રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો આદેશ, 'સ્પેશિયલ ઍલર્ટ' પર ન્યૂક્લિયર ફોર્સ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન સેનાને આદેશ આપ્યો છે કે તેઓ ન્યૂક્લિયર ફોર્સને સ્પેશિયલ ઍલર્ટ પર રાખે, રશિયાની વ્યૂહાત્મક મિસાઇલ ફોર્સિસ માટે સૌથી મોટું ઍલર્ટ છે.
લાઇવ કવરેજ
સ્વિફ્ટ શું છે? રશિયા પર આ બૅન્કિંગ પ્રતિબંધની શું અસર થઈ શકે?
યુક્રેન પર હુમલો કરનારા વ્લાદિમીર પુતિનને તમે કેટલા ઓળખો છો?
રશિયા-યુક્રેન વચ્ચેની લડાઈ ત્રીજું વિશ્વયુદ્ધ નોતરશે?
યુક્રેનમાં ચેચન્યા જેવો બળવો થશે, તો પુતિન ડામી શકશે?
યુક્રેનમાં ત્રણ દિવસ અંદાજે બે લાખ લોકો દેશ છોડી ભાગ્યા

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના યુક્રેન પર હુમલા બાદ દેશ છોડીને ભાગનારા લોકોનો નવો આંકડો સામે આવ્યો છે.
સ્લોવાકિયાના અધિકારીઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં યુક્રેનથી અંદાજે 10 હજાર લોકો તેમની ત્રણ સીમાઓથી દેશમાં આવ્યા છે. આ સામાન્ય આંકડાથી અંદાજે દસ ગણો છે.
43 હજારથી વધુ લોકો છેલ્લા ત્રણ દિવસમાં યુક્રેનથી રોમાનિયા પહોંચ્યા છે, જ્યારે દોઢ લાખથી વધુ લોકોએ પોલૅન્ડમાં શરણ લીધું છે.
યુક્રેનની સીમા અન્ય ચાર દેશ- હંગેરી, મોલડોવા, બેસારુસ અને રશિયા સાથે જોડાયેલી છે. હંગેરી અને મોલડોવામાં પણ હજારો લોકોએ આશરો લીધો છે.
યુક્રેન-રશિયા યુદ્ધિ પુતિનના અંતની શરૂઆત : બ્રિટિશ વિદેશમંત્રી

ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ કૅપ્શન, બ્રિટનનાં વિદેશમંત્રી લિઝ ટ્રસ બ્રિટનનાં વિદેશમંત્રી લિઝ ટ્રસે કહ્યું કે રશિયન સેનાનો યુક્રેન પરનો હુમલો, “રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અંતની શરૂઆત હોઈ શકે છે.”
સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “અમે મજબૂત અને હિંમતવાન યુક્રેનવાસીઓને લડતાં જોઈ રહ્યા છીએ અને બ્રિટન તેમને હથિયાર અને આર્થિક મદદ પહોંચાડતું રહેશે.”
તેમણે કહ્યું કે તેઓ એવું માને છે કે પુતિને ‘વ્યૂહ રચનાત્મક ભૂલ’ કરી છે અને પશ્ચિમના દેશો દ્વારા લદાયેલા પ્રતિબંધોની રશિયાના અર્થતંત્ર પર ગંભીર અસર કરશે.
પરંતુ તેમણે એવા સંકેત આપ્યા છે કે આ યુદ્ધ ‘ઘણાં વર્ષો સુધી’ ખેંચાઈ શકે છે.
વિદેશમંત્રીએ કહ્યું, “મને ભય છે કે આ બધું જલદી ખતમ નહીં થાય અને આ જંગમાં ખૂબ લોહી વહેશે.”
રશિયા પરના પ્રતિબંધો વિશે પૂછાયેલા પ્રશ્નો અંગે તેમણે કહ્યું કે તેમની પાસે એક સંપૂર્ણ યાદી છે અને ધીમે-ધીમે પ્રતિબંધ લાગુ કરાશે.
વિદેશમંત્રી લિઝે કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની અસર બ્રિટનના અર્થતંત્ર પર પણ પડશે.
જોકે તેમણે એવું પણ કહ્યું કે બ્રિટનના લોકો આ વાતને જરૂર સમજશે કે જો અમે પણ હાલ પુતિન વિરુદ્ધ નહીં ઊભા થઈએ તો તેની આપણે શું કિંમત ચૂકવવી પડશે.
પુતિને રશિયાના વ્યૂહાત્મક પરમાણુ ફૉર્સને ‘સ્પેશિયલ ઍલર્ટ’ પર મૂક્યું

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના સૈન્યને પરમાણુ ફૉર્સને ‘સ્પેશિયલ ઍલર્ટ’ પર મૂકવાના આદેશ આપ્યા છે.
સ્પેશિયલ ઍલર્ટનો અર્થ કે રશિયાના વ્યૂહાત્મક મિસાઇલ ફૉર્સ માટે ઉચ્ચતમ ઍલર્ટ લેવલ છે.
સંરક્ષણમંત્રી સરજી સોઇગુ સહિત ઊંચા દરજ્જાના સૈન્ય અધિકારીઓ સાથે વાત કરતાં કહ્યું કે “પશ્ચિમના દેશોએ વેરભાવનાયુક્ત પગલાં ભર્યાં છે અને રશિયા પર ગેરકાયદેસર પ્રતિબંધો લાદ્યા છે.”
બીબીસી ન્યૂઝના સિક્યૉરિટી સંવાદદાતા ગોર્ડન કોરેરાએ આ અંગે જણાવ્યું હતું કે, “પુતિને તેમના અધિકારીઓને ન્યૂક્લિયર ફૉર્સને ઍલર્ટની વિશેષ શ્રેણીમાં તહેનાત કરવાના આદેશ આપ્યા છે.”
આ પગલું મોસ્કો દ્વારા કહેવાતાં નેટો દેશોનાં ‘આક્રમક નિવેદનો’ બાદ લેવાયું છે.
પુતિને યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા બાદ ગર્ભિતપણે એવી ચેતવણી પણ ઉચ્ચારી દીધી હતી કે તેઓ આ સંઘર્ષમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ઇચ્છા ધરાવે છે.
ગત અઠવાડિયે તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે, “જો કોઈ પણ અમારા માટે મુશ્કેલી ઊભી કરશે, તે તેમના ઇતિહાસમાં ક્યારેય ન નોંધાયેલા સંજોગો જોશે.”
આ શબ્દોનાં ઘણાં અર્થઘટન રજૂ કરાયાં હતાં. જેમ કે જો પશ્વિમના દેશો તેમના રસ્તામાં આવે તો તેઓ ન્યૂક્લિયર હથિયારોનો ઉપયોગ કરતા પણ ખચકાશે નહીં.
તેથી હાલ લેવાયેલ પગલું એ મોસ્કોની ચેતવણી આપવાની રીત છે. ઍલર્ટ સ્થિતિમાં આવવાથી પરમાણુ હથિયારો છોડવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની જાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે હાલ તેમનો ઇરાદો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો છે.
રશિયા પાસે પરમાણુ હથિયારોનો વિશ્વનો સૌથી મોટો જથ્થો છે. પરંતુ તે જાણે છે કે નેટો પાસે પણ રશિયાને બરબાદ કરી નાખે તેટલાં હથિયારોનો જથ્થો છે.
આનો હેતુ યુક્રેનને નેટો દ્વારા અપાઈ રહેલી સહાય ઘટાડવા માટે ભયનો માહોલ સર્જવાનો તેમજ તેઓ આ યુદ્ધમાં કઈ હદ સુધી જઈ શકે છે તે અંગે અને યુક્રેનને કયા પ્રકારની સહાય કરવાનું તેમને નહીં ગમે તે અંગે અસમંજસનો માહોલ ઊભો કરવાનો છે.
યુક્રેનનો દાવો દેશના બીજા સૌથી મોટા શહેર ખારકિએવમાંથી રશિયાના સૈન્યને બહાર ખદેડ્યું

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા પર એક સંદેશમાં ખારકિએવના ગવર્નર ઓલેગ સિનેગુબોવે કહ્યું કે યુક્રેનની સેનાએ રશિયન સેનાને શહેરની બહાર ભગાડી દીધી છે ઉત્તર પૂર્વ યુક્રેનના ખારકિએવ શહેરના ક્ષેત્રીય પ્રમુખે જણાવ્યું કે સ્થાનિક સેનાઓએ રશિયાના સૈનિકો વિરુદ્ધ રસ્તા પર જંગ લડ્યા બાદ શહેર પર ફરીથી સંપૂર્ણ નિયંત્રણ હાંસલ કરી લીધું છે.
સોશિયલ મીડિયા પર એક સંદેશમાં ખારકિએવના ગવર્નર ઓલેગ સિનેગુબોવે કહ્યું કે યુક્રેનની સેનાએ રશિયન સેનાને શહેરની બહાર તગેડી મૂકી છે.
આ પહેલાં આજે સવારથી જ રશિયન સેનાના ખારકિએવમાં પ્રવેશના સમાચાર આવવાની શરૂઆત થઈ ચૂકી હતી.
સાથે જ અલગ-અલગ સ્રોતોથી એવી પણ ખબર પડી હતી કે રશિયન સેનાને યુક્રેનનાં સૈન્ય અને લોકલ મિલિશિયા ટક્કર આપી રહ્યાં છે.
ખારકિએવ બીજું સૌથી મોટું શહેર છે અને અહીં યુક્રેનની સેનાને મળેલી નાની એવી સફળતા તેમનું મનોબળ વધારી શકે છે.
પરંતુ એ સંભવ છે કે રશિયન સેના વધુ સંખ્યામાં આવીને ખારકિએવ પર એક મોટો હુમલો કરી શકે છે.
રશિયન સેનાએ શહેર છોડી દીધાના દાવા બાદ બીબીસીએ ખારકિએવમાં અમુક લોકો સાથે વાત કરી હતી.
એક 30 વર્ષીય મહિલાએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે ગત રાત્રિ દરમિયાન લગભગ સાડા બાર વાગ્યે તેઓ ભયાનક ધડાકાના અવાજ સાંભળીને જાગી ગયાં.
મહિલાએ બીબીસીને જણાવ્યું કે, “આ અનુભવ સ્ટાર વૉર્સ ફિલ્મો જેવો હતો. સતત 15 મિનિટ સુધી ધડાકા થતા રહ્યા. અમે બધાએ એક મિત્રને ત્યાં શરણ મેળવી. હું જગ્યા વિશે ન જણાવી શકું, કારણ કે તે ખતરનાક સાબિત થઈ શકે છે.”
મહિલાએ આગળ જણાવ્યું, “અમે અહીં એટલા માટે આવ્યા છીએ કે અમારા ફ્લૅટ શહેરના રિંગ રોડ પર હતા અ રશિયન સેના ત્યાંથી ઘણી નજીક હતી. તેથી અમે હાલ ખતરાવાળા વિસ્તારથી દૂર આવી ગયાં છીએ.”
મહિલાએ જણાવ્યું કે તેઓ હજુ પણ ગોળી ચાલવાનો અવાજ સાંભળી શકે છે પરંતુ હાલ આ ઘોંઘાટ ગત રાત્રિ જેવો બિલકુલ નથી.
બીજી તરફ યુક્રેનના પાટનગર કિએવમાં એક રહેણાક ઇમારત પર બૉમ્બમારો થયો. પુષ્ટિ ન કરી શકાય એવા મીડિયા રિપોર્ટમાં દેખાડવામાં આવ્યું કે સૈનિક ઉત્તર પશ્ચિમ ઉપનગરથી પસાર થઈ રહ્યા છે અને મશીનગનથી ગોળીઓ વરસાવી રહ્યા છે.
આ વિસ્તારમાં કડક કર્ફ્યૂ છે.
BBC Special LIVE : યુક્રેન-રશિયા વચ્ચે ચાલતાં યુદ્ધ પર બીબીસી ગુજરાતીનું વિશેષ બુલેટિન
રશિયન લશ્કરની યુક્રેનના ખારકિએવ શહેરમાં તબાહી
યુક્રેન પર રશિયાના આક્રમણનો ચોથો દિવસ છે. રિપોર્ટ પ્રમાણે રશિયન આર્મી યુક્રેનના બીજા સૌથી મોટા શહેર સુધી પહોંચી ગઈ છે.
અંદાજે બે લાખ લોકોએ યુક્રેન છોડીને હિજરત કરવાની ફરજ પડી છે. ત્યારે આ વીડિયોમાં જોઈશું કે ચોથા દિવસ સુધીમાં યુક્રેનમાં શું શું બન્યું છે અને આ યુદ્ધને કારણે યુક્રેનમાં કેવી તબાહી થઈ છે.
