યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તાજેતરના નિર્ણયથી બંને દેશો યુદ્ધની આશંકા વધુ ઘેરી બની ગઈ છે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પુતિને પૂર્વીય યુક્રેનના બે વિસ્તારો દોનેત્સ્ક અને લુહાન્સ્કની સ્વતંત્રતાને માન્યતા આપી દીધી છે.
વ્લાદિમીર પુતિને આ વિસ્તારોમાં રશિયન સૈનિકોને જવાનો આદેશ પણ આપ્યો છે.
પશ્ચિમી દેશો તરફથી આ નિર્ણયને લઈને કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમેરિકા તથા યુરોપ રશિયા પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી શકે છે.
યુક્રેન સંકટ ભારતમાં દુવિધાનો વિષય છે. ઐતિહાસિક રૂપે ભારત યુક્રેનના મામલામાં રશિયા સાથે રહ્યું છે પરંતુ હવે પરિસ્થિતિ 2014 કરતા અલગ છે.
2014 માર્ચમાં રશિયાએ યુક્રેનના ક્રિમિયા વિસ્તારને પોતાનામાં ભેળવી લીધો હતો ત્યારે ભારતે બહુ સાંચવીને પ્રતિક્રિયા આપી હતી અને જે આપી હતી અને તે રશિયાના પક્ષમાં હતી.
માર્ચ 2014માં જ્યારે રશિયાએ ક્રિમિયાને પોતામાં ભેળવી લીધું ત્યારે ભારતના તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહની સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા શિવ શંકર મેનનને કહ્યું હતું, ''રશિયાના ન્યાયસંગત હિતો ક્રિમિયામાં છે.'' એટલે ભારતે ક્રિમિયાને રશિયામાં ભેળવી લેવાનો વિરોધ નહોતો કર્યો.
ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતના સમર્થન માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું, ''હું એ બધા જ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે ક્રિમિયામાં રશિયાની કાર્યવાહીનું સમર્થન કર્યું હતું. ચીનનો પણ આભાર વ્યક્ત કરું છું, જેના નેતૃત્વમાં ક્રિમિયામાં રશિયાનાં પગલાંનું સમર્થન કર્યું. અમે ભારતના સંયમ અને નિષ્પક્ષતાની સરાહના કરીએ છીએ."
ત્યારે ચીન અને ભારત વચ્ચે સરહદ પર તણાવ નહોતો. ચીને એપ્રિલ 2020માં પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની 'યથાસ્થિતિમાં ફેરફાર' કરી દીધો હતો.
આને લઈને બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અત્યારે પણ સરહદ પર તણાવ છે અને હજી પણ એપ્રિલ 2020 પહેલાંની સ્થિતિ એલએલસી પર નથી સ્થાપિત થઈ.
સરહદ પર ચીનની આક્રામકતાને જોતાં ભારતને રશિયાની જરૂર છે એટલી જ અમેરિકા અને યુરોપની પણ છે.
યુક્રેનને લઈને રશિયા અને પશ્ચિમના દેશો સામ-સામે છે એવામાં ભારત ન તો કોઈ એકનો પક્ષ લઈ શકે છે અને ન ચૂપચાપ પરિસ્થિત જોઈ શકે છે.
ભારતની સાથે સરહદ પર ચીનની આક્રામકતાને લઈને અમેરિકા ભારતનું સમર્થન કરતું આવ્યું છે.
રશિયાએ કોઈનો પક્ષ નથી લીધો.
ભારતની ચૂપકિદી શું સંકેત આપે છે?
એશિયા પ્રોગ્રામના ઉપનિદેશક અને ધ વિલસન સેન્ટરમાં સાઉથ એશિયાના એસોસિએટ માઇકલ કગલમૅને ટ્વીટ કરીને કહ્યું, ''રશિયાને લઈને ભારતનું વલણ ચોંકાવનારું નથી. આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક પણ થઈ. 2014 માં રશિયાએ જ્યારે ક્રિમિયાને ભેળવી લીધું ત્યારે ભારતે મર્યાદિત પ્રતિક્રિયા આપી હતી. આને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં ઠરાવ લાવવામાં આવ્યો તો ભારત વોટિંગથી બહાર રહ્યું હતું. ભારતનું વલણ આજે પણ એવું જ છે. મને ખબર છે કે અમેરિકા પણ આ વાતને કમને સ્વીકારે છે."
પોતાના બીજા ટ્વીટમાં માઇકલ કગલમૅને લખ્યું કે,'પરંતુ 2014ની સરખામણીમાં ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત થયા છે. દિલ્હી પર હવે વધારે દબાણ છે. જો યુુક્રેન પર રશિયા હુમલો કરી દે અને યુદ્ધ શરૂ થઈ જાય તો ભારત માટે ખરાબ પરિસ્થિતિ ઊભી થશે.'
''ભારતની મૂકદર્શકની ભૂમિકા તેના માટે હવે સરળ રસ્તો નહીં રહે. પરંતુ યુક્રેન પર હુમલો નહીં પણ થાય તો પણ ભારત માટે પરિસ્થિતિ કપરી બનશે. જો રશિયા મર્યાદિત સૈન્ય કાર્યવાહી કરશે તો તેની પર પ્રતિબંધ લાદવામાં આવશે અને ચીન આનાથી મજબૂત બનશે અને અમેરિકાનું ધ્યાન પણ વહેંચાશે. આ પરિસ્થિતિઓ ભારતના હિતમાં નથી.''
ઇન્ડો-પેસિફિક વિશ્લેષક ડેરેક જે ગ્રોસમૅને ટ્વીટ કરીને કહ્યું કે, "યુક્રેન પર રશિયાની આક્રામકતાની ટીકા નહીં કરવાનો ભારતનો નિર્ણય ચોંકાવનારો છે. ભારત રશિયાથી સાથેના દ્વિપક્ષીય સંબંધ ખરાબ નથી કરવા માગતું. ક્વૉડમાં ભારત એકમાત્ર દેશ છે જે રશિયાની આક્રામકતાની અવગણના કરે છે. ખરેખર આ એક વિચિત્ર વાત છે."
"રશિયા અને યુક્રેનને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક થઈ રહી છે. અહીં જ ખબર નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લઈને ચીનનું વલણ શું છે. વધારે આશા રાખવાનો અર્થ નથી."
ગ્રોસમૅને લખ્યું છે, "આજે પુતિને કહ્યું કે યુક્રેન રશિયાની આંતરિક બાબતો છે. અત્યાર સુધી ચીન તાઇવાનને લઈને કહેતું હતું."