વિશ્વ હિન્દુ પરિષદની માગ, તબલીગી જમાત પર ભારતમાં પણ લાગે પૂર્ણ પ્રતિબંધ

ઇસ્લામી સમૂહ તબલીગી જમાત પર હાલમાં સાઉદી અરેબિયામાં લાગેલા પ્રતિબંધ બાદ ભારતમાં પણ આ સમૂહ પર પ્રતિબંધની માગ ઊઠી છે.

લાઇવ કવરેજ

  1. જ્યારે કૅપ્ટન મુલ્લાએ દીવ પાસે INS ખુકરી સાથે જ જળસમાધિ લીધી

  2. હેડ ક્લાર્ક પરીક્ષા : પેપર લીક થવાનો મામલો કઈ રીતે બહાર આવ્યો?

  3. ગુજરાતમાં હેડ ક્લાર્કના પેપર લીકનો સમગ્ર મામલો શું છે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  4. વિશ્વ હિન્દુ પરિષદની માગ, તબલીગી જમાત પર ભારતમાં પણ લાગે પૂર્ણ પ્રતિબંધ

    આલોકકુમાર

    ઇમેજ સ્રોત, Facebook/Alok Kumar Sr Adv

    ઇસ્લામી સમૂહ તબલીગી જમાત પર હાલમાં સાઉદી અરેબિયામાં લાગેલા પ્રતિબંધ બાદ ભારતમાં પણ આ સમૂહ પર પ્રતિબંધની માગ ઊઠી છે.

    દેશની હિન્દુવાદી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદે ભારતમાં આ સમૂહ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માગ કરી છે.

    આ અંગે વિશ્વ હિન્દુ પરિષદે ગુરુવારે આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારના હવાલાથી સંસ્થાના ટ્વિટર હૅન્ડલ પર એક પ્રેસ-રિલીઝ જારી કરી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    આ રિલીઝમાં આલોકકુમારે સાઉદી અરેબિયા સરકારના નિર્ણયનું સ્વાગત કરીને તબલીગી જમાતને 'ઇસ્લામી કટ્ટરપંથની ફેક્ટરી' અને 'વૈશ્વિક આતંકવાદનું પોષક' ગણાવ્યું છે.

    વીએચપીએ સરકાર પાસે તબલીગી જમાતને લઈને ચાર માગ મૂકી છે.

    આલોકકુમારે કહ્યું, "લોકોના જીવનને સંકટમાં નાખનાર તબલીગી જમાતના આર્થિક સ્રોતોની જાણ કરીને તેમના બૅન્ક ખાતાં, કાર્યાલયો અને કાર્ય-ગતિવિધિઓ પર ભારત સમેત સંપૂર્ણ વિશ્વ સમુદાય દ્વારા પ્રતિબંધ લાદવામાં આવે. આ ઇસ્લામી કટ્ટરવાદી સંગઠન રશિયા સમેત વિશ્વના અનેક દેશોમાં પહેલેથી જ પ્રતિબંધિત છે."

  5. પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો 1971 યુદ્ધ અંગે શું વિચારે છે?

  6. ઇંદિરા ગાંધીએ 32 ગોળીઓ ખાધી, પણ બાંગ્લાદેશ પરના કાર્યક્રમમાં એમનું નામ પણ નથી- રાહુલ ગાંધી

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, @INCIndia

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક રેલીને સંબોધતા કહ્યું કે "હું એ દિવસ ક્યારેય ભૂલ શકતો નથી, જ્યારે મને સ્કૂલમાં જણાવવામાં આવ્યું હતું કે ઇંદિરા ગાંધીને 32 ગોળીઓ વાગી છે. જેવી રીતે ઉત્તરાખંડમાં હજારો પરિવાર છે, જેમના ઘરે ફોન આવ્યો કે પપ્પા શહીદ થયા છે, કાકા શહીદ થયા છે. તમારા અને મારી વચ્ચે કુરબાનીનો સંબંધ છે."

