રશિયા માનવીય કૉરિડૉરના નામે શરણાર્થીઓને યુક્રેનમાંથી બેલારુસ ખસેડવા માગે છે?

યુક્રેન અને આસપાસના વિસ્તારોથી બીબીસી સંવાદદાતાઓ અપડેટ આપી રહ્યા છે. કિએવમાં ઓર્લા ગુરીન, લીસ ડ્યૂસેટ અને જેમ્સ વૉટરહાઉસ, દ્નિપ્રોમાં સારા રેઇન્સફોર્ડ, ફર્ગલ કિએન અને લિવિવમાં જોએલ ગુન્ટર, મૉસ્કોમાં જેની હિલ હાજર છે. જ્યારે યુક્રેનની પશ્ચિમી સરહદથી બીબીસીની ટીમ સતત માહિતી આપી રહી છે.

લાઇવ કવરેજ

  1. રશિયાના કૉરિડૉરવાળા પ્રસ્તાવને યુક્રેને અનૈતિક કેમ ગણાવ્યો?

    યુક્રેન

    ઇમેજ સ્રોત, Getty Images

    યુક્રેનને કહ્યું છે કે રશિયાનો યુદ્ધગ્રસ્ત શહેરોમાં માનવીય કૉરિડૉર ખોલવાના પ્રસ્તાવ એકદમ અનૈતિક છે, કેમ કે તેમાં શરણાર્થીઓને બેલારુસ લઈ જવાની વાત કરાઈ છે.

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે યુક્રેનના લોકોને યુક્રેનના માર્ગે જ બહાર જવાની પરવાનગી આપવી જોઈએ.

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના પ્રવક્તાને ટાંકીને રૉયટર્સે કહ્યું છે, "આ એકદમ અનૈતિક વાત છે. લોકોનાં દુઃખોનો ઉપયોગ ટીવી પર એક તસવીર તૈયાર કરવા માટે કરાઈ રહ્યો છે."

    આ પહેલાં રશિયાના સરકારી મીડિયાએ કહ્યું હતું કે રશિયા શહેરોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે માનવીય કૉરિડૉર બનાવશે.

    જોકે, સાથે એવું પણ કહ્યું હતું કે કિએવમાં બનનારો આ કૉરિડૉર સીધો જ યુક્રેન જશે, જ્યારે ખારકિએવવાળો કૉરિડૉર સીધો જ રશિયા જશે.

    આ કૉરિડૉરની જાહેરાત કરાતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે યુક્રેન તેનો સ્વીકાર નહીં કરે.

  2. મની લૉન્ડ્રિંગ કેસ : નવાબ મલિક 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટે દાઉદ ઇબ્રાહિમ મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

    ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટે મલિકની 23 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી.મલિકને ત્રણ માર્ચ સુધી ઈડીએ કસ્ટડીમાં રાખ્યા હતા.

    ઈડીએ અંડરવર્લ્ડ સંબંધિત મની લૉન્ડ્રિંગના એક કેસમાં નવાબ મલિકની ધરપકડ કરી હતી.

    ધરપકડ પહેલાં આઠ કલાક સુધી મલિકની પૂછપરછ કરવામાં આવી હતી.

    નવાબ મલિક પોતાના પર લાગેલા આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવતા રહ્યા છે અને તેમનો પક્ષ એનસીપી પણ તેમનો બચાવ કરતો રહ્યો છે.

  3. યુક્રેનની લેટેસ્ટ અપડેટ

    યુક્રેન

    ઇમેજ સ્રોત, Getty Images

    યુક્રેનમાં ગત કેટલાક કલાકો દરમિયાન શું-શું ઘટ્યું?

    • યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકો બહાર નીકળી શકે એ માટે રશિયા યુક્રેનનાં વિવિધ શહેરમાં કૉરિડૉર ખોલશે.
    • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિરઝૅલેન્સ્કી રશિયા પર સામાન્ય નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.રવિવારે રશિયાના એક હુમલામાં એક બાળકીનું મૃત્યુ થયું હતું.
    • યુક્રેનિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે તેમના સૈન્યે ચુહુઇવ શહેર પર ફરી નિયંત્રણ મેળવી લીધું છે.
    • યુક્રેનના દક્ષિણમાં આવેલા માયકોલાઇવ બંદર પર રશિયાએ ફરીથી બૉમ્બમારો શરૂ કરી દીધો છે.
    • રશિયાના આક્રમણ વચ્ચે સરકાર ચલાવવા માટે યુકે યુક્રેનને વધારાના 100 મિલિયન ડૉલરની સહાય આપશે.
  4. બ્રેકિંગ, રશિયાએ કહ્યું, 'સામાન્ય લોકોને બહાર કાઢવા માટે હુમલા રોકશે'

    રશિયાના સરકારી મીડિયાએ કહ્યું છે કે યુક્રેનનાં અલગઅલગ શહેરોમાં ફસાયેલા સામાન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા હુમલો અટકાવી દેશે.રશિયાએ કહ્યું છે કે કિએવ, ખારકિએવ જેવાં શહેરોમાં પણ હુમલો રોકવા માટે તે તૈયાર છે.

