જ્યૉર્જ ફ્લૉઇડ કેસ સુનાવણી : પોલીસના બૉડીકૅમમાં જ્યૉર્જ કહે છે, 'પ્લીઝ ડૉન્ટ શૂટ મી, તમે કહેશો એમ કરીશ''

ઇમેજ સ્રોત, Getty Images
આફ્રિકન મૂળના અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુના કેસમાં જેમની સામે આરોપ છે એ પૂર્વ પોલીસ કર્મચારી ડૅરેક શૉવિન સામે સોમવારથી સુનાવણી શરૂ થઈ છે. અનુમાન છે આ કેસમાં સુનાવણી ચાર અઠવાડિયાંમાં પૂર્ણ થઈ જશે.
જે પોલીસ અધિકારીએ જ્યૉર્જ સામે કાર્યવાહી કરી હતી તેમના વકીલનું કહેવું છે કે આ કેસ પુરાવાઓ સંબંધિત છે નહીં કે રાજકીય કે સોશિયલ મુદ્દા આધારિત. તો બીજી તરફ ફરિયાદપક્ષના વકીલનું કહેવું છે કે પોલીસ અધિકારીઓ અત્યંત બળપ્રયોગ કરી પોલીસ સેવાના ધોરણો અને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું.
ત્રીજા દિવસની સુનાવણીમાં પોલીસ કર્મચારી થૉમસ લૅન, જે. એલેક્ઝેનડર ક્યુએંગ અને તોઉ થાઓનાં બૉડીકૅમનું વીડિયો ફૂટેજ જોવામાં આવ્યું હતું. ડૅરેક શૉવિનનું બૉડીકૅમ નીચે પડી ગયો હોવાથી તેના ફૂટેજ મળી શક્યું નથી.
વીડિયો ફૂટેજમાં જ્યૉર્જ ફ્લૉઇડ પોલીસને અજીજી કરતા સંભળાય છે, ''પ્લીઝ ડૉન્ટ શૂટ મી...મેં હાલમાં જ પોતાની માતાને ખોઈ દીધાં છે.''
ફૂટેજમાં જ્યૉર્જ ફ્લૉઇડ હાથકડીમાં દેખાય છે અને તેઓ પોલીસ કર્મચારીઓ થૉમસ લૅન અને જે. એલેક્ઝેનડર ક્યુએંગને સતત વિનંતી કરતા સંભળાય છે, ''હું તમારો પ્રતિકાર કરવાનો નથી. તમે જે કહેશો હું કરીશ.''
ત્રીજા દિવસે કપ ફુડસ્ ના કર્મચારી ક્રિસ્ટોફર માર્ટીનની જુબાની લેવામાં આવી હતી. માર્ટીને જણાવ્યું કે જયૉર્જ ફ્લૉઇડે સિગારેટનું પૅકેટ ખરીદવા બદલ જે નોટ આપી હતી તે નકલી હતી, પરતું તે વિશે જયૉર્જ ફ્લૉઇડને પણ માહિતી નહોતી.
''પહેલાં મે નક્કી કર્યું હતું કે પૅકેટની જે રકમ થશે હું મારા પગારમાંથી ચૂકવીશ, પરતું પછી મેં મૅનેજરને ફરિયાદ કરવાનું નક્કી કર્યું. જો મેં નોટ હાથમાં લીધું ન હોત તો આ ઘટના ન બની હોત.

અત્યાર સુધીની સુનાવણીમાં શું થયું છે?

ઇમેજ સ્રોત, COURT TV
સુનાવણીના પ્રથમ દિવસે આ કેસમાં ત્રણ સાક્ષીઓને અદાલતમાં બોલાવવામાં આવ્યા જેમને ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષે સવાલો કર્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોનાલ્ડ વિલિયમ્સ નામના એક સાક્ષીએ અદાલતમાં ડેરેક શૉવિનની ઓળખ કરી. એમણે કહ્યું કે, "ફ્લૉઇડનો જીવ એમ જઈ રહ્યો હતો જાણે બંધ થેલીમાં રાખેલી માછલી હોય, પછી એમની આંખો ઉપર તરફ થઈ ગઈ. એમના શરીરમાં જીવ રહ્યો ન હતો."
એમના આ નિવેદન પર જજે ટકોર કરી અને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવા કહ્યું. હાલ બચાવ પક્ષને ડોનાલ્ડ વિલિયમ્સને સવાલ કરવાનો મોકો મળ્યો નથી.
બીજા દિવસે આ કેસનાં મહત્ત્વનાં સાક્ષી ડૅનરેલ્લાએ કોર્ટને કહ્યું કે, ''જ્યૉર્જ ફ્લૉઇડ પોતાની જિંદગીની ભીખ માગી રહ્યા હતા.''
તેમણે જ્યૉર્જ ફ્લૉઇડને પોતાનાં પિતા, ભાઈ, પિતરાઈ ભાઈ અને સંબંધી જેમ ગણાવી કહ્યું કે, ''જ્યૉર્જની જેમ તેઓ પણ અશ્વેત છે.''
જ્યારે પોલીસ કર્મચારી ડૅરેક શૉવિને પોતાના ઘૂંટણથી જ્યોર્જ ફ્લૉઇડનું ગળું દબાવી રાખ્યું હતું ત્યારે ડૅનરેલ્લાએ તેનો વીડિયો રૅકર્ડ કર્યો હતો જે બાદમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જ્યૉર્જ ફ્લૉઇડ કેસમાં આ વીડિયો સૌથી અગત્યનો પુરાવો છે.

ઇમેજ સ્રોત, SCOTT OLSON/GETTY IMAGES
ડૅનરેલ્લાએ કોર્ટને કહ્યું કે તેઓ ફોન પર આ બધું રૅકર્ડ કરવાં લાગ્યાં કારણકે, ''મેં એક વ્યક્તિને જોઈ જે ભયભીત હતી, પોતાના જીવનની ભીખ માગી રહ્યો હતી. આ બરાબર નહોતું. એ બહુ તકલીફમાં હતો.
''જ્યૉર્જ ફ્લૉઇડ કહી રહ્યા હતા કે હું શ્વાસ નથી લઈ શક્તો. તેઓ એકદમ ભયભીત હતા અને પોતાની માતાને બોલાવી રહ્યા હતા.''
ડૅનરેલ્લાએ કોર્ટને કહ્યું કે જ્યૉર્જ ફ્લૉઇડની મૃત્યુ જોયાં બાદ તેમનો ઘણો આઘાત લાગ્યો છે.
ત્યારબાદ 18 વર્ષનાં ઍલિસા, 17 વર્ષનાં કાલેન અને ઑફ ડ્યૂટી ફાયર ફાઇટર જૅનીવિવ હેનસેને પણ જુબાણી આપી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