    રાહુલ ગાંધીએ કહ્યું કે "આજે દિલ્હીમાં બાંગ્લાદેશ લિબરેશન પર કાર્યક્રમ થયો છે. એ કાર્યક્રમમાં ઇંદિરા ગાંધીનું નામ પણ નથી. જે મહિલાએ દેશ માટે 32 ગોળીઓ ખાધી, તેમનું નામ નથી, કેમ કે આ સરકાર સચ્ચાઈથી ડરે છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    "1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં માત્ર 13 દિવસમાં પાકિસ્તાન ઝૂકી ગયું હતું. સામાન્ય રીતે યુદ્ધ છ મહિના, એક વર્ષ, બે-ત્રણ વર્ષ ચાલે છે. અમેરિકાએ અફઘાનિસ્તાનને હરાવવામાં 20 વર્ષ કાઢી નાખ્યાં, પરંતુ હિન્દુસ્તાને પાકિસ્તાનને માત્ર 13 દિવસમાં હરાવી દીધું."

  7. પાકિસ્તાન દેવાળિયું થઈ ગયું છે - FBRના પૂર્વ ચૅરમૅન શબ્બર ઝૈદી

    પાકિસ્તાન એફબીઆરના પૂર્વ ચૅરમૅન શબ્બર ઝૈદી

    ઇમેજ સ્રોત, Getty Images

    પાકિસ્તાન ફેડરલ બોર્ડ રેવન્યુ એટલે કે એફબીઆરના પૂર્વ ચૅરમૅન શબ્બર ઝૈદીએ કહ્યું કે પાકિસ્તાન દેવાળિયું થઈ ગયું છે.

    તેમણે કહ્યું કે "સરકારનો દાવો છે કે બધું ઠીક છે અને સારું થઈ રહ્યું છે, આ બધી વાતો ખોટી છે.

    શબ્બર ઝૈદીએ આ વાત હાલમાં હમદર્દ યુનિવર્સિટીમાં એક ભાષણ વખતે કહી હતી.

    જોકે હવે ઝૈદીએ ટ્વિટર પર આ વાતને લઈને સ્પષ્ટતા કરી છે.

    તેમનું કહેવું છે કે તેમના ભાષણની ત્રણ મિનિટની ક્લિપ પર જ વાત થઈ રહી છે. ઝૈદીનું કહેવું છે કે તેમણે સમાધાનની વાત પણ કરી હતી.

    ઝૈદીએ કહ્યું, "જેણે કરજ લીધું છે, તેને મહેણાં મારવાથી કંઈ નહીં થાય. આ પાકિસ્તાનનું કરજ છે. વ્યાજદરો પર નિર્ણય તાર્કિક રીતે થવો જોઈએ. દુનિયાના કોઈ પણ દેશનો વિકાસ નિકાસના દમ પર થાય છે. આપણે નિકાસ શરૂ કરવી પડશે."

  8. હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલો, 'અમે તમામ પુરાવા આપ્યા' - યુવરાજસિંહ જાડેજા

    હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીકનો મામલો

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીક થવાનો મામલો

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો હતો.

    આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પત્રકારપરિષદ યોજીને સ્પષ્ટતા કરવામાં આવી હતી અને આ અંગે કાર્યવાહી થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

    યુવરાજસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે, "સોશિયલ મીડિયામાં જે પેપર લીક થયા હતા, એ અંગે અમે પુરાવા આપ્યા છે; જે લોકોએ પેપર ફોડ્યું છે તથા જે લોકો વચેટિયા હતા તેમની માહિતી પણ અમે આપી છે."

    આ જગ્યાઓ માટે રવિવારે 12 ડિસેમ્બરના રોજ રાજ્યમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ખાલી પડેલી 186 જગ્યાઓ માટે રાજ્યભરમાંથી બે લાખથી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી દોઢ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા.

  9. પંચમહાલના ઘોઘંબાની ફેકટરીમાં બ્લાસ્ટ : અત્યાર સુધી ત્રણનાં મૃત્યુ

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ છે.

    કંપનીના એચઆર વિભાગના અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે આ ઘટનામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને પંદરેક લોકોને ઈજા થઈ છે.ૉ

    તેમણે એવું પણ જણાવ્યું હતું કે જે સમયે બ્લાસ્ટ થયો હતો, ત્યારે કંપનીમાં 300થી વધુ લોકો હતા.

  10. દિલ્હીમાં ઓમિક્રૉનના વધુ ચાર કેસ

    ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનના વધુ ચાર કેસ નોંધાયા છે.

