કમલનાથના મંદિર જેવી કેક કાપવા અંગે વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન, કમલનાથના મંદિર જેવી કેક કાપવા પર વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન
કૉંગ્રેસ પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ કમલનાથે પોતાના જન્મદિવસ પહેલા જે કેક કાપી હતી તેને લઈને વિવાદ ઉભો થયો છે.
તેઓ એક કાર્યક્રમમાં મંદિરના આકારની કેક કાપતા જોવા મળ્યા હતા. કેકની ઉપર ‘હનુમાન ભગવાન’ની તસવીર પણ જોવા મળી રહી છે.
તેમનો આ વીડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ભાજપે આઈટી સેલના પ્રભારી અમિત માલવીયાને કમલનાથ પર હિન્દુઓના અપમાનનો આરોપ લગાવ્યો છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “મંદિર જેવી દેખાતી કેક પર ભગવો ઝંડો અને હનુમાન ભગવાનની તસવીર બનેલી છે અને તેઓ આ કેક પર ચપ્પુ ચલાવી રહ્યા છે. ચૂંટણી સમયે તેમણે હનુમાન ભક્ત હોવાનો દાવો કર્યો હતો અને હવે પોતાના દેવતાનું અપમાન કરીને કરોડો હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે.”
આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કમલનાથ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી ચૂક્યા છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “ કૉંગ્રેસીઓને ભગવાનની ભક્તિ સાથે કોઈ લેવા-દેવા નથી, તેઓ બગલા ભક્તો છે. તેમની પાર્ટી એક સમયે શ્રીરામ મંદિરનો વિરોધ કરતી હતી. કેક પર બનેલા હનુમાનજી જોવે છે અને તેમ છતાં તેઓ કેક કાપી પણ રહ્યા છે. આ સનાતન પરંપરા અને હિન્દુ ધર્મનું અપમાન છે, જેનો આ સમાજ સ્વીકાર નહીં કરે.”