You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ગુજરાતમાં દરદીઓની સંખ્યા 2400ને પાર, મૃતકાંક 100થી વધારે
કોરોના વાઇરસ સંક્રમણ વિશેની દેશ તથા દુનિયાની અપડેટ્સ.
લાઇવ કવરેજ
કોરોના વાઇરસ સંબંધિત બીબીસીનું લાઇવ કવરેજ અહીં જ પૂર્ણ કરવામાં આવે છે. નવી અપડેટ સાથે આવતી કાલે મળીશું. શુભ રાત્રી.
આજની મહત્ત્વની અપડેટ
- વિશ્વભરમાં ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 25 લાખ 85 હજારને પાર થઈ, અત્યાર સુધી 78 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં.
- ભારત સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસનો ચેપ 20,471 લોકોને લાગ્યો છે. મૃતકોની સંખ્યા 652 થઈ ગઈ છે.
- ગુજરાતમાં કુલ કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 2407 થઈ છે, મૃતકોનો આંકડો 103 થઈ ગયો. આજે નવા 135 કેસો નોંધાયા.
- અમેરિકાનના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં 60 દિવસ માટે ગ્રીન કાર્ડ સસ્પેન્ડ રહેશે.
- જમ્મુ-કાશ્મીર પ્રશાસને આ વર્ષની અમરનાથ યાત્રા રદ કરવાની જાહેરાત કર્યાના અડધો કલાક બાદ આ પ્રેસજાહેરાત પરત ખેંચી લીધી છે.
- માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે દેશમાં કોરોના વાઇરસની મહામારી સામે લડી રહેલા ડૉક્ટરો અને આરોગ્યકર્મી પર હુમલા કોઈ કાળે સહન કરવામાં નહીં આવે
કોરોના વાઇરસ : બિલ ગૅટ્સે મોદીનાં વખાણ કર્યાં
માઇક્રોસોફ્ટનાસહ-સંસ્થાપક બિલ ગૅટસે કોરોના વાઇરસથી ‘લોકોને બચાવવા માટે’ લૉકડાઉન લાગુ કરવા અને પરીક્ષણો વધારવાં માટે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને વખાણ્યાં છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર અધિકારીઓએ કહ્યું છે કે બિલ ગૅટ્સે મોદીને એક પત્ર લખીને કહ્યું છે કે તેમને એ વાતનો આનંદ છે કે ભારત સરકાર કોવિડ-19 મહામારીને પહોંચી વળવા માટે ટેકનોલૉજીનો ઉપયોગ કરી રહી છે અને સરકારે સમય રહેતાં કોરોના વાઇરસનો ચેપ ટ્રૅસ કરવા, તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રૅસ કરવા માટે ‘આરોગ્ય સેતુ’ નામની મોબાઇલ ઍપ પણ લૉન્ચ કરી છે. પત્રમાં ગૅટ્સે કહ્યું છે કે “આપના નેતૃત્વના હું વખાણ કરું છું અને આપે અને આપની સરકારે કોવિડ-19 મહામારીના કર્વને ફ્લૅટન કરવા માટે જે સુરક્ષાત્મક પગલાં લીધા છે. હું તેની પ્રશંસા કરૂં છું.”
અમરનાથ યાત્રા રદ કરવાની જાહેરાતના અડધો કલાકમાં પરત લેવાઈ પ્રેસ-રિલીઝ
જમ્મુ-કાશ્મીર પ્રશાસને આ વર્ષની અમરનાથ યાત્રા રદ કરવાની જાહેરાત કર્યાના અડધો કલાક બાદ આ પ્રેસજાહેરાત પરત ખેંચી લીધી છે.
આ પહેલાં જમ્મુ અને કાશ્મીરના માહિતીવિભાગે કોરોના વાઇરસને પગલે અમરનાથ યાત્રા રદ કરવાની જાહેરાત કરી હતી.
પ્રેસજાહેરાતમાં કહેવાયું હતું કે જમ્મુ અને કાશ્મીરના રાજભવનમાં ગવર્નર ગિરીશચંદ્ર મુરમુ અને ‘શ્રી અમરનાથ તીર્થસ્થળ બોર્ડ’ના અધ્યક્ષની આજે એક મહત્ત્વની બેઠક યોજાઈ. જેમાં આ વર્ષની યાત્રાને રદ કરવાનો નિર્ણય લેવાયો.
