હાર્દિક પટેલનો દાવો, 'આ કારણથી વિજય રૂપાણીને હઠાવાયા'

ચૂંટણીની પહેલાં અમિત શાહની મુલાકાત બાદ વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે.

લાઇવ કવરેજ

  1. વિજય રૂપાણીનું રાજકીય ભવિષ્ય શું હશે? હવે કયું પદ મળી શકે?

  2. લાઇવ અપડેટ્સના આ સિલસિલાને આજ માટે અહીં વિરામ આપીએ છીએ.

    આવતીકાલે નવી અપડેટ્સ સાથે ફરી મળીશું, બીબીસી ન્યૂઝ ગુજરાતી પર.

    નમસ્કાર.

  3. હાર્દિકે વિજય રૂપાણીના રાજીનામાનું કારણ આપ્યું

    કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે વિજય રૂપાણીના રાજીનામા અંગે ટ્વીટ કર્યાં છે. તેમણે આ ટ્વીટમાં ભાજપ પર નિશાન સાધ્યું છે.

    ટ્વીટમાં હાર્દિક પટેલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને હઠાવવાનું કારણ આપ્યું છે.

    તેઓ લખે છે, "ઑગસ્ટમાં આરએસએસ અને ભાજપનો થયેલો ગુપ્ત સરવે ચોંકવાનારો હતો."

    હાર્દિકનો દાવો છે કે એ સર્વે પ્રમાણે "કૉંગ્રસને 43 ટકા મત અને 96-100 સીટ, ભાજપને 38 ટકા મત અને 80-84 સીટ, આપને ત્રણ ટકા મત અને 0 બેઠક, મીમને એક ટકા મત અને 0 બેઠક તથા તમામ અપક્ષને 15 ટકા મત અને ચાર બેઠક મળી રહી હતી."

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    હાર્દિક એક ટ્વીટમાં લખે છે કે "ગુજરાતમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે."

    હાર્દિકે એવું પણ લખ્યું છે કે "અસલી પરિવર્તન તો આવતા વર્ષે ચૂંટણી પછી આવશે, જ્યારે જનતા ભાજપને સત્તામાં ઉખાડી ફેંકશે."

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

  4. વિજય રૂપાણીએ રાજીનામાનું કારણ આપતાં શું કહ્યું?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ભાજપના મંત્રીઓની સાથે રાજ્યપાલને મળવા માટે રાજભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

    રાજીનામું આપી દીધા બાદ વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરતાં રાજીનામું આપવા પાછળના કારણ અંગે વાત કરી હતી.

  5. હું મુખ્ય મંત્રીની રેસમાં નથી - સી. આર. પાટીલ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ભાજપના ગુજરાતના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે ટ્વીટ કરેલા તેમના નિવેદનમાં કહ્યું છે કે "ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું, એ પછી માધ્યમોમાં નવા મુખ્ય મંત્રીનાં નામો અંગે ચર્ચા થઈ રહી છે."

    પાટીલે કહ્યું કે "કેટલાંક નામોની સાથે મારું પણ નામ વહેતું થયું છે પણ હું આવી કોઈ પણ હરીફાઈમાં નથી."

    "નવા મુખ્ય મંત્રી જે બનશે તેમની સાથે મળીને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 182 બેઠકો જીતવાનો અમારો ટાર્ગેટ પૂરો કરીશું."

  6. વિજય રૂપાણીના રાજીનામા પર અમિત ચાવડા અને જિજ્ઞેશ મેવાણી શું બોલ્યા?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ વિપક્ષ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે.

    એ વચ્ચે અપક્ષ નેતા જિજ્ઞેશ મેવાણી અને કૉંગ્રેસના નેતા અમિત ચાવડાની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે શું કહ્યું?

  7. આવતીકાલે કે પરમદિવસે મુખ્ય મંત્રીના નામની જાહેરાત

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાતના ભાજપના નેતા યમલ વ્યાસે ગાંધીનગર ખાતે પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું હતું કે "અમને વિશ્વાસ છે કે કાલે કે પરમદિવસે નવા મુખ્ય મંત્રીના નામની જાહેરાત કરી દેવાશે."

    "દિલ્હીમાં કેન્દ્રીય સંસદીય બોર્ડની બેઠક થશે. નવા નિરીક્ષકોનાં નામો દિલ્હીથી નક્કી થશે."

  8. મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી શું બોલ્યા?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

    રાજ્યપાલને મળ્યા બાદ વિજય રૂપાણીએ પત્રકારપરિષદને સંબોધી હતી અને રાજીનામાની વાત કરી હતી.

    તેમણે કહ્યું કે "હું મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપું છું અને હવે પાર્ટી જે પણ જવાબદારી આપશે એ નિભાવીશ."

    વિજય રૂપાણીએ આ તકે ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો હતો.

    વિજય રૂપાણી સાથે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત ભાજપના નેતાઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

  9. મનસુખ માંડવિયા ગાંધીનગર પહોંચ્યા

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ગાંધીનગરમાં સ્થિત ભાજપની ઑફિસે પહોંચ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે આગામી સંભવિત મુખ્ય મંત્રીનાં નામોની યાદીમાં તેમનું પણ નામ છે.

  10. ગુજરાતના પૉલિટિક્સમાં પટેલોનો દબદબો છતાં ફરીથી પાટીદાર મુખ્ય મંત્રીની માગ કેમ થઈ રહી છે?

  11. વિજયભાઈને બલિના બકરા બનાવાયા - ગોપાલ ઇટાલિયા

    ગોપાલ ઇટાલિયા

    ઇમેજ સ્રોત, GOPAL ITALIA@FB

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામા અંગે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "આટલી મોટી ભાજપ સરકારની નિષ્ફળતાનું ઠીકરું એક વ્યક્તિ પર ફોડવામાં આવ્યું છે."

    તેમણે કહ્યું કે "વિજય રૂપાણીને બલિના બકરા બનાવવામાં આવ્યા છે, પરંતુ આવી રીતે માણસો કે મુખ્ય મંત્રી બદલવાથી ભાજપની નિષ્ફળતાને ઢાંકી કે છુપાવી નહીં શકાય."

    "ભાજપ પોતાની નિષ્ફળતાને મૅનેજ કરી રહી છે. ભાજપ કોરોના કામગીરીમાં નિષ્ફળ રહી છે, રોજગારીથી લઈને શિક્ષણના ક્ષેત્રમાં નિષ્ફળ ગઈ છે. ખેતીમાં નિષ્ફળ ગઈ છે. એ નિષ્ફળતાઓ આવી રીતે મુખ્ય મંત્રી બદલવાથી ઢાંકી નહીં શકાય. જનતા હવે ભાજપને ઓળખી ગઈ છે."

    "નિષ્ફળતા માટે આખી કૅબિનેટ જવાબદાર છે, તો તમામને જવાબદાર ગણવા જોઈએ. જો સરકાર એમ માનતી હોય કે વિજયભાઈ નિષ્ફળ છે તો તેઓ એક નહીં આખી કૅબિનેટ નિષ્ફળ ગણાય."

    "ઓક્સિજન ન મળવાને કારણે જેના ઘરમાંથી કોરોનામાં કોઈનું મૃત્યુ થયું હશે એ પરિવાર કેવી રીતે ભૂલી જશે? જેને ઇન્જેક્શનો માટે લાઇનમાં ઊભા રહેવું પડ્યું છે કે જેને હૉસ્પિટલમાં ખાટલો ન મળતા રડ્યો છે એ માણસ કેવી રીતે સરકારની નિષ્ફળતાને ભૂલી જશે?"

  12. જ્યારે અમિત ચાવડાએ કર્યો હતો વિજય રૂપાણીના રાજીનામાનો ઇશારો

  13. ગુજરાતના નવા મુખ્ય મંત્રી હવે કોણ બની શકે?

  14. હાર્દિક પટેલે વિજય રૂપાણીના રાજીનામા પર શું કહ્યું?

    હાર્દિક પટેલ

    ઇમેજ સ્રોત, TWITTER/HARDIKPATEL

    કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિજય રૂપાણીના રાજીનામા પર પ્રતિક્રિયા આપી છે.

    હાર્દિક પટેલે કહ્યું કે "મુખ્ય મંત્રીનું રાજીનામું ગુજરાતના લોકોને ગુમરાહ કરવા માટે લેવાયું છે. ગુજરાતમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યો છે."

    "કોરોનાકાળમાં ઓક્સિજનની કમીને કારણે મોત, લાશોના ઢગલા, સ્મશાનોમાંથી આવતી ભયાનક તસવીરોથી આખા વિશ્વમાં ગુજરાતની છબિ ખરાબ થઈ છે."

    "સતત વધતી મોંઘવારી, વેપારીઓ પર સંકટ, યુવાઓમાં વધતી બેરોજગારી, બંધ થતાં ઉદ્યોગોથી રાજ્યના લોકો પરેશાન છે."

    "દિલ્હીના રિમોર્ટ કંટ્રોલથી ચાલતી ગુજરાત સરકાર આખરે ક્યાં સુધી તેની નિષ્ફળતા છુપાવતી રહે?"

    હાર્દિક પટેલે વધુમાં કહ્યું, "ગુજરાતમાં વર્ષ 2014 બાદ પહેલી વાર મુખ્ય મંત્રી બદલવાની નોબત અમારા આંદોલન બાદ આવી હતી અને હવે ફરી એક વાર લોકોની નારાજગી બાદ મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે."

    "પણ અસલી પરિવર્તન આગામી વર્ષે ચૂંટણી બાદ આવશે, જ્યારે લોકો ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકશે."

  15. 'ભાજપની ખેંચતાણનો પુરાવો'

    વિજય રૂપાણી

    ઇમેજ સ્રોત, Getty Images

    બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે જણાવ્યું કે આ આખી ઘટના ભાજપમાં પહેલા ક્યારેય ન દેખાઈ હોય તેવી ખેંચતાણની સાક્ષી પુરાવે છે.

    તેમણે જણાવ્યું કે "ભાજપને હવે કોંગ્રેસ કે આપથી કોઈ ખતરો નથી, તેમને તેમના જ નેતાઓથી ખતરો છે, અને આ પ્રકારની ખેંચતાણનો અંત લાવવા જ આ પગલું ભાજપની હાઇકમાન્ડે લીધુ હશે."

    તેઓ એ પણ કહે છે કે, "આખી ઘટના પાછળ પાટીદાર ફેક્ટર ખૂબ મોટું કામ કરી ગયું છે, કારણ કે હવે ભાજપને કોઈ પણ સંજોગે પાટીદારોને નારાજ નથી કરવા અને તે માટે આ પગલું લેવાયું હશે."

  16. રૂપાણીની સરકાર ડબલ રિમોટ કંટ્રોલથી ચાલતી- મોઢવાડિયા

    અર્જુન મોઢવાડિયા

    ઇમેજ સ્રોત, Getty Images

    કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે વિજય રૂપાણીની જે સરકાર ચાલતી હતી તે ડબલ રિમોટ કંટ્રોલથી ચાલતી હતી.

    "એક રિમોટ કંટ્રોલ કેન્દ્રની સરકાર પાસે હતું અને બીજું ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પાસે હતું. લાખો લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં હતાં, લાખો લોકોના ઘર બરબાદ થયા, કોરોના દરમિયાન લોકોને સરકારી હૉસ્પિટલોમાં જગ્યા નહોતી મળી. લાખો લોકોના ધંધા-રોજગાર બરબાદ થઈ ગયા."

    "લાખો યુવાનો બેરોજગાર થઈ ગયા હતા, કાયદો અને ન્યાય વ્યવસ્થાની પરિસ્થિતિ તૂટી ગઈ, ખેડૂતો આપઘાત કરે છે, મહિલાઓ સાથે બળાત્કાર થાય છે તેમ કાયદો અને ન્યાય-વ્યવસ્થા તૂટી ભાંગ્યાં હતાં."

    વધુમાં તેમણે કહ્યું, "રિમોટ કંટ્રોલ સી.આર. પાટીલ પાસે છે, જે રીતે આનંદીબહેન પટેલને બહાર મોકલી દેવામાં આવ્યાં હતાં એ જ રીતે વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું છે."

    "ભાજપ અને કેન્દ્ર સરકાર જેમની પાસે રિમોટ કંટ્રોલ છે એ નિષ્ફળ ગયા છે. એટલે નવેસરથી જનાદેશ લેવા માટે ચૂંટણી જાહેર કરવી જોઈએ અને સરકારને બરખાસ્ત કરવી જોઈએ."

  17. જિજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડાએ શું કહ્યું?

    વિજય રૂપાણીના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને કહ્યું કે "કોરોના મહામારીમાં તેમના ગેરવહીવટના પગલે તેમના રાજીનામાથી ગુજરાતના લોકો ખુશ છે."

    "આ રાજીનામું માત્ર 2022ની વિધાનસભા ચૂંટણીના ગણિતને જોતાં મૂકવામાં આવ્યું છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તો ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે વિજય રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી.

    "ગુજરાતની જનતા ભાજપની સરકારથી કંટાળી ગઈ છે એ સરકાર પણ જાણે છે અને એટલે ભાજપે ચહેરો બદલી નાખ્યો છે."

    "આંતરિક વિખવાદને કારણે વિજય રૂપાણીનો ભોગ લેવાઈ રહ્યો છે. રિમોટ કંટ્રોલથી ભાજપની ગુજરાતમાં સરકાર ચલાવતા કેન્દ્રીય નેતૃત્વની નિષ્ફળતાને ઢાંકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે."

  18. રાજીનામા બાદ વિજય રૂપાણીએ શું કહ્યું?

    "હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે મારા જેવા એક પાર્ટીના કાર્યકરને ગુજરાતના મુખ્ય મંત્રીપદની મહત્ત્વની કામગીરી સોંપી. મુખ્ય મંત્રી દરમિયાન મારા કાર્યકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું."

    "સંગઠન અને વિચારધારા આધારિત દળ હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીની એ પરંપરા છે કે સમયની સાથે કાર્યકરોની જવાબદારી પણ બદલાતી રહે છે."

    તેમણે વધુમાં કહ્યું કે "મુખ્ય મંત્રી તરીકે રાજીનામું આપીને મેં પાર્ટીના સંગઠનમાં નવી ઊર્જા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે."

    "અમારી સરકારે પ્રશાસનના ચાર આધારભૂત સિદ્ધાંતો- પારદર્શિતા, વિકાસશિલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકના આધારે લોકોની સેવા કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે."

    "મારા રાજીનામાથી ગુજરાતમાં પાર્ટીના નવા નેતૃત્વને તક મળશે અને આપણે બધા સાથે મળીને વડા પ્રધાનના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસયાત્રાને નવી ઊર્જા, નવા ઉત્સાહ, નવા નેતૃત્વની સાથે આગળ લઈ જશું."

  19. વિજય રૂપાણીનું ગુજરાતના મુખ્ય મંત્રીના પદેથી રાજીનામું

    વિજય રૂપાણી

    ઇમેજ સ્રોત, TWITTER/CMO GUJARAT

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

    ગાંધીનગરમાં રાજ્યપાલને મળ્યા બાદ વિજય રૂપાણીએ પત્રકારપરિષદને સંબોધી હતી અને રાજીનામાની વાત કરી હતી.