You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનમાંથી લગભગ 18 હજાર ભારતીયોને સ્વદેશ પરત લવાયા : ભારત સરકાર
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેને 13 દિવસ વીતી ગયા છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામ અને માનવીય કૉરિડોરને લઈને વિવાદ ચાલી રહી છે.
લાઇવ કવરેજ
શું યુક્રેનનું યુદ્ધ દુનિયામાં મંદી લાવશે?
યુક્રેનમાં રશિયાના હુમલા બાદ જે સ્થિતિ સર્જાઈ છે, તે શું વૈશ્વિક મંદી લાવશે? અહીં સમજો નિષ્ણાતો તેના મુદ્દે શું કહે છે.
યુક્રેનમાંથી અત્યાર સુધી 18 હજાર લોકોને બહાર કઢાયા - ભારત સરકાર
ભારત સરકારે જણાવ્યું છે કે યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા તમામ ભારતીયોને બહાર કાઢી લેવાયા છે.
ઉત્તરાખંડના રહેનારાં ઝીયા બલુનીએ બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલને જણાવ્યું છે કે બધા જ ભારતીયો સુમીમાંથી નીકળી ચૂક્યા છે.
આ દરમિયાન નાગરિક ઉડ્ડયનમંત્રાલયે કહ્યું છે કે 'ઑપરેશન ગંગા' અંતર્ગત મંગળવારે યુક્રેનમાંથી 410 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા. આ લોકોને બે વિશેષ વિમાન મારફતે ત્યાંથી બહાર કઢાયા. આ વિમાન સુસેઇવાથી રવાના થયાં હતાં.
મંત્રાલયે એવું પણ કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ચલાવાઈ રહેલા 'ઑપરેશન ગંગા' અંતર્ગત અત્યાર સુધી 18 હજાર ભારતીયોનેસ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.
આ ઑપરેશન ફેબ્રુઆરી 2022થી શરૂ થયું હતું.
મંત્રાલયે એવું પણ કહ્યું 75 વિશેષ યાત્રીવિમાનોથી15,521 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.ભારતીય વાયુસેનાએ 12 અભિયાન-ઉડાણ પૂર્ણ કરી અને 2467 લોકોને બહાર કાઢ્યા છે.
આ અભિયાન અંતર્ગત 32 ટન રાહતસામગ્રી પણ પહોંચાડવામાં આવી. વિશેષ યાત્રીવિમાનોની ઉડાણોમાંથી 21 બુખારેસ્ટથી હતી. તેમાં 4575 લોકોને સ્વદેશ લાવવામાં આવ્યા.
નવ ફ્લાઇટ સુસેઇવામાંથી હતી, જેમાં 1820 લોકોને પરત લાવવામાં આવ્યા. બુડાપેસ્ટમાંથી 28 ઉડાણોમાં5571 લોકોને લાવવામાં આવ્યા.
કોસિસેમાંથી પાંચ ફ્લાઇટ ઊડી જેમાં 909 અને રેજેસ્જોમાંથી 11 ફ્લાઇટમાં 2402 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા. આ ઉપરાંત કિએવમાં એક ફ્લાઇટમાંથી 242 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા.
યુક્રેનના સુમીમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓએ શહેર છોડ્યું – હરદીપસિંહ પુરી
સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓ 175 કિલોમીટર દૂર આવેલા પોલ્તાવા માટે નીકળી ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના હવાલાથી જણાવ્યું છે કે આ લોકો બસોમાં બેસીને સુમીથી રવાના થઈ ગયા છે.
પુરીએ પત્રકારોને કહ્યું છે કે, “સુમીમાં ગઈકાલે રાતે 694 ભારતીય વિદ્યાર્થી ફસાયેલા હતા.”
“તેઓ આ સમયે બસમાં પોલ્તોવા જઈ રહ્યા છે અને પોલ્તોવા સુરક્ષિત છે.”
“ત્યાંથી તેમને આગળ લઈ જવામાં આવશે.”
બે લાખ લોકોએ યુક્રેન છોડ્યું – UN
સંયુક્ત રાષ્ટ્રે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું છે કે યુદ્ધની સ્થિતિને પગલે 20 લાખથી વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે.
ધ યુએન હાઈકમિશનર ફોર રૅફ્યૂજી ફિલિપો ગ્રાન્ડીએ કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ બાદનું આ સૌથી ઝડપથી ઘેરાઈ રહેલું રૅફ્યૂજી સંકટ છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામથી નરેન્દ્ર મોદી-યોગીની બ્રાન્ડમાં કેવા ફેરફારો આવશે?
રશિયાના અધિકારીનું ખારકિએવની લડાઈમાં મૃત્યુ, યુક્રેનનો દાવો
યુક્રેનના ડિફેન્સ ઇન્ટેલિજન્સ મંત્રાલયે કહ્યું છે કે ખારકિએવના યુદ્ધમાં રશિયાના કમાન્ડરનું મૃત્યુ થયું છે.
બીબીસી સ્વતંત્રરૂપે આ સમાચારની તપાસ કરી શક્યું નથી. રશિયાના અધિકારીઓએ પણ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે વિતાલી ગેરસિમોફ રશિયન સેનામાં મેજર જનરલ હતા. તેઓ રશિયાની સેનાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં કમાન્ડર તરીકે તહેનાત હતા.
યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે લડાઈમાં અનેક વરિષ્ઠ રશિયન અધિકારીઓનાં મૃત્યુ થયાં છે અને અનેકને ઈજા પણ થઈ છે.
રશિયા દ્વારા પ્રસ્તાવિક યુક્રેનથી બહાર નીકળવાના રૂટ કયા છે?
બ્રેકિંગ, સુમીમાં વધી રહેલા હવાઈ હુમલા, નવ લોકોનાં મૃત્યુ
યુક્રેનના સુમીમાં થયેલા બૉમ્બમારામાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે.
સુમીમાં સતત થઈ રહેલા હવાઈ બૉમ્બમારાના કારણે અનેક ઘરો ધરાશાયી થયા છે અને એક ઇમારતમાં ભયાનક આગ લાગી છે.
આ હુમલામાં મૃત્યુ પામેલા નવ પૈકી બે બાળકો હતાં અને આમાં એક મહિલાને ઈજા પણ થઈ છે.
સુમી એ જ વિસ્તાર છે, જ્યાં અંદાજે 700 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે.
'મારો પરિવાર બંકરમાં છે, હું તેમને મદદ નથી કરી શકતી', ગુજરાતમાં રહેતાં યુક્રેનિયન યુવતીની વ્યથા
રશિયાએ કહ્યું, ‘ક્રૂડ પર પાબંદી લાગશે તો ગૅસનો સપ્લાય બંધ કરીશું’
યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો ક્રૂડની આયાત પર પ્રતિબંધ લાદે, એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
આ વચ્ચે રશિયાએ ગૅસનો સપ્લાય રોકવાની ચીમકી ઉચ્ચારી છે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે રશિયાએ ચેતવણી આપી છે કે તેઓ જર્મનીને પુરવઠો પહોંચાડતી ગૅસલાઇન બંધ કરી શકે છે.
રશિયાએ ઉપવડા પ્રધાન ઍલેક્ઝાન્ડર નોવાકે કહ્યું છે કે, “અમને પૂરો હક છે કે અમે પણ નૉર્ડ સ્ટ્રીમ 1 ગૅસ પાઇપલાઇનનો સપ્લાય અટકાવી દઈશું.”
યુક્રેન સંકટ: પુતિન કોનું સાંભળે છે? કોણ છે એ લોકો જે પુતિનને સલાહ આપી શકે છે?
રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે ત્રીજી વખત મંત્રણા
રશિયા અને યુક્રેણના પ્રતિનિધિઓ વચ્ચે બેલારુસમાં ત્રીજી વખત મંત્રણા થઈ રહી છે. બંને પક્ષોની મંત્રણાના બીજા તબક્કા બાદ પણ કંઈ ઊપજ્યું નહોતું.
તજજ્ઞોના અંદાજ પ્રમાણે આ વાતચીતના કેન્દ્રમાં ફરી એક વખત માનવીય કૉરિડોર રહેશે. રશિયાના બૉમ્બમારા વચ્ચેથી આ કૉરિડોરની મદદથી સામાન્ય નાગરિકો નીકળી શકશે.
વાતચીત શરૂ થઈ એની થોડી જ મિનિટો પહેલાં યુક્રેનના પ્રતિનિધિ મિખાઇલો પોદોલેકે રશિયાને હુમલો રોકવાની અપીલ કરી હતી.
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 17 લાખ લોકો પલાયન કરી ચૂક્યા છે, આજે યુક્રેન પર રશિયાનો હુમલાનો 13મો દિવસ છે.
રશિયાના કૉરિડૉરવાળા પ્રસ્તાવને યુક્રેને અયોગ્ય ગણાવ્યો
યુક્રેને કહ્યું છે કે રશિયાનો યુદ્ધગ્રસ્ત શહેરોમાં માનવીય કૉરિડૉર ખોલવાના પ્રસ્તાવ એકદમ અનૈતિક છે, કેમ કે તેમાં શરણાર્થીઓને બેલારુસ લઈ જવાની વાત કરાઈ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું છે કે યુક્રેનના લોકોને યુક્રેનના માર્ગે જ બહાર જવાની પરવાનગી આપવી જોઈએ.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીના પ્રવક્તાને ટાંકીને રૉયટર્સે કહ્યું છે, "આ એકદમ અનૈતિક વાત છે. લોકોનાં દુઃખોનો ઉપયોગ ટીવી પર એક તસવીર તૈયાર કરવા માટે કરાઈ રહ્યો છે."
આ પહેલાં રશિયાના સરકારી મીડિયાએ કહ્યું હતું કે રશિયા શહેરોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે માનવીય કૉરિડૉર બનાવશે.
જોકે, સાથે એવું પણ કહ્યું હતું કે કિએવમાં બનનારો આ કૉરિડૉર સીધો જ યુક્રેન જશે, જ્યારે ખારકિએવવાળો કૉરિડૉર સીધો જ રશિયા જશે.
આ કૉરિડૉરની જાહેરાત કરાતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે યુક્રેન તેનો સ્વીકાર નહીં કરે.
બીબીસી ન્યૂઝ ગુજરાતીના યુક્રેન-રશિયા સંઘર્ષ અંગેના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.રશિયાના યુક્રેન પર હુમલાનો આજે 13મો દિવસ છે, કિએવ અને તેની આસપાસનાં નગરોમાં શું છે સ્થિતિ? યુક્રેનમાં આગળ ધપી રહેલી રશિયાની સેનાની ગતિ શું હવે ધીમી પડી રહી છે? દુનિયાના અન્ય મોટા દેશો રશિયા અને યુક્રેનના સંઘર્ષ મામલે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે?
આ અંગેની અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.