ચૂંટણીપરિણામો રદ કરવાનો ટ્રમ્પ સમર્થિત કેસ સુપ્રીમ કોર્ટે રદ કર્યો

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, EPA

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચાર મુખ્ય રાજ્યોમાં ચૂંટણી પરિણામો રદ કરવાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પ સમર્થિત કેસ રદ કરી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થન સાથે કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી જેમાં ચૂંટણી પરિણામોને પડકારવામાં આવ્યા હતા.

ટેક્સાસમાં રાજ્ય દ્વારા આ સપ્તાહે જ જ્યૉર્જિયા, મિશિગન, પેન્સિલ્વેનિયા અને વિસ્કૉન્સિનના પરિણામો રદ કરવા માટે કેસ દાખલ કરાયો હતો.

તેને 18 રાજ્યના સ્ટેટ ઍટર્ની જનરલ અને કૉંગ્રેસના 106 રિપબ્લિકન સભ્યોએ ટેકો આપ્યો હતો.

પરંતુ શુક્રવારે સુપ્રીમ કોર્ટે એક ટૂંકા આદેશ સાથે કેસ રદ કરી દીધો. તેમાં કહ્યું કે ટેક્સાસ પાસે આવો કેસ કરવાની કાનૂની સત્તા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ નિર્ણય આંચકા સમાન છે. તેમણે અગાઉ પુરાવા સિવાય દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણાનો સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

વળી સપ્તાહ અગાઉ પેન્સિલ્વેનિયામાં બાઇડનની જીત સામે પણ કેસ હતો તેને કોર્ટે રદ કરી દીધો હતો.

ટ્રમ્પે વારંવાર એવા દાવા કર્યા છે કે ગેરકાનૂની રીતે થયેલા મતોને લીધે તેઓ હાર્યાં છે.

ચૂંટણી પરિણામો આવ્યા છે ત્યારથી જ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ પરિણામોને કેટલીક કોર્ટમાં પડકાર્યાં છે. પણ અત્યાર સુધી તેમને સફળતા નથી મળી.

સોમવારે ઇલેક્ટોરલ કૉલેજ સત્તાવાર રીતે જો બાઇડનને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ ચૂંટશે એવી શક્યતા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો