ત્વ અંગે વાતો કરી. આ દરમિયાન તેમણે પંચાયતી રાજ પરની 'કૉફી ટેબલ બુક'નું વિમોચન પણ કર્યું.

    પીએમ મોદીના સંબોધનના મહત્ત્વના મુદ્દા

    • ગુજરાત એ બાપુ અને સરદાર પટેલની ભૂમિ છે. બાપુ હંમેશાં ગ્રામ્ય વિકાસની, આત્મનિર્ભર ગામની વાતો કરતા હતા.
    • ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરવા માટે પંયાચતી રાજની વ્યવસ્થા ભારે મહત્ત્વપૂર્ણ છે.
    • તેમણે ગ્રામપંચાયતના સભ્યોને કહ્યું, "ચાલો ગામમાં શાળાના સ્થાપનાદિવસની ઉજવણી કરીએ."
    • 2023ના ઑગસ્ટ માસ સુધી પ્રભાતફેરી યોજો.
    • આઝાદીનાં 75 વર્ષની ઉજવણી માટે 75 વૃક્ષો વાવીએ. ઉજવણી માટે 75 ખેત તલાવડી બનાવીએ.
    • જો આપણે ઘરે અને જાહેર સ્થાનોએ એલઈડી લૅમ્પનો વધુ ઉપયોગ કરીએ ઘણી વીજળી બચાવી શકીએ.
    • પંચાયતી રાજની વ્યવસ્થામાં પુરુષો કરતાં મહિલાઓનું વધારે પ્રતિનિધિત્વ
    • આપણે આપણી શાળાઓનું ઑડિટ કરવાની જવાબદારી ઉઠાવીએ.
    • પંચાયતના પ્રતિનિધિઓને ઑપ્ટિકલ ફાઇબર તથા ટેલિમેડિસિન જેવી વ્યવસ્થા કરવાનું કહી શકીએ.
    • પંચાયતના પ્રતિનિધીઓ નક્કી કરે કે તેમના શાસનકાળમાં કોઈ પણ બાળક શાળા ના છોડે, કોઈ બાળક રસી વગરનું ના રહી જાય. ગામનાં તમામ કામો યોગ્ય રીતે પૂર્ણ થાય.
    • ચૂંટાયેલાં સરપંચના પતિ બધું જ કામ કરે એવી 'એસપી' સિસ્ટમની આપણે જરૂર નથી.
  7. પંજાબમાં પરાજય પર કૉંગ્રેસે અમરિંદરને ગણાવ્યા જવાબદાર, હવે કૅપ્ટને કર્યો પલટવાર

    પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને મળેલા પરાજય બાદ હવે પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી અમરિંદર સિંહે પક્ષ પર નિશાન સાધ્યું છે.

    હકીકતમાં કૉંગ્રેસે પરાજય માટે અમરિંદરસિંહના 4.5 વર્ષના કાર્યકાળને જવાબદાર ઠેરવ્યો છે. હવે અમરિંદરસિંહનું કહેવું છે કે કૉંગ્રેસનું નેતૃત્વ પરાજયમાંથી ક્યારેય નહીં શીખે.

    ગત વર્ષે અમરિંદર સિંહે પોતાનો પક્ષ 'પંજાબ લોક કૉંગ્રેસ' બનાવ્યો હતો. ચૂંટણીમાં તેમના પક્ષનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

    આ પહેલાં તેમણે 4.5 વર્ષ સુધી કૉંગ્રેસના મુખ્ય મંત્રી તરીકે રાજ્યની ધુરા સંભાળી હતી.

    તેમણે ટ્વિટર પર લખ્યું, "યુપીમાં કૉંગ્રેસના શરમજનક પરાજયનો જવાબદાર કોણ છે? મણિપુર, ગોવા, ઉત્તરાખંડનાં પરિણામો શું આવ્યાં? જવાબ 'બૉલ્ડ લેટર'માં લખાયેલો છે પણ મને લાગે છે કે હંમેશની માફક તે (કૉંગ્રેસ) આને નહીં વાંચે."

  8. નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં કૉંગ્રેસની હાર માટે કેટલા જવાબદાર

  9. રશિયાએ યુક્રેન પર રસાયણિક શસ્ત્રોનો પ્રયોગ કર્યો તો શું થશે?, બીબીસી સુરક્ષા સંવાદદાતા ફ્રૅન્ક ગાર્ડનરનું વિશ્લેષણ

    યુક્રેન રસાયણિક અને જૈવિક શસ્ત્રો વિકસાવી રહ્યું હોવાના દાવા સાથે રશિયાએ યુએનમાં સુરક્ષાપરિષદની ઇમરજન્સી બૅઠક બોલાવી છે.જોકે, તેણે આ મામલે હજુ સુધી કોઈ પુરાવા રજૂ નથી કર્યા. યુક્રેન અને અમેરિકા એમ બન્નેએ આ દાવો ફગાવી દીધો છે.

    એટલે, આ મામલે 'રેડ લાઇન' તો ચોક્કસથી રહેલી છે પણ, નાટો આ મામલે સૈન્યદખલગીરીના પક્ષમાં નથી.

    વળી, જે રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું છે એ રીતે અમેરિકા અને રશિયાએ એકવાર એકબીજા પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું તો પછી એ ત્રીજા વિશ્વયુદ્ધમાં જ અટકશે.

    જોકે, આ 'રેડ લાઇન' કઈ હશે એ હજુ સ્પષ્ટ નથી અને રશિયા પરએટલા પ્રતિબંધો લાદી દેવાયા છે કે હવે નવું કંઈ બાકી રહ્યું નથી.

  10. રશિયામાં પશ્ચિમની કંપનીઓની સંપત્તિનું રાષ્ટ્રીયકરણ ગેરકાયદે નિર્ણય : અમેરિકા

    રશિયા છોડનારી પશ્ચિમની કંપનીઓની સંપત્તિના રાષ્ટ્રીયકરણની શક્યતા સાથે જોડાયેલી ચર્ચા પર વ્હાઇટ હાઉસની પત્રકારપરિષદના પ્રેસ સચિવ જૅન સાકીએ ટિપ્પણી કરી છે.

    તેમણે ટ્વિટર પર કહ્યું, "આ કંપનીઓની સંપત્તિઓને જપ્ત કરવા માટે રશિયાની સરકારનો કોઈ પણ ગેરકાયદે નિર્ણય અંતે તો રશિયન લોકોની મુશ્કેલીઓને વધારશે. રશિયામાં વેપાર કરવો સુરક્ષિત ના હોવાનાવેપારી સમુદાયને મળી રહેલા સંકેતો આ નિર્ણયથી વધુ દૃઢ થશે."

    નવ માર્ચે રશિયાની સરકારની એક કમિટીએ આર્થિક પ્રતિબંધોની અસર ઓછી કરવા માટે એક પૅકેજને મંજૂરી આપી છે. આ પૅકેજમાં રશિયા છોડનારી પશ્ચિમી કંપનીઓની સંપત્તિને જપ્ત કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

  11. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં એક-એક બેઠક મેળવ્યા બાદ માયાવતીએ શું કહ્યું?

    ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીને માંડ એક બેઠક મળી છે.

    ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં કારમી હાર બાદ બીએસપીનાં વડાં માયાવતીએ શુક્રવારે એક નિવેદન જાહેર આપ્યું હતું.

    નિવેદનમાં માયાવતીએ કહ્યું કે પાર્ટીના લોકોએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બસપાની અપેક્ષાઓ વિરુદ્ધ આવેલાં પરિણામોથી નિરાશ ન થવું જોઈએ. પાર્ટીને આગળ લઈ જઇને ફરી સત્તામાં આવવાની જરૂર છે.

    માયાવતીએ કહ્યું, "બસપા વિશે પ્રચાર કરવામાં આવ્યો હતો કે બસપા ભાજપની બી ટીમ છે. મીડિયાએ એવો પ્રચાર કર્યો કે આપણે મજબૂતીથી ચૂંટણી લડી રહ્યાં નથી."

    2007માં બહુજન સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં પોતાના જોરે સત્તામાં આવી હતી. 2017માં BSPનો વોટ શૅર 22 ટકા હતો, જે આ વખતે ઘટીને 12.8 ટકા થયો છે.

  12. તેલંગણાના આદિવાસીઓની અનોખી પરંપરા, ભગવાનને અર્પણ કરાય છે ભમ્મર

  13. બ્રેકિંગ, યુક્રેનના લુત્સ્ક અને નિપ્રોમાં પહેલી વખત હુમલો, એકનું મૃત્યુ

    યુક્રેનના પશ્ચિમ ભાગમાં આવેલા લુત્સ્ક અને નિપ્રોમાં આજે સવારે પહેલી વખત હુમલો થયાના અહેવાલ છે.