બોર્ડના ચૅરમૅનનું કહેવું હતું કે કાશ્મીરની ખીણમાં અત્યાર સુધી કોરોના વાઇરસના લીધે 77 રૅડ ઝોનની ઓળખ કરી લેવાઈ છે. આમાંથી કેટલાક ઝોન એ રસ્તામાં પડે છે, જ્યાંથી યાત્રા પસાર થાય છે. સાથે જ તેમણે જણાવ્યું કે હાલ કોરોના વાઇરસની મહામારીને પગલે લંગર, મેડિકલ સુવિધા, કૅમ્પ, સામાન લઈ જવાનું અને બરફ હઠાવવાનું કામ થઈ રહ્યું નથી.
તેમણે એવું પણ કહ્યું કે સરકારે હાલ પૂરતું ત્રણ તારીખ સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. જોકે, એ બાદ સ્થિતિ શું રૂપ લેશે એ અંગે હજુ સુધી સ્પષ્ટ રીતે કંઈ કહી શકાય એમ નથી.
તેમણે ઉમેર્યું કે તમામ ચિંતાને ધ્યાને લેતાં આ વર્ષે અમરનાથની યાત્રા યોજવી શક્ય નહીં બને.
જોકે, આ પ્રેસ-રિલીઝ જાહેર કરવાના લગભગ અડધા કલાકમાં જ તેને પાછી ખેંચી લેવાઈ.
આમાં કહેવાયું છે કે પહેલાં જાહેર કરાયેલી પ્રેસ-રિલીઝને કૅન્સલ ગણવી.
બ્રેકિંગ, ગુજરાતમાં 2400થી વધુ કેસ, મૃતકાંક 100ને પાર
ગુજરાતમાં બુધવાર સવારે નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં નવા 135 કેસો નોંધાયા છે. રાજ્યની આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા આ માહિતી અપાઈ છે. આજના દિવસ દરમિયાન સૌથી વધુ કેસો અમદાવાદ જિલ્લામાં નોંધાયા. અમદાવાદમાં આજે 67 નવા કેસો નોંધાયા. જ્યારે સુરતમાં 51 કેસો નોંધાયા. આ સિવાય મહિસાગરમાં નવ, છોટા ઉદેપુરમાં ચાર, આણંદમાં બે અને વડોદરા, બનાસકાંઠામાં એક-એક કેસ નોંધાયો. આ ઉપરાંત આજના દિવસ દરમિયાન કોરોના વાઇરસના લીધે આઠ મૃત્યુ થયાં. આ નવા કેસો સાથે રાજ્યમાં કુલ કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 2407 થઈ છે, જ્યારે મૃતાંક 103 થઈ ગયો છે. અત્યાર સુધી સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં 1501 કેસો નોંધાયા છે. સુરતમાં 415, વડોદરામાં 208 કેસો નોંધાયા છે. એ બાદ રાજકોટમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે. રાજકોટમાં 41 પૉઝિટિવ કેસો છે.
બ્રેકિંગ, દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા 20 હજારને પાર, અત્યાર સુધી 652 મૃત્યુ
ભારત સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસનો ચેપ 20,471 લોકોને લાગ્યો છે.
આમાંથી 3,959 લોકો અત્યાર સુધીમાં સારવાર બાદ સાજા થઈ ગયા છે. બીજી બાજુ, મૃતકોની સંખ્યા 652 થઈ ગઈ છે. હાલના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્તોની સંખ્યા 5221 થઈ ગઈ છે. જ્યારે અહીં મૃતકોની સંખ્યામાં પણ દેશમાં સૌથી વધુ છે. અહીં મૃતકાંક 251 થઈ ગયો છે.
બીજી બાજુ, ચેપગ્રસ્તની સંખ્યામાં દિલ્હીને પાછળ છોડીને ગુજરાત દેશભરમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ગુજરાતમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 2,272 થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં આ આંકડો 2,156 પર છે. મૃત્યુની બાબતમાં પણ ગુજરાત દિલ્હી કરતાં આગળ નીકળી ગયું છે. ગુજરાતમાં કોરોના વાઇરસને લીધે 95 લોકોના જીવ ગયા છે. જ્યારે દિલ્હીમાં મૃતકાંક 47 છે.
કોરોના વાઇરસને લીધે થનારાં મૃત્યુની બાબતમાં મધ્યપ્રદેશ પણ બહુ આગળ છે. અહીં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 1,592 છે. જ્યારે અત્યાર સુધી અહીં 80 લોકોનાં મૃત્યુ થયાં છે.
કોરોના વાઇરસ : આજે આવી શકે છે ઇમરાન ખાનનો રિપોર્ટ
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પોતાના કોવિડ-19 પરીક્ષણના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર બુધવારે રિપોર્ટ આવી શકે છે.
