ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ 100ને પાર, ગુજરાતના પાડોશી રાજ્યમાં સ્થિતિ વણસી
જામનગરમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે, ત્યારે તેની સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે.
લાઇવ કવરેજ
હેડ ક્લાર્ક પરીક્ષા : પેપર લીક થવાનો મામલો કઈ રીતે બહાર આવ્યો?
પેપર લીક કેસના તાર સાણંદથી સાબરકાંઠા સુધી, કોણે ખરીદ્યું હતું નવ લાખમાં પેપર?
મહેસાણા જિલ્લાનું એ સમરસ ગામ, જ્યાં 85 વર્ષનાં બા સરપંચ બન્યાં
પાક.માં ધૂળ ખાતા પુરાવામાંથી વિશ્વયુદ્ધમાં લડેલા ભારતીય સૈનિકોનો પત્તો કઈ રીતે મળ્યો?
ગુજરાતના બંદરથી પાકિસ્તાન-ચીન પરમાણુ પ્રસાર?
ડેક્કન હેરાલ્ડે અખબારે સૂત્રોને ટાંકતા અહેવાલ આપ્યો છે કે, અનુમાનિતપણે ચીને કેટલાક મહિનાઓ પહેલા પાકિસ્તાનને પરમાણુ ઇંધણ મોકલ્યું હતું.
અહેવાલ મુજબ 18 નવેમ્બરના રોજ, ચોક્કસ બાતમીના આધારે, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) ના અધિકારીઓએ સિંગાપોરના ધ્વજ સાથેના જહાજ પરથી ગુજરાતના કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદરે ઉતરેલો માલ જપ્ત કર્યો હતો. આ સામગ્રી એ હતી જે પાકિસ્તાન તેના કરાચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, K-2 થી ચીનના શાંઘાઈમાં પરમાણુ મથકે મોકલી રહી હતી. અર્થાત કે ભારતના બે પરમાણુ હથિયારોથી સજ્જ પ્રતિદ્વંદ્વી દેશો ભારતીય બંદરનો ઉપયોગ કરીને તેમની વચ્ચે પરમાણુ સામગ્રીની આપલે કરી રહ્યા હતા!
સામગ્રી સંભવતઃ વાપરેલું પરમાણુ ઇંધણ હતું અને તે કદાચ પુનઃપ્રક્રિયા માટે ચીનને પાછું મોકલવામાં આવ્યું હતું. જોકે ભારતીય અધિકારીઓએ આવી ઘટના બની હોવાની પુષ્ટિ નથી કરી.
કન્સાઇનમેન્ટમાં સાત કન્ટેનર હતા, દરેક કન્ટેનરમાં ચાર બેરલ હતા. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે પછીના દિવસોમાં ખુલાસો આપ્યો હતો કે કન્ટેનર "ખાલી" હતા અને તેનો ઉપયોગ ચીનમાંથી "પરમાણુ ઇંધણ" ના પરિવહન માટે કરવામાં આવ્યો હતો.
સવાલ એ થાય છે કે શા માટે પાકિસ્તાની સત્તાવાળાઓએ તેને વાયા ભારત મોકલવાનું યોગ્ય માન્યું. મુન્દ્રા પોર્ટનું સંચાલન કરતા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ) એ એક નિવેદન બહાર પાડ્યું હતું કે કસ્ટમ્સ અને ડીઆરઆઈના અધિકારીઓએ બંદર પર વિદેશી જહાજમાંથી અઘોષિત જોખમી કાર્ગોના ઘણા કન્ટેનર જપ્ત કર્યા છે.એ પછી આ કેસ પ્રકાશમાં આવ્યો હતો.
શા માટે પાકિસ્તાની સત્તાવાળાઓએ તેને ભારત મારફતે મોકલવાનું યોગ્ય માન્યું તે એક પ્રશ્ન છે જે પૂછવાની જરૂર છે. મુન્દ્રા પોર્ટનું સંચાલન કરતા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ) એ એક નિવેદન બહાર પાડ્યું હતું કે કસ્ટમ્સ અને ડીઆરઆઈના અધિકારીઓએ બંદર પર વિદેશી જહાજમાંથી અઘોષિત જોખમી કાર્ગો હોવાની ચિંતા પર ઘણા કન્ટેનર જપ્ત કર્યા પછી આ કેસ પ્રકાશમાં આવ્યો હતો.
