You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : અમેરિકાની સંસદમાં 484 અબજ ડૉલરના રાહત પૅકેજ પર ચર્ચા

કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાતમાં, ભારતમાં અને દુનિયામાં શું છે સ્થિતિ?

લાઇવ કવરેજ

  1. કોરોના મૅપ : ગુજરાત સહિત દેશ-વિદેશની સ્થિતિ વિશે અહીં જાણો

  2. "મેં વૅન્ટિલેટર બંધ કર્યું અને કોરોના દર્દીને શાંતિથી મરવા દીધાં" - ICU નર્સની આપવીતી

  3. કોરોના મૅપ : વિશ્વમાં કોવિડ-19ના ક્યાં-કેટલા દરદી?

  4. કોરોના વાઇરસ : એ લોકો જેમણે મહામારીની 'આગાહી' કરી હતી

  5. કોરોના વાઇરસ સંબંધિત બીબીસીનું લાઇવ કવરેજ અહીં જ પૂર્ણ કરવામાં આવે છે. નવી અપડેટ સાથે આવતી કાલે મળીશું. શુભ રાત્રિ.

  6. ચીનમાં કોરોના વાઇરસનું રિપોર્ટિંગ કરતાં ગુમ થયેલો પત્રકાર ફરી મળ્યા

    ચીનમાં વુહાન શહેરથી રિપોર્ટ આપતા ગુમ થયેલો એક સિટિઝન જર્નાલિસ્ટ લગભગ બે મહિના પછી ફરી સામે આવ્યો છે.

    લી ઝેહુઆએ કોરોના વાઇરસના સૌથી પ્રભાવિત થયેલાં શહેર વુહાનથી છેલ્લે 26 ફેબ્રુઆરીએ રિપોર્ટ મોકલ્યો હતો. જેમાં પોલીસ તેનો પીછો કરતી અને તેની ધરપકડ કરી લઈ જતી જોવા મળી હતી.

    આ પછી તેનો કોઈ અતોપતો ન હતો.

    ઝેહુઆએ હવે યૂટ્યુબ પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેનું કહેવું છે કે તે ક્વોરૅન્ટીનમાં ગયો હતો.

    તેણે કહ્યું કે અધિકારીઓએ તેનેે એ કહીને ક્વોરૅન્ટીનમાં મોકલ્યો હતો કે તે સંવેદનશીલ વિસ્તારોમાં ગયો હતો.

  7. યુરોપમાં અર્ધાથી વધારે મૃત્યુ કૅર હૉમ્સમાં થયા : WHO

    યુરોપમાં વિશ્વ સ્વાસ્થય સંગઠનના સ્થાનિક ડિરેક્ટરે કહ્યું છે કે, યુરોપમાં કોરોના વાઇરસથી જેટલાં લોકો મૃત્યુ પામ્યા છે. તેમાંથી અરધી સંખ્યા એવા લોકોની હતી જે કૅર હૉમ્સમાં રહેતા હતા.

    ડૉક્ટર હાન્સ ક્લુગે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે આવા લોકો વિશે ઘણી ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે જેમને સ્વાસ્થયના કારણે જીવવાની સહાયતાની જરૂર હોય છે.

    તેમણે કહ્યું, "યુરોપના દેશોમાંથી જે આંકડાં મળ્યા છે તેના પરથી ખબર પડે છે કે કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલાં અર્ધા લોકો કૅર હૉમ્સમાં રહી રહ્યા હતા. આ અકલ્પનીય માનવ દુર્ઘટના છે"

  8. બ્રેકિંગ, ગુજરાતમાં આજે નોંધાયા 217 કેસ, 79 લોકોને રજા અપાઈ

    ગુજરાતમાં આજે કોરોના વાઇરસના 217 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    જ્યારે મહત્ત્વની વાત એ છે કે રાજ્યમાંથી સૌથી વધુ 79 દરદીઓને આજે રજા આપવામાં આવી છે.

    વડોદરામાં આજે કોરોના વાઇરસથી સંક્રમિત 45 લોકોને રજા અપાઈ છે. જ્યારે અમદાવાદમાં 27 લોકોને રજા અપાઈ છે.

    ગુજરાતમાં હાલ સુધી કોરોના વાઇરસના પૉઝિટિવ દરદીઓની સંખ્યા 2624એ પહોંચી છે.

