કોરોના વાઇરસ : જો બાઇડને કહ્યું, અમેરિકામાં 100 દિવસમાં 10 કરોડ લોકોનું રસીકરણ કરાશે

રસી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

જો બાઇડને તેમના પદભાર સંભાળ્યાના પ્રથમ 100 દિવસમાં 10 કરોડ લોકોના રસીકરણનું લક્ષ્ય રાખ્યું છે.

તેમણે કહ્યું કે તેમના કાર્યકાલના પ્રારંભમાં જ વાઇરસ સંબંધિત મહામારીનો અંત નથી આવવાનો. અને તેથી તેમણે એક વિગતવાર નીતિ તૈયાર કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે તેનાથી કોવિડ-19ની સ્થિતિને કાબૂમાં લેવા માટે મદદ મળશે.

તેઓ 20મી જાન્યુઆરીએ પદભાર સંભાળશે અને તેમણે તેમની આરોગ્ય ટીમ પણ રજૂ કરી છે. તેમણે જનતાને આગ્રહ કર્યો છે કે તેઓ પ્રથમ 100 દિવસ સુધી માસ્ક પહેરે.

મંગળવારે ફાઇઝર અને બાયોએનટેકની રસી માટે માર્ગ મોકળો થયો છે જે અમેરિકાના લોકોના રસીકરણ કરવા માટે ઉપયોગી થશે.

રસી

ઇમેજ સ્રોત, Getty Images

વળી અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગના તત્કાલીક ઉપયોગ માટે તેને મંજૂરી મળી શકે છે. તથા અમેરિકાના વાઇરસ નિષ્ણાત ડૉ. ઍન્થની ફાઉચીએ પણ કહ્યું છે કે અમેરિકામાં ટૂંક સમયમાં આવતા સપ્તાહથી સામૂહિક રસીકરણ શરૂ થશે.

મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કોવિડ-1ના રસીકરણ કાર્યક્રમ મામલે પરિષદ હાથ ધરી હતી. જેને ઑપરેશન વૉર્પ સ્પિડ કહેવાયું છે અને રસીની મંજૂરીને પણ તેમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. અમેરિકા જાન્યુઆરીના મધ્ય સુધી 2.4 કરોડ લોકોનું રસીકરણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર અમેરિકામાં કુલ 1.5 કરોડ સંક્રમિત કેસો નોંધાયા છે અને 2.85 લાખ લોકોનાં મોત થયા છે. કોરોના મહામારીથી અસરગ્રસ્ત દેશોમાં તે વિશ્વમાં પહેલા ક્રમે છે.

ઘણા દેશોમાં વાઇરસનું સંક્રમણ ઉચ્ચતમ સ્તરે છે અને સંખ્યાબંધ લોકો હૉસ્પિટલ્સમાં છે. લોકોનું કહેવું છે તાજેતરમાં થૅંક્સગિવીંગ દરમિયાન લાખો લોકોએ પ્રવાસ કર્યો તેના કારણે ફરીથી સ્થિતિ બગડી છે.

line

શું 100 દિવસમાં 10 કરોડ લોકોનું રસીકરણ થઈ શકે?

બાઇડન

ઇમેજ સ્રોત, Reuters

માત્ર 3 મહિનામાં આટલી મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ સરળ નથી. યુએસનો મોટો ભૂભાગ તથા સાધનસામગ્રી સાથે પરિવહન અને સ્ટોરેજ સંબંધિત પરિબળો પડકારજનક રહેશે.

અમેરિકાની વૈશ્વિક આરોગ્ય સંબંધિત વેબસાઇટના વરિષ્ઠ લેખક હેલેન બ્રન્સનેલ અનુસાર જો ટ્રમ્પ સમયસર રસીકરણનો કાર્યક્રમ શરૂ કરે અને ડ્રગ કંપની તરફથી પૂરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ રહે તો બાઇડનની યોજના વાસ્તવિકતાની નિકટ છે એવું લાગે છે.

જોકે વાઇરસ નિષ્ણાત ડૉ. ફાઉચીએ કહ્યું કે આ એક સાહસિક પગલું છે પણ તે કરી શકાય છે. તેમ છતાં તેમણે ચેતવણી પણ આપી કે આ સરળ નહીં હોય.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો