અમેરિકા ચૂંટણી : બાઇડનને સત્તા સોંપવા માટે અંતે તૈયાર થયા ડોનાલ્ડ ટ્રમ્પ

જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, ANGELA WEISS,SAUL LOEB/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે માની લીધું છે કે નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડનને સત્તા સોંપવા માટેની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે સત્તા હસ્તાંતરણની દેખરેખ રાખનારી મહત્ત્વની એજન્સી જીએસએએ એ 'ચીજો કરવી જોઈએ જે જરૂરી હોય.'

જોકે તેઓએ હજુ પણ પોતાની લડાઈ ચાલુ રાખવાની વાત કરી છે.

બીજી તરફ જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન એટલે કે જીએસએએ જો બાઇડનને 'વિજેતા' તરીકે સ્વીકારી લીધા છે.

આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે મિશિનગ રાજ્યમાં જો બાઇડનની જીતની સત્તાવાર પુષ્ટિ કરી દેવામાં આવી હતી.

આ પુષ્ટિથી ટ્રમ્પના એ અભિયાન મોટો ઝટકો લાગ્યો છે, જેમાં તેઓ અમેરિકાનાં ચૂંટણીનાં પરિણામોને પડકાર ફેંકતા હતા.

જો બાઇડનના સમર્થકોએ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયાનું સ્વાગત કર્યું છે. જો બાઇડન હવે 20 જાન્યુઆરીએ શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે.

જોકે ટ્રમ્પના કૅમ્પેનનું હજુ પણ કહેવું છે કે તેઓ મિશિગનનાં ચૂંટણી પરિણામોને પડકાર આપશે. જોકે હવે સમય ધીમેધીમે ખતમ થઈ રહ્યો છે.

14 ડિસેમ્બરે અમેરિકન ઇલેક્ટોરલ કૉલેજ બાઇડનની જીતની પુષ્ટિ કરી દેશે.

line

ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, REUTERS/HANNAH MCKAY

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ

સત્તા હસ્તાંતરણની જવાબદારી જીએસએની હોય છે અને તેને લઈને ટ્રમ્પે ટ્વીટ કર્યું છે.

ટ્રમ્પના ટ્વીટથી સ્પષ્ટ છે કે તેઓએ જીએસએને કહ્યું છે કે તેઓ બાઇડનને સત્તા સોંપવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

ટ્રમ્પે લખ્યું છે કે તેઓએ જીએસએની એડમિનિસ્ટ્રેટર એમિલી મર્ફીને કહ્યું છે કે તેમની ટીમ દેશહિતમાં શરૂઆતની ઔપચારિકતા માટે જે થઈ શકે એ કરે.

ટ્રમ્પે કહ્યું કે તેઓએ પોતાની ટીમને પણ આવું જ કહ્યું છે.

ટ્રમ્પ દ્વારા જ નિયુક્ત એમિલીએ કહ્યું કે તેમના પર વ્હાઇટ હાઉસથી ટાઇમિંગ અને નિર્ણયને લઈને કોઈ દબાણ નહોતું

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બાઇડનને મોકલેલા પત્રમાં એમિલીએ કહ્યું, "આ બિલકુલ સ્પષ્ટ છે કે મને આખી પ્રક્રિયામાં મોડું થવા અંગે કોઈ નિર્દેશ નહોતો મળ્યો. જોકે મને ઑનલાઇન ધમકીઓ મળી હતી."

"ફોનથી અને મેઇલથી મને ડરાવવામાં આવી. મારા સ્ટાફને પણ ધમકી મળી. ભલે મને ગમે તેટલી ધમકી મળે, હું કાયદાથી બહાર ન જાતી."

બાઇડનની ટીમે એમિલીના પત્રનું સ્વાગત કર્યું છે.

