અફઘાનિસ્તાન: કુંદૂજમાં જુમ્માની નમાજ વખતે મસ્જિદ પર આત્મઘાતી હુમલો, કમ સે કમ 50 લોકોનાં મૃત્યુ
અફઘાનિસ્તાનના કુંદૂજ પ્રાંતમાં એક શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો છે અને તેમાં કમ સે કમ 50 લોકો મૃત્યુ પામ્યાં છે.
બીબીસીને ત્રણ અલગ અલગ સૂત્રોએ આ આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 50 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા મહફૂઝ ઝુબૈદ અનુસાર આ હુમલામાં 100થી વધારે લોકો ઘાયલ થયા છે.
સમાચાર સંસ્થા એએફપીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
સમાચાર સંસ્થા રૉયટર્સ સાથે વાત કરતાં એક તાલિબાની અધિકારીએ કહ્યું કે આ હુમલામાં કમ સે કમ 28 લોકો મૃત્યુ પામ્યાં છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ઘટનાસ્થળના વીડિયોમાં મૃતદેહો અને કાટમાળ વિખરાયેલા જોઈ શકાય છે.
કુંદૂજ સેન્ટ્રલ હૉસ્પિટલના એક ડૉક્ટરે પોતાનું નામ ન આપવાની શરતે એએફપીને કહ્યું કે "અત્યાર સુધી અમારી હૉસ્પિટલમાં 35 મૃતદેહો અને અને 50થી ઘાયલ લોકોને લાવવામાં આવ્યા છે."
એમએસએફના એક ડૉક્ટરે એજન્સી આગળ હૉસ્પિટલમાં 15 મૃતદેહો હોવાની પુષ્ટિ કરી છે.
સ્થાનિક અધિકારીઓએ ટોલો ન્યૂઝને કહ્યું કે હુમલો થયો એ સમયે 300થી વધારે લોકો મસ્જિદમાં હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધી કોઈ પણ ચરમપંથી સમુદાય આ હુમલાની જવાબદારી લીધી નથી. જોકે, બીબીસીના પાકિસ્તાન સંવાદદાતા સિકંદર કિરમાણીનું આકલન છે કે આ હુમલાની પેટર્ન ઇસ્લામિક સ્ટેટની ખુરાસાન પાંખ તરફ ઇશારો કરે છે જે પહેલાંથી લઘુમતી શિયાઓને નિશાન બનાવતું આવ્યું છે.

અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ ગંભીર

ઇમેજ સ્રોત, EPA
શિયા સમુદાયના લોકો જ્યારે શુક્રવારની નમાજ પઢી રહ્યાં હતા એ વખતે આ હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં અનેક ચરમપંથી હુમલાઓ થયા છે.
થોડાં દિવસ પહેલાં કાબુલમાં એક મસ્જિદમાં પ્રાર્થનાસભાને નિશાન બનાવવામાં આવી હતી. અત્યાર સુધી અનેક હુમલાઓની જવાબદારી સુન્ની ચરમપંથી સમૂહ ઇસ્લામિક સ્ટેટે લીધી છે.
અમેરિકા સહિત વિદેશી સેનાઓની પરત ફરતાં તાલિબાને આ વર્ષે ઑગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો.
હાલ અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ ગંભીર બનેલી છે. તાલિબાન સામે સૌથી મોટો પડકાર સુરક્ષાનો છે.
તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે ટ્વિટર પર લખ્યું "આજે અમારા શિયા ભાઈઓની મસ્જિદ પર હુમલો થયો છે અને તેના કારણે અમારા અનેક શિયા ભાઈઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















