ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમણના કુલ 378 કેસ, 19નાં મોત
બ્રેકિંગ, સુરતમાં પથ્થરમારો અને આગચંપીની ઘટના
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં ડાયમંડ નગર પાસે લક-ડાઉન વચ્ચે આગચંપી અને પથ્થરમારાની ઘટના ઘટી હતી.
પંજાબના કૉમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ વધવાના સંકેત : અમરિન્દર સિંહ
સમાચાર એજન્સી પીટીઆઈએ પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દર સિંહના હવાલાથી પંજાબની કોરોના વાઇરસની તાજી જાણકારી આપી છે.
પીટીઆઈએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે- "પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દર સિંહે કહ્યું કે એવા સંકેત મળી રહ્યા છે જે દર્શાવે છે કે તેમનું રાજ્ય
કૉમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ આગળ વધી રહ્યું છે."
જોકે તેઓએ એમ પણ કહ્યું છે કે તેમની સરકાર કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે.
ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશનને લઈને ડૉક્ટરો અને સ્વાસ્થ્ય નિષ્ણાતોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
કેટલાક લોકોનું કહેવું છે કે ભારતમાં હજુ એવી સ્થિતિ નથી, તો કેટલાક કહે છે કે ભારત ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યું છે.
જોકે શુક્રવારે પત્રકારપરિષદ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, "હાલમાં દેશ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં નથી. જો
દેશમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન હશે તો સૌથી પહેલાં અમે તમને જણાવીશું."
અમરિન્દર સિંહ પહેલા એવા મુખ્ય મંત્રી છે જે કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત કરી રહ્યા છે, એ જોતાં કમસે કમ પંજાબમાં ખતરો વધતો જણાઈ રહ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
કોરોનાના દર્દીઓની કાળજી લેનારો નર્સિંગ સ્ટાફ કઈ રીતે કામ કરે છે?
બેલ્જિયમમાં એક દિવસમાં સૌથી વધુ લોકોનાં મૃત્યુ
બેલ્જિયમમાં છેલ્લા 24 કલાકમાં 496 લોકોનાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયાં છે.
આ સાથે જ અહીં મૃતકોની સંખ્યા વધીને 3,019 થઈ ગઈ છે.
1 કરોડ 14 લાખની વસતીવાળા બેલ્જિયમમાં આ સંખ્યા બહુ મોટી માનવામાં આવે છે.
જોકે આમાંથી અડધાથી વધુ લોકોનાં મૃત્યુ હૉસ્પિટલની બહાર મોટા ભાગે કૅર હોમ્સમાં થયાં છે.
બેલ્જિયમ સોસાયટી ઑફ ઇન્ટેન્સિવ કૅર મેડિસિનનું કહેવું છે કે કૅર હોમ્સમાં સામાન્ય રીતે જેટલાં લોકોનાં મૃત્યુ થતાં હોય છે, એ હિસાબે આ સંખ્યા બહુ વધારે ન ગણી
શકાય.
તેઓએ સંખ્યા વધુ હોવાનું કારણ એ પણ જણાવ્યું કે બેલ્જિયમમાં કોરોના સંક્રમણના સંદિગ્ધ દર્દીઓનાં મૃત્યુની પુષ્ટિ વિના જ કોરોનાને કારણે થતાં મૃત્યુમાં ગણી
લેવાય છે.
બ્રિટનમાં વધુ એક ખરાબ દિવસ, 900થી વધુ લોકોનાં મૃત્યુ
બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગે કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોના આંકડા જાહેર કર્યા છે.
ઇંગ્લૅન્ડમાં વધુ 866 લોકોનાં મૃત્યુ
સ્કૉટલૅન્ડમાં 48, વેલ્સમાં 29 અને નોધર્ન આયરલૅન્ડમાં 10 લોકોનાં મૃત્યુ
ઇંગ્લૅન્ડમાં અત્યાર સુધીમાં 8,000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે
સ્કૉટલૅન્ડમાં લગભગ 500, વેલ્સમાં 300 અને નોધર્ન આયરલૅન્ડમાં 100 લોકોનાં મૃત્યુ થયાં છે
અમદાવાદના જુહાપુરામાં પોલીસ સાથે સ્થાનિકોની ઘર્ષણની ઘટના સામે આવી છે. વેજલપુર પોલીસ જુહાપુરામાં લોકોને ઘરમાં જ રહેવા માટે સમજાવવા ગઈ હતી અને આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો તયાની ઘટનાની ઘટી છે. બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં પોલીસ ઇન્સ્પેક્ટરે ઘટનાની ખરાઈ કરી હતી.
વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ. ડી. ઓડેદરાએ બીબીસીના સહયોગી સંવાદદાતા ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ત્યાં બે ઇમારતને ક્વોરૅન્ટીન કરવામાં આવી છે અને ત્યાં એક હોમગાર્ડ ફરજ પર હતા. ઇમારતમાંથઈ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા લોકોને રોકવાનો પ્રયાસ હોમગાર્ડ દ્વારા કરાયો હતો.
તેઓ વધુમાં જણાવે છે કે આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી પોલીસની પેટ્રોલિંગ વાન પર લોકોએ પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું.
પી.આઈ. જણાવ્યું છે કે આ મામલે 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હવે સ્થિતિ કાબૂમાં છે.
બ્રેકિંગ, ગુજરાત : કોરોના વાઇરસથી સંક્રમિત વધુ નવા 70 કેસ નોંધાયા
તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વધુ નવા 70 કેસ નોંધાયા છે.
તેઓએ કહ્યું કે ગુજરાતમાં કોવિડ-19ના કુલ 378 કેસ નોંધાયા છે. 323 કેસ ઍક્ટિવ છે, જેમાંથી 3 વૅન્ટિલેટર પર, જ્યારે 33 સાજા થતાં ડિસ્ચાર્જ થયા છે.
કોરોના વાઇરસને કારણે ગુજરાતમાં કુલ મરણાંક 19 થયો છે, સવારથી વધુ એક પણ મૃત્યુ નહીં થયું હોવાનું જયંતી રવિએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે ગુજરાતના નવા જે કેસ નોંધાયા છે એ મોટા ભાગે હૉટસ્પૉટમાં નોંધાયા છે.
"હૉટસ્પૉટમાં સઘન ચેકિંગને કારણે કોરોનાના કેસમાં વધારો નોંધાયો થયો છે તથા હજુ વધવાની આશંકા છે. હૉટસ્પૉટમાં કેસની સંખ્યામાં ઉછાળો અપેક્ષિત હતો,
તેનાથી ચિંતિત થવાની જરૂર નથી."
જયંતી રવિએ એમ પણ કહ્યું કે ગુજરાતના જે જિલ્લામાં કોરોના વાઇરસના કોઈ કેસ નથી નોંધાયા, ત્યાં અગમચેતીના પગલારૂપે 100-100 ટેસ્ટ હાથ ધરાશે.
ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસ : પંજાબ સરકારે 1 મે સુધી લૉકડાઉન વધાર્યું
ઇમેજ સ્રોત, PunjabGovtIndia
પંજાબ સરકારે કોરોના વાઇરસની ખતરાને ધ્યાનમાં રાખીને લૉકડાઉન અને કર્ફ્યુને આગામી એક મે સુધી વધારી દીધું છે.
આ અગાઉ ઓડિશા પણ લૉકડાઉનને એક મે સુધી વધારવાનો નિર્ણય કરી ચૂક્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આવેલી જાણકારી પ્રમાણે, પંજાબમાં સંક્રમિત લોકોની સંખ્યા 132 થઈ ગઈ છે. 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને 5 દર્દીઓ સાજા થયા છે.
તો દેશભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 6761 થઈ ગઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
કોરોના વાઇરસ : ગુજરાત સરકારનું 'ઑપરેશન હૉટસ્પૉટ' કેટલું અસરકારક?
જાપાનમાં સૂમો પહેલવાન કોરોનાથી સંક્રમિત
જાપાનમાં પહેલી વાર એક સૂમો પહેલવાન કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે.
દેશના સૂમો ઍસોસિયેશને કહ્યું કે ગત અઠવાડિયે આ પહેલવાનને તાવ આવ્યો હતો.
જાપાનની સરકારી પ્રસારક એનએચકે પ્રમાણે, દેશમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
જોકે આ સંખ્યા જાપાનના પડોશી દેશો કરતાં ઘણી ઓછી છે.
જાપાનની સરકારે સંક્રમણની સંખ્યા વધતા દેશના સાત વિસ્તારમાં કટોકટી લાગુ કરી દીધી છે.
ઇમેજ સ્રોત, Reuters
કોરોના વાઇરસ : ભારતમાં હાઇડ્રૉક્સિલક્લોરોક્વિનનો જથ્થો ઓછો કે પૂરતો?
થોડા દિવસો પહેલાં અમેરિકાએ કોવિડ-19ને નાથવા માટે ભારતથી હાઇડ્રૉક્સિલક્લોરોક્વિન નામની એક દવા મોકલવાની માગ કરી હતી.
મીડિયા રિપોર્ટમાં આ દવાના જથ્થાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
શુક્રવારે પત્રકારપરિષદમાં લવ અગ્રવાલે કહ્યું કે હાલમાં આ દવા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
તેઓએ કહ્યું, "અમારે આ દવા એ સ્વાસ્થ્યકર્મીઓને આપવાની છે જેઓ કોવિડ-19ના દર્દીઓની સારવાર કરે છે, જેઓ આઈસીયુમાં દર્દીઓની સારવાર કરે છે. આ
સિવાય સંક્રમિત લોકોના ફર્સ્ટ કૉન્ટેક્ટવાળા હાઈરિસ્ક કેસમાં આ દવા આપવાની છે. અમારા આકલન પ્રમાણે, આ વર્ગને આપવા માટે આગામી એક અઠવાડિયા માટે
અમને એક કરોડ ટેબ્લેટની જરૂર પડશે. અમારી પાસે હાલમાં જરૂર કરતાં ત્રણ ગણી વધુ ટેબ્લેટ્સ છે."
બ્રેકિંગ, દુનિયાભરમાં કોરોના વાઇરસથી મૃત્યુની સંખ્યા એક લાખની નજીક
અમેરિકાની જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીએ મેળવેલા તાજા આંકડા પ્રમાણે કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં અંદાજે 96,000 લોકોનાં મૃત્યુ થયાં છે.
ઇટાલીમાં સૌથી વધુ 18,300 લોકોએ જીવ ગુમાવ્યો છે.
અમેરિકા બીજા નંબરે છે, જ્યાં 16,686 લોકોનાં મૃત્યુ થયાં છે. તેમાં 5000થી વધુ લોકો માત્ર ન્યૂયૉર્કમાં મૃત્યુ પામ્યા છે.
સ્પેનમાં 15,447 લોકોનાં મૃત્યુ થયાં છે.
જોકે દુનિયાભરમાં થયેલાં મૃત્યુની સંખ્યા વધુ હોઈ શકે છે, કેમ કે ઘણા દેશોમાં હૉસ્પિટલની બહાર થયેલાં મૃત્યુનો આંકડો આમાં સામેલ કરાયો નથી.
ઇમેજ સ્રોત, Reuters
બ્રેકિંગ, રેલગાડી ફરીથી શરૂ થશે એ સમાચાર ખોટા : રેલ મંત્રાલય
ઇમેજ સ્રોત, EPA
રેલ મંત્રાલયે આવનારા દિવસોમાં રેલગાડીઓ ફરીથી શરૂ થશે એ સમાચારનું ખંડન કર્યું છે.
રેલ મંત્રાલયે એક ટ્વીટ કરીને લખ્યું કે છેલ્લા બે દિવસમાં રેલસેવા ફરી વાર શરૂ થશે એવી વાતો સામે આવી છે અને કેટલાક અહેવાલોમાં ટ્રેનના નંબર અને તેની
દોડવાની તારીખ પણ અપાઈ છે.
રેલ મંત્રાલયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આવા અહેવાલોને મિથ્યા ગણાવીને એક નોટિસ જાહેર કરી છે.
નોટિસમાં લખ્યું કે હાલમાં રેલ મંત્રાલય તરફથી એવો કોઈ નિર્ણય લેવાયો નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
કોરોના વાઇરસ : ભારતમાં સંક્રમિતોની સંખ્યા 6412, કુલ 199 લોકોનાં મૃત્યુ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકારપરિષદમાં કહ્યું કે ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 6412 થઈ છે. તો છેલ્લા એક દિવસમાં 678 નવા કેસ
સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, "અત્યાર સુધીમાં કોરોના વાઇરસને કારણે કુલ 199 લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં 33 લોકોનાં મૃત્યુ છે છેલ્લા
એક દિવસમાં થયાં છે. તો 503 લોકો સાજા થયા છે."
ગત અઠવાડિયે ચીનનું શેનઝેન શહેર પહેલું એવું શહેર બન્યું હતું, જેણે કૂતરાં અને બિલાડીના માંસના વેચાણ અને ખાવા પર પ્રતિબંધ મૂક્યો છે.
હવે ચીને કૂતરાંને લાઇવસ્ટોકની યાદીમાંથી હઠાવીને પાલતું પ્રાણીઓની યાદીમાં મૂક્યાં છે.
ચીનમાં કોરોના વાઇરસ માર્કેટમાં જીવતાં પ્રાણીઓના વેચાણથી ફેલાયો હતો. જેના કારણે દેશના જંગલી પ્રાણીઓના વેચાણના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સરકારી મીડિયાના અહેવાલમાં ખેતી વિષયક ઑથોરિટીએ રજૂ કરેલી પૉલિસીમાં કહેવામાં આવ્યું છે કે માનવ સંસ્કૃતિના વિકાસની સાથે... કૂતરાં ટ્રેડિશનલ સ્થાનિક પ્રાણીમાંથી સાથી પ્રાણીઓ બન્યા છે.
