You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુક્રેન પર રશિયાનો હુમલો : યુક્રેનમાં આ શહેરોમાં 12 કલાકનો સંઘર્ષ વિરામ

યુક્રેન પર થયેલા હુમલા બાદ રશિયાના અર્થતંત્ર પર કુઠારાઘાત કરવા બ્રિટન અને અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

લાઇવ કવરેજ

  1. ચિત્રા રામક્રિષ્ના : યોગીના ઇશારે શૅરબજાર ચલાવવાથી જેલવાસ સુધીની કહાણી

  2. ઉત્તર પ્રદેશના પરિણામ બાદ તરત જ નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણીની તૈયારી શરૂ કરી દેશે?

  3. આજનું લાઇવ કવરેજ સમાપ્ત

    બીબીસી ગુજરાતીના લાઇવ કવરેજમાં સતત જોડાઈ રહેવા માટે આપનો આભાર.

    આજના દિવસ પૂરતું બીબીસી ગુજરાતીનું લાઇવ કવરેજ બસ અહીં સુધી જ.

    દેશ અને દુનિયાના લૅટેસ્ટ અને વિશ્લેષણાત્મક સમાચારો માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

  4. યુક્રેન પર રશિયાનો હુમલો : યુક્રેનમાં આ શહેરોમાં 12 કલાકોનો સંઘર્ષવિરામ

    યુક્રેનનાં ઉપવડાં પ્રધાન ઇરિના વેરેશ્ચુકે કહ્યું કે રશિયા યુદ્ધથી સૌથી વધારે પ્રભાવિત છ વિસ્તારોમાં 12 કલાકનો સંઘર્ષવિરામ લાગુ કરવા માટે તૈયાર થઈ ગયું છે.

    ઇરિના વેરેશ્ચુકે કહ્યું કે સંઘર્ષવિરામ દરમિયાન નાગરિક આ વિસ્તારોમાંથી નીકળી શકશે.

    જોકે યુક્રેનિયન અધિકારીઓએ એ જોવાનું છે કે યોજના અનુસાર અત્યાર સુધી એક પણ વ્યક્તિ અહીંથી નકળી શકી છે કે નહીં?

    યુક્રેનિયન ઉપવડાં પ્રધાને કહ્યું કે રશિયા આ શહેરોમાં સવારે નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી સંઘર્ષવિરામ લાગુ કરવા માટે તૈયાર થઈ ગયું છે. આ શહેરોમાં ભારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો.

    યુક્રેનના વડા પ્રધાન અનુસાર માનવીય કૉરિડોર આ મુજબ છે

    • મારિયુપોલથી ઝપોરિઝિયા
    • એનરહોદરથી ઝપોરિઝિયા
    • સુમીથી પોલ્તાવા
    • ઇઝિયમથી લોજોવા
    • વોલ્નોવાખાથી પોકોરોવસ્ક(દોનેત્સ્ક)
    • વોરજેલ, વોરોદયાન્કા, બુચા,ઇરપિન અને હોસ્તોમેલથી કિએવ સુધી

    રશિયાના નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેંટરના પ્રમુખ મિખાઇલ મિજિન્તસેવનું કહેવું છે કે રશિયાની સેના સંઘર્ષવિરામ દરમિયાન 'રિજિમ ઑફ સાઇલેન્સ'નું પાલન કરશે.

    આની પહેલાં રશિયા અને યુક્રેન વચ્ચે સમજૂતના બે પ્રયત્નો નિષ્ફળ થયા છે.

    મંગળવારના સુમીથી લગભગ 7000 લોકો કાઢવામાં આવ્યા છે.

  5. યુક્રેન ડોનબાસમાં હુમલો કરવાની યોજના ઘડી રહ્યું હતું - રશિયાનો દાવો

    રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેન ડોનબાસમાં હુમલો કરવાની યોજના ઘડી રહ્યું હતું અને અંગેના 'પુરાવા' તેમને મળ્યા છે.

    રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે એ ગુપ્ત દસ્તાવેજ મેળવ્યા છે જે "સાબિત" કરે છેકે પૂર્વ યુક્રેનમાં કિએવ રશિયાના સમર્થક અલગતાવાદીઓ પર ત્રાટકવાની યોજના ઘડી રહ્યું હતું.

    સમાચાર સંસ્થા રૉયટર્સે જણાવ્યું છે કે મંત્રાલયે છ પાનાંનો દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે જે "સાબિત" કરે છે ડોનબાસ પ્રદેશમાં રશિયન સમર્થક વિદ્રોહીઓ પર ત્રાટકવા માટે કિએવ યોજના ઘડી રહ્યું હતું.

    જોકે,રૉયટર્સ યુક્રેનિયન ભાષમાં લખાયેલા દસ્તાવેજની સ્વતંત્ર રીતે ખરાઈ કરી શકી નથી.

    નોંધનીય છે કે ગત મહિને, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેનમાં રશિયા સમર્થકબે પ્રાંત સ્વઘોષિત દોનેત્સ્ક પીપલ્સ રિપબ્લિક અને લુહાન્સ્ક પીપલ્સ રિપ્લિકને સ્વતંત્ર રાજ્યો તરીકે માન્ય રાખ્યા હતા.

    એ બાદ તેમણે આ બન્ને પ્રાંતમાં પ્રવેશવા માટે રશિયનસૈન્યને આદેશ આપ્યા હતા. અને તરત જ બન્ને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું હતું.

  6. મતગણતરી પહેલાં યુપીના ઉપ મુખ્ય મંત્રીએ કેમ કહ્યું કે 'ભાજપ પરત ફરી રહ્યો છે?'

    ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય મંત્રી દિનેશ શર્માએ કહ્યું છે કે ભાજપ રાજ્યમાં સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફરી રહ્યો છે.

    ઉત્તર પ્રદેશ અને અન્ય ચાર રાજ્યમાં આવતીકાલે મતગણતરી યોજાઈ રહી છે.

    ઍક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ફરી બહુમત હાંસલ કરે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

    બીજી બાજુ, પંજાબમાં આમ આદમી પાર્ટી બહુમતનો આંકડો પાર કરી શકે એમ છે. ઉત્તરાખંડમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ગોવામાં પણ સ્થિતિ આવી જ સર્જાય એવું અનુમાન છે.

    દિનેશ શર્માએ પોતાના ટ્વીટમાં લખ્યું, "યુપીમાં ભાજપ પૂર્ણ બહુમતીથી પરત ફરી રહ્યો છે. આ બધું ડબલ ઍન્જિનની સરકારની યોજનાના અમલીકરણથી જ શક્ય બન્યું છે. યુપીમાં વિકાસનો જે યુગ શરૂ થયો છે એ હવે ખતમ થવાનો નથી."

  7. યુક્રેન પર ભારતના વલણ પર ફ્રાંસે શું કહ્યું?

    ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમૅન્યુઅલ લીનેને કહ્યું છે કે ફ્રાન્સ ઇચ્છે છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદમાં રશિયા પર દબાણ બનાવવાની ભૂમિકા ભજવે.

    યુક્રેનમાં માનવીય સ્થિતિ અને નાગરિકોના રક્ષણને લઈને ફ્રાન્સના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્રપરિષદમાં ચર્ચા થવાની છે.

    લીનેને મંગળવારે કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે ભારતમાં આમાં ભાગ લે અને અને તેમના શબ્દો અને મતમાં એકબીજા સાથે સામ્ય રાખે."

    તેમણે કહ્યું કે ફ્રાન્સ ભારતની સ્વાયત્તતાનું સન્માન કરે છે પણ રશિયાએ યુક્રેન પર ઉશ્કેરણી વગર જ હુમલો કર્યો છે. એટલે ફ્રાંસ ભારતમાં યુએનએસસીની બેઠકના આગામી ચરણમાં દબાવ બનાવે એવી આશા રાખે છે.

  8. હાર્દિક પટેલે નરેશ પટેલને કૉંગ્રેસમાં લાવવા માટે ખુલ્લો પત્ર કેમ લખ્યો?

  9. દુનિયાના એ પાંચ દેશો જેના પર લાગ્યા છે સૌથી વધુ પ્રતિબંધ, પરંતુ કેમ?

    યુક્રેન પરના હુમલા બાદ રશિયા પર એક પછી એક દેશો પ્રતિબંધો લાદી રહ્યા છે, અમેરિકા અને યુરોપના દેશો સહિત વિશ્વના અનેક દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂક્યા છે.