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
રશિયા-યુક્રેન વચ્ચે ચોથા દિવસે પણ જંગ ચાલુ, જુઓ બીબીસી ગુજરાતીનું વિશેષ કવરેજ
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભૂમિકા હવે ભેદી કેમ બની રહી છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી ક્યાં સુધી કરી શકશે મુકાબલો?

અત્યાર સુધીમાં 4300 રશિયનોનાં મૃત્યુનો યુક્રેનનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રશિયાના સંખ્યાબંધ હથિયારો, સૈનિકો અને વાહનોને નુકસાન પહોંચાડ્યાનો યુક્રેનનો દાવો યુક્રેનના નાયબ સંરક્ષણમંત્રીએ અંદાજ મૂક્યો છે કે તેમણે અત્યાર સુધી રશિયાને કેટલું નુકસાન પહોંચાડ્યું છે.
તેમણે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે શરૂઆતના ત્રણ દિવસોમાં અંદાજે 4,300 રશિયન સૈનિકો સહિત તેમનાં ઘણાં સૈન્ય-સાધનોને નુકસાન પહોંચાડ્યું છે.
બીબીસી આ દાવાઓની પુષ્ટિ કરી શક્યું નથી અને રશિયાએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
યુક્રેન દ્વારા કરાયેલા દાવાઓમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:
4,300 મૃત્યુ
27 પ્લેન
26 હેલિકૉપ્ટર
146 ટૅન્ક
706 સશસ્ત્ર યુદ્ધવાહનો
49 તોપ
1 ઍર ડિફેન્સ સિસ્ટિમ
4 મલ્ટિપલ રૉકેટ લૉન્ચ સિસ્ટિમ
30 વાહનો
60 ટૅન્કર
2 ડ્રોન
2 બોટ
રશિયા વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ પહોંચ્યું યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, યુક્રેનની ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં અરજી યુક્રેને ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં રશિયા વિરુદ્ધ એક અરજી દાખલ કરાઈ છે.
એક ટ્વીટમાં આ અંગે જાણકારી આપતાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું છે કે યુક્રેન પર આક્રમણ માટે રશિયાને જવાબદાર માનવું જોઈએ.
રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ લખ્યું, “અમે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઑફ જસ્ટિસને વિનંતી કરીએ છીએ કે તેઓ રશિયાને તરત સૈન્ય કાર્યવાહી રોકવા માટે કહે. અમે આગામી અઠવાડિયે જ આ કેસની સુનાવણી યોજાય તેવું ઇચ્છીએ છીએ.”
ગુરુવારે સવારે રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેનમાં એક સૈન્ય કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ બાદ રશિયન સેનાએ યુક્રેનમાં પ્રવેશ કર્યો અને હવે યુક્રેનને રશિયન સેનાના હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘણાં શહેરોમાં ભીષણ જંગ છેડાયો છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આજે સવારે રશિયાએ બેલારુસમાં યુક્રેન સાથેવ વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ યુક્રેને કહ્યું કે બેલારુસમાં વાર્તા સંભવ નથી.
બેલારુસ, રશિયાનું સહયોગી છે અને તે આ યુદ્ધમાં પ્રત્યક્ષપણે રશિયાનો સાથે આપી રહ્યું છે.
ખારકિએવમાં શરૂ થયું ભીષણ યુદ્ધ, રશિયાને ટક્કર આપી રહ્યું છે યુક્રેનનું સૈન્ય

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, યુક્રેનના ખારકિએવમાં જંગ વચ્ચે મેટ્રોમાં સામાન્ય લોકો ખારકિએવ સ્થાનિક તંત્રે કહ્યું કે હળવાં સૈન્યવાહન “શહેરમાં પ્રવેશી ચૂક્યાં છે.”
આ નિવેદન પહેલાં તસવીરો અને વીડિયો ફૂટેજ સામે આવ્યાં હતાં જેમાં રશિયાની બખ્તરબંધ ગાડીઓ ઉત્તર-પૂર્વ શહેરના માર્ગો પર દેખાઈ હતી. સોશિયલ મીડિયા ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે રશિયન સેના શહેરમાં છે.
કેટલીક એવી પણ તસવીરો સામે આવી છે જેમાં દેખાઈ રહ્યું છે કે રશિયાનાં ઓછામાં ઓછાં બે ‘ટાઇગર’વાહનોને આગ ચાંપી દેવાઈ છે. જોકે, બીબીસીએ અત્યાર સુધી આ તસવીરોની કોઈ પુષ્ટિ નથી કરી.
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઇમર્જન્સી સર્વિસે જણાવ્યું છે કે એ નવ માળની ઇમારતને નિશાન બનાવાઈ છે, જેના કારણે ઇમારતને ઘણું નુકસાન થયું અને એક વૃદ્ધ મહિલાના મૃત્યુના સમાચાર આવ્યા છે.
ઇમારતના ભોંયરામાં શરણાર્થી તરીકે રહી રહેલા 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સ્થાનિક પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે અને કહ્યું છે કે “શેલ્ટર ન છોડશો! યુક્રેનની સેના દુશ્મનોને ખતમ કરી રહી છે, નાગરિકોને રસ્તા પર ન આવવાનું જણાવવામાં આવે છે.”
યુક્રેન વતી જણાવાયું કે રશિયાના સૈનિકોએ નજીકની એક નેચરલ ગૅસની પાઇપલાઇન પણ ધડાકો કરીને ધ્વસ્ત કરી દીધી.
આ એવા સમયે થયું જ્યારે કિએવથી 30 કિલોમિટર દૂર વાસિલકીવ ઑઇલ ટર્મિનલને મિસાઇલથી નિશાન બનાવાઈ અને તે બાદ ત્યાંથી ઝેરી ધુમાડો નીકળી રહ્યો છે.
સ્થાનિક તંત્રે ઝેરી ધુમાડાને લઈને ચેતવણી પણ જારી કરી છે અને કહ્યું છે કે ઘરોની બારીઓ બંધ રાખવામાં આવે.
આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રાલયનો દાવો છે કે યુક્રેનના સૈનિકોએ રશિયન મિસાઇલ નષ્ટ કરી છે. મંત્રાલયન પ્રવક્તાનું કહેવું છે કે આ મિસાઇલના નિશાન પર કિએવ હતું.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જણાવી દઈએ કે કિએવ પર સતત મિસાઇલ હુમલાની ચેતવણી યુક્રેન તરફથી અપાઈ રહી છે, પાટનગરમાં સોમવાર સુધી ચુસ્ત કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
આ દરમિયાન બ્રિટન સંરક્ષણ મંત્રાલયે યુક્રેન યુદ્ધ અંગે પોતાનું આકલન છાપ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલ એક પોસ્ટ પ્રમાણે યુક્રેનમાં રશિયન સેનાનો રાહ સરળ નથી.
સંખ્યા અને મિલિટરી સામાનમાં બંને સેનાઓની કોઈ સરખામણી થઈ શકે તેવું નથી પરંતુ યુક્રેનના સૈનિકો અડગ રહીને લડી રહ્યા છે અને રશિયાને જોરદાર ટક્કર આપી રહ્યા છે.
બદલો X કન્ટેન્ટ, 3X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
શું યુક્રેનમાંથી પોતાના નાગરિકો પાછા લાવવામાં ભારતે મોડું કર્યું?
કૉમેડિયનથી યુક્રેનના રાષ્ટ્રપતિ બનવા સુધીની વોલોદિમીર ઝૅલેન્સ્કીની કહાણી
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ને વધુને હિંસક બની રહ્યું છે. એક તરફ વિશાળ અને શક્તિશાળી દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન છે તો બીજી તરફ રશિયાથી ક્યાંય નાના દેશ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી છે.
હિંદી ફિલ્મ 'નાયક'માં અનિલ કપૂર પડદા ઉપર ટીવી રિપોર્ટરની ભૂમિકા ભજવે છે અને સંજોગ તેમને રૂપેરી પડદેથી રાજ્યના મુખ્ય મંત્રીની ખુરશી સુધી દોરી જાય છે. કંઈક આવું જ ઝૅલેન્સ્કીના જીવનમાં પણ ઘટ્યું છે.
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
યુક્રેને કહ્યું – રશિયા વિરુદ્ધ યુદ્ધમાં સામેલ થાય વિદેશી, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ વિદેશના લડાયક યોદ્ધાઓનેયુક્રેનમાં ‘વિદેશી સેના’ બનાવવાની અપીલ કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિનું વિદેશીઓ અને મિત્રોને આહ્વાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ વિદેશના લડાયક યોદ્ધાઓનેયુક્રેનમાં ‘વિદેશી સેના’ બનાવવાની અપીલ કરી છે.
રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ગમે તે વ્યક્તિ આવીને યુક્રેન સાથે મળીને લડી શકે છે.
પોસ્ટમાં લખ્યું છે કે, “યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી વિશ્વના તમામ નાગરિકો, યુક્રેનના મિત્રોને શાંતિ અને લોકશાહી માટે સંબોધિત કરી રહ્યા છે.”
“જે કોઈ પણ વ્યક્તિ યુક્રેનના સૈન્યમાં સામેલ થવા માગે છે, ભલે તેઓ યુરોપ કે વિશ્વમાં ગમે સ્થાનેથી આવી હોય, તેઓ આવી શકે છે અને યુક્રેન સાથે રશિયન યુદ્ધ ગનેગારો વિરુદ્ધ લડી શકે છે.”
વધુ એક વિસ્તૃત પોસ્ટમાં કહેવાયું છે કે વિદેશી નાગરિક કાયદાકીય રીતે યુક્રેનના સૈન્યમાં સામેલ થઈ શકે છે અને તેના માટે એક અલગ યુનિટ બનાવાઈ રહ્યું છે જેને “યુક્રેનની ક્ષેત્રીય સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સેના”નું નામ અપાયું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ આ પહેલાં એ વાત પર ભાર આપ્યું હતું કે લડાઈમાં યુક્રેનને એકલું પાડી દેવાયું છે.
યુક્રેનના પશ્ચિમના સહયોગીએ હથિયાર અને વિસ્ફોટકો તો મોકલ્યાં પરંતુ પોતાની સેનાઓ નહીં. યુક્રેન નાટા ડિફેન્સ અલાયન્સનો ભાગ નથી.
રશિયા-યુક્રેન યુદ્ધની પડદા પાછળની વાતો જે તમારે જાણવી જોઈએ
રશિયાના યુક્રેન પર હુમલા ચાલુ છે અને સતત ત્રીજા દિવસે સ્થિતિ સંવેદનશીલ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી અલગ-અલગ દેશોનું સમર્થન માગી રહ્યા છે. જ્યારે જર્મનીએ યુક્રેન અંગેની પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે.
જર્મની યુક્રેન માટે હથિયાર મોકલશે. જર્મનીના ચાન્સેલર ઓલાફ શલ્ટ્સે આ અંગે પુષ્ટિ કરી છે.
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
વાતચીત માટે રશિયા તૈયાર પણ બેલારુસમાં વાત કરવા યુક્રેન રાજી નથી

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે અને હવે તે યુક્રેનની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યું છે. રશિયન સમાચાર એજન્સી રિયા નોવોસ્તીએ રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલાય ક્રેમલિનના પ્રવક્તાને ટાંકીને આ જાણકારી આપી છે.
જ્યારે યુક્રેનનું કહેવું છે કે બેલારુસમાં વાતચીત સંભવ નથી.
રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસકોવે પત્રકારોને જણાવ્યું કે વાતચીત માટે રશિયન પ્રતિનિધિમંડળ પહેલેથી બેલારુસ પહોંચી ગયું છે.
પેસ્કોવે કહ્યું કે ડેલિગેશનમાં રશિયન વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને અન્ય વિભાગોના પ્રતિનિધિઓ સામેલ છે.
પ્રવક્તાએ કહ્યું કે વાતચીત બેલારુસના ગોમેલમાં થઈ શકે છે.
જોકે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું કે જો યુદ્ધ ન થતું તો બેલારુસની રાજધાની મિન્સ્કમાં વાતચીત સંભવ હતી, પણ હવે નહીં.
ઉલ્લેખનીય છે કે બેલારુસ રશિયાનું ભરોસાપાત્ર સહયોગી છે અને તેણે યુક્રેન પર હુમલા માટે રશિયાની તમામ મદદ કરી છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, ઝૅલેન્સ્કીએ કહ્યું કે બેલારુસ સિવાય અન્ય કોઈ પણ દેશમાં વાતચીત માટે તૈયાર છે, જે યુક્રેન પ્રત્યે આક્રમક ન હોય.
