અદાણીને મળ્યા બાદ બોરિસ જોન્સને લીધી હાલોલના જેસીબી પ્લાન્ટની મુલાકાત

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનના ભારત પ્રવાસનો અમદાવાદથી પ્રારંભ થઈ ગયો છે. બ્રિટિશ વડા પ્રધાને ગાંધીઆશ્રમની મુલાકાતથી પોતાના પ્રવાસની શરુઆત કરી છે.

લાઇવ કવરેજ

  1. જોન્સન અને પટેલે લીધી જેસીબી ફેકટરીની મુલાકાત

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલના હાલોલ ખાતે જેસીબી ફેકટરીની મુલાકાત લીધી હતી.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    આ પહેલાં જોન્સન ગાંધીનગર ખાતે અક્ષરધામની મુલાકાતે પણ ગયા હતા.

  2. મેવાણીને આસામના પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયા

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આસામના ખોખરાજાર પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા છે.

    આસામ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના મહાસચિવ અને વકીલ કંકન દાસે જણાવ્યું છે કે તેઓ મેવાણીની જામિનઅરજી આપશે.

    મેવાણીને આજે જ જામિન મળી જાય એ માટેનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

  3. ભારત સાથે વેપાર વધારવા કેમ વધુ ભાર આપી રહ્યું છે બ્રિટન, PM જોન્સને આપ્યું કારણ

    ગુજરાતની મુલાકાતે આવેલા યુ. કે.ના વડા પ્રધાન બોરિસ જોન્સને સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે તેઓ આ વર્ષના અંત સુધીમાં ભારત સાથે વધુ એક ફ્રી ટ્રેડ કરાર પૂર્ણ કરવાની આશા ધરાવે છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    તેમણે કહ્યું કે, “આ સાથે જ બંને દેશો પાસે એકબીજા સાથે સુરક્ષા અને સંરક્ષણક્ષેત્રે ભાગીદારી વધારવા માટેની તક છે. આપ સૌ જાણો છો તેમ યુ. કે. હવે રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા વ્યૂહરચનાના ઇન્ટિગ્રેટેડ રિવ્યૂ બાદ યુ. કે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર તરફ વધારે ઝુકાવ ધરાવે છે.”

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    “આવું કરવું એ યોગ્ય પણ છે કારણ કે અહીં વિશ્વના અર્થતંત્રનો મોટો ભાગ આવેલો છે. તેમજ ભારત અને યુ. કે.એ વિશ્વમાં એકહથ્થુશાહીના વલણ પરત્વે એકસમાન ચિંતિત છીએ.”

    બદલો X કન્ટેન્ટ, 3
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 3

    તેમણે રશિયા અને યુક્રેન મામલે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, “જેવું હું વિચારું છું એ પ્રમાણે બધા સમજે છે, ભારત અને રશિયા વચ્ચે રશિયા અને યુ. કે.ના સંબંધોની સરખામણીમાં ઘણા જુદા પ્રકારના સંબંધો રહ્યા છે. આપણે તે હકીકતમાં પણ પ્રતિબિંબિત થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. હું સ્પષ્ટપણે આ અંગે નરેન્દ્ર મોદી સાથે વાત કરીશ.”

    બદલો X કન્ટેન્ટ, 4
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 4

    “વડા પ્રધાન મોદી અંગે કલ્પના કરી શકાય તે અનુસાર તેમણે યુક્રેનનો મુદ્દો ઉઠાવ્યો જ છે. અને ખરેખર ભારતીયોએ બુચામાં થયેલા અત્યાચારની ટીકા કરી છે.”

    બદલો X કન્ટેન્ટ, 5
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 5

  4. બ્રેકિંગ, રશિયાએ યુક્રેનના મારિયુપોલ પર સંપૂર્ણપણે કબજો કર્યો હોવાનો દાવો કર્યો

    વ્લાદિમીર પુતિન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, વ્લાદિમીર પુતિન

    રશિયાના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના મારિયુપોલ પર હવે મૉસ્કોની સેનાનો કબજો થઈ ચૂક્યો છે.

    આ દરમિયાન હવે એવું પણ કહેવાઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સૈન્યને એ પણ આદેશ આપ્યા છે કે તે હવે મારિયુપોલના અઝોવસ્તર પ્લાન્ટ પર બૉમ્બવર્ષા ન કરે.

    પુતિન સ્ટીલ પ્લાન્ટને સુરક્ષિતપણે બ્લૉક કરવા માગે છે. પુતિને સેનાને કહ્યું કે આ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારને એવી રીતે બ્લૉક કરાય જેથી એક માખી પણ અંદર ન જઈ શકે.

    રશિયાના સૈન્ય અનુસાર આ સ્ટીલ પ્લાન્ટ સિવાય સમગ્ર મારિયુપોલ શહેર તેમના કબજામાં છે. આ સ્ટીલ પ્લાન્ટ એવી જગ્યાએ છે જ્યાં યુક્રેનિયન લડવૈયા હાજર છે અને કથિતપણે અહીં એક હજાર યુક્રેનિયન નાગરિકો અત્યંત ખરાબ સ્થિતિમાં રહી રહ્યા છે.

    પુતિને આ આદેશ સંરક્ષણમંત્રી સર્ગેઈ શોઇગુ સાથે વાતચીત દરમિયાન આપ્યા છે. પુતિને સંરક્ષણમંત્રીને મારિયુપોલમાં અભિયાનની સફળતા પર અભિનંદન પાઠવ્યાં હતાં.

    સંરક્ષણમંત્રી શોઇગુએ પુતિને જણાવ્યું હતું કે બે હજારથી વધુ યુક્રેનિયન લડવૈયા હજુ પણ પ્લાન્ટની અંદર છે. તેમણે એવું પણ જણાવ્યું કે હવે આ પ્લાન્ટ સિવાય સમગ્ર મારિયુપોલ પર રશિયાનું નિયંત્રણ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. ભારત-પ્રવાસ દરમિયાન 100 અબજ રૂપિયાના કરારની જાહેરાત કરી શકે છે બૉરિસ જૉન્સન

    બોરિસ જોન્સન

    ઇમેજ સ્રોત, @CMOGuj/twitter

    બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન ગુરુવારે બે દિવસની ભારતની મુલાકાત માટે અમદાવાદ પહોંચી ગયા છે.

    ભારતમાં બોરિસ જોન્સન લગભગ 1 અબજ પાઉન્ડ એટલે કે 100 અબજ રુપિયાના નવા વેપારની જાહેરાત કરી શકે છે.

    ભારતના બે દિવસના પ્રવાસ પર આવતાં પહેલાં જૉન્સને કહ્યું કે નવા વેપારથી બ્રિટનમાં સૉફ્ટવૅરએંજિનિયરિંગથી લઈને સ્વાસ્થ્યના ક્ષેત્ર સુધી 11 હજારથી વધુ નોકરીઓ પેદા થશે.

    આ અંતર્ગત એક નવું ઇલેક્ટ્રિક બસ રિસર્સ ઍન્ડ ડેવલપમૅન્ટ સેન્ટર યુકેમાં બનશે અને તેનું એશિયા-પ્રશાંત હેડક્વાર્ટર ચેન્નઈમાં ખૂલશે. માત્ર આનાથી લગભગ એક હજાર નોકરીઓ સર્જાય એવું અનુમાન છે.

    ભારતીય સોફ્ટવૅર કંપની 'મૅસ્ટેક' આગામી ત્રણ વર્ષોમાં 7.9 કરોડ પાઉન્ડનું રોકાણ કરશે, જેનાથી બ્રિટનમાં 1600 નોકરીઓ સર્જાશે.

    યુકેની ટેકનૉલૉજી કંપની 'ડિલિવરુ' દેશની બહાર પ્રથમ મોટું ટેકનૉલૉજી હબ સ્થાપશે અને તે હૈદરાબાદમાં બનાવશે.

  6. જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખોવા હુકમ, સુપ્રીમ કોર્ટમાં બે અઠવાડિયાં બાદ સુનાવણી

    સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી દબાણ હઠાવવાની કાર્યવાહી પર રોક લગાવી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી દબાણ હઠાવવાની કાર્યવાહી પર રોક લગાવી

    જહાંગીરપુરીમાં દબાણ હઠાવવા મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયાં માટે ટાળી દેવાઈ છે.

    સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સુનાવણી સુધી યથાસ્થિતિ બરકરાર રહશે એઠલે કે ગેરકાયદેસર બાંધકામ હઠાવવાની કોઈ કાર્યવાહી નહીં થાય.

    બુધવારે ઉત્તર દિલ્હી નગરનિગમના વિસ્તારમાં દબાણ હઠાવવા માટે ઘણી ઇમારતો હઠાવવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી અટકાવી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટના ગઈ કાલના આદેશ બાદ પણ ડિમૉલિશનની કાર્યવાહી ચાલી હતી એવો આરોપ પણ થયો હતો.

    જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને બી. આર. ગવઈ આ મામલે સુનાવણી કરી રહ્યા હતા. વરિષ્ઠ વકલી દુષ્યંત દવેએ સુનાવણી દરમિયાન કહ્યું કે આ મુદ્દાએ ઘણા સવાલ ઊભા કરી દીધા છે.

    તેમણે કહ્યું કે, આ મામલો માત્ર જહાંગીરપુરી સુધી સીમિત નથી. જો આ કાર્યવાહીની પરવાનગી અપાઈ તો કાયદાનું શાસન ખતમ થઈ જશે. વરિષ્ઠ વકલી દવે એ કહ્યું કે પોલીસ અને અન્ય અધિકારી બંધારણ પ્રતિ પ્રતિબદ્ધ છે ના કે ભાજપના નેતાઓએ લખેલા પત્ર પ્રતિ અને આ એક દુ:ખદ પળ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    બીજી તરફ આ મામલે વરિષ્ઠ વકીલ કપિલ સિબલે કહ્યું કે દબાણ ગંભીર મામલો છે અને પરંતુ સમસ્યા એ છે કે મુસ્લિમોને ગેરકાયદેસર નિર્માણ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આવા મામલા દેશનાં અન્ય રાજ્યોમાં પણ સામે આવી રહ્યા છે.