    રશિયાના સંરક્ષણ મંત્રાલય અનુસાર આ આ મર્યાદિત યુદ્ધવિરામ સ્થાનિક સમયાનુસાર સવારે 10 વાગ્યે લાગુ થશે અને રાજધાની કિએવ, ખારકિએવ, મારિયુપોલ અને સુમી જેવાં યુદ્ધગ્રસ્ત શહેરોમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે સુરક્ષિત માર્ગ તૈયાર કરાશે.

    આ તમામ શહેરોમાં હાલમાં રશિયન બૉમ્બમારો અને ગોળીબાર ચાલુ છે.જોકે, યુક્રેનના અધિકારીઓએ રશિયાના આ દાવા પર હાલમાં કંઈ જ કહ્યું નથી.

    જે બે કૉરિડોર ખોલવાની વાત કરાઈ, તેમાંથી એક કિએવથી બેલારુસ અને બીજો ખારકિએવથી રશિયા તરફ જઈ રહ્યો છે.

    નાગરિકોને કાઢવાના બે પ્રયાસો હજુ સુધી નિષ્ફળ રહી ચૂક્યા છે.

  5. ઉત્તર પ્રદેશ : આજે સાતમા તબક્કાનું મતદાન, 54 બેઠકો પર 613 ઉમેદવારો મેદાનમાં

  6. પૅલેસ્ટાઇનમાં ઑફિસના પરિસરમાંથી જ મળ્યો ભારતીય રાજદૂતનો મૃતદેહ, શું છે મામલો?

  7. યુક્રેનના સુમીથી વિદ્યાર્થીઓ 600 કિલોમિટર દૂર આવેલી બૉર્ડર સુધી જવા માટે નીકળ્યા

    વીડિયો કૅપ્શન, સુમી સ્ટેટ યુનિવર્સિટીથી વિદ્યાર્થીઓ 600 કિલોમિટર દૂર આવેલી બૉર્ડર માટે નીકળ્યા

    યુક્રેનની ઉત્તર પૂર્વમાં આવેલી સુમી સ્ટેટ યુનિવર્સિટીમાં લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

    આ વિદ્યાર્થીઓ પૈકી એક શ્રીનિવાસે જણાવ્યું કે પાછલા દસ દિવસથી તેઓ મદદ માટે રાહ જોઈ રહ્યા છે અને જીવ બચાવવા યુનિવર્સિટી પરિસરમાં ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા છે.

    તો શ્રીજા એ જણાવ્યું કે વિદ્યાર્થીનીઓની સ્થિતિ ખુબ ગંભીર બની ગઈ છે.

    દવાઓ પણ ઉપલબ્ધ ન થતાં પિરિયડમાં આવી ગયેલી વિદ્યાર્થીનીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. જુઓ, આ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

  8. રશિયા અને યુક્રેનના યુદ્ધના 11મા દિવસે શું-શું થયું?

    યુક્રેન સંકટ

    ઇમેજ સ્રોત, Getty Images

    રશિયા અને યુક્રેન વચ્ચે 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, આજે આ યુદ્ધનો 12મો દિવસ છે.

    • 11મા દિવસે બંને દેશો દ્વારા એકબીજા પર સંઘર્ષવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા.
    • આ સાથે જ સમગ્ર વિશ્વના નેતાઓ દ્વારા આ મામલે વિવિધ નિવેદનો આવવાનો સિલસિલો પણ જળવાયો હતો.
    • યુક્રેનમાંથી સ્થળાંતરિત થયેલા લોકોની સંખ્યા વધી હતી.
    • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ યુએસ સંસદના લગભગ 300 સભ્યોને ફરીથી યુક્રેનને નો-ફ્લાય ઝોન ઘોષિત કરવા વિનંતી કરી છે.
    • ભારતીય વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી છે કે યુક્રેનના ખારકિએવમાં હાલ કોઈ પણ ભારતીય બાકી રહ્યા નથી, હવે તેમનો ઉદ્દેશ સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવાનો છે.
  9. બીબીસી ન્યૂઝ ગુજરાતીના યુક્રેન-રશિયા સંઘર્ષ અંગેના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.રશિયાના યુક્રેન પર હુમલાનો આજે 12મો દિવસ છે, કિએવ અને તેની આસપાસનાં નગરોમાં શું છે સ્થિતિ? યુક્રેનમાં આગળ ધપી રહેલી રશિયાની સેનાની ગતિ શું હવે ધીમી પડી રહી છે? દુનિયાના અન્ય મોટા દેશો રશિયા અને યુક્રેનના સંઘર્ષ મામલે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે? આ અંગેની અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.

    આ સાથે જ આજના લાઇવ પેજમાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી અંગે પણ અપડેટ્સ મળશે.