You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

સુવર્ણમંદિર બાદ કપૂરથલામાં ‘બેઅદબી’નો મામલો, પંજાબમાં વધતો તણાવ

કપૂરથલા પહેલાં શનિવારે અમૃતસરના સુવર્ણમંદિરમાં પણ 'બેઅદબી'ના મામલે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.

લાઇવ કવરેજ

  1. એ મહિલા સરપંચ જેમણે ગુજરાતના ગામને 'સ્માર્ટ સિટી' જેવી સુવિધાઓ આપી

  2. ઓમિક્રૉન વૅરિયન્ટ : પહેલો કેસ જ્યાં નોંધાયો હતો એ દક્ષિણ આફ્રિકા પાસેથી ભારતે શું શીખવું જોઈએ?

  3. પંજાબમાં ‘બેઅદબી’ની ઘટના વિશે શું કહે છે RSS?

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ અમૃતસરના સુવર્ણમંદિરના પરિસરમાં ગુરુગ્રંથસાહેબના કથિત અપમાનની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને તેની નિંદા કરી છે.

    આ ઘટના પર આરએસએસ દ્વારા રવિવારે એક ટ્વીટ કરવામાં આવ્યું છે, આ ટ્વીટમાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન જારી કરવામાં આવ્યું હતું.

    શનિવારે સાંજે સુવર્ણમંદિરમાં એક અજાણ્યા શખ્સે ગુરુગ્રંથસાહેબનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેના કારણે તેની માર મારવામાં આવતા તેનું મૃત્યુ થયું હતું.

    આ શખ્સ રેલિંગને કૂદી ગયો હતો અને અંદર પગ મૂકી દીધો હતો, જે બાદ તેને ત્યાં જ પકડી લેવામાં આવ્યો હતો.

  4. બ્રેકિંગ, ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 145 કેસ

    ભારતમાં કોરોના વાઇરસના નવા ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 145 થઈ ગઈ છે.

    કેન્દ્ર અને રાજ્યો પાસેથી મળેલી માહિતી પ્રમાણે દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ નોંધાયા છે.

    આ રાજ્યો પૈકી સૌથી વધારે કેસ ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

    • મહારાષ્ટ્ર - 48
    • દિલ્હી – 22
    • તેલંગણા – 20
    • રાજસ્થાન – 17
    • કર્ણાટક – 14
    • કેરળ – 11
    • ગુજરાત – 9
    • આંધ્ર પ્રદેશ – 1
    • ચંડિગઢ – 1
    • તામિલનાડુ – 1
    • પશ્ચિમ બંગાળ – 1

    દુનિયામાં ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ કેસ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો અને ભારતમાં પ્રથમ કેસ કર્ણાટકમાં બીજી ડિસેમ્બરે નોંધાયો હતો.

  5. ગુજરાત : ગ્રામપંચાયતની ચૂંટણીમાં કેવો રહ્યો માહોલ છે?

  6. મુનવ્વર ફારૂકીનું એલાન, કોલકતામાં જાન્યુઆરીમાં યોજાશે શો

  7. સુવર્ણમંદિર બાદ કપૂરથલામાં ‘બેઅદબી’નો મામલો, પંજાબમાં વધતો તણાવ

    કપૂરથલાના નિઝામપુર ગામના ગુરુદ્વારામાં રવિવારે સવારે અભદ્ર વર્તન કરવાના આરોપમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી. આ અંગે કપૂરથલાના સિવિલ હૉસ્પિટલના એસએમઓ સંદીપ ધવને ખરાઈ કરી હતી.

    કપૂરથલાના એસએસપી હરકવલપ્રીતસિંહનો દાવો છે કે આ ચોરીનો કેસ છે. કેટલાક અહેવાલો પ્રમામે પોલીસે આ વ્યક્તિના મૃત્યુના કેસમાં હત્યાનો ગુનો નોંધવાનું કહ્યું છે.

    બીબીસીના સહયોગી પ્રદીપ પંડિત સાથે ફોન પર વાત કરતાં એસએસપીએ કહ્યું કે “આ કેસ ‘બેઅદબી’નો નથી, દરબારસાહિબની ઘટના બાદ લોકો આ ઘટનાને પણ જોડી રહ્યા છે.”