  7. સુરત ગ્રીષ્મા હત્યા કેસ : ફેનિલ કોર્ટમાં દોષિત જાહેર, હવે સજા સંભળાવાશે

    સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ સાંજે ગ્રીષ્મા વેકરિયા નામક યુવતીની સરજાહેર ગળું રહેંસીને હત્યા કરનાર ફેનિલ ગોયાણીને કોર્ટે દોષિત જાહેર કર્યો છે.

    ગુજરાતમાં ચકચારી બનેલા આ કેસમાં ફેનિલ ગોયાણીએ પરિવારજનોની હાજરીમાં ગ્રીષ્માનાં ગળે ચપ્પુ ફેરવી હત્યા કરી હતી. આ કેસમાં હવે અદાલત ફેનિલની સજા નક્કી કરશે.

    ગ્રીષ્મા વેકરિયા
    ઇમેજ કૅપ્શન, ગ્રીષ્મા વેકરિયા
  8. બોરિસ જોન્સનનું ગાંધીઆશ્રમમાં સ્વાગત, ચરખો કાંત્યો

    બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનના બે દિવસય ભારત પ્રવાસનો અમદાવાદથી પ્રારંભ થઈ ગયો છે.

    ઍરપૉર્ટથી સીધા તેઓ ગાંધીઆશ્રમ પહોંચ્યા છે. ગાંધીઆશ્રમમાં પરંપરાગત રીતે તેમનું સુતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું.

    ગાંધીઆશ્રમમાં તેમણે ચરખો કાંત્યો હતો.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

  9. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસનની ગુજરાત મુલાકાત, અમદાવાદમાં મુલાકાતસ્થળે સુરક્ષાકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત, ભીડ જામવાની શરૂઆત

  10. બાઇડને યુક્રેનની સેનાને વખાણી, કહ્યું અમેરિકા યુક્રેનને વધારે સૈન્ય મદદ મોકલશે

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાનો મુકાબલો કરી રહેલી યુક્રેનની સેનાને વખાણી છે અને કહ્યું કે "યુક્રેનની સેનાની બહાદુરીથી તેઓ અચંબિત છે."

    સુરક્ષા સલાહકારો સાથેની વાતચીતમાં બાઇડને કહ્યું કે, "યુક્રેનની સેના મારી આશા કરતાં વધારે મજબૂત અને ખુદ પર ગર્વ થાય એવી છે."

    એમણે કહ્યું કે, એકજૂથ નેટોએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હેરાન કરી મૂક્યા છે.

    એમણે કહ્યું, "યુક્રેનમાં હથિયારો અને દારુગોળાનો સપ્લાય સતત ચાલુ છે, અમે દુનિયામાં ભાગીદારીનું શું મહત્ત્વ છે એ જોઈ રહ્યાં છીએ."

    અમેરિકાએ ગત સપ્તાહે 80 કરોડ ડૉલરની મદદનું એલાન કર્યું હતું અને એ પછી અમેરિકા યુક્રેનને હથિયારોની એક ખેપ મોકલવાનું છે.

    જોકે, વ્હાઇટ હાઉસની પ્રવક્તા જેન સાકીએ પત્રકારપરિષદમાં યુક્રેનને થનારી સૈન્ય મદદનું માળખું શું છે એ વિશે કંઈ ન કહ્યું પણ એમણે એટલું કહ્યું કે અમેરિકા યુક્રેનની સરકાર અને સેના રશિયાનો મુકાબલો કરી શકે તે માટે તે ભરપૂર મદદ કરશે.

    સુરક્ષા નિષ્ણાતો સાથે અમેરિકાના પ્રમુખ જો બાઇડનની બેઠક થઈ હતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સુરક્ષા નિષ્ણાતો સાથે અમેરિકાના પ્રમુખ જો બાઇડનની બેઠક થઈ હતી
  11. બોરિસ જોનસન અમદાવાદ પહોંચ્યા, ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

    બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસનનો બે દિવસનો ભારત પ્રવાસ આજે અમદાવાદથી શરૂ થઈ ગયો છે.

    અમદાવાદ ઍરપોર્ટ પર બોરિસ જોનસનનું મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

    બોરિસ જોનસન ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ઍરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ-શો યોજાશે.

    ગુજરાત સરકારનું માહિતીખાતું જણાવે છે કે ઠેરઠેર બોરિસ જોનસનનું સ્વાગત માટે લોકો ઉમટ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. ગુડ મૉર્નિંગ ગુજરાત!

    નમસ્કાર બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચારો આપીશું અને એ સાથે સ્થાનિક તેમજ વૈશ્વિક સમાચારો પર વ્યાપક દૃષ્ટિકોણ પણ રજૂ કરીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.