ઇમરાન ખાને ગત સપ્તાહે એક ચૅરિટી સંસ્થા ઈદી ફાઉન્ડેશનના પ્રખુખ ફૈસલ ઈદી સાથે મુલાકાત કરી હતી. તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. ફૈસલ ઈદી વડા પ્રધાનને રાહત માટે ફંડ આપવા આવ્યા હતા. એ વખતે ઇમરાન ખાન કે તેમણે માસ્ક નહોતો પહેર્યો.
તેમને કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં મંગળવારે ઇમરાન ખાનના પણ નમૂના લેવામાં આવ્યા હતા. ઇમરાન ખાને ગત કેટલાક દિવસોથી મંગળવારે પોતાની કૅબિનેટની બેઠક સહિત કેટલીય બેઠકોમાં ભાગ લીધો હતો. પાકિસ્તાનમાં દસ હજાર કરતાં વધુ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે અને મૃતકાંક 212 પર પહોંચ્યો છે.
''N-99 માસ્કનું ફૅબ્રિક આખા ભારતમાં ફક્ત અમદાવાદમાં બને છે''
તેજસ વૈદ્ય
બીબીસી સંવાદદાતા
N-95 માસ્કનું નામ તો તમે કદાચ સાંભળ્યું હશે પરંતુ એનાથી પણ વધુ ફિલ્ટર ગુણવત્તા ધરાવતા માસ્ક N-99 ગણાય છે.
N-99 માસ્કનું જે ફૅબ્રિક છે જેને તકનીકી ભાષામાં ફિલ્ટર મીડિયા કહેવામાં આવે અને તે અમદાવાદમાં તૈયાર થાય છે.
અમદાવાદ ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન, જે ATIRA તરીકે ઓળખાય છે તે દરરોજ 15,000 જેટલા N-99 માસ્ક તૈયાર થઈ શકે એટલું ફૅબ્રિક બનાવે છે.
અટિરાએ અત્યાર સુધી 5,60,000 માસ્ક બની શકે એટલું ફૅબ્રિક તૈયાર કરીને મોકલ્યું છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન (ATIRA)ના નાયબ નિયામક દિપાલી પ્લાવત સાથે વાત કરી હતી.
દિપાલી પ્લાવતે જણાવ્યું કે "હાલ અમારી ફિલ્ટર મીડિયા ઉત્પાદન ક્ષમતા રોજની 15,000 માસ્ક જેટલી છે. કોરોનાને પગલે માસ્કની જે માગ ઊભી થઈ છે એ જોતાં અમે રાતદિવસ ચોવીસ કલાક કામ કરી રહ્યાં છીએ. અમારો ઇરાદો દરરોજ 30,000 માસ્કનું જે ફિલ્ટર ફૅબ્રિક છે તે ઉત્પાદન કરવાની છે. અમે એ ટાર્ગેટ તરફ પહોંચી રહ્યા છીએ."
'સ્વાસ્થ્યકર્મી પર હુમલાને સહન કરવામાં નહીં આવે'
માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે દેશમાં કોરોના વાઇરસની મહામારી સામે લડી રહેલા ડૉક્ટરો અને આરોગ્યકર્મી પર હુમલા કોઈ કાળે સહન કરવામાં નહીં આવે.તેમણે કહ્યું, “સ્વાસ્થ્યકર્મીઓને સુરક્ષા આપવા માટે વડા પ્રધાનના નેતૃત્વ આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ, જેમાં મહામારી બીમારી કાયદા (ઍપેડૅમિક ડિસીઝીઝ 1997)માં ફેરફાર કરીને દેશમાં નવો અધ્યાદેશ લાગુ કરવા સરકારે નિર્ણય લીધો છે.” તેમણે એવું પણ ઉમેર્યું કે આ પ્રકારના મામલાઓમાં જાતે જ સંજ્ઞાન લઈ શકાશે અને આવા કેસોમાં બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર થશે. જાવડેકરે એવું પણ કહ્યું કે તબીબો, આશા-વર્કરો, પૅરામેડિક અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ દેશ માટે કામ કરી રહ્યા છે. પણ તેમની સાથે ગેરવર્તન કરવાના સમાચારો આવી રહ્યા છે અને સરકાર આ ક્યારેય સહન નહીં કરે.
રાહુલ ગાંધીએ નાના ઉદ્યોગો માટે આર્થિક પૅકેજની માગ કરી
રાહુલ ગાંધીએ કોરોના વાઇરસને પગલે નુકસાન વેઠી રહેલા નાના ઉદ્યોગો માટે આર્થિક પૅકેજની માગ કરી છે.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું, “કોવિડ-19નો શિકાર બનેલા સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગોને જીવતા રાખવા માટે આર્થિક પૅકેજની જરૂર છે.”“પહેલાંથી નાજુક અર્થતંત્રની MSME વગર બદથી બદતર થઈ જશે.”