    શું તમે એ જાણો છો કે વિશ્વમાં સૌથી વધારે પ્રતિબંધો લાગેલા હોય એવા કયા દેશો છે, અને શા માટે તેમના પર અમેરિકા અને બીજા દેશોએ પ્રતિબંધો મૂક્યા છે?

    આ વીડિયોમાં તેની જ ચર્ચા કરીશું.

  10. ભારતમાં વધશે ક્રૂડ ઑઇલની કિંમત? ભાજપના મંત્રીએ આપ્યો આ જવાબ

    યુક્રેન પર રશિયાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમત વધી ગઈ છે. આશંકા છે કે તેની અસર ભારત પર પણ પડશે.

    ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રી હરદીપસિંહ પુરીને આ અંગે પૂછવામાં આવ્યું હતું, તો તેમણે કહ્યું કે ઑઇલ કંપનીઓ કિંમત નક્કી કરશે.

    મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું કે સરકાર સુનિશ્ચિત કરશે કે ઑઇલની અછત ન સર્જાય અને જનતાના હિતમાં નિર્ણય લેવાય.

    પુરીએ કહ્યું, "હું આશ્વાસન આપવા માગુ છું કે અમે ઑઇલની અછત સર્જાવા નહીં દઈએ. અમે સુનિશ્ચિત કરીશું કે ઊર્જાની માગની આપૂર્તિ થાય."

  11. બ્રિટને 2022ના અંત સુધી લગાવ્યા પ્રતિબંધ

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પર આ નિર્ણય માટે બંને પાર્ટીઓ દબાણ કરી રહી હતી. રશિયા વિરુદ્ધ કડક પગલાં લેવાની માગ થઈ રહી હતી.

    રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું, "અમે રશિયા પાસેથી ઑઇલ, ગૅસ અને ઊર્જાની આયાત બંધ કરી રહ્યા છે."

    જોકે તેમણે સ્વીકાર્યું કે આ નિર્ણયની અમેરિકા પર પણ માઠી અસર થશે. આ માટે તેમણે સહયોગીઓ સાથે વાત કરી લીધી છે.

    આ રીતે બ્રિટન પણ વર્ષ 2022ના અંત સુધી રશિયાથી ઑઇલની આયાત પર પ્રતિબંધ લાદશે.

  12. અમેરિકા અને બ્રિટને રશિયા વિરુદ્ધ લીધો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય

    યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં અમેરિકા અને બ્રિટને રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    જ્યારે, યુરોપિયન યુનિયન રશિયન ક્રૂડ પરની નિર્ભરતા ઓછી કરી રહ્યું છે.

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે આ નિર્ણયની રશિયાની અર્થવ્યવસ્થા પર તીવ્ર અસર થશે.

    ઑઇલ અને ગૅસની નિકાસએ રશિયાની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ પાસું મનાય છે,પરંતુ રશિયાની સાથે-સાથે આ નિર્ણયનો પ્રભાવ પશ્ચિમી દેશો પર પણ પડશે.

    મોટી કંપનીઓ પહેલાંથી રશિયામાં પોતાનું કામકાજ બંધ કરી ચૂકી છે. મૅકડોનાલ્ડ્સ અને કૉકા-કૉલાએ તાજેતરમાં જ રશિયામાં કારોબાર ઠપ કરી દીધો છે.

    રશિયાની અર્થવ્યવસ્થા ઊર્જાનિકાસ પર સૌથી વધારે નિર્ભર છે, રશિયા વિશ્વમાં ઑઇલનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે.

    અમેરિકા અને બ્રિટનના આ નિર્ણય બાદ બન્ને દેશોમાં ઑઇલની કિંમત રેકૉર્ડસ્તરે પહોંચી છે.

  13. બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં તમારું સ્વાગત છે. યુક્રેન અને રશિયાના સંઘર્ષ વચ્ચે યુકે, યુએસ અને અન્ય દેશો દ્વારા કેવી પાબંદીઓ લાદવામાં આવી રહી છે? સાથે જ યુક્રેનનાં યુદ્ધક્ષેત્રોમાં શું થઈ રહ્યું છે? આ અને આના જેવી અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.