"કૂતરાંઓને લાઇવ સ્ટોકમાં ગણવામાં આવતાં નથી અને ચીન પણ તેમને તે રીતે મૅનેજ ન કરવા જોઈએ."
ડ્રાફટ પૉલિસીને લોકોના સૂચનો માટે મૂકવામાં આવી છે.
ઇમેજ સ્રોત, Getty Images
બ્રેકિંગ, ગુજરાત : 3,480 ગુના દાખલ કરીને 8,010 લોકોની ધરપકડ
ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ કોરોના વાઇરસ અને લૉકડાઉનની પરિસ્થિતિ અંગે મીડિયા સાથે વાત કરી હતી.
તેઓએ કહ્યું, "અસિમ્પ્ટોમૅટિકને તબીબી સારવાર લેવી જરૂરી છે, જો તેઓ સોશિયલ મીડિયા ઉપર 'લક્ષણ ન હોવાથી સારવાર નહીં લઉં' જેવા વીડિયો મૂકશે તો પણ
ગુનો દાખલ થશે."
"ડ્રોનના ફૂટેજના આધારે 3,480 ગુના દાખલ કરીને 8,010 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સીસીટીવીની મદદથી રાજ્યમાં 534 કેસ દાખલ કરીને 1,045 શખ્સો
સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે."
તેમણે કહ્યું કે નાગરિકો ખોટાં બહાનાં બનાવીને ઘરની બહાર ન નીકળે, આવશ્યક સેવાના પાસધારક દુરુપયોગ ન કરે
.
"ગુજરાતમાંથી તબલીગી જમાતની મરકઝમાં ગયેલી વ્યક્તિની સંખ્યા 130 પર પહોંચી છે, જેમાંથી 13 શખ્સોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે."
ઇમેજ સ્રોત, Getty Images
કાચાતેલની કિંમત મુદ્દે આજે મહત્ત્વની બેઠક
જી-29 દેશના સમૂહના ઊર્જામંત્રી શુક્રવારે વીડિયો કૉન્ફરન્સિંગથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત સ્થિર કરવાની કોશિશ પર ચર્ચા કરશે.
આ પહેલાં ગુરુવારે તેલની નિકાસ કરનારા દેશો પ્રતિદિન એક કરોડ ડૉલર કાચાતેલનું ઉત્પાદન ઓછું કરવા રાજી થયા હતા. જોકે મૅક્સિકોએ કહ્યું હતું કે
તેલઉત્પાદનમાં કોઈ કાપ નહીં મુકાય.
માનવામાં આવે છે કે શુક્રવારે થનારી બેઠકમાં સાઉદી અરબ અને રશિયા, અમેરિકા અને કૅનેડાને તેલઉત્પાદન ઓછું કરવા રાજી કરવાની કોશિશ કરાશે.
હાલના મહિનાઓમાં કોરોના વાઇરસની મહામારીની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાતેલની કિંમત પર પડી છે. તેને કારણે તેલઉત્પાદક દેશોમાં હરીફાઈ વધી છે.
ઇમેજ સ્રોત, EPA
આસામમાં કોરોના વાઇરસને કારણે પહેલું મૃત્યુ
દિલીપકુમાર શર્મા
ગુવાહાટીથી
બીબીસી ગુજરાતી માટે
આસામમાં કોરોના વાઇરસથી સંક્રમિત એક 65 વર્ષીય દર્દીનું મૃત્યુ થયું છે.
સ્વાસ્થ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ શુક્રવારે એક ટ્વિટ કરીને રાજ્યમાં કોવિડ-19થી સંક્રમિત આ દર્દીના મૃત્યુની પુષ્ટિ કરી છે.
મંત્રી સરમાએ કહ્યું, "અત્યંત દુખ સાથે હું જણાવું છે કે હૈલાકાંદી જિલ્લામાં કોવિડ-19થી સંક્રમિત 65 વર્ષીય ફારૂક અહમદ (બદલેલ નામ)નું જટિલતાને કારણે
સિલચર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં કેટલીક મિનિટ પહેલાં નિધન થયું છે."
આસામમાં કોરોના વાઇરસથી આ દર્દીના મૃત્યુ બાદ લોકોમાં ભયનો માહોલ છે.
ઘણા લોકોએ હિંમત બિસ્વા સરમાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતાં વર્તમાન લૉકડાઉનનને 30 એપ્રિલ સુધી વધારવાની માગ કરી છે.
દરમિયાન બાંગ્લાદેશની સીમા પાસે ધુબડી જિલ્લામાં વધુ એક દર્દી કોવિડ-19થી સંક્રમિત મળતાં પ્રદેશમાં હવે કેસની સંખ્યા 29 થઈ ગઈ છે, જેમાં એકનું મૃત્યુ થયું
છે.