વિપક્ષના વિરોધ વચ્ચે આધારને વોટિંગ કાર્ડ સાથે જોડવાનું સંશોધન બિલ લોકસભામાં પસાર
આ બિલ હેઠળ આધારને વોટર કાર્ડ સાથે જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
લાઇવ કવરેજ
ઓમિક્રૉનના વધતા કેસની શેર બજાર પર અસર, ભારતમાં સેન્સેક્સ 1189 અંક તૂટ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ઓમિક્રૉન વૅરિયન્ટના વધતા કેસની શેર બજારો પર અસર દુનિયાભરમાં ઓમિક્રૉનના વધતા કેસની અસર સોમવારે દુનિયાના શેર બજારો પર જોવા મળી
રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે અને વૈશ્વિક સ્તર પર વેચાણનો માહોલ છે.
સોમવારે 30 શેરોના સૂચકાંક સેન્સેક્સ 1189 અંક તૂટ્યું અને 55,822 પર જઈને રોકાયું.
નિફ્ટીમાં 2.18 ટકાનો કડાકો બોલાયો.
નિફ્ટી 371 અંક તૂટીને 16,614 પર રોકાયું.
સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ સેન્સેક્સમાં સૌથી વધારે ગિરાવટ ટાટા સ્ટીલના શેરમાં જોવા મળી. ટાટા સ્ટીલના શેરના ભાવ પાંચ ટકા તૂટ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
ત્યાર બાદ સૌથી વધારે ઘટાડો બૅંકિંગ શેરોમાં જોવા મળ્યો. એસબીઆઈ, ઇંડસઇંડ બૅન્ક, બજાજ ફાઇનેન્સ, એચડીએફસી બૅન્ક અને એનટીપીસીના શેરોના ભાવ પણ ગગડી ગયા હતા.
બીજી તરફ હિંદુસ્તાન લીવર અને ડૉક્ટર રેડ્ડીએ બજારની ચાલ કરતાં ઊંધું રોકાણકારોને લાભ અપાવ્યો.
નિષ્ણાતો કહે છે કે કોરોનાના વધતા કેસ, વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ અને વિકસિત અર્થતંત્રોના વિકાસની ધીમી ગતિને કારણે દુનિયાભરના બજારોમાં નકારાત્મક વલણ જોવા મળ્યું.
એશિયામાં શંઘાઈ, હૉંગ કૉંગ, ટોક્યો અને સિઓલના બજારોમાં ભારે નુકસાન થયું છે. યુરોપના શેર બજારોમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળ્યો.
અરવિંદ કેજરીવાલે હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં ગાંધીનગરમાં આપ કાર્યકરો પર 'કથિત હુમલા'ની ટીકા કરી
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર પોલીસની કાર્યવાહીને લઈને ટીકા કરી છે.
ગાંધીનગરમાં આજે આપ નેતાઓ અને કાર્યકરોએ ગુજરાત ભાજપના કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો અને તે દરમિયાન તેમની અટકાયત પણ કરવામાં આવી હતી.
આપના કેટલાક નેતાઓ અને કાર્યકરોને ઈજાઓ થઈ હોવાનું જણાવાયું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "આપના કાર્યકર્તાઓ પર ક્રૂરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. જનતા ના અધિકાર માટે ઉઠાવેલો અવાજ લાઠીઓથી અથવા તાનાશાહીથી દબાવી ન શકાય."
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે ભાજપના ગુંડાઓએ આપના કાર્યકરોને ખરાબ રીતે માર માર્યો હતો.
ત્યારે ભાજપની મહિલા કાર્યકરોએ પણ પોલીસમાં આપ કાર્યકરો પર અભદ્ર વર્તન કરવાનો આરોપ દાખલ કરાવ્યો છે.
ત્યારે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય મુજબ ગુજરાત ભાજપે આપ કાર્યકરો પર અસામાજિક તત્વોની જેમ ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે પ્રવેશ કરવાનો આરોપ લગાવ્યો છે.
એલન મસ્ક ટૅક્સના રૂપમાં 83 હજાર કરોડ રૂપિયાની રકમ ભરશે

ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ કૅપ્શન, એલન મસ્ક આ વર્ષે ટૅક્સમાં 11 અબજ ડૉલરથી વધારેની રકમ ભરશે. દુનિયાના સૌથી ધનવાન લોકોમાંથી એક અને ટેસલાના ચીફ એક્ઝેક્યૂટિવ ઑફિસર એલન મસ્કે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ વર્ષે ટૅક્સમાં 11 અબજ ડૉલરથી વધારેની રકમ ભરશે.
ભારતીય મુદ્રામાં આ રકમ 83 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે માનવામાં આવે છે.
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
સમાચાર એજન્સી રૉયટર્સના રિપોર્ટ અનુસાર એલન મસ્કને ટાઇમ મૅગેઝીન દ્વારા 'પર્સન ઑફ ધ યર' જાહેર કરાયા બાદ ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર એલિઝાબેથ વૉરેને કહ્યું હતું કે એલન મસ્કે ટૅક્સ ભરવો જોઈએ.
એલન મસ્કે આનો જવાબ આપતાં કહ્યું કે ઇતિહાસમાં કોઈ પણ અમેરિકન નાગરિક કરતાં વધારે ટૅક્સ ભરશે.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એલન મસ્ક દુનિયામાં સૌથી ધનવાન વ્યક્તિ છે અને તેમની કંપની ટેસલાની વૅલ્યૂ એક ખરબ ડૉલરની આસપાસ છે.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં એલન મસ્કે ટેસલામાં પોતાના લગભગ 14 અબજ ડૉલરના શેર વેચ્યા હતા.
21મું ટિફિન ગુજરાતી ફિલ્મ કેવી રીતે બની અને તેના કલાકારો શું કહે છે?
બદલો Instagram કન્ટેન્ટInstagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
એક ગૃહિણીની કહાણી કહેતી ગુજરાતી ફિલ્મ '21મું ટિફિન'ના કલાકારો સાથે વાતચીત.
ગુજરાતનાં આઠ શહેરોમાં રાતનો કર્ફ્યૂ લંબાવ્યો, ક્યાર સુધી લાગુ રહેશે કોરોના નિયંત્રણના નિયમો?
ગુજરાત સરકારે રાજ્યનાં આઠ મહાનગરોમાં રાતનો કર્ફ્યૂ 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે.
વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત સહિત આઠ મહાનગરોમાં રાતના એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, જૂનાગઢ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર અને ગાંધીનગરમાં રાતનો કર્ફ્યૂ આ મહિનાના અંત સુધી યથાવત રહેશે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભારતનો એ પાડોશી દેશ જ્યાં સેનાએ જ અનેક નાગરિકોની 'હત્યા કરી'

ઇમેજ કૅપ્શન, મ્યાનમારમાં સેનાએ બળજબરીથી સત્તા આંચકી લીધી, એ બાદ મહિલાઓ પર અત્યાચારના કિસ્સા પણ બહાર આવ્યા છે. "એ લોકો જે રીતે અમારા ઘરના સભ્યોને બેરહમીથી મારી રહ્યાં હતાં, એ અમારાથી જોઈ શકાય એમ નહોતું. અમે રડતાં-રડતાં માથું ઝુકાવી દીધું હતું અને હાથ જોડીને કરગરી રહ્યાં હતાં, પણ એમનાં મોઢાં પર સહેજ પણ ખચકાટ જોવા મળ્યો નહોતો."
આ શબ્દો એક એવાં મહિલાના છે, જેમણે મ્યાનમારમાં સૈનિકોની યાતનાથી પોતાના ભાઈ, ભત્રીજા અને જમાઈને ગુમાવ્યા છે.
તેમના જણાવ્યા મુજબ હત્યા બાદ સૈનિકો તેમની પાસે આવ્યા અને મૃતકોમાંથી કોઈ તેમના પરિવારજનો હોય તો અંતિમસંસ્કાર કરી દેવા જણાવ્યું હતું.
આખો અહેવાલ અહીં વાંચો
વિપક્ષની આપત્તિ છતાં આધારને વોટિંગ કાર્ડ સાથે જોડવાનું સંશોધન બિલ લોકસભામાં પસાર

ઇમેજ સ્રોત, Getty Images
વિપક્ષની આપત્તિ છતાં આધારને વોટિંગ કાર્ડ સાથે જોડવાનું સંશોધન બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે.
લોકસભામાં ચૂંટણી સુધારા સંશોધન બિલ 2021ને પસાર કરવામાં આવ્યું છે.આ બિલ હેઠળ આધારને વોટર કાર્ડ સાથે જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ બિલ પસાર થયા પછી મંગળવાર સુધી લોકસભા સ્થગિત કરવામાં આવી હતી.
સોમવારના સરકારે આ બિલ લોકસભામાં પસાર કર્યું તો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો.
કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે આધાર નિવાસનું પ્રમાણ છે, નાગરિકત્વનું નહીં. જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ આને નિજતાનું ઉલ્લંઘન ગણાવ્યું. કૉંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે મતદાન વૈધાનિક અધિકાર છે અને આધારને વોટર આઈડી સાથે જોડવું ખોટું છે.
બનાસકાંઠામાં હિંદુ વિધિથી યોજાયાં વિદેશી દુલ્હા-દુલ્હનનાં લગ્ન, ગુજરાતી જાનૈયાઓએ કાઢ્યો વરઘોડો
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પેપર લીક કેસ મામલે ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરનાર આપ નેતાઓ પર મહિલા ભાજપ કાર્યકરોના આક્ષેપ
પેપરલીક કાંડમાં ભાજપની સંડોવણીના આક્ષેપો સાથે ગાંધીનગરમાં ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ્ ખાસે ઘેરાવ કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
ત્યારે ભાજપના મહિલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પોલીસ મથકે અરજી આપી છે.
ભાજપ નેતા શ્રદ્ધા ઝાએ આપેલી અરજીમાં જણાવ્યું છે કે, "ઘેરાવ કરવા આવેલા આમ આદમી પાર્ટીના કેટલાક ટોચના નેતાઓ દારૂના નશામાં હતા. એ લોકોએ મહિલા કાર્યકરો સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હાથ પણ ઉપાડ્યો હતો."
"આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો દ્વારા ભાજપની મહિલા કાર્યકરો માટે બિભત્સ શબ્દો પણ વાપર્યા હતા. હાલમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે."
ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે પોલીસની કાર્યવાહી થઈ હતી. ટ્વિટર પર ગુજરાત આપ વીડિયો પોસ્ટ કરીને ગુજરાતની સરકાર પર તાનાશાહીનો આરોપ મૂક્યો હતો.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પંચમહાલ આગ: હિંદુ મિત્ર અમિતની સેવા કરતા મુસ્લિમ કાસીમ ખાન, કહ્યું, 'પહેલાં મિત્રતા પછી ધર્મ'
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
કેવી રીતે જખૌ પાસથી પકડાયો 400 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો?

ઇમેજ સ્રોત, Gujarat Coast Guard
ઇમેજ કૅપ્શન, ગુજરાત કોસ્ટ ગાર્ડે છ લોકોની ધરપકડ પણ કરી છે ભારતીય જળસીમામાં ગુજરાત પાસેથી ‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટને 77 કિલોગ્રામ હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યું છે.
મધરાતે પાર પાડવામાં આવેલા આ ઑપરેશનમાં પાકિસ્તાની બોટ ‘અલ હુસૈની’માંથી 77 કિલોગ્રામ હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું હતું.
બોટમાં હાજર છ લોકો અને હેરોઇનના જથ્થા સાથે જખૌ બંદરે લાવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાત પોલીસે જણાવ્યું કે કેવી રીતે આ ઑપરેશન હાથ ધરાયું હતું.
ગુજરાત પોલીસ અનુસાર એટીએસના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો કરાચી પોર્ટથી ભારત-પાકિસ્તાન IMBL (આંતરરાષ્ટ્રીય મૅરિટાઇમ બૉર્ડર લાઇન) નજીક જખૌથી આશરે 35 નોટિકલ માઇલ દૂર પાકિસ્તાનથી બોટ 'અલ હુસૈની'માં આવવાનો છે અને પંજાબના અંડરવર્લ્ડ સાથે સંકળાયેલ લોકોને મોકલાવવામાં આવશે.
આ બાતમીના આધારે એ.ટી.એસની ટીમ જખૌ ખાતે આવી હતી અને જખૌ કોસ્ટગાર્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંયુક્ત ટીમ બનાવી હતી. આ ટીમ કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટથી બાતમી આપવામાં આવી તે જગ્યાની આસપાસ પેટ્રોલિંગ કરવા લાગ્યા.

ઇમેજ સ્રોત, Gujarat Coast Guard
ઇમેજ કૅપ્શન, રવિવાર રાત્રે પાકિસ્તાની બોટ અલ હુસૈનીને ઝડપી પાડવામાં આવી હતી રવિવાર મોડી રાત્રે જખૌથી 35 નોટિકલ માઇલ દૂર સ્થિત ભારતીય જળસીમામાં શંકાસ્પદ બોટ 'અલ હુસૈની'ને આંતરી લીધી હતી.
આ કાર્યવાહીમાં પાકિસ્તાનના નાગરિકોને 77 કિલોગ્રામ હેરોઇનના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે.
આ હેરોઇનની કિંમત આશરે 400 કરોડ રૂપિયાની હોય તેવું જણાવવામાં આવ્યું છે.
એટીએસ અધિકારીઓને બાતમી મળી હતી કે પાકિસ્તાની ડ્રગ માફિયા હાજી હસન દ્વારા પાકિસ્તાની બોટમાં જખૌથી 35 નોટિકલ માઇલ દૂર વી.એસ.એફ.ચેનલ નંબર 71 ઉપર 'હરિ-1' અને 'હરિ-2' કોડવર્ડથી ડિલિવરી કરશે.
જે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ છે - મોહમ્મદ ઇમરાન વાઘેર, ઇસ્માઇલ બડાલા, મોહમ્મદ સાજિદ વાઘેર, સાગર વાઘેર, મોહમ્મદ દાનિશ વાઘેર અને અશફાક વાઘેર છે. આ કરાચીના રહેવાસીઓ હોવાનું પોલીસે જણાવ્યું છે.

ઇમેજ સ્રોત, Gujarat Coast Guard
ઇમેજ કૅપ્શન, 77 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો હતો પોલીસ અનુસાર પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે પાકિસ્તાન ડ્રગ માફિયા હાજી હસન તથા હાજી હાસમે ભારતમાં પકડાયેલા મોહમ્મદ ઇમરાનને ડ્રગ્સની ડિલીવરી માટે બોટની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું.
તેણે સહઆરોપી સાગર સાથે કરાચીની એક વ્યક્તિની ફિશિંગ બોટ ભાગીદારીમાં લીધી અને કરાચી મુખ્ય બંદરથી છે આરોપીઓને રવાના કર્યા હતા.
ગુજરાત પોલીસ અનુસાર તેમણે કરાચી બંદરથી છ નોટિકલ માઇલ દૂર હાજી હસન અને હાજી હાસમ સંબંધિત વ્યક્તિઓ પાસેથી હેરોઇનનો જથ્થો લીધો હતો જેની ડિલીવરી ગુજરાતના જખૌથી 35 નોટિકલ માઇલ દૂર પહોંચાડવાનો હતો. આ દરમિયાન જ આ લોકો ઝડપાઈ ગયા હતા.
Live : પેપર લીક કેસ અંગે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય પર આપનો ઘેરાવ
ભારતમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી 21 વર્ષ કરવા પર વિવાદ
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
'આપ આદમી પાર્ટીના નેતાઓએ સસ્તી લોકપ્રિયતા માટે આ હરકત કરી' - ભાજપ

ઇમેજ સ્રોત, AAP
ઇમેજ કૅપ્શન, ગોપાલ ઇટાલિયા સહિત આપ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી ગાંધીનગરમાં ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ્ ખાસે ઘેરાવ કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
તેમને ગાંધીનગરમાં પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. આપ નેતાઓએ આપેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ગોપાલ ઇટાલિયાને ઈજા થઈ છે. અન્ય નેતોઓને પણ ઈજા થઈ હોવાનું જણાવાય છે.
બીબીસી ગુજરાતી સંવાદદાતા તેજસ વૈદ્યે ભાજપના નેતા ઋતવિજ પટેલ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે પેપર લીક કેસમાં પોલીસ કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી છે અને તપાસ ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ સસ્તી પ્રસિદ્ધિ માટે આ હરકત કરી છે.
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીની આ હરકત લોકશાહીને શોભે નહીં તેવી છે. કમલમ્ 24 કલાક લોકો માટે ખુલ્લું હોય છે અને સુરક્ષા બંદોબસ્ત પણ હોય છે. કમલમ્ ખાતે લોકોના આવવા પર કોઈ રોકટોક નથી. પરંતુ આટલી મોટી સંખ્યા આ રીતે લોકો પહોંચી જશે એવું ન વિચાર્યું હોય.

ઇમેજ સ્રોત, Twitter/ Dr Ritvij Patel
પેપર લીક કેસ : આપે ગુજરાત ભાજપના મુખ્યાલયનો ઘેરાવ કર્યો, ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ લગાવ્યો

ઇમેજ સ્રોત, AAP
ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કમલમ્ ખાતે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપના મોટા નેતાઓની સંડોવણી હોવા છતાં તપાસમાં ઢીલ વર્તાઈ રહી છે.
આમ આદમી પાર્ટીના ગુજરાતના કાર્યકરોએ ગુજરાત ભાજપના મુખ્યાલય 'કમલમ્' ખાતે ઘેરાવ કર્યો છે.
આમ આદમી પાર્ટીના કાર્યકરો હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાના કૌભાંડની નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યા છે.
કમલમ્ ખાતે ઘેરાવના કાર્યક્રમમાં આપ નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ સહિત કાર્યકરો સામેલ હતા.

ઇમેજ સ્રોત, AAP
ઇમેજ કૅપ્શન, ગુજરાત ભાજપના મુખ્યાલય કમલમ્ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો આમ આદમી પાર્ટીએ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પર સુપર સીએમની જેમ વર્તવાનો આરોપ લગાવ્યો હતો.
આમ આદમી પાર્ટીએ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પર આરોપ લગાવતાં કહ્યું કે તેમની મરજી વગર સરકારી કામ થતા નથી.
પાર્ટીએ આરોપ મૂક્યો કે ગુજરાતમાં બિન સચિવાલય તથા તલાટીની પરીક્ષામાં પણ પેપર લીક થયા હતા તેમાં પણ ભાજપના કાર્યકરોની સંડોવણી હતી. હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું તે આ પ્રકારનું નવમું કૌભાંડ છે.
આમ આદમી પાર્ટીએ કેટલીક માગો મૂકી જેમાં તેમણે ગૌણ સેવા પસંદગી મંડળના 'અતિવિવાદિત' ચૅરમૅન અસિત વોરાને પદ પરથી હઠાવવાની માગ કરવામાં આવી. પાર્ટીએ અસિત વોરાના કાર્યકાળમાં થયેલા તમામ પેપર લીક કૌભાંડની તપાસની માગ કરી છે.
સાથે આપે સરકાર પર પેપર લીક કેસમાં માત્ર એજન્ટો પર કાર્યવાહી કરવાનો આરોપ મૂકતાં બધા મુખ્ય આરોપીઓ સુધી પહોંચવાની માગ કરવામાં આવી.
પાર્ટીએ પેપર લીક કેસની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી નીમવાની માગ કરી હતી.
આપે અગાઉની તમામ પેન્ડિંગ ભરતીઓ પૂરી કરવાની પણ માગ કરી હતી.
સંસદના શિયાળુસત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે તકરાર ચાલુ
સોમવારના રાજ્યસભાની કાર્યવાહી શરૂઆતમાં જ વિપક્ષનો હંગામો જોતાં સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરાઈ.
વિપક્ષ 12 સાંસદોના નિલંબનને લઈને સતત વિરોધ કરી રહ્યો છે, સરકાર અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે તકરાર ચાલી રહી છે.
આની પહેલાં રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ સરકાર અને વિપક્ષના દળોને વાતચીત કરવા માટે કહ્યું છે અને આ મુદ્દા પર સરકાર વિપક્ષી પાર્ટીઓ સાથે ચર્ચા કરી રહી છે જેથી સંસદના શિયાળુસત્રમાં ચાલી રહેલી તકરારને ખતમ કરી શકાય.
જોકે, ચર્ચા સફળ થતી નથી દેખાતી.
રવિવારના ટીએમસી સાંસદ ડેરેક ઑ'બ્રાયને ટ્વીટ કર્યું હતું,‘’સોમવારના સરકારનો નવો સ્ટંટ! જે નથી ઇચ્છતા કે સંસદસત્ર ચાલે, સરકારે ચાર પાર્ટીઓને બોલાવી છે જેમના 12 સાંસદોને કોઈ ઠોસ કારણ વિન નિલંબિત કરાયા હતા.''
''બાકી 10 વિપક્ષી પાર્ટીઓને બોલાવવામાં નથી આવી. સરકારનો આ સ્ટંટ ફેલ થયો છે. સંપૂર્ણ વિપક્ષનું વલણ સ્પષ્ટ છે કે પહેલાં સાંસદોનું નિલંબન પાછું ખેચાય.‘’

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ઓમિક્રૉનના કુલ કેસ 11 થયા, દેશમાં આંકડો 150ને પાર
FB Live : ગુરુદ્વારામાં કથિત બેઅદબીની ઘટના અને લિંચિંગ પછી કેવો છે માહોલ?
કપૂરથલામાં ગુરુદ્વારામાં કથિત બેઅદબી (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા)ની ઘટના અને લિંચિંગ પછી તણાવની સ્થિતિ છે.
બીબીસી સંવાદદાતા અરવિંદ છાબરા વધુ માહિતી સાથે.
પનામા પેપર્સ લીક કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનને પ્રવર્તન નિદેશાલયે સમન્સ મોકલ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ પનામા પેપર્સ લીક કેસમાં સામે આવ્યું હતું. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને પનામા પેપર્સ લીક કેસમાં પ્રવર્તન નિદેશાલય દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ સૂત્રોને ટાંકતાં લખ્યું છે કે પનામા પેપર્સ કેસમાં તપાસ કરી રહેલી ઈડીએ ઐશ્વર્યા રાય બચ્ચનને સમન્સ જારી કર્યા છે.
પનામા પેપર્સ લીક કેસમાં દુનિયાના અમીર લોકોએ કેવી રીતે ઑફશોર એકાઉન્ટની મદદથી નાણાં છૂપાવ્યાં છે એ જાણવા મળ્યું હતું.
અખબાર અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચને ઈડી પાસે રજૂ થવા માટે બીજી તારીખ માગી છે.
2016માં પણ તેમને બે વખત સમન્સ જારી કરાયા હતા.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