"ખાલી પરમાણુ ઇંધણના કન્ટેનર" ના માલસામાનની વૈજ્ઞાનિક પરીક્ષાઓ બાદ, ડીઆરઆઈ ઔપચારિક રીતે સામગ્રીને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરે તે પહેલાં, માલ લાવનાર કાર્ગો જહાજ સહિત સંબંધિત પક્ષોને "કારણ બતાવો" નોટિસ ઇશ્યૂ કરવા માટે તૈયાર છે. ઘણા કાયદાઓનું ઉલ્લંઘન અને "રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર ઉલ્લંઘન" માટે.
સૂત્રોના હવાલે અહેવાલમાં જણાવ્યું હતું કે, પરીક્ષણ દ્વારા જાણવા મળ્યું છે કે આ સામાન માત્ર "જોખમી" માલની શ્રેણીમાં નથી આવતો, તેણે ભારતીય આર્મ્સ એક્ટ, કસ્ટમ્સ એક્ટ, સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની ડિલિવરી સિસ્ટમ્સ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પ્રતિબંધ)અધિનિયમ સહિતના ઘણા કાયદાઓનો ભંગ કર્યો હતો.ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે કારણ કે આ વિશિષ્ટ કન્ટેનર સ્પેશિયલ કેમિકલ્સ, ઓર્ગેનિઝમ, મટિરિયલ, ઇક્વિપમેન્ટ એન્ડ ટેક્નોલોજી (SCOMET) ની નિકાસ હેઠળ પ્રતિબંધિત છે.
અન્ય બે સૂત્રોએ ડેક્કન હેરાલ્ડને જણાવ્યું હતું કે એક અનુમાન પ્રમાણે ચીને થોડા મહિનાઓ પહેલા પાકિસ્તાનને સીધુ પરમાણુ મોકલ્યું હતું. ઇંધણનો ઉપયોગ કર્યા પછી પાકિસ્તાને સ્થાનિક ખાલી કન્ટેનરને વેપારી દરિયાઈ માર્ગે પાછા મોકલવાનો એક પ્રયોગ કર્યો હતો.
નેતાઓનાં ઘરોમાં ચોરી કરનારી ગુજરાતની ચડ્ડી ગૅંગ કોણ છે અને ચડ્ડી ગૅંગ નામ કેવી રીતે પડ્યું?
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા અંગ તમે શું કહેશો?
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, ભારતમાં ઓમિક્રૉનના કેસ 100ને પાર
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કોરોના વાઇરસના નવા વૅરિયન્ટના ભારતમાં કુલ કેસ 100ને પાર પહોંચી ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોની સંખ્યા 101 થઈ ગઈ છે અને આ કેસ દેશના 11 રાજ્યોમાં નોંધાયા છે, જેમાંથી પાંચ કેસ ગુજરાતમાં નોંધાયા છે.
આ રાજ્યોમાં નોંધાયા કેસ
- મહારાષ્ટ્ર - 32
- દિલ્હી - 22
- રાજસ્થાન - 17
- કર્ણાટક - 8
- તેલંગણા - 8
- ગુજરાત - 5
- કેરળ - 5
- પશ્ચિમ બંગાળ - 1
- આંધ્ર પ્રદેશ - 1
- તામિલનાડુ - 1
- ચંડિગઢ - 1
મુખ્ય ચૂંટણી અધિકારીની વડા પ્રધાન કાર્યાલયના પ્રિન્સિપાલ સેક્રેટરી સાથે મુલાકાત પર સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્ર ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત રિપોર્ટ મુજબ મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્ર અને બે ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તથા અનુપચંદ્ર પાંડેએ તારીખ 16 નવેમ્બરે વડા પ્રધાન કાર્યાલય દ્વારા આયોજિત ઓનલાઇન સંવાદમાં ભાગ લીધો હતો.
વિપક્ષના નેતાઓએ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે.
અખબારના અહેવાલ મુજબ આ સંવાદ ચૂંટણી પંચને કાયદા મંત્રાલય તરફથી એક પત્ર મળ્યા બાદ યોજાયો હતો. આ પત્ર અસામાન્ય રીતે લખાયેલો હતો.
આ પત્ર મુજબ વડા પ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી પી. કે. મિશ્રા સમાન મતદાર યાદી પર એક બેઠકની અધ્યક્ષતા કરવાના હતા અને મુખ્ય ચૂંટણી અધિકારી ભાગ લે તેવી અપેક્ષા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર સાથે વાત કરતાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આગામી ચૂંટણીની નિષ્પક્ષતા અંગે પ્રશ્ન કર્યા હતા.
તેમણે કહ્યું કે વડા પ્રધાન કાર્યાલય આવું ન કહી શકે. ચૂંટણી પંચ સ્વતંત્ર હોવું જોઈએ.. તે સ્વતંત્ર સંસ્થા જ છે... તેઓ કેવી રીતે ચૂંટણી પંચને બોલાવી શકે? અમે કેવી રીતે આશા રાખીએ કે ચૂંટણી નિષ્પક્ષ હશે? પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે… કેવી રીતે આશા રાખીએ કે આગામી ચૂંટણીમાં અમારી સાથે ન્યાય થશે?”
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ વિપક્ષના અનેક નેતાઓએ સંસદના શિયાળુ સત્રમાં આ મુદ્દે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો અને રાજ્યાસભામાં સસ્પેન્શન ઑફ બિઝનેસ નોટિસ આપી હતી.
'રેપવાળા' નિવેદન પર કર્ણાટક કૉંગ્રેસના વરિષ્ઠ નેતાએ માફી માગી, ઇમરાન કુરેશી, બીબીસી હિન્દી માટે

ઇમેજ સ્રોત, ANI
કર્ણાટક કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા રમેશકુમારે કર્ણાટક વિધાનસભામાં 'રેપ'વાળા પોતાના નિવેદન પર માફી માગી છે.
તેમણે કાલે વિધાનસભામાં આપેલા નિવેદનમાં માફી માગતા કહ્યું, "જો મારા નિવેદનથી મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે, તો મને માફી માગવામાં કોઈ વાંધો નથી."
સ્પીકર કાગેરીએ કહ્યું કે તેમણે આ અંગે માફી માગી લીધી છે અને હવે તેને વધુ ચગાવવું ન જોઈએ.
તો કૉંગ્રેસ પાર્ટી તરફથી પણ આ નિવેદન અંગે નિંદા કરાઈ છે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને આ સંબંધમાં ટિપ્પણી કરી છે.
તેમણે લખ્યું કે "કૉંગ્રેસ પાર્ટી કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ અને વરિષ્ઠ કૉંગ્રેસ ધારાસભ્ય વચ્ચે થયેલી આપત્તિજનક વાતચીત અને અસંવેદનશીલ મજાકને સંપૂર્ણ ફગાવે છે."
"એક કસ્ટોડિયન સ્પીકર અને વરિષ્ઠ નેતા પાસેથી રોલ મૉડલની આશા રખાય છે, તેમણે આવા વ્યવહારથી બચવું જોઈએ."
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
શું હતો આખો મામલો?
કર્ણાટક કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ એક પરિસ્થિતિની તુલના 'રેપ' સાથે કરી અને વિવાદ શરૂ થયો.
કાલે કર્ણાટક વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું. વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી વારંવાર સભ્યોને શાંત કરવાની કોશિશ કરતા હતા, પણ તેઓ તેમને શાંત કરાવી શકતા નહોતા.
આ દરમિયાન તેમની નજર પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમેશકુમાર પર પડી. તેઓ કૉંગ્રેસ તરફથી પહેલી બેન્ચ પર બેઠા હતા.
સભ્યોને નિયંત્રિત ન કરી શકવાની મૂંઝવણમાં કાગેરીએ સામે બેસેલા રમેશકુમારને કહ્યું, "તમે જાણો છો રમેશકુમાર. મને લાગે છે કે હવે આપણે માત્ર આ સ્થિતિનો આનંદ લેવો જોઈએ. મેં નિર્ણય કર્યો છે કે હવે હું ન તો તેમને શાંત કરવાની કોશિશ કરીશ અને ન તો સ્થિતિને વ્યવસ્થિત કરવાની. હું તેમને તેમની વાત કહેવા દઈશ."
જોકે તેના જવાબમાં રમેશકુમારે એક વિવાદિત નિવેદન આપી દીધું.
તેમણે આ વખતે કહ્યું, "એક વાત કહેવાય છે... જ્યારે બળાત્કાર થવાનો નક્કી હોય તો સૂઈ જાવ અને તેનો આનંદ લો. આ એવી જ સ્થિતિ છે, જેમાં તમે હાલ છો."
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ વીડિયો વાઇરલ થયો અને તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રમેશકુમારના આવા નિવેદન બાદ સ્પીકર અને ખુદ રમેશકુમાર હસે છે. આસપાસના કેટલાક અન્ય લોકો પણ હસતા જોઈ શકાય છે.
રમેશકુમારે આવું વિવાદિત નિવેદન પહેલાં પણ આપ્યું હતું, પરંતુ એ વખતની જેમ આ વખતે પણ કોઈએ વાંધો ઉઠાવ્યો નહોતો.
અગાઉ ફેબ્રુઆરી 2019માં તત્કાલીન સ્પીકર રમેશકુમારે કહ્યું હતું કે તેઓ એક રેપપીડિતા જેવું અનુભવી રહ્યા છે.
પીએમ મોદીને ભુતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભુતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાશે.
ભુતાનના વડા પ્રધાન કાર્યાલયે આની પુષ્ટિ કરી છે.
ભુતાનના વડા પ્રધાન કાર્યાલયના ફેસબુક પેજ પર એક જારી કરેલા નિવેદનમાં કહેવાયું - મહામહિમના સંબોધનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'નગાદાગ પેલ ગી ખોરલો' (Ngadag Pel gi Khorlo)થી સન્માનિત કરવાની વાત જાણીને બહુ ખુશી થઈ છે.
મહામહિમે પોતાના સંબોધનમાં કોઈ શરત વિના પડોશી દેશ સાથે મિત્રતા અને ખાસ કરીને મહામારી દરમિયાન મદદ માટે કરાયેલા તેમના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો.
તેઓ આ સન્માન માટે યોગ્ય છે. ભુતાનના લોકો તરફથી તેમને અભિનંદન.
જામનગરમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ નૅગેટિવ

ઇમેજ સ્રોત, Getty Images
જામનગરમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે.
રાજ્યમાં ઓમિક્રૉન વૅરિયન્ટના પ્રથમ દર્દીઓ જામનગરમાં મળી આવ્યા હતા.
ત્યાર બાદ બે દર્દીઓ પણ ઓમિક્રૉનથી વૅરિયન્ટથી સંક્રમિત થયા હતા.
સ્થાનિક પત્રકાર દર્શન ઠક્કર મુજબ ત્રણે દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
કિમ જોંગ-ઉનની એ વાતો જેની તમને ખબર નહીં હોય, કિમના બાળપણ, શિક્ષણ કે તેમના જિંદગીની એવી વાતો જે દુનિયા કદાચ જ જાણે છે.
દસ વર્ષ પહેલાં 27 વર્ષના કિમ જોંગ-ઉનને ઉત્તર કોરિયાની સત્તા સંભાળી હતી. તેઓ અવારનવાર સમાચારમાં રહે છે.
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉનની તસવીરો દુનિયાભરના અખબારોમાં હંમેશાં જોવા મળતી હોય છે, પરંતુ તેમનું અંગત જીવન વિશ્વ માટે હજી પણ એક રહસ્ય જેવું છે.
ઉદાહરણ તરીકે દુનિયા હજી પણ એ નથી જાણતી કે કિમ જોંગ-ઉનની ઉંમર શું છે.
પરંતુ તેમના સહપાઠીઓ અને ઉત્તર કોરિયા છોડીને ભાગનારા લોકો તેમના અંગત જીવન વિશે અનેક પ્રકારની મહત્ત્વની જાણકારીઓ આપતા રહે છે.
એવી જાણકારીઓ સામે આવી છે કે કિમ જોંગ-ઉન અંગેની આ પાંચ મહત્ત્વની બાબતો કદાચ તમે નહીં જાણતા હોવ.
જાપાનમાં એક ઇમારતમાં આગમાં ઓછામાં ઓછા 27 લોકોનાં મૃત્યુની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
જાપાનના ઓસાકા શહેરમાં એક ઇમારતમાં આગ લાગતાં ઓછામાં ઓછા 27 લોકોનાં મૃત્યુની આશંકા છે.
જાપાનમાં સરકારી ટીવી ચૅનલ એનએચકે મુજબ પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આ આગ જાણીજોઈને ચાંપવામાં આવી હતી કે કેમ.
સ્થાનિક મીડિયા મુજબ પીડિતો કાર્ડિયોપલ્મનરી એરેસ્ટનો ભોગ બન્યા, આધિકારિક રૂપથી મૃત્યુની પુષ્ટિ થાય તે પહેલાં મૃતકો માટે આ શબ્દો વાપરવામાં આવતા હોય છે.
માનવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકો એક ક્લિનિકમાંં આવેલા હતા.
રાહત કાર્યમાં લાગેલા અધિકારીઓ મુજબ શુક્રવાર સવારે આગ લાગી હતી અને અડધી કલાકમાં આગ ઓલવવામાં આવી હતી.
