યુક્રેન યુદ્ધ : તુર્કીમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત ખતમ, જાણો આ બેઠકમાં શું થયું

યુક્રેન અને રશિયાના પ્રતિનિધમંડળ વચ્ચે શાંતિમંત્રણા થઈ રહી છે, જેમાં યુક્રેન પોતાના પ્રદેશનું સાર્વભૌમત્વ છોડ્યા વગર યુદ્ધવિરામની માગ કરી રહ્યું છે.

લાઇવ કવરેજ

  1. યુક્રેન યુદ્ધ : તુર્કીમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત ખતમ, જાણો આ બેઠકમાં શું થયું

    તુર્કીની રાજધાની ઇસ્તાંબુલમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓની વચ્ચે વાતચીત ખતમ થઈ ગઈ છે.

    વાતચીત બાદ રશિયાના પ્રતિનિધિઓએ કહ્યું કે વાતચીત બહુ રચનાત્મક રહી અને નવો પ્રસ્તાવ આપ્યો છે જેની સમીક્ષા કરવામાં આવશે.

    રશિયાના પ્રતિનિધિએ કહ્યું કે તેમણે વાયદો કર્યો કે તેઓ કિએવ અને ચેર્નિહીવમાં સૈનિક ગતિવિધિઓ ઉલ્લેખનીય રૂપથી ઘટાડવામાં આવશે

    તુર્કીના રાષ્ટ્રપતિ રચેપ અર્દોગાન

    ઇમેજ સ્રોત, Getty Images

    બીજી તરફ યુક્રેનના પ્રતિનિધિમંડળે કહ્યું કે યુદ્ધવિરામ પર અત્યારે કોઈ સમજૂતી નથી થઈ અને કેટલાક મુદ્દા પર સમાધાન નથી આવ્યું. યુક્રેની પ્રતિનિધિઓનું કહેવું છે કે વાતચીતમાં ક્રાઇમિયા એક અલગ હિસ્સો બનશે. બંને પક્ષો વચ્ચે થયેલી સહમતી મુજબ આવનારા બે અઠવાડિયામાં અને વાતચીત માટે પ્રતિનિધિઓ મુલાકાત કરશે.

  2. પેટ્રોલ ફરી 100 રૂપિયાને પાર

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    મંગળવારે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 80 પૈસા અને ડીઝલની કિંમતમાં 70 પૈસાનો વધારો થયો છે. એક સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ સાતમી વખત વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલ 99.09 પૈસા થઈ ગયું છે.

    એક સપ્તાહમાં પેટ્રોલ-ડીઝલ 4.80 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

    કિંમતમાં વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 99.41 રૂપિયાથી વધીને 100.21 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 90.77 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 91.47 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

    મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 85 પૈસા અને 75 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

    હવે અહીં લોકોએ પેટ્રોલ માટે 115.04 પ્રતિ લિટર અને ડીઝલ માટે 99.25 પ્રતિ લિટર ચૂકવવા પડશે.

  3. નરેશ પટેલે કહ્યું કે રાજકારણમાં આવવું છે, તો જાહેરાત કેમ ન કરી? આવો આપ્યો જવાબ

  4. યુવરાજસિંહ જાડેજાનું ટ્વિટર ઍકાઉન્ટ હૅક, ભાજપના આઈટી સેલ પર શું આરોપ મૂક્યો?

    યુવરાજસિંહ જાડેજા

    સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી કૌભાંડોને પુરાવા સાથે ઉઘાડા પાડવા માટે જાણીતા યુવા ઍક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાનું ટ્વિટર ઍકાઉન્ટ હૅક થયું.

    યુવરાજસિંહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ટ્વિટર ઍકાઉન્ટ હૅક થવાના સમાચારની પુષ્ટિ કરી છે.

    હૅકરે યુવરાજસિંહના ટ્વિટર ઍકાઉન્ટના પ્રોફાઇલ ફોટોમાં સિગારેટ પીતા વાંદરાનો ફોટો મૂકી દીધો છે. બૅકગ્રાઉન્ડ ઇમેજમાં બીએવાયસી લખેલા મકાનનું ઍનિમેશન છે. યુવરાજસિંહના પરિચયમાં હૅકરે ફેરફાર કરી દીધો છે, તેમને બીએવાયસી અને યુગાલૅબ્સના સહસ્થાપક ગણાવી દીધા છે.

    સાથે જ કેટલાંક ટ્વીટ્સને તેમનાં ઍકાઉન્ટ્સ પરથી રિટ્વીટ કરવામાં આવ્યાં છે.

    તેમણે એલઆરડીની ભરતીથી લઈને બિનસચિવાલય ક્લાર્ક સહિતની પરીક્ષાઓનાં કૌભાંડો ઉઘાડા પાડ્યાં છે.

    પત્રકારોને સંબોધતી વખતે તેમણે ઍકાઉન્ટ હૅક થવા માટે ભાજપના આઈટી સેલ પર આક્ષેપો કર્યા હતા.

    બીબીસી ગુજરાતી સાથે વાત કરતા યુવરાજસિંહ કહે છે કે "ટ્વિટરને જાણ કરી દેવાઈ છે. હજુ સુધી રિકવરીની જાણકારી મળી નથી."

    તેઓ વધુમાં ઉમેરે છે કે, "હાલ અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે પોલીસ કાર્યવાહી કરી નથી. પરંતુ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે એ નક્કી છે."

  5. યુક્રેન યુદ્ધ : તુર્કીમાં આજે ફરીથી મંત્રણા, પણ કંઈ હાંસલ થવાની આશા કેમ નથી?

    ઝૅલેન્સ્કી

    ઇમેજ સ્રોત, Getty Images

    તુર્કીમાં આજે ફરી એક વખત યુક્રેન અને રશિયાના પ્રતિનિધમંડળ વચ્ચે શાંતિમંત્રણા થઈ રહી છે. જેમાં યુક્રેન પોતાના પ્રદેશનું સાર્વભૌમત્વ છોડ્યા વગર યુદ્ધવિરામની માગ કરી રહ્યું છે.

    યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ ઇસ્તંબૂલની મંત્રણા અંગે કહ્યું કે, "અમે સાર્વભૌમત્વનો સોદો નથી કરી રહ્યા."

    યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર વાદીમ ડેનિસેન્કો કહ્યું કે તેમણે શંકા છે કે મંત્રણામાં સફળતા મળશે કે નહીં.

    અમેરિકાના વિદેશ મામલાના વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ પણ આ મંત્રણા અંગે શંકા વ્યક્ત કરી છે.

    તેમનું કહેવું છે કે વ્લાદિમીર પુતિન યુદ્ધનના અંત માટે સમાધાન કરવા તૈયાર નથી.

    આ વચ્ચે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે અત્યાર સુધીની વાતચીતમાં કંઈ મહત્ત્વપૂર્ણ હાંસલ થયું નથી, પણ મંત્રણા જારી છે.

  6. ઇમરાન ખાનની ખુરશી જોખમમાં, સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ

  7. આજે ભારત બંધનો બીજો દિવસ, બૅન્કિંગ સહિતની સેવાઓને થશે અસર

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    દસ કેન્દ્રીય કામદાર સંગઠનોએ સરકારની અનેક નીતિઓના વિરોધમાં 48 માટે ભારત બંધનું એલાન કર્યું છે.

    પાંચ રાજ્યોની ચૂંટણીના સમાપન પછીનું આ મોટું વિરોધપ્રદર્શન છે, જેમાં સોમવારે બૅન્કિંગ અને પરિવહન સેવાઓને આંશિક અસર થઈ હતી.

    હડતાલનું આહ્વાન કરનારા કામદાર સંગઠનો સરકારની ઘણી નીતિઓ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તેમને ‘કામદારવિરોધી અને ખેડૂતવિરોધી’ ગણાવી રહ્યા છે.

    હડતાલના પ્રથમ દિવસે ગુજરાત ઉપરાંતદિલ્હી, પંજાબ, હરિયાણા, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં પ્રદર્શનો યોજાયાં હતાં અને પરિવહન તેમજ બૅન્કિંગ સેવાઓને આંશિક અસર થઈ હતી.

    ભારત બંધના પ્રથમ દિવસે મોટાભાગની સરકારી કચેરીઓ પ્રભાવિત થઈ હતી.

    કેરળ હાઈકૉર્ટે હડતાળને ગેરકાયદેસર ગણાવી હતી.

    દક્ષિણ ભારતનાં રાજ્યોમાં રસ્તાઓ સૂમસામ હતા. કર્ણાટક અને હરિયાણામાં સરકારી બસો બંધ હતી,બંગાળમાં ડાબેરી સમર્થિત આંદોલનકારીઓ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યાં હતાં. તેમણે ટ્રેનના પાટા બ્લૉક કર્યા અને રસ્તાઓ પર ચક્કાજામ કર્યા હતા.

    આ ઉપરાંત દેશનાં અનેક રાજ્યોમાં હડતાલની નહિવત્ અસર જોવા મળી હતી.

  8. મીરાબાઈ ચનુ બન્યાં છે BBC ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2021

  9. બ્રેકિંગ, પેટ્રોલની કિંમતમાં ફરી 80 પૈસાનો વધારો કરાયો

    પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઝીંકાયો વધારો

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઝીંકાયો વધારો

    મંગળવારે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 80 પૈસા અને ડીઝલની કિંમતમાં 70 પૈસાનો વધારો થયો છે. એક સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ સાતમી વખત વધારો થયો છે.

    એક સપ્તાહમાં પેટ્રોલ-ડીઝલ 4.80 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

    કિંમતમાં વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 99.41 રૂપિયાથી વધીને 100.21 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 90.77 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 91.47 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

    મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 85 પૈસા અને 75 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

    હવે અહીં લોકોએ પેટ્રોલ માટે 115.04 પ્રતિ લિટર અને ડીઝલ માટે 99.25 પ્રતિ લિટર ચૂકવવા પડશે.

    દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત છે કારણ કે તેમની કિંમતો વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકારના ટેક્સના આધારે નક્કી કરવામાં આવે છે. આ કર રાજ્ય પ્રમાણે બદલાય છે.

  10. સુપ્રભાતબીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.આજે પેટ્રોલ તથા ડીઝલની કિંમતોમાં થયેલા વધારાની સાથે-સાથે કામદારો સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનનો બીજો દિવસ શું છે.

    સાથે જ રશિયા અને યુક્રેનનું યુદ્ધ યથાવત્ છે, શાંતિમંત્રણા માટે યુક્રેનનું પ્રતિનિધિમંડળ આજે તુર્કીમાં છે.આ અને આના જેવી અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.