મહારાષ્ટ્રનાં ગામોમાં કાદવવાળું પાણી પીવા લોકો મજબૂર

વીડિયો કૅપ્શન, કાદવવાળું ગંદું કાળું પાણી પીવા મજબૂર નાસિકના આ લોકોની કેવી હાલાકી?
પ્રકાશિત

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના અમુક ગામના લોકો પાણીની ભારે અછતનો સામનો કરે છે.

અહીંના લોકો આ પાણી પીવા માટે મજબૂર છે અને આની માટે જ કૂવામાં ઊતરવાનું જોખમ ખેડે છે.

આ ગંદા પાણીને લઈ જવા માટે ધોમધખતા તાપમાં કિલોમીટરો સુધી પગપાળા ચાલવું પડે છે.

વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે કપડા વડે પાણીને ગાળવામાં આવે છે જે થોડો કાદવ તો દૂર કરી શકે છે પરંતુ પાણીની ગંદકી નહીં.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો