બ્રેકિંગ, વિજય રૂપાણી સામે મતદાન માટે સરકારી હેલિકૉપ્ટરના દુરુપયોગની ફરિયાદ
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આજે ઍર એમ્બુલન્સ દ્વારા અમદાવાદથી રાજકોટ જઈને મતદાન કર્યું હતું.
અગાઉ તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને તેઓ અમદાવાદમાં સારવાર હેઠળ હતા. આજે તેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો અને તેઓ સાંજે મતદાન કરવા માટે રાજકોટ ગયા હતા.
વિપક્ષ કૉંગ્રેસે મુખ્ય મંત્રીએ મતદાન માટે સરકારી હેલિકૉપ્ટરનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની અખબારી યાદી મુજબ કૉંગ્રેસે મુખ્ય ચૂંટણીઅધિકારીને પત્ર લખી મુખ્ય મંત્રીના આ પ્રવાસનો ખર્ચ અંગત ગણી તેમની પાસેથી વસૂલવા અને તેને સરકારી તિજોરીમાં જમા કરાવવાની માગણી કરી છે.
કૉંગ્રેસે કહ્યું કે, મતદાર તરીકે મતદાન કરવું તે સરકારી કામગીરીનો ભાગ નથી. ગુજરાત સરકાર પર મોટું આર્થિક ભારણ છે. મુખ્ય મંત્રીએ સરકારી હેલિકૉપ્ટરનો અંગત મતદાન માટે ઉપયોગ કર્યો છે. ન્યાયિક ચૂંટણીપ્રક્રિયા મુજબ સરકારી સંપત્તિનો દુરુપયોગ ન થાય તે જોવાની ચૂંટણીપંચની ફરજ છે.
કૉંગ્રેસે મુંખ્ય મંત્રીએ સરકારી સંપત્તિનો દુરુપયોગ કર્યો હોવાની ફરિયાદ નોંધવા અને તેનો ખર્ચ વસૂલી સરકારી તિજોરીમાં જમા કરાવવાની માગ કરી છે.

ઇમેજ સ્રોત, Bipin Tankariya