    યુક્રેનિયન ટીવી અને મીડિયા સંસ્થાએ નદીના કિનારે આવેલા શહેર નિપ્રોમાં બ્લાસ્ટ અંગે અહેવાલો પ્રકાશિત કર્યા છે. આ બન્ને શહેરોમાં આ પહેલાં ક્યારેય હુમલા થયા નથી.

    નિપ્રો પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

    લુત્સ્કના મેયરે ફેસબુક પોસ્ટ દ્વારા નાગરિકોને શૅલ્ટર્સ તરફ ભાગવા અપીલ કરી હતી.

    યુક્રેનની આઈસીટીવી ચૅનલ અનુસાર લુત્સ્કમાં ઍરફિલ્ડ પાસે આવેલા એક પ્લાન્ટમાં હાલ આગ લાગી છે.

    જ્યારે નિપ્રોમાં અત્યાર સુધી ત્રણ બ્લાસ્ટ થયા હોવાનું સ્થાનિક મીડિયા જણાવે છે. જે પૈકી એક પગરખાંની ફૅક્ટરી પાસે અને એક બાલવાડી પાસે થયો હતો.

  14. LIVE: યુક્રેનથી પાછા આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ માની રહ્યા છે વડા પ્રધાન મોદીનો આભાર

    UP ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો, સ્વાગત કરવા પહોંચ્યા યુક્રેનથી પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ, બીબીસી સંવાદદાતા સાગર પટેલની વાતચીત

  15. બ્રેકિંગ, વડા પ્રધાન મોદી પહોંચ્યા અમદાવાદ, રોડ-શો શરૂ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ઍરપૉર્ટ પહોંચ્યા હતા અને હવે રોડ-શો ચાલી રહ્યો છે.

    ગાંધીનગર કમલમ ખાતે બપોરે ભાજપના ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.

    સાંજે ચાર વાગ્યે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પંચાયત મહાસંમેલનમાં સંબોધન કરશે.

    12 માર્ચે રક્ષાશક્તિ યુનિવર્સિટી કૅમ્પસમાં નવા સંકુલનું લોકાર્પણ કરશે અને પદવીદાન સમારોહમાં હાજરી આપશે.

    ત્યાર બાદ સાંજે છ વાગ્યે અમદાવાદના નવરંગપુરામાં સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં 11મા ખેલમહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.

  16. પાકિસ્તાનનો દાવો : ભારતમાંથી તેમના વિસ્તારમાં સુપરસોનિક ઑબ્જેક્ટ આવ્યું

    પાકિસ્તાનની સેનાએ ગુરુવારે દાવો કર્યો છે કે ઘણી ઊંચાઈથી એક સુપરસોનિક ઑબ્જેક્ટ ભારતથી આવીને પાકિસ્તાનની હદમાં ક્રૅશ થયું છે.

    પાકિસ્તાને કહ્યું કે આ ઑબ્જેક્ટ જાતે જ પડ્યું છે પરંતુ પાકિસ્તાનની વાયુ સેના તેના પર નજર રાખી રહી હતી.

    પાકિસ્તાનની સેનાએ કહ્યું કે આ પૅસેન્જર ફ્લાઇટ્સ માટે ખતરનાક હતું. પાકિસ્તાને આ વિશે ભારત પાસેથી જવાબ પણ માગ્યો છે. પાકિસ્તાનના આ દાવા પર ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી.

    પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન એટલે કે આઈએસપીઆરના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇખ્તિયારે કહ્યું, “નવ માર્ચે ભારતીય ક્ષેત્રમાંથી પૂર ઝડપે એક ઊડતું ઑબ્જેક્ટ આવ્યું હતું."

    "જે પાકિસ્તાનના મિયાં ચન્નુ પાસે જોવા મળ્યું હતું અને તેનાથી સામાન્ય લોકોને નુક્સાન થયું છે."

    "તેણે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની ઍરફોર્સ પહેલેથી તેના પર નજર રાખી રહ્યું હતું. આ ભારતના સિરસાથી આવ્યું હતું.”

    તેમણે વધુમાં જણાવ્યું કે આ મામલે પાકિસ્તાની સેના તપાસ કરી રહી છે અને ભારતની પ્રતિક્રિયાની પણ રાહ જોવાઈ રહી છે.

    મેજર જનરલ ઇખ્તિયાર પ્રમાણે આ ઑબ્જેક્ટ અંદાજે ત્રણ મિનિટ સુધી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં રહ્યું હતું.

  17. સુપ્રભાતબીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં તમારું સ્વાગત છે.યુક્રેન-રશિયા સંઘર્ષ, ભારતમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત, આ અને આના જેવા અન્ય સમાચાર માટે જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.