બાઇડનની ટીમે આ પત્રના જવાબમાં કહ્યું છે, "આ નિર્ણયની જરૂર હતી, જેથી દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે તેનો સામનો કરી શકાય. કોરોના મહામારી નિયંત્રણથી બહાર છે અને અર્થવ્યવસ્થા પણ પાટા પરથી ઊતરી ગઈ છે. આ નિર્ણયથી સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ થઈ શકશે."

line

કાયદાકીય લડાઈ

જો બાઇડન

ઇમેજ સ્રોત, CHANDAN KHANNA/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, જો બાઇડન

બાઇડનની ટીમ પણ ઔપચારિક હસ્તાંતરણને લઈને ઘણી સક્રિય છે. સોમવારે બાઇડને પોતાની કૅબિનેટની કેટલીક મહત્ત્વની જાહેરાત કરી છે.

જોકે બાઇડન માટે ત્યારે જ ઔપચારિકતા પૂરી થાય જ્યારે જીએસએ તેમને પત્ર મોકલે.

હવે બાઇડનની ટીમ એજન્સીઓની ઑફિસ સ્પેસનો ઉપયોગ કરી શકે છે, જેથી વ્હાઇટ હાઉસમાં સ્ટાફની નિયુક્તિ અને કૅબિનેટની રચના કરી શકાય.

વર્તમાન ઘટનાક્રમથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ટ્રમ્પ પોતાની હાર માટે મજબૂર દેખાઈ રહ્યા છે અને તેમની કાયદાકીય લડાઈ કોઈ મુકામ પર પહોંચતી દેખાતી નથી.

ટ્રમ્પ કૅમ્પેને ઘણાં રાજ્યોમાં જીતની પુષ્ટિમાં મોડું થવા પર અપીલ દાખલ કરી હતી, પરંતુ એક-એક કરીને તેમની અપીલ ફગાવાતી ગઈ.

ટ્રમ્પની લિગલ ટીમ આ મામલે કોઈ ઠોસ પુરાવા આપવામાં નિષ્ફળ રહી છે.

line

સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા

જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, JIM WATSON,MANDEL NGAN/AFP VIA GETTY IMAGES

ડેમૉક્રેટિક પાર્ટી તરફથી એમિલી પર દબાણ હતું કે તેઓ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ થવા દે.

જોકે જીએસએનો પત્ર મિશિગનમાં બાઇડનની જીતની પુષ્ટિ બાદ જ મળ્યો છે. અહીં બાઇડને ટ્રમ્પને એક લાખ 55 હજાર મતના અંતરથી હરાવ્યા છે.

ટ્રમ્પે જીએસએનાં એમિલી મર્ફીનો આભાર માન્યો છે અને કહ્યું કે તેઓએ તેમની ટીમને ભલામણ કરી હતી કે તે જે ઔપચારિકતા છે એ પૂરી કરવા દે.

ટ્રમ્પ પર હાર સ્વીકાર કરવા માટે તેમની જ રિપબ્લિકન પાર્ટીનું દબાણ વધતું જતું હતું.

સોમવારે પાર્ટી તરફથી ઘણા આવા અવાજો ઊઠ્યા હતા.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ટેનેસીના સૅનેટર લૈમર ઍલેકઝાન્ડરે નિવેદન જાહેર કરીને કહ્યું કે ટ્રમ્પે પહેલાં દેશ અંગે વિચારવું જોઈએ અને બાઇડનને સત્તા સોંપવામાં મદદ કરવી જોઈએ.

તેઓએ કહ્યું કે જ્યારે તમે લોકજીવનમાં હોવ ત્યારે લોકો યાદ રાખે છે કે તમે અંતમાં શું કર્યું હતું.

વેસ્ટ વર્જીનિયાનાં સૅનેટર શેલી મૂરેએ પણ કહ્યું કે હવે 2020ની ચૂંટણીનો અંત થવો જોઈએ. આ સિવાય ઓહાયોના સૅનેટરે પણ ટ્રમ્પને આવી જ અપીલ કરી હતી.

મર્ફીએ 160થી વધુ કારોબારી નેતાઓને બાઇડનને સત્તા સોંપવાની પ્રક્રિયા શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો.

બીજી બાજુ પાંચ કલાક પહેલાં જો બાઇડને ટ્વીટ કરીને કહ્યું કે આજે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશનીતિની ટીમની જાહેરાત કરશે.

બાઇડને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે અમેરિકન નેતૃત્વને ફરીથી ઊભું કરવામાં આવે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો