યુક્રેન અને રશિયા સંઘર્ષ : વિશ્વભરમાં પ્રદર્શન, ક્યાંક શાંતિની તો ક્યાંક પુતિનને વખોડવાની માગ

પ્રકાશિત

ગત અઠવાડિયે રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહીનો હુકમ જારી કરાતાં યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું છે.

યુક્રેન પર રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહી આજકાલ ચર્ચાનો મુદ્દો બની છે. પશ્ચિમ સહિત ઘણા દેશોમાં યુક્રેનના સમર્થકોએ યુદ્ધવિરોધી અને રશિયાવિરોધી પ્રદર્શન કર્યાં હતાં. જેમાં લોકો જાતજાતનાં બૅનરો હાથમાં લઈને ચેતવણી ઉચ્ચારી રહ્યા હતા. લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે પ્રદર્શનો થયાં હતાં. જેમાં રશિયાના સૈન્યઅભિયાન વિરુદ્ધ લોકોને ચેતવતાં લખાયું હતું કે, “જ્યારે યુક્રેનનો અંતિમ સૈનિક પણ લડતાં લડતાં પડશે, પુતિન તમારી પાછળ પણ આવશે. પુતિનને રોકો.”

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેન પર રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહી આજકાલ ચર્ચાનો મુદ્દો બની છે. પશ્ચિમ સહિત ઘણા દેશોમાં યુક્રેનના સમર્થકોએ યુદ્ધવિરોધી અને રશિયાવિરોધી પ્રદર્શન કર્યાં હતાં. જેમાં લોકો જાતજાતનાં બૅનરો હાથમાં લઈને ચેતવણી ઉચ્ચારી રહ્યા હતા. લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે પ્રદર્શનો થયાં હતાં. જેમાં રશિયાના સૈન્યઅભિયાન વિરુદ્ધ લોકોને ચેતવતાં લખાયું હતું કે, “જ્યારે યુક્રેનનો અંતિમ સૈનિક પણ લડતાં લડતાં પડશે, પુતિન તમારી પાછળ પણ આવશે. પુતિનને રોકો.”
આ સિવાય અન્ય દેશોમાં રહેલા કેટલાક મૂળ રશિયનોએ પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પગલાની ટીકા કરતાં પોસ્ટર હાથમાં રાખી પોતાનો વિરોધ પ્રકટ કર્યો હતો. આ પૉસ્ટરો પર લખાયું હતું કે, “હું રશિયાનો છું, પરંતુ હવે મને એ વાતની શરમ આવે છે.”

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ સિવાય અન્ય દેશોમાં રહેલા કેટલાક મૂળ રશિયનોએ પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પગલાની ટીકા કરતાં પોસ્ટર હાથમાં રાખી પોતાનો વિરોધ પ્રકટ કર્યો હતો. આ પૉસ્ટરો પર લખાયું હતું કે, “હું રશિયાનો છું, પરંતુ હવે મને એ વાતની શરમ આવે છે.”
તેમજ તુર્કીના ઇસ્તાંબુલમાં રશિયાના આક્રમણનો વિરોધ કરવા માટે પણ કેટલાક પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. તે પૈકી એકે હાથમાં પુતિનને હિટલર માફક દર્શાવતા કવર પેજવાળી ટાઇમ મૅગેઝિન પકડી રાખી છે. આ ફોટોમાં પુતિનને ‘કિલર’ કહેવાયા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેમજ તુર્કીના ઇસ્તાંબુલમાં રશિયાના આક્રમણનો વિરોધ કરવા માટે પણ કેટલાક પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. તે પૈકી એકે હાથમાં પુતિનને હિટલર માફક દર્શાવતા કવર પેજવાળી ટાઇમ મૅગેઝિન પકડી રાખી છે. આ ફોટોમાં પુતિનને ‘કિલર’ કહેવાયા છે.
આ જ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ હતાશ અવસ્થામાં પણ નજરે પડ્યા. તેમના ચહેરા પરથી આ હુમલાના કારણે સર્જાયેલી હતાશા જોવા મળી રહી હતી. આ પ્રદર્શનકારીઓ પૈકી એકે પોતાના હાથમાં પકડી રાખેલા બૅનરમાં લખ્યું હતું કે, “હું રશિયન છું અને યુક્રેનના વિજય માટે પ્રાર્થના કરું છું.”

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ જ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ હતાશ અવસ્થામાં પણ નજરે પડ્યા. તેમના ચહેરા પરથી આ હુમલાના કારણે સર્જાયેલી હતાશા જોવા મળી રહી હતી. આ પ્રદર્શનકારીઓ પૈકી એકે પોતાના હાથમાં પકડી રાખેલા બૅનરમાં લખ્યું હતું કે, “હું રશિયન છું અને યુક્રેનના વિજય માટે પ્રાર્થના કરું છું.”
આ સિવાય પોલૅન્ડના કારકો ખાતે પણ પ્રદર્શન યોજાયાં હતાં. જેમાં યુક્રેનિયન સમુદાય અને તેમના સમર્થકોએ વિવિધ બૅનરો વડે વિરોધ પ્રકટ કર્યો હતો. તે પૈકી એકમાં લખાયું હતું કે, “રશિયા માટે વિઝા અને માસ્ટર કાર્ડ બંધ કરો.”

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ સિવાય પોલૅન્ડના કારકો ખાતે પણ પ્રદર્શન યોજાયાં હતાં. જેમાં યુક્રેનિયન સમુદાય અને તેમના સમર્થકોએ વિવિધ બૅનરો વડે વિરોધ પ્રકટ કર્યો હતો. તે પૈકી એકમાં લખાયું હતું કે, “રશિયા માટે વિઝા અને માસ્ટર કાર્ડ બંધ કરો.”
જર્મનીના પાટનગર બર્લિનમાં પણ યુદ્ધવિરોધી પ્રદર્શન યોજાયું હતું. 27 ફેબ્રુઆરીએ યોજાયેલ આ પ્રદર્શનમાં દેખાયેલા એક પોસ્ટરમાં લખાયું હતું કે, “યુદ્ધ બંધ કરો! સમગ્ર યુરોપ અને યુક્રેનમાં શાંતિ રહેવા દો.”

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જર્મનીના પાટનગર બર્લિનમાં પણ યુદ્ધવિરોધી પ્રદર્શન યોજાયું હતું. 27 ફેબ્રુઆરીએ યોજાયેલ આ પ્રદર્શનમાં દેખાયેલા એક પોસ્ટરમાં લખાયું હતું કે, “યુદ્ધ બંધ કરો! સમગ્ર યુરોપ અને યુક્રેનમાં શાંતિ રહેવા દો.”
પશ્ચિમ જર્મનીના કોલોનમાં “ફ્રીડમ ફૉર યુક્રેન”ના નારા સાથે કઢાયેલ માર્ચમાં એક વ્યક્તિ પોતાના ચહેરા પર યુક્રેનના રાષ્ટ્રધ્વજના રંગ લગાવીને આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ જર્મનીના કોલોનમાં “ફ્રીડમ ફૉર યુક્રેન”ના નારા સાથે કઢાયેલ માર્ચમાં એક વ્યક્તિ પોતાના ચહેરા પર યુક્રેનના રાષ્ટ્રધ્વજના રંગ લગાવીને આવી હતી.