જો બાઇડને રક્ષામંત્રી તરીકે આફ્રિકન-અમેરિકન લૉયડ ઑસ્ટિનની પસંદગી કરી

અમેરિકન મિડિયાના અહેવાલો અનુસાર નવા ચૂંટાયેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને નિવૃત્ત જનરલ લૉયડ ઑસ્ટિનની રક્ષામંત્રીપદ માટે પસંદગી કરી છે.
67 વર્ષના જનરલ ઑસ્ટિન આ પદ માટે પસંદ થનારા પ્રથમ આફ્રિકન-અમેરિકન છે. ઓબામા સરકાર વખતે તેમને અમેરિકન સેન્ટ્રલ કમાન્ડનું નેતૃત્વ કર્યું હતું. જોકે અમેરિકાની સંસદે ઑસ્ટિનની પસંદગી પર મહોર મારવી પડ્શે કારણકે તેમની નિવૃત્તિને હજુ સાત વર્ષ પૂર્ણ થયા નથી.
બાઇડનનો આ કથિત નિર્ણય તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમના વરિષ્ઠ સભ્યોના નામોની જાહેરાતના બે અઠવાડિયા બાદ આવ્યો છે.
બાઇડન અને ઑસ્ટિને આ મામલે હજુ સુધી કોઈ પણ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અગાઉ મિડિયામાં અહેવાલ આવ્યા હતા કે બાઇડન આ પદ માટે વરિષ્ઠ પેન્ટાગન અધિકારી મિશેલ ફ્લોરનૉયની પસંદગી કરશે.
જો આ નિર્ણય લેવામાં આવ્યો હોત તો રક્ષામંત્રી બનનાર મિશેલ પ્રથમ મહિલા બન્યાં હોત. બાઇડન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખની શપથ લેવાના છે. હજુ સુધી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પોતાની હારનો સ્વીકાર કર્યો નથી અને કોઈ પણ પુરાવા વગર ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યા છે.

કોણ છે જનરલ લૉયડ ઑસ્ટિન?

બાઇડનના આ નિર્ણય વિશે સૌથી પહેલા પોલિટિકોએ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. પોલિટિકોએ આ નિર્ણય વિશે માહિતી ધરાવતાં ત્રણ લોકોના નામ પણ આપ્યા હતા.
પોલિટિકોના અહેવાલ અનુસાર પહેલાં જનરલ લૉયડ ઑસ્ટિનની ઉમેદવારી અંગે કોઈ ચર્ચા નહોતી, પરતું હાલના દિવસોમાં તેઓ એક ટોપ ઉમેદવાર તરીકે સામે આવ્યા છે અને એક સુરક્ષિત નામ તરીકે પણ.
બીબીસીના અમેરિકન મિડિયા પાર્ટનર સીબીએસ ન્યૂઝે ઘણાં લોકોનો ટાંકતાં જનરલ લૉયડ ઑસ્ટિનના નામ પર નિર્ણય થવાની વાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીબીએસ અનુસાર જનરલ લૉયડ ઑસ્ટિનનું નામ નાગરિક અધિકાર સંગઠનો અને ડૅમોક્રેટિક એશિયન, બ્લૅક અને લાટિન કૉક્સના કારણે આગળ આવ્યું છે, જેઓ માગણી કરી રહ્યા છે કે બાઇડન લધુમતીઓ અને મહિલાઓને કૅબિનેટમાં સ્થાન આપે.
આ બધાની વચ્ચે સીએનઅનેએ સુત્રોને ટાંકતાં જણાવ્યું છે કે આ અઠવાડિયાના અંતમાં બાઇડને જનરલ ઑસ્ટિનને પદ ઑફર કર્યું હતું, જે તેમણે સ્વીકારી લીધું છે. જનરલ લૉયડ ઑસ્ટિને 2013-16 સુધી અમેરિકન સેન્ટ્રલ કમાન્ડની કમાન સંભાળી છે, જેની જવાબદારી હેઠળ મધ્ય-પૂર્વ, મધ્ય-એશિયા અને દક્ષિણ એશિયા આવે છે.
આ પહેલા તેઓ સૈન્યના વાઇસ ચીફ ઑફ સ્ટાફ હતા અને ઇરાકમાં અમેરિકન સેન્યના કમાન્ડિંગ જનરલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જો બાઇડન જ્યારે ઓબામાં સરકારમાં ઉપ-રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે તેમણે જનરલ ઑસ્ટિન સાથે કામ કર્યું છે.
પરતું સીબીએસ મુજબ જનરલ ઑસ્ટિન સામે અમુક મુશ્કેલીઓ પણ છે કારણકે હાલ સુધી તેઓ ડિફેન્સ કૉન્ટ્રૅક્ટર રેયથૉનના બોર્ડ ઑફ ડિરેક્ટરના સભ્ય તરીકે કામ કરતા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