આ ઇમારત ઓસાકાના એક વ્યસ્ત વિસ્તારમાં સ્થિત છે જ્યાં વેપારી અને મનોરંજન સંબંધિત સંસ્થાનો આવેલા છે.
જાપાનમાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછીની સૌથી ભયંકર દર્ઘટના 2019માં થવા પામી હતી જેમાં ક્યોટોના ફિલ્મ સ્ટુડિયોમાં આગમાં 36 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
પંચમહાલ આગમાં જીવ બચાવીને ભાગી છૂટેલા મજૂરોએ કહ્યું બ્લાસ્ટ સમયે શું થયું હતું?
ગુજરાતના પંચમહાલના ઘોઘંબામાં ગુરુવારે સવારે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેની ફેકટરીમાં બ્લાસ્ટને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.
આ બ્લાસ્ટમાં 15 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે અને તેમાં બે લોકોની પરિસ્થિતિ ગંભીર છે.
ગુરુવારે સવારે ઘોઘંબા તાલુકાના રણજિતનગર ગામમાં રેફ્રિજરેન્ટ્સ બનાવતી જીએફએલ કંપનીની ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો.
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાનને આંચકો, વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ વનડે રમ્યા વિના જ પરત ફરશે

ઇમેજ સ્રોત, Getty Images
વેસ્ટ ઈન્ડીઝની ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામેની વનડે શ્રેણી રમ્યા વિના જ પરત ફરવાનો નિર્ણય કર્યો છે.
વેસ્ટ ઈન્ડીઝના છ ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા આ નિર્ણય લીધો છે. ખેલાડીઓ ઉપરાંત બે સભ્યો પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને ટીમોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે શનિવારથી વન-ડે શ્રેણી શરૂ થવાની હતી.
જોકે વન-ડે શ્રેણી રદ કરવામાં આવી નથી. પરંતુ બંને ટીમો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિરીઝ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી રહી છે અને તે આવતા વર્ષે જૂનમાં ફરીથી યોજવામાં આવશે.
વેસ્ટ ઈન્ડીઝની ટીમ ત્રીજી ટી-20 શ્રેણી રમીને પરત ફરશે, પરંતુ વેસ્ટ ઈન્ડીઝની ટીમના જે ખેલાડીઓ અને સભ્યોને કોરોના થયો છે તેઓ તેમના આઈસોલેશનનો સમયગાળો પૂરો કર્યા પછી નૅગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ ઘરે જશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેની વાતચીત બાદ, વેસ્ટ ઈન્ડીઝની ટીમ ત્રીજી ટી-20 મેચ રમવા માટે સંમત થઈ ગઈ હતી, પરંતુ છ ખેલાડીઓ પોઝિટિવ હોવાનું કારણ આપીને તેમણે એક દિવસીય શ્રેણી નહીં રમવાનો નિર્ણય કર્યો હતો.
ત્રીજી ટી-20 મેચમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડીઝને સાત વિકેટે હરાવીને T20 શ્રેણી જીતી લીધી છે. આ શ્રેણી હેઠળ રમાયેલી ત્રણેય મેચોમાં પાકિસ્તાનની ટીમ વિજેતા રહી હતી.
ગુજરાતમાં ગૌણ સેવા પેપર લીકનો સમગ્ર મામલો શું છે?
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંગે કહ્યું છે કે "પેપર લીકની તપાસ માટે સાબરકાંઠા તથા રાજ્ય સરકારના અધિકારીઓની 24 ટીમો બનાવાઈ છે. શંકાસ્પદ લોકો ભાગી ન છૂટે તે માટેની તૈયારીઓ કરાઈ રહી છે."
તેમણે જણાવ્યું કે, "રાજ્ય સરકારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 10 વ્યક્તિઓ સામે 406, 409 અને 420 તથા 120ની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. લીક થયેલું પેપર ક્યાં અને કોની પાસે પહોંચ્યું છે તેની પણ તપાસ ચાલુ છે."
હર્ષ સંઘવીએ કહ્યું કે, "આ મામલામાં છ લોકોની ધરપકડ કરાઈ છે અને બાકીના ચાર લોકોને રાઉન્ડઅપ કરાયા છે. આરોપીઓ પહેલાં સાબરકાંઠાના ફાર્મ હાઉસ પર ગયા હતા ત્યાર બાદ પેપર ફોડનારાઓ અન્ય આરોપીઓને હોટેલમાં જમવા લઈ ગયા હતા."
તેમણે એવું પણ જણાવ્યું કે પેપર લીક કેસમાં ગાંધીનગર પોલીસની મદદ લેવાઈ છે.
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પંચમહાલમાં જીએફએલ કંપનીમાં બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પાંચ થઈ, 15 ઈજાગ્રસ્તોમાં બે ગંભીર
ગુજરાતના પંચમહાલના ઘોઘંબામાં ગુરુવારે સવારે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેની ફેકટરીમાં બ્લાસ્ટને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.
આ બ્લાસ્ટમાં 15 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે અને તેમાં બે લોકોની પરિસ્થિતિ ગંભીર છે.
ગુરુવારે સવારે ઘોઘંબા તાલુકાના રણજિતનગર ગામમાં રેફ્રિજરેન્ટ્સ બનાવતી જીએફએલ કંપનીની ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જિલ્લા પ્રશાસન અને પોલીસ મુજબ કંપનીના આઈનૉક્સના એમપીઆઈ-1 યુનિટમાં બ્લાસ્ટ ગુરુવાર સવારે 10 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે બ્લાસ્ટ એટલો વિકરાળ હતો કે કેટલાય કિલોમિટર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. જિલ્લાના ફાયર બ્રિગેડ સહિત હાલોલ, કાલોલ અને ગોધરાની કંપનીઓના અગ્નિશમન વિભાગના વાહનો ઘટનાસ્થળે રવાના કરાયા હતા.
પંચમહાલના જિલ્લા કલેક્ટર સુજલ માયાત્રાએ જણાવ્યું કે આગને બપોર સુધી ઓલવી દેવામાં આવી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે “ કંપનીએ જણાવ્યું કે લગભગ 25 લોકો બ્લાસ્ટના સમયે પ્લાન્ટમાં હાજર હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓએ 15 લોકોને બચાવ્યા હતા અને પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. બે લોકો ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત હતા અને એક વ્યક્તિને 70 ટકા બર્ન્સ થયાં છે અને તેમને વડોદરા ખસેડાયા છે. ડૉક્ટરોએ સર્જરી કરી હતી અને તેમનો એક પગ કાપવો પડ્યો હતો”

ઇમેજ સ્રોત, Daxesh Shah
ચીનના વીગર મુસ્લિમો પાસે 'બળજબરીથી મજૂરી કરાવવા' અંગેના મહત્ત્વપૂર્ણ બિલને અમેરિકાની સંસદમાં મંજૂરી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન સંસદમાં એક વિશેષ બિલ પસાર કરવામાં આવ્યું છે.
આ બિલ એટલે ખાસ છે કારણ કે આ ચીનના શિનજિયાંગ પ્રાંતથી આયાત કરવામાં આવતી વસ્તુઓ સાથે સંબંધિત છે.
સંસદમાં પસાર થયેલા આ બિલ મુજબ જો કોઈ સામાન શિનજિયાંગ પ્રાંતથી આયાત કરવામાં આવ્યો હોય તો સંબંધિત કંપનીઓને એ સાબિત કરવું પડશે અને પુરાવા પણ આપવા પડશે કે તે સામાન બળજબરીથી મજૂરી કરાવીને તૈયાર કરવામાં નથી આવ્યો.
અમેરિકા સમય-સમય પર ચીન પર વીગર લઘુમતી સમુદાય સાથે અત્યાચાર અને નરસંહારને લઈને આક્ષેપ કરતું આવ્યું છે. જોકે ચીન આ આરોપોને ફગાવતું આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના એક અનુમાન મુજબ, ચીનના શિનજિયાંગના શિબિરોમાં 10 લાખથી વધારે વીગર અને અન્ય મુસ્લિમોને નજરકેદ કરવામાં આવ્યા છે.
તે ક્ષેત્રમાં વેપાર કરનારી કોકા-કોલા, નાઇકી અને ઍપલ કંપનીઓએ આ બિલની ટીકા કરી છે
ગુરુવારે મંજૂર કરાયેલા આ બિલનો માત્ર એક સભ્યે વિરોધ કર્યો.
આ બિલને વીગર ફોર્સ્ડ લેબર પ્રોટેક્શન ઍક્ટ નામ આપવામાં આવ્યું છે. સંસદ તરફથી પસાર થયા પછી આને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે અને બાઇડનના હસ્તાક્ષર સાથે આ કાયદો બની જશે.
જોકે આ અઠવાડિયાની શરૂઆતમાં જ જો બાઇડનનાં પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે બાઇડન આ બિલ પર હસ્તાક્ષર કરશે.