તેમણે આર્થિક પૅકેજનું રૂપ કેવું હોવું જોઈએ માટે સૂચનો પણ માગ્યાં છે.
''N-99 માસ્કનું ફૅબ્રિક આખા ભારતમાં ફક્ત અમદાવાદમાં બને છે''
હાર્દિક પટેલનો ગુજરાત સરકાર પર આરોપ
કૉંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલે કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં ગુજરાત સરકાર પાસે કોઈ યોજના ન હોવાનો આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલ ટ્વીટ કરીને જણાવ્યું, “ગુજરાત સરકારે કોરોના વાઇરસના દરદીઓ માટે ખાનગી હૉસ્પિટલોના દરવાજા ખોલ્યા છે. જોકે, ખાનગી હૉસ્પિટલો મન પડે એવી ફી (એક દિવસના પચાસ હજાર) માગી રહી છે. ગુજરાત સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી છે અને કોરોના વાઇરસ વિરુદ્ધ લડવા તેની પાસે એક પણ યોજના નથી. ગુજરાત મૉડલનો પર્દાફાશ થઈ ગયો છે.”
સ્પેન : મે માસના મધ્ય ભાગ સુધી લંબાવી શકાય છે લૉકડાઉન
સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું કે તેમની સરકાર મે મહિનાના બીજા ભાગમાં લૉકડાઉનને ખતમ કરવાની યોજના બનાવી રહી છે.
વડા પ્રધાન સંસદમાં કહ્યું કે પ્રતિબંધોને ધીમેધીમે હઠાવી લેવાશે. એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે વડા પ્રધાન 9 મે સીધી દેશમાં જાહેર કટોકટીને આગળ વધારવાની યોજના ઘડી શકે છે.
સ્પેને 14 માર્ચ સુધી લૉકડાઉનની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે અમેરિકા બાદ સૌથી વધુ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા સ્પેનમાં છે.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને પ્રસ્તાવિત વિરોધ પરત લીધો
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ)એ 22 એપ્રિલ અને 23 એપ્રિલે પ્રસ્તાવિત ડૉક્ટરોનું વિરોધપ્રદર્શન પર લઈ લીધું છે. આ પહેલાં મેડિકલ ઍસોસિયેશનના ડૉક્ટરો સાથે ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને વીડિયો કૉન્ફરન્સ થકી બેઠક કરી હતી.
આઈએમએ અનુસાર ગૃહમંત્રીએ કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં સ્વાસ્થયકર્મીઓની સુરક્ષાનો ભરોસો વ્યક્ત કર્યો હતો.
ડૉક્ટોરની સુરક્ષાની બાંયધરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને ભારતીય મેડિકલ ઍસોસિયેશનના ડૉક્ટરો સાથે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વાત કરી હતી અને તેમને સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી.
બંને મંત્રીઓએ મેડિકલ ઍસોસિયેશનના ડૉક્ટરને અપીલ કરી છે કે તેઓ સાંકેતિક વિરોધપ્રદર્શન ન કરે.
લક્ષણ વિનાના કોરોના વાઇરસના કેસ કેમ વધારે ખતરનાક?
કોરોના કવરેજનો ક્રમ
- 21મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો.
- 20મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 19મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 18મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 17મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 16 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટઅહીં ક્લિક કરો
- 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
- ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
- પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
કોરોના : માહિતી એજ બચાવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- સેક્સ અને કોરોના વાઇરસ સંબંધિત સવાલ અને સાવચેતીજાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
- શું મચ્છરના કરડવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતની સ્થિતિ
બુધવારે સવારે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ જયંતી રવિએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે મંગળવાર સાંજ પછીની સ્થિતિ અંગે ચિતાર આપ્યો હતો:
- ગુજરાતમાં કોરોનાના 94 નવા કેસ, કુલ આંક 2272 પર પહોંચ્યો
- ગુજરાતમાં વધુ પાંચ દરદીનાં મરણ સાથે મૃત્યુનો કુલ આંક 95 પર પહોંચ્યો
- ગુજરાતમાં કોરોનાના ઍક્ટિવ 2033 કેસ, જેમાંથી 13 પેશન્ટ વૅન્ટિલેટર પર
- અમદાવાદમાં કુલ 1434 કેસ, સુરતમાં (364), વડોદરામાં (207) અને રાજકોટમાં 41 કેસ નોંધાયા
- ગુજરાતની સરકારી હૉસ્પિટલમાં 1061 અને ખાનગી સંસ્થાઓમાં લગભગ 1700 વૅન્ટિલેટર ઉપલબ્ધ