    સમાચાર એજન્સી પીટીઆઈએ દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનને ટાંકીને આ માહિતી આપી છે.

    વધુ ચાર કેસ નોંધાતા રાજધાની દિલ્હીમાં ઓમિક્રૉનના કુલ 10 કેસ થઈ ગયા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન વિશ્વના મોટા ભાગના દેશોમાં સંભવતઃ પહેલાંથી જ હાજર છે અને તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.

    અત્યાર સુધીમાં વિશ્વના 77 દેશોમાં આ અત્યંત પરિવર્તિત વૅરિયન્ટના કેસની પુષ્ટિ કરવામાં આવી છે.

  11. તાલિબાન જબરજસ્તી કાબુલમાં ઘૂસ્યા નહોતા, મેં બોલાવ્યા હતા- હામિદ કરઝઈ

    અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ

    અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ કહ્યું કે હિંસા અને લૂંટફાટને રોકવા માટે તેમણે તાલિબાનને રાજધાની કાબુલમાં પ્રવેશવા માટે કહ્યું હતું.

    હામિદ કરઝઈએ ન્યૂઝ એજન્સી ઍસોસિએટ પ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે "તાલિબાનના નેતાઓએ અમને આશ્વાસન આપ્યું હતું કે તેમના લડવૈયાઓ અફઘાનિસ્તાનની રાજધાનીમાં પ્રવેશ નહીં કરે."

    "પરંતુ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના બધા વરિષ્ઠ અધિકારીઓ સાથે અચાનક કાબુલમાંથી નીકળી ગયા અને તાલિબાન સાથે સમજૂતી ન થઈ શકી."

    આ વર્ષ ઑગસ્ટમાં અમેરિકાની સેનાના ગયા બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો અને તત્કાલીન સરકારને સત્તાથી હઠાવી દીધી હતી.

    તાલિબાન લડવૈયાઓએ વારાફરતી કાબુલની આસપાસનાં ક્ષેત્રોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા અને તેઓ રાજધાનીની બહાર આવીને રોકાઈ ગયા હતા.

    એ સમયે તાલિબાનના લડવૈયા ગમે ત્યારે રાજધાનીમાં પ્રવેશશે એવી આશંકા વ્યક્ત કરાઈ હતી.

    ત્યારે અશરફ ગનીએ અચાનક અફઘાનિસ્તાન છોડી દીધું અને તાલિબાને 15 ઑગસ્ટે કાબુલ પર પણ કબજો કરી લીધો.

    હામિદ કરઝઈએ કહ્યું કે "આથી અફઘાનિસ્તાનમાં સરકારી માળખું અને સુરક્ષા એજન્સીઓ પાંગળી થઈ ગઈ હતી. તેમણે ખુદ તાલિબાનને કાબુલમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું."

  12. ગુજરાતમાં કોરોનાના મૃતાંકનો વિવાદ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  13. પંચમહાલની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ, અવાજ કિલોમિટરો સુધી સંભળાયો

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  14. પંચમહાલમાં કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ, બે કામદારોનાં મૃત્યુ

    ઈજાગ્રસ્તને લઈ જતા લોકો

    ઇમેજ સ્રોત, Daxesh Shah

    ઇમેજ કૅપ્શન, ઈજાગ્રસ્તોને હાલોલ ખાતે હૉસ્પિટલમાં ખેસાડાયા છે.

    પંચમહાલના ઘોઘંબામાં જીએફએલ ફેટકરીમાં થયેલા બ્લાસ્ટમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ બ્લાસ્ટમાં કામદારોના ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ છે. ઈજાગ્રસ્તોને હાલોલ ખાતે હૉસ્પિટલમાં ખેસાડાયા છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડમાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા બે કામદારોનાં મૃત્યુ થયાં છે અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    પંચમહાલનાં એસપી લીના પાટીલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે "અત્યાર સુધી બ્લાસ્ટમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે. અમે હજી ખરાઈ કરી રહ્યા છીએ કે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલા લોકો ગંભીર સ્થિતિમાં છે. ઓછામાં ઓછા 13થી 14 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. ફાયર બ્રિગેડની ટીમો હજી તપાસ કરી રહી છે કે અંદર કોઈ ફસાયેલું છે કે નહીં."

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હૉસ્પિટલમાં પહોંચાડી યોગ્ય સારવારનો પ્રબંધ કરવા અને આ દુર્ધટનામાં યુદ્ધના ધોરણે બચાવ-રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બ્લાસ્ટની દુર્ધટનાની વધુ વિગતો માટે જિલ્લા કલેક્ટરના સતત સંપર્કમાં છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. પંચમહાલના ઘોઘંબામાં કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ, કામદારોનાં મૃત્યુની આશંકા

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ

    ઇમેજ સ્રોત, Daxesh Shah/UGC

    ઇમેજ કૅપ્શન, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ છે.

    ગુરુવારે સવારે દસે વાગ્યાની આસપાસ અહીં બ્લાસ્ટ થયો હતો, ધડાકો થયો તે વખતે કંપનીમાં અનેક કામદારો કામ રહી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

    બ્લાસ્ટમાં કેટલાક કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે જો કે હજી સુધી કેટલા કામદારોને ઈજા થઈ છે તેની પુષ્ટિ થઈ નથી.

    બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર દક્ષેશ શાહ જણાવે છે કે સ્થાનિકો મુજબ ધડાકાનો અવાજ કેટલાય કિલોમિટર દૂર સુધી સંભળાયો હતો.

    ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી GFL કંપનીમાં બ્લાસ્ટ થતાં અનેક ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

    ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં કંપની બહાર સ્થાનિક રહીશો ભેગા થયા હતા.

    ફેકટરીમાં બ્લાસ્ટ

    ઇમેજ સ્રોત, Daxesh Shah

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડમાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા બે કામદારોનાં મૃત્યુ થયાં છે અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    પંચમહાલનાં એસપી લીના પાટીલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે "અત્યાર સુધી બ્લાસ્ટમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે. અમે હજી ખરાઈ કરી રહ્યા છીએ કે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલા લોકો ગંભીર સ્થિતિમાં છે. ઓછામાં ઓછા 13થી 14 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. ફાયર બ્રિગેડની ટીમો હજી તપાસ કરી રહી છે કે અંદર કોઈ ફસાયેલું છે કે નહીં."

    કેમિકલના પ્લાન્ટ નંબર એમપીપી-2 સેફ્ટી ઇન્ચાર્જનો સરવે ચાલી રહ્યો છે.

    સ્થાનિક કર્મચારીના કહેવા પ્રમાણે આ પ્લાન્ટમાં 200 જેટલા લોકો કામ કરે છે. હાલ ભારે હીટિંગને કારણે આ પ્લાન્ટમાં કેટલા ફસાયેલા છે તેની ચોક્કસ માહિતી નથી.

    કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ

    ઇમેજ સ્રોત, Daxesh Shah

  16. અમદાવાદ : સરકારી બૅન્કોના કર્મચારીઓ બે દિવસની હડતાલ પર

    યુનાઈટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન દ્વારા બે દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

    ઇમેજ સ્રોત, Jay Brahmbhatt

    ઇમેજ કૅપ્શન, યુનાઈટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન દ્વારા બે દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

    હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, યુનાઈટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન દ્વારા બે દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ યુનિયન ઑલ ઈન્ડિયા બૅન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બૅન્ક વર્કર્સ (NOBW) સહિત નવ યુનિયનોની એકછત્ર સંસ્થા છે. બે સરકારી બૅન્કોના ખાનગીકરણ કરવાના સરકારના પગલાના વિરોધમાં આ હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. સરકારી બૅન્કોમાં કુલ નવ લાખ કર્મચારીઓ છે અને તે તમામ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાગ લેશે તેવો બૅન્ક યુનિયનોનો દાવો છે.

    ઑલ ઈન્ડિયા બૅન્ક ઑફિસર્સ કૉન્ફેડરેશન (AIBOC) ના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ જણાવ્યું હતું કે બુધવારે બૅન્ક યુનિયનો અને સરકાર વચ્ચે એક બેઠક યોજાઈ હતી, પરંતુ તે અનિર્ણિત રહી હતી જેના પછી હડતાલ સાથે આગળ વધવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

    સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા (એસબીઆઈ)સહિતની મોટાભાગની બૅન્કોએ પહેલાંથી જ તેમના ગ્રાહકોને ચેક ક્લિયરન્સ અને ફંડ ટ્રાન્સફર જેવી બેન્કિંગ કામગીરી પર હડતાલની સંભવિત અસર વિશે ચેતવણી આપી દીધી છે.

    યુનાઈટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન દ્વારા બે દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

    ઇમેજ સ્રોત, Jay Brahmbhatt

  17. દેશભરમાં બે દિવસની હડતાલ પર ઉતરેલાં બૅન્કના કર્મચારીઓની શું માગો છે?

  18. કૅબિનેટે આધાર અને મતદાર ઓળખપત્રને લિંક કરવા માટેના ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી

    ટાઇમ્સ ઑફઇન્ડિયાના અહેવાલ અનુસાર, કેન્દ્રીય કૅબિનેટે બુધવારે મતદાર યાદીમાં બોગસ અને ડુપ્લિકેટ એન્ટ્રીઓની છટણી કરવા માટે આધાર કાર્ડ સાથે મતદાર ઓળખપત્રને લિંક કરવા જેવા મુખ્ય ચૂંટણીલક્ષી સુધારા લાવવાની માંગ કરતા ચૂંટણી કાયદામાં પ્રસ્તાવિત સુધારાઓને મંજૂરી આપી હતી. કૅબિનેટ દ્વારા મંજૂર કરાયેલ પીપલ રિપ્રેઝન્ટેશન ઍક્ટમાં સુધારો કરવા માટેના આ ડ્રાફ્ટ બિલ અને ચાલુ શિયાળુ સત્રમાં સંસદ સમક્ષ લાવવામાં આવે તેવી શક્યતા છે.

    આ અહેવાલમાં સૂત્રોને ટાંકતાં ઉમેરવામાં આવ્યું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મતદાર તરીકે નોંધણી કરાવવા માટે માત્ર 1 જાન્યુઆરીને બદલે એક વર્ષમાં એક કરતા વધુ તારીખોને મંજૂરી આપતો અન્ય એક સુધારો સંસદમાં લાવવામાં આવી શકે છે.

    આધાર કાર્ડ

    ઇમેજ સ્રોત, Getty Images

  19. જ્યારે ગુજરાતની 'વીરાંગનાઓ'એ રાતોરાત રનવે બનાવ્યો

  20. કોરોના સંક્રમણ: બ્રિટનમાં એક દિવસમાં રૅકોર્ડ 78 હજારથી વધુ કેસ નોંધાયા

    કોરોના

    ઇમેજ સ્રોત, Getty Images

    બુધવારે બ્રિટનમાં કોરોનાના રૅકોર્ડ કેસ નોંધાયા હતા.

    બુધવારે, 78,610 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં ચેપના સૌથી વધુ કેસ છે.

    આ પહેલા આ વર્ષની જ શરૂઆતમાં 8 જાન્યુઆરીએ એક દિવસમાં સૌથી વધુ 68,053 કેસ નોંધાયા હતા અને તે સમયે બ્રિટનમાં લૉકડાઉન લાગુ હતું.

    પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ચીફ મેડિકલ ઑફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ ચેતવણી આપી હતી કે આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને આ રેકૉર્ડ પણ તૂટી શકે છે. તેમણે લોકોને નાતાલના સંદર્ભમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે સાવચેત રહેવા પણ કહ્યું હતું.

    આ પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહેલા વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે દરેક બૂસ્ટર ડોઝ લે તે ખૂબ જ જરૂરી છે. તેમણે ચેતવણી આપી હતી કે કેટલાક વિસ્તારોમાં સંક્રમણના કેસ બે દિવસમાં બમણા થઈ રહ્યા છે. તેમણે હોસ્પિટલોમાં બેડની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

    પ્રોફેસર વ્હિટીએ કહ્યું કે દેશ બે મહામારીનો સામનો કરી રહ્યો છે, એક "ખૂબ જ ઝડપથી ફેલાતા" ઓમિક્રોન વૅરિયન્ટનો અને બીજો ડેલ્ટા વૅરિયન્ટનો.