વિશ્વનું સૌથી મોટું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' ઉદ્ધાટનના દિવસે જ વિવાદમાં કેમ આવી ગયું?
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે ઉદ્ઘાટન બાદ તેના નામ પર વિવાદ થયો. દરમિયાન મોટેરા પરની ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 112માં ઑલઆઉટ. વાંચો સમગ્ર અહેવાલ.
લાઇવ કવરેજ
મોટેરા ટેસ્ટઃ ઇંગ્લૅન્ડ 112 રનમાં ઑલઆઉટ
મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મૅચ રમાઈ રહી છે. ઇંગ્લૅન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લૅન્ડની ટીમ માટે આ નિર્ણય ઘાતક સાબિત થયો હતો. ટીમ માત્ર 112 રન કરી શકી હતી. ઇંગ્લૅન્ડની ટીમના માત્ર ચાર ખેલાડીઓ બે આંકડમાં રન કરી શક્યા હતા જ્યારે ત્રણ બેટ્સમૅન શૂન્ય પર આઉટ થઈ ગયા હતા.
કૅપ્ટન જો રુટ માત્ર 17 રન કરી શક્યા હતા. ઇંગ્લૅન્ડ માટે ઑપનર ઝેક ક્રાઉલીએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. 80 અને 81 રન વચ્ચે ઇંગ્લૅન્ડની ત્રણ વિકેટ પડી ગઈ હતી. ઝેક ક્રાઉલી સિવાય કોઈ પણ બૅટ્સમૅન ન ચાલતાં ઇંગ્લૅન્ડની ટીમ 48.4 ઑવરમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
અક્ષર પટેલ ફરીથી ભારત માટે મહત્ત્વના બૉલર પુરવાર થયા હતા. તેમણે 21.4 ઑવરમાં માત્ર 38 રન આપીને 6 વિકેટ ઝડપી પાડી હતી. ભારતના બીજા સ્પિનર આર. અશ્વિને 16 ઑવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઈશાંત શર્માએ એક વિકેટ લીધી હતી.
પહેલી ઇનિંગ્સમાં બૅટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમ પાંચ રન કરીને ક્રિઝ પર છે. ભારત તરફથી બૅટિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલ રમતમાં અણનમ છે.
સ્કૉર માટે અહીં ક્લિક કરો.
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જાણો મોટેરા સ્ટેડિયમનું નામ કોણે, કેટલી વાર અને ક્યારે બદલ્યું છે?
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઉદ્ધાટનના દિવસે જ કેમ વિવાદમાં સપડાયું?
અમદાવાદમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિના હાથે ઉદ્ઘાટન થયું અને ત્યાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ મૅચ પણ રમાઈ રહી છે.
જોકે આજે સમારોહમાં અમિત શાહે સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હોવાની જાહેરાત કરતા વિવાદ થયો છે.
કેટલાકનું કહેવું છે કે સ્ટેડિયમ સરદાર પટેલના નામે છે, અને તેનું નામ બદલી નરેન્દ્ર મોદી કરવું એ સરદાર પટેલનું અપમાન છે. તો બીજી તરફ કેટલાક કહી રહ્યા છે સ્ટેડિયમનું નામ મોટેરા છે અને સંકુલનું નામ સરદાર પટેલ છે. એટલે તેમાં કોઈ ફેરફાર થયો જ નથી એટલે વિવાદને અવકાશ નથી.
મોટેરા પર મૅચ શરૂ : 27 રનમાં ઇંગ્લૅન્ડે બે વિકેટ ગુમાવી
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચ મોટેરા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઇંગ્લૅન્ડ ટોસ જીતીને પ્રથમ બૅટીંગ કરી રહી છે.
ઇંગ્લૅન્ડ ટીમની બે વિકેટ પડી ગઈ છે. ટેસ્ટ મૅચનr ત્રીજા ઓવરે માત્ર બે રનના સ્કોર પર ઇંગ્લૅન્ડની પ્રથમ વિકેટ પડી ગઈ હતી. ભારતીય બૉલર ઈંશાત શર્માએ ઇંગ્લૅન્ડના ઑપનર ડૉમિનિક શિબ્લીની વિકેટ ઝડપી લીધી છે. શર્માના બૉલ પર શિલ્બીનો કૅચ રોહિત શર્માએ પકડ્યો હતો.
સ્પિનર અક્ષર પટેલે બૅટસ્મૅન જોની બૅર્સ્ટોની વિકેટ ઝડપતા ઇંગ્લૅન્ડ માત્ર 27 રનના સ્કૉર પર બે વિકેટ ગુમાવી હતી. હાલ ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રુટ અને ઑપનર ઝેક ક્રાઉલી ક્રિઝ પર બેટીંગ કરી રહ્યાં છે. લાઇવ સ્કોર માટે અહીં ક્લિક કરો.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું આજે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ મૅચ નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં આવ્યાં છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, મોટેરા સ્ટેડિયમનું નવું નામ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ
સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાતા મોટેરાના સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કરી દેવાયું છે.
કુલ 233 એકર જમીન ઉપર કુલ ત્રણ સ્પૉર્ટ્સ સંકુલ આકાર લેશે, જેમાં 20 સ્ટેડિયમ હશે. તેના ઉપર ઑલિમ્પિકસ્તરની સ્પર્ધાઓનું આયોજન થશે, જેના કારણે અમદાવાદ 'સ્પૉર્ટ્સ સિટી' તરીકે નામના ઊભી કરશે.
ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખ 32 હજાર દર્શક બેસીને નિહાળી શકાશે.
આ પ્રકલ્પ પાછળ કુલ રૂ. 4,600 કરોડનો ખર્ચ થશે, જેમાં રૂ. 3200 કરોડનું ખર્ચ કરશે, જ્યારે રૂ. 1,400 કરોડનું રોકાણ ખાનગીક્ષેત્ર દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મૉડલથી આવશે.
અહીં કુલ ત્રણ હજાર ઍપાર્ટમૅન્ટમાં 12 હજાર 500 બાળકો નિવાસ કરી શકશે અને 250 કૉચના નિવાસની વ્યવસ્થા કરવામાં આવશે. ખેલમેદાન વગરની 600 જેટલી શાળાના વિદ્યાર્થીઓને આ aસ્ટેડિયમ સાથે જોડવામાં આવશે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત માટે સુવર્ણ દિવસ : નીતિન પટેલ
મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન નિમિત્તે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પોતાની વાત રજૂ કરી.
તેમણે કહ્યું કે આજનો દિવસ ગુજરાત માટે સુર્વણે અક્ષરે લખાવવા જઈ રહ્યો છે. રમતગમત જગતમાં ક્રિકેટ માટે જે જરૂરિયાત હતી તેવું સ્ટેડિયમ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યું છે.
આ સાથે જ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે.
એવી માન્યતા હતી કે ગુજરાતીઓ માત્ર ધંધો કરવા માટે જ જાણીતા છે. પરંતુ જ્યારે મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે તેમના સપનાનું આજે નિર્માણ થયું છે.
મોટેરા સ્ટેડિયમની નજીક બનાવવામાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષમાં બીજી અન્ય રમતો માટે ખુલ્લું મૂકવામાં આવશે.

ઇમેજ સ્રોત, Nitin Patel/FB
અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં 4500 જેટલા પોલીસ જવાનો તહેનાત
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ક્રિકેટ ટેસ્ટની સિરીઝ ચાલી રહી છે. સિરીઝ રસપ્રદ બની ગઈ છે કેમ કે બંને ટીમે શાનદાર દેખાવ કરીને એક એક ટેસ્ટ જીતી છે. હવે ક્રિકેટ કાર્નિવાલ અમદાવવાદ પહોંચ્યો છે જ્યાં સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ મોટેરા ખાતે નવું જ બંધાયેલું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જો રૂટ અને વિરાટ કોહલીની ટીમોની રાહ જોઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, SAGAR PATEL
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન
અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે જગજાહેર થયેલ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ હાજરી આપી હતી. આજે આ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે મૅચ રમાવા જઈ રહી છે.
આ સ્ટેડિયમમાં પહેલી વખત વિરાટ કોહલી અને જો રૂટની ટીમો સામસામે ટકરાશે.
મોટેરા સ્ટેડિયમ ખાતે છેલ્લા પાંચ વર્ષથી એકેય ઇન્ટનેશનલ મૅચ યોજાઈ ન હતી કેમ કે તેનું નવનિર્માણ થઈ રહ્યું હતું.

ઇમેજ સ્રોત, MyGovIndia
મોટેરા સ્ટેડિયમથી લાઈવ
નમસ્કાર! બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ પેજમા તમારું સ્વાગત છે. અહીં મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટનથી લઈને ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચની દિવસભરની અપડેટ તમને મળતી રહેશે.