    ગુજરાતમાં 258 દરદીઓને સાજા થતાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

    ગુજરાતમાં આજે 9 દરદીઓનાં મૃત્યુ થતાં 112 દરદીઓના હાલ સુધીમાં મૃત્યુ થયા છે.

    આજે સૌથી વધારે કેસ અમદાવાદ (151 કેસ), સુરત (41 કેસ), વડોદરા(07 કેસ) અને ભરૂચ(05 કેસ) નોંધાયા છે.

    રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં (1652 કેસ), સુરત (456 કેસ) વડોદરા (218 કેસ) અને રાજકોટમાં (41 કેસ) નોંધાયા છે.

  9. ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 21,700એ પહોંચી

    દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા હાલ 21,700 સુધી પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા 686 થઈ ગઈ છે.

    આરોગ્ય મંત્રાલય અનુસાર 4,325 લોકો કોરોના વાઇરસના સંક્રમણથી સાજા થઈ ગયા છે.

    છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના 1229 કેસ નોંધાયા છે અને દેશમાં 39 દરદીનાં મૃત્યું થયાં છે.

    રાજ્યોની બાબતમાં સંક્રમિતોની સૌથી મોટી સંખ્યા મહારાષ્ટ્રમાં છે. જ્યાં 5652 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને 269 દરદીઓએ આ કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

    જ્યારે ગુજરાતમાં 2407 લોકો કોરોના વાઇરસનો ભોગ બન્યા છે અને દિલ્હીમાં 2248 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

  10. અમેરિકામાં 45 હજારથી વધુ મોત, 2 કરોડ લોકો પર આર્થિક સંકટ

    અમેરિકામાં કોરોના વાઇરસ દિવસેને દિવસે વધુ લોકોનો ભોગ લેતો જાય છે.

    અહીં હાલ 45 હજારથી વધુ લોકોનાં મોત થઈ ગયાં છે અને લાખો લોકો કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયાં છે.

    સાથે સાથે અમેરિકામાં હવે બેરોજગારી પણ વધી રહી છે. 2 કરોડ જેટલા લોકોએ બેરોજગારીના લાભો માટે અરજી કરી છે.

  11. કોરોના બાદ પડી શકે છે ભયંકર દુકાળ, કરોડોનાં મોતની આશંકા

    કોરોના વાઇરસની મહામારીના કારણે સંયુક્ત રાષ્ટ્રએ નવી ચેતવણી જાહેર કરી છે.

    સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે 25 કરોડ લોકો ભૂખમરાનો ભોગ બની શકે છે.

    જાણો અહેવાલ વિસ્તારથી

  12. ચીન કોરોના સામે લડવા માટે WHOને બીજા ત્રણ કરોડ ડૉલર આપશે

    કોરોના વાઇરસ મહામારી સામે લડવા માટે ચીને વિશ્વ સ્વાસ્થય સંગઠનને બીજા 3 કરોડ ડૉલર આપવાની જાહેરાત કરી છે.

  13. બ્રેકિંગ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1409 નવા પૉઝિટિવ કેસ નોંધાયા : આરોગ્ય વિભાગ, ભારત સરકાર

    સમાચાર સંસ્થા એએનઆઈ ભારત સરકારના આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલને ટાંકીને લખે છે કે છેલ્લાં 24 કલાકમાં 1409 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    ભારતમાં કુલ કેસની સંખ્યા 21,393એ પહોંચી છે. આમાંથી 4,258 લોકો હાલ સુધી સાજા થઈ ગયા છે. જ્યારે કોરોના વાઇરસથી મૃત્યુ પામનારની સંખ્યા 681એ પહોંચી છે.

    સ્વાસ્થય મંત્રાલય અનુસાર કેટલીક ઘટનાઓ સિવાય દેશભરમાં લૉકડાઉન દરમિયાન સ્થિતિ સામાન્ય રહી છે.

    આ દરમિયાન સ્વાસ્થય મંત્રીએ આઈએમઈ સાથે ચર્ચા કરીને સ્વાસ્થય કર્મચારીઓને સુરક્ષાને વાયદો કર્યો છે.

    તેમણે વધુમાં કહ્યું, આજસુધી એવા 12 જિલ્લાઓ છે જેમાં છેલ્લાં 28 અથવા વધુ દિવસથી એક પણ પૉઝિટિવ કેસ નોંધાયો નથી.

    જ્યારે બીજા 78 જિલ્લા એવા છે જ્યાં છેલ્લાં 14 દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી.

  14. કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં દોઢ વર્ષ સુધી વધારો નહીં થાય

    કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીથી 1 જુલાઈ, 2021 સુધી મોંઘવારીના ભથ્થાના દરમાં સુધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

    મોંઘાવારી ભથ્થાને હાલના દરે કરવામાં આવે છે અને 1 જુલાઈ 2021 સુધી થનારા સુધારાના સમય દોઢ વર્ષ સુધી ચુકવણી નહીં કરવામાં આવે.

    નાણા વિભાગે જાહેર કરેલાં નૉટિફીકેશન પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતની અતિરિક્ત રકમની ચૂકવણી નહીં થાય. 1 જુલાઈ, 2021 સુધી આ ચૂકવણી કરવામાં નહીં આવે.

  15. બ્રેકિંગ, રમઝાન મહિનામાં મસ્જિદમાં જવાને લઈને પાકિસ્તાનમાં ચિંતા વધી

    પાકિસ્તાનના ડૉક્ટરોએ અધિકારીઓ અને મૌલવીઓને કહ્યું કે તેઓ રમઝાન મહિના દરમિયાન મસ્જિદમાં નમાઝ અદા કરવા જવાનો નિર્ણયને પરત લઈ લે.

    તેમનું કહેવું છે કે આનાથી કોરોના વાઇરસના સંક્રમણનો ફેલાવવાનો ભય વધી શકે છે જેને પછી કાબૂ કરવામાં ઘણી તકલીફ થઈ શકે છે.

    પાકિસ્તાન મેડિકલ અસોસિઍશનના ડૉ. કૈસર સજ્જાદનું કહેવું છે, "દુર્ભાગ્યપૂર્ણ છે. આપણા શાસકોએ એક ખોટો નિર્ણય કર્યો છે. અમારા મૌલવીઓએ ઘણું બેજવાબદાર વલણ દેખાડ્યું છે."

    બુધવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનો કોરોના વાઇરસના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો.

    પાકિસ્તાનમાં હાલ સુધી સંક્રમણના દસ હજારથી વધાર કેસની પુષ્ટિ થઈ ગઈ છે. જ્યારે દેશમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 212 છે.

  16. ચીનમાં કોરોના વાઇરસના કેસની સંખ્યાનેે લઈને ફરી સવાલ ઊભા થયા

    હૉંગકૉંગના સંશોધકોએ પોતાના સંશોધનમાં મેળવ્યું છે કે કોરોના વાઇરસના ફેલાવાના પહેલાં ફેઝમાં ચીનમાં બે લાખ 32 હજારથી વધારે લોકો સંક્રમિત થયા હતા.

    આ આંક ચીન તરફથી જાહેર કરવામાં આવેલાં સરકારી આંક કરતાં ચાર ગણો વધારે છે.

    ચીનમાં 20 ફેબ્રુઆરી સુધી 55 હજાર કેસ કરવામાં આવ્યા હતા પરંતુ હૉંગકૉંગ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના વિદ્યાર્થીઓ પ્રમાણે, કોવિડ-19ના કેસની જે વ્યાખ્યા પછીથી વાપરવામાં આવી જો તેનો શરૂઆતમાં જ ઉપયોગ કરવામાં આવી હોત તો સંક્રમણના કેસ વધારે હોત. આ સંશોધન લાંસેટમાં છપાયું છે.

    ચીનમાં હાલ સુધી સંક્રમણના 83 હજાર કેસ સામે આવ્યા છે. દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણના કે વધીને 26 લાખે પહોંચી ગયા છે જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા હાલ એક લાખ 83 હજારથી પણ વધારે થઈ છે.

    ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે 15 જાન્યુઆરીથી 3 માર્ચ સુધી કોવિડ 19ના કેસને લઈને સાત ભાગમાં વ્યાખ્યા જાહેર કરી હતી અને આ સંશોધન પ્રમાણે, આ પરિવર્તનોની અસર હતી કે જેના આધારે આ નક્કી કરવામાં આવ્યું કે કેવા કેસને 'કેસ' માનવામાં આવશે.

  17. શું ખેતી ભારતીય અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે?

  18. કોરોના વાઇરસ : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની અમેરિકા સમીક્ષા કરશે

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ફંડ એમ કહીને બંધ કર્યું હતું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વલણ પક્ષપાતી છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિએ એ સમયે આરોપ લગાવ્યો હતો કે કોરોના વાઇરસના સંક્રમણ મુદ્દે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઘણી ભૂલો કરી છે.

    હવે અમેરિકાની સરકાર એ બાબતની સમીક્ષા કરશે કે શું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ રીતે કામ કરે છે જેવું તેણે કરવું જોઈએ.

    યુએસ એજન્સી ફૉર ઇન્ટરનેશનલ ડેવલપમૅન્ટ (યુએસએઆઈડી)ના વર્તમાન પ્રશાસક જૉન બારસાએ બુધવારે આ બાબતે ઘોષણા કરી.

    યુએસએઆઈડી વિદેશ સહાયતાની વ્યવસ્થા કરનારી અમેરિકાની મુખ્ય એજન્સી છે.

    ન્યૂઝ એજન્સી રૉયટર્સના અહેવાલ અનુસાર, વૉશિંગ્ટન આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી અલગ વૈકલ્પિક સહયોગીઓની શોધનું કામ પણ કરશે, જેથી વૅક્સિન અને અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યોમાં કોઈ અડચણ ન આવે અને તેને ચાલુ રાખી શકાય. તેનાથી એ નક્કી થઈ જાય કે સહાયતા કાર્યમાં કોઈ અડચણ ન આવે.

    યુએસએઆઈડીના પ્રમુખ બારસાએ એક પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું કે સમીક્ષા દરમિયાન દરેક પાસાં પર ધ્યાન અપાશે.

    તેઓએ કહ્યું કે WHOના પ્રબંધનના સંદર્ભમાં અનેક સવાલો છે.

    અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને સૌથી વધુ ફંડ આપતું રહ્યું છે. અમેરિકાએ છેલ્લે પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને અંદાજે 40 કરોડ ડૉલરનું ફંડ આપ્યું હતું, જે સૌથી વધુ છે.

  19. કોરોના મામલે ગુજરાતમાં દિવસમાં એક જ વખત હેલ્થ બુલેટિન જાહેર થશે

    ગુજરાત સરકાર અત્યાર સુધી દિવસમાં બે વખત કોરોના વાઇરસને લઈને હેલ્થ બુલેટિનની જાહેરાત કરતી હતી.

    ગુજરાત સરકાર હવે આ હેલ્થ બુલેટિન દરરોજ બે વાર જાહેર કરવાની જગ્યાએ એક વખત જાહેર કરશે.

    ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાઇરસનું હેલ્થ બુલેટિન દિવસમાં એક જ વખત સાંજે જાહેર કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે પહેલાં સવારે અને સાંજે એમ દિવસમાં બે વખત બુલેટિન જાહેર થતું હતું.

  20. અમેરિકામાં 47 હજાર લોકોનાં મૃત્યુ

    અમેરિકામાં કોરોના વાઇરસના કારણે હાલ સુધીમાં 47 હજાર વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે અને 8 લાખ 42 હજાર લોકો સંક્રમિત થયા છે.

    બીજી તરફ કોરાના વાઇરસની મહામારીના કારણે ચીન અને ઑસ્ટ્રેલિયાના સંબંધ સતત ખરાબ થઈ રહ્યા છે.

    ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સભ્યોને કહ્યું કે કોરોના વાઇરસના સંક્રમણના ફેલાવા અંગેની સ્વતંત્ર તપાસમાં મદદ કરે.

    આ સિવાય ઑસ્ટ્રેલિયાના ખેતી વિષયોના મંત્રીએ જી-20 સભ્યદેશોને આગ્રહ કર્યો છે કે જંગલી પ્રાણીઓના વેપાર પ્રતિબંધ લગાવાય.

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરના વેટ માર્કેટમાંથી કોરોના વાઇરસ દુનિયામાં ફેલાય હતો.

    આ પહેલાં ટ્રમ્પે પણ ચીન પર હુમલો કર્યો હતો. ટ્રમ્પ સિવાય બ્રિટન અને ફ્રાન્સે પણ ચીનની ટીકા કરી હતી.