    આ પહેલાં ગુરુદ્વારાના ગ્રંથી અમરતજિતસિંહે એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ‘બેઅદબી’ના ઇરાદાથી આવેલી એક વ્યક્તિને પકડવામાં આવી હતી.

  8. ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં સમરસ વિવાદાસ્પદ મુદ્દો કેમ બને છે?

  9. યુકેમાં 24 કલાકમાં ઓમિક્રૉનના દસ હજાર કેસ

    કોરોનાના નવા ઓમિક્રૉન વૅરિયન્ટે યુકેની સરકારની ચિંતા વધારી દીધી છે, અહીં આ વો વૅરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે.

    24 કલાકમાં અહીં ઓમિક્રૉન વૅરિયન્ટના દસ હજાર નવા કેસ નોંધાયા છે.

    16મી ડિસેમ્બર સુધીની સ્થિતિ પર નજર કરીએ તો ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ દુનિયાના 89 કેસોમાં નોંધાઈ ચૂક્યા છે અને આ આંક વધી રહ્યો છે.

    કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના કેસ દર ત્રણ દિવસે બમણા થઈ રહ્યા છે, એવું વિશ્વ આરોગ્ય સંસ્થા WHOનું કહેવું છે.

    સમાચાર એજન્સી એએનઆઈ WHOને ટાંકીને લખે છે કે કોરોના વાઇરસના ડેલ્ટા વૅરિયન્ટ કરતાં નવો ઓમિક્રૉન વૅરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે.

  10. શો કૅન્સલ થવા અને કૉમેડી છોડવા વિશે શું બોલ્યા મુનવ્વર ફારૂકી?

  11. કેરળના અલપ્પુઝામાં 12 કલાકમાં બે રાજનેતાની હત્યા

    કેરળના અલપ્પુઝામાં 12 કલાકમાં બે રાજનેતાની હત્યા થઈ છે, જે બાદ અહીંના રાજકીય વર્તુળમાં ઉચાટ વર્તાય છે.

    સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા એટલે કે એસડીપીઆઈ એક નેતા તથા ભાજપના એક નેતાની હત્યા કરી દેવાઈ છે.

    જે બાદ રવિવારે આ જિલ્લામાં સીઆરપીસીની કલમ 144 લાદી દેવાઈ છે.

    કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને બંને હત્યાની નિંદા કરી છે અને આ અંગે કડક કાર્યવાહી કરવાની બાંયધરી આપી છે.

    તેમણે કહ્યું કે, "હિંસાના આવાં જઘન્ય અને અમાનવીય કૃત્યો રાજ્યમાં ખતરનાક છે."

    કેરળમાં એસડીપીઆઈના પ્રદેશ સચિવ કે. એસ. શાન શનિવારે રાત્રે ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે તેમની પર હુમલો થયો હતો.

    તેમની બાઇકને ગાડીમાં સવાર લોકોએ પહેલાં ટક્કર મારી હતી અને પછી તેમની પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો.

    આ ઘટનામાં ઘવાયેલા શાનનું અડધી રાત્રે કોચ્ચીમાં સ્થિત હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

    એસડીપીઆઈનો આરોપ છે કે શાનની હત્યા પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકરનો હાથ છે.

    જ્યારે ભાજપનું કહેવું છે કે એસડીપીઆઈ સાથે જોડાયેલા પીએફઆઈએ બદલાના ઇરાદાથી શ્રીનિવાસ પર હુમલો કર્યો છે અને તેમનું મૃત્યુ થયું છે.

  12. ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના બે નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ નવ કેસ

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાઅખબાર મુજબ રવિવારે અધિકારીઓએ જણાવ્યું કે યુકેથી આવેલા એક 45 વર્ષીય એનઆરઆઈ પુરુષ અને 15 વર્ષીય કિશોર ઓમિક્રૉનથી સંક્રમિત થયા છે.

    આની સાથે જ ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના સંક્રમિતોની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે. એનઆરઆઈ જ્યારે 15 ડિસેમ્બરે યુકેથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચ્યા હતા ત્યારે તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

    એ સિવાય આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ એમ.ટી.છારીએ કહ્યું કે તેમના રિપોર્ટમાં ઓમિક્રૉન સંક્રમણની પુષ્ટિ થઈ છે.

    ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સેક્ટર એકમાં ઓમક્રૉન વૅરિયન્ટનો એક કેસ સામે આવ્યો છે.

    ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર ધવલ પટેલ અનુસાર 15 વર્ષનો એક કિશો લંડનથી પાછો આવ્યો ત્યાર બાદ તેનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.

    જોકે તેના ચાર પરિવારજનોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે.

  13. દર ત્રણ દિવસે ઓમિક્રૉનના કેસ બમણા થઈ રહ્યા છે - WHO

    કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના કેસ દર ત્રણ દિવસે બમણા થઈ રહ્યા છે, એવું વિશ્વ આરોગ્ય સંસ્થા WHOનું કહેવું છે.

    સમાચાર એજન્સી એએનઆઈ WHOને ટાંકીને લખે છે કે કોરોના વાઇરસના ડેલ્ટા વૅરિયન્ટ કરતાં નવો ઓમિક્રૉન વૅરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે.

    16મી ડિસેમ્બર સુધીની સ્થિતિ પર નજર કરીએ તો ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ દુનિયાના 89 કેસોમાં નોંધાઈ ચૂક્યા છે અને આ આંક વધી રહ્યો છે.

    યુનાઇટેડ નેશન્સની આરોગ્ય એજન્સીનું કહેવું છે કે કોરોનાના નવા ઓમિક્રૉન વૅરિયન્ટ અંગે ખૂબ જ જૂજ ડેટા ઉપલબ્ધ છે અને રસીની આ વૅરિયન્ટ પરની અસરકારકતા અંગે પણ હજી અનેક સવાલો એવા છે જેના જવાબો શોધવાના બાકી છે.

  14. બ્રેકિંગ, કોલકાતામાં મતદાનમથકની બહાર ક્રૂડ બૉમ્બથી હુમલો

    સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના કોલકાતામાં હિંસા થઈ હતી.

    કોલકાતામાં મતદાનમથકની બહાર ક્રૂડ બૉમ્બ ફૂટ્યો હતો.

    આ ઘટનામાં એક મતદારને ઈજા થઈ હોવાનું સમાચાર સંસ્થા એએનઆઈ જણાવે છે.

  15. ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં સમરસ વિવાદાસ્પદ મુદ્દો કેમ બને છે?

    ગુજરાત સરકારની વેબસાઇટ પ્રમાણે, ગામડાંમાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્ય ઊભાં ન થાય તેની ભાવના સાથે આ યોજના લાગુ કરવામાં આવી હતી.

    જેમાં ગ્રામવાસીઓ એકઠા મળી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે. આમ વાદવિવાદને બદલે સંવાદ દ્વારા સામૂહિક સર્વસંમતીથી નિર્ણય કરવામાં આવે છે.

    2001 ની સાલથી તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની સરકારે આ અનુદાનને વધારીને એક લાખ અને બે લાખ રૂપિયા કરી દીધું હતું. સાથે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસવિભાગ હેઠળ આ યોજનાને સમરસ ગ્રામ યોજના નામ આપવામાં આવ્યું હતું.

    તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, સળંગ પાંચ વખત મહિલા સમરસ થાય તો ગામમા વિવિધ કામો માટે 13 લાખ રૂપિયા જેટલું અનુદાન આપવામાં આવે છે.

  16. મહેસાણા જિલ્લાનું એ સમરસ ગામ, જ્યાં 85 વર્ષનાં બા સરપંચ બન્યાં

  17. ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ

    ગુજરાતમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ પ્રમાણે, રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં 27, 085 મતદાનમથકો ઊભા કરવામાં આવ્યા છે અને 54,387 મતપેટીઓની વ્યવસ્થા રાખવામાં આવી છે.

    ગ્રામપંચાયતની ચૂંટણીનું મતદાન બૅલેટપેપરથી થઈ રહ્યું છે, જેના માટે રાજ્યમાં 2.63 કરોડ મતદારો નોંધાયેલા છે.

    આજે રવિવારે મતદાન યોજાયા બાદ મંગળવારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

  18. કિદામ્બી શ્રીકાંતે વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો

    ભારતના બૅડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ઇતિહાસ રચ્યો છે.

    કિદાંબી શ્રીકાંત વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા છે.

    તેમણે સ્પેનના હુએલવામાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતના જ ખેલાડી લક્ષ્ય સેનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

    એક કલાક અને આઠ મિનિટ ચાલેલી સેમિફાઇનલમાં કિદામ્બીએ લક્ષ્ય સેનને 17-21, 21-14 અને 21-17 થી હરાવ્યા હતા.

    આ સાથે એવું પ્રથમ વખત બની રહ્યું છે કે વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં ભારતીય પુરુષ ખેલાડીઓ બે મેડલ સાથે પરત ફરશે.

    પહેલી જ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને લક્ષ્ય સેને બ્રૉન્ઝ મેડલ પાક્કો કરી લીધો છે, જ્યારે કિદામ્બી શ્રીકાંત માટે ગોલ્ડ મેડલ જીતવાની તક છે.

    આ પહેલાં ભારતીય ખેલાડીઓમાં પ્રકાશ પાદુકોણ અને સાંઈ પ્રણીતે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.

    શ્રીકાંત અને લક્ષ્ય વચ્ચેની સેમિફાઇનલમાં પ્રથમ બે સેટ પૈકી બંનેએ એક-એક જીત્યો હતો, ત્રીજા નિર્ણાયક સેટમાં શ્રીકાંતે બાજી મારી હતી.

    લક્ષ્ય સેને પોતાના પ્રદર્શનથી બતાવ્યું કે આવનારો સમય તેમનો છે. જો તેઓ તેમની ફિટનેસમાં થોડો સુધારો કરે અને તેમના ડ્રૉપ શોટ્સને થોડો વધુ શાર્પ કરે, તો તે ટૂંક સમયમાં ચૅમ્પિયન તરીકે ઉભરી શકે છે.

  19. ગુજરાતમાં ગ્રામપંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ

    સુરેન્દ્રનગર જિલ્લાની 390 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે.

    વહેલી સવારથી ગામડાઓમાં મતદાન શરૂ થઈ ગયું હતું. 4490 પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

    દાહોદમાં 324 ગ્રામપંચાયતો તેમજ ત્રણ ગ્રામપંચાયતોની પંટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

    દાહોદ જિલ્લામાં 980 મતદાનમથકો પર વોટિંગ ચાલી રહ્યું છે.

  20. સુવર્ણમંદિરમાં કથિત 'બેઅદબી'ના પ્રયાસમાં શંકાસ્પદ વ્યક્તિની હત્યા

    શનિવારે અમૃતસરના સુવર્ણમંદિરના ગર્ભગૃહમાં કથિત હત્યા થઈ, 'બેઅદબી' (ધાર્મિક લાગણીઓના આપમાન)ના પ્રયાસ બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ 'શકમંદ' વ્યક્તિની હત્યા કરી નાખી હતી.

    આ ઘટનાની વીડિયો-ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

    કથિત 'અપવિત્ર' ઘટના રેહરાસ પાઠ વખતે સાંજે 5.45 કલાકે બની હતી. એક વ્યક્તિએ અચાનક ગુરુગ્રંથસાહેબના ‘પ્રકાશ’ સ્થાનની ફરતે બાંધેલી ધાતુની વાડ કૂદીને અંદર ગયો હતો.

    ફરજ પરના એસજીપીસી કર્મચારીઓ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો.

    અહેવાલમાં લખવામાં આવ્યું છે કે એસજીપીસીના કર્મચારીઓ તેને નજીકના એક રૂમમાં લઈ ગયા, જ્યાં એસજીપીસી ચીફ હરજિન્દર સિંહ ધામીના કહેવા પ્રમાણે, ગુસ્સે ભરાયેલા ભક્તોએ આ વ્યક્તિની હત્યા કરી હતી.

    આ ઘટના ટીવી પર લાઈવ દેખાઈ હતી, કારણ કે એક ચેનલ પર આ 'પાઠ' ટેલિકાસ્ટ થઈ રહ્યો હતો.

    આ ક્લિપ ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફેલાઈ ગઈ હતી અને નિહંગો સહિત વિવિધ શીખ સંગઠનોના સભ્યો સુવર્ણમંદિર દોડી આવ્યા હતા.

    પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીએ કાવતરાખોરોને પકડીને સમગ્ર મામલાની તપાસ કરવાના આદેશ આપ્